Connect with us

ગુજરાત

શહેરના 392700 પ્રમાણિક કરદાતાઓએ પ્રથમ વખત સંપૂર્ણ મિલકત વેરો ભર્યો

Published

on

  • રીકવરી ઝુંબેશના છેલ્લા ત્રણ દિવસ વધુ 17 મિલ્કત સીલ, 10ને જપ્તીની નોટિસ

વેરાવિભાગ દ્વારા બાકીદારો વિરુદ્ધ જાન્યુઆરી માસથી રિકવરી ઝુંબેશ શરૂ કરી છે જેના કારણે આ વખતે રેકર્ડબ્રેક કરદાતાઓએ વેરો ભરપાઈ કર્યો છે. પ્રથમવખત શહેરના 392700 કરદાતાઓએ વેરો ભરપાઈ કર્યો છતાં આજે વધુ 17 મીલ્કત સીલ કરી 10ને જપ્તીની નોટીસ ફટકારી 3 નળ જોડાણ કાપી સ્થળ ઉપર રૂપિયા 71.16 લાખની વસુલાત કરી હતી.

વેરાવિભાગ દ્વારા કુવાડવા રોડ પર આવેલ બજરંગ કાસ્ટીંગ ગ્રાઉન્ડ ફ્લોર 1-યુનિટને સીલ મારેલ, ભાવનગર રોડ પર આવેલ અનમોલ પાર્કમા 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.40,000, કુવાડવા રોડ પર આવેલ શ્રી સત્ય એપાર્ટમેન્ટ શોપ નં-1 પટેલ આઇસ ચેમર્બ્સ ની નોટીસ સામે રીકવરી રૂૂ.48,110, મોરબી રોડ પર આવેલ જય જવાન જય કિશાન સોસાયટી 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.08 લાખ, મનહર સોસાયટીમા 1-નળ કનેક્શન ક્પાત, પેડક રોડ પર આવેલ જાનકી ચેમ્બર્સ ફર્સ્ટ ફ્લોર શોપ નં-101 ને સીલ કરેલ, પેડક રોડ પર આવેલ જાનકી ચેમ્બર્સ ફર્સ્ટ ફ્લોર શોપ નં-105 ને સીલ કરેલ, સંત કબીર રોડ પર આવેલ શેરી નં-2 શોપ નં-1ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.58,410ની કરી હતી.
મનપાના વેરાવિભાગ દ્વારા સંત કબીર રોડ પર અવેલ ઉમાવંશી બ્રાસ બેડસ શોપ નં-1 ફળા; 2ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.3.98 લાખ, સંત કબીર રોડ પર આવેલ ભોલારામ સોસાયટીમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.56,400, સંત કબીર રોડ પર આવેલ રાજારામ સોસાયટીમાં 1-નળ કનેક્શન ક્પાત સામે રીકવરી રૂૂ.33,306, ભક્તિનગર સ્ટેશન પ્લોટ અવધ આર્કેડ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-116 ને સીલ મારેલ, ભક્તિનગર સ્ટેશન પ્લોટ ડાયાભાઇ કિલનિક ની નોટીસ સામે રીકવરી રૂૂ.1.14 લાખ, જાગનાથ પ્લોટ શેરી નં-4 1-યુનિટની સામે રીકવરી 1.45 લાખ, યાજ્ઞિક રોદ પર આવેલ રાજેશ્વરી કોમ્પ્લેક્ષ દેવ કોમ્પ્યુટરન થર્ડ ફ્લોર શોપ નં-303 ને સીલ મરેલ, મોટામોવા રંગોલી પાર્કમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.22 લાખ, 150 ફુટ રીંગ રોડ પર આવેલ ટ્રિવિન સ્ટાર પાસે નાઇથ ફ્લોર ઓફિસ નંબર 902 નાબાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.52,758, વાવડી વિસ્તારમાં રાજલક્ષ્મી ઇન્ડ. એરીયામાં 2-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.70 લાખની કરી હતી.

કચ્છ

ખારેક બાદ કચ્છી કળા ‘અજરખ’ને પણ GI ટેગ મળ્યો

Published

on

By

  • ખત્રી મુસ્લિમ સમાજની 5000 વર્ષ જૂની કળાથી તૈયાર થતી બાંધણી વૈશ્ર્વિક ઓળખ બની છે

ગુજરાતને ભવ્ય કળા અને કારીગરીનો વારસો મળેલો છે. વણાટ, કોતરણી, છાપકામ, કાંચકામ જેવી કળામાં ગુજરાતની આગવી ઓળખ છે. એવી જ ઓળખસમી અજરખ કળાને હવે વૈશ્વિક ઓળખ મળી છે એટલે કે કચ્છી અજરખ કળાને જીઆઇ ટેગ મળ્યો છે.કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સની ઓફિસે ગુજરાતના કચ્છ પ્રદેશના પરંપરાગત હસ્તકલાના કચ્છ અજરખના પરંપરાગત કારીગરોને જીઆઇ પ્રમાણપત્ર સોંપ્યું હતું. જીઆઇ ટેગ એ ભૌગોલિક ઓળખ ટેગ છે જે ચોક્કસ ભૌગોલિક પ્રદેશમાંથી ઉદ્દભવેલી પ્રોડક્ટ, સેવા કે કળાને ઓળખ આપે છે.

કચ્છની વિશેષતા ગણાતી અજરખ પ્રિન્ટ બારમી સદીમાં મૂળ જેસલમેરમાંથી ઉત્પન્ન થઈ હોવાનું માનવમાં આવે છે. અજરખ કલા મુખ્યત્વે કચ્છના અજરખપુર, ધમડકા અને ખાવડાઆ ત્રણ ગામોમાં વિકસી છે. આ સમુદાય લગભગ 400 વર્ષ પહેલાં કચ્છ આવ્યો હતો અને પ્રથમ રાજા રાવ ભારમલજીના આમંત્રણથી ભુજના ધમડકા ગામમાં સ્થાયી થયો હતો. આજે રાજસ્થાનના બાડમેર અને ગુજરાતમાં કચ્છમાં ધમડકા તથા ખોલડામાં અજરખ પ્રિન્ટ થાય છે. જેમાં કચ્છના અજરખની ગુણવતા સૌથી ઉંચી ગણવામાં આવે છે.

પરંપરાગત રીતે પશુપાલક, રબારી, માલધારી અને આહિર જેવા કૃષિ સમુદાયો માટે અજરખના વિવિધ કપડા તેમજ સ્ટોલ બનાવવામાં આવતા હતા. જે તેમના રોજિંદા વસ્ત્રો હતા અને તેમના જીવનરક્ષક તરીકે પણ કામ કરતા. તેમજ મુસ્લિમ સમુદાય તહેવાર કે ઇદ નીમીતે વરરાજા માટે અને અન્ય ખાસ પ્રસંગો માટે અજરખને ભેટ તરીકે આપતા હતા. હાલ કચ્છના અંદાજીત 800 થી વધુ કારીગરો આ હસ્તકળાના કામ સાથે સંકળાયેલા છે.

ફળો, ફૂલો, વૃક્ષો અને અન્ય મસાલાઓનો ઉપયોગ કરીને અજરખ રંગ બનાવવામાં આવતા હોય છે. જે કુદરતી અને સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ હોય છે. તેમજ અજરખ ડિઝાઇનમાં ભૌમિતિક આકારો બનાવવામાં આવે છે. આ ડિઝાઇન બ્લોક પ્રિન્ટીંગ દ્વારા બનાવવામાં આવે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે અજરખ આર્ટમાં કાપડની બંને બાજુએ ડિઝાઇન બનાવવામાં આવે છે.

આ છાપકામમાં મુખ્યત્વે પરંપરાગત ભૌમિતિક ડિઝાઈન બ્લુ, લાલ અને કાળા રંગોમાં સુતરાઉ, વૂલન અને સિલ્કના કાપડ પર કરવામાં આવે છે. ઘણા વર્ષો સુધી અજરખ પ્રિન્ટ સ્થાનિક માર્કેટ સુધી જ મર્યાદીત હતી. પરંતુ સમય જતા તેની માંગ વધતી ગઈ અને હવે તેને જીઆઇ ટેગ મળતા એક આંતરરાષ્ટ્રીય માર્કેટ પણ મળી રહેશે.
જો કે, 1950માં કાપડમાં રાસાયણિક રંગોનો ઉપયોગ શરૂ થયો અને તે સસ્તો હોવાથી અજરખની માંગમાં મોટો ઘટાડો થયો. જો કે, જ્યારે ભારત અને વિદેશના આર્ટ વિદ્યાર્થીઓએ આ કલામાં રસ લેતા ફરી લોકપ્રિય બન્યું હતું. જેથી હાલ 170 થી વધુ એકમો આજે અજરખ કળા સાથે સંકળાયેલા છે.

અજરખ કળા 5000 વર્ષ જૂની, અજરખ એટલે ‘આજે જ રાખો’
સિંધ, બાડમેર અને કચ્છ પ્રદેશોમાં પ્રચલિત આ કચ્છ અજરખ કળા 2,500થી 5,000 વર્ષ જૂની છે. ખત્રી મુસ્લિમ સમાજની પરંપરાગત કળા ધરાવતી અજરખ પ્રિન્ટ બાંધણી બાદ કચ્છની સૌથી પ્રખ્યાત હસ્ત કળા ગણી શકાય તેમ છે. અજરખ પ્રિન્ટ બ્લોક દ્વારા થતી હોય છે. એક સ્થાનિક લોકવાયકા પ્રમાણે અજરખનો અર્થ આજે જ રાખો એવો થાય છે.

રણમાં વ્યક્તિ ખોવાઇ ન જાયએ માટે ઘેરા રંગમાં બનાવાય છે
પહેલાના સમયમાં અજરખ મોટાભાગે ઘેરા રંગોમાં બનાવવામાં આવતી હતી જેથી રણમાં વ્યક્તિને સરળતાથી શોધી શકાય. તેમજ પ્રાકૃતિક રંગોના કારણે કાપડના છિદ્રો શિયાળામાં બંધ થઇ જાય અને અને ઉનાળામાં ખુલતા હોવાથી તેની આ વિશેષતા મુજબ તે કાપડને શિયાળામાં ગરમ અને ઉનાળામાં ઠંડુ રાખતું હતું.

અજરખ પ્રિન્ટ કઇ રીતે તૈયાર કરવામાં આવે છે?

અજરખ પ્રિન્ટ બનાવવાની પદ્ધતિ ખૂબ જ લાંબી છે. જેમાં સૌ પ્રથમ કુદરતી રંગાટ પ્રક્રિયા થાય છે. દાડમના બીજ, ગમ, હરડે પાવડર, લાકડું, કાચિકાનો લોટ, ધાવડીના ફૂલ, એલિઝાનાઇન અને સ્થાનિક રીતે ઉગાડવામાં આવેલા ઈન્ડિગોનો ઉપયોગ કરવામાં આવે છે.

આ ઉપરાંત સોડીયમ કાર્બાનેટ, દિવેલ તથા અન્ય પ્રવાહી મીશ્રણમાં બોળીને રાખવામાં આવતું હોય છે. ત્યાર બાદ વહેતા પાણીમાં તેને પુરી રીતે ધોઈને હરડેના મીશ્રણમાં બોળવામાં આવતું હોય છે.

આ પ્રક્રિયા બાદ કાપડમાં કાળાશ આવતા તે છાપકામ માટે તૈયાર ગણાય છે. બીજા તબક્કામાં તેના પર અગાઉ બનાવેલા લાકડાના બ્લોક વડે છાપકામ કરવામાં આવે છે. સમગ્ર કાપડમાં તે જ બ્લોકાથી છાપકામ થાય છે. બન્ને બાજુ ડિઝાઈન કરવી હોય તો બ્લોકનો બીજો સેટ વાપરવામાં આવે છે. બે દિવસ તડકામાં સુકાવ્યા બાદ ત્રીજા તબક્કામાં છાપકામ થયેલા કાપડ પર રંગાટ કામ કરાવમાં આવે છે. કાપડમાં પાકા રંગને મજબુત કરવા તે ભીનુ હોય છે ત્યારે વહેતા પાણીમાં ધોવામાં આવે છે. છાપકામ સમયે લાલ રંગની જરૂૂર હોય ત્યાં ફટકડી છાંટવામાં આવી હોવાને કારણે લાલ રંગ વધુ ઘેરો બને છે.

Continue Reading

ગુજરાત

ક્ષત્રિય આંદોલનનો ચહેરા બનેલા પદ્મિની બાને પતિએ ઢોરમાર માર્યો

Published

on

By

રાજકોટમાં ક્ષત્રિય આંદોલનનો આક્રમક ચહેરો બનેલા કરણીસેનાના મહિલા અગ્રણી પદ્મીનીબા વાળાને તેના પતિએ તેના નિવાસસ્થાને ઢોર માર માર્યાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. છેલ્લા પાંચેક દિવસથી ક્ષત્રિય આંદોલનમાંથી અચાનક ગુમ થઈ ગયેલા પદ્મીનીબા વાળા હાલ તેના ભાઈને ત્યાં આરામ કરી રહ્યાનું જણાવાઈ રહ્યું છે.

મળતી માહિતી મુજબ, રેલનગરમાં શિતલ પાર્કમાં રહેતા પદ્મીનીબા વાળાને તેમના નિવાસસ્થાને જ તેના પતિ સાથે કોઈ બાબતે વિવાદ થતાં તેના પતિએ ઢોર માર માર્યાના અહેવાલો વહેતા થયા હતાં. આ અંગે પદ્મીનીબા વાળાનો સંપર્ક કરતાં તેમણે માત્ર એટલું જ જણાવ્યું હતું કે, ‘વિડિયો વાયરલ કરવા બાબતે માથાકુટ થઈ છે. હાલ હું મારા ભાઈના ઘરે આરામ કરું છું. આ સિવાય મારે કંઈ કહેવું નથી.’

ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય આંદોલનમાં ભારે આક્રમક ચહેરો બનેલા અને સંકલન સમિતિ સામે સતત પ્રશ્ર્નો ઉઠાવી ચર્ચામાં રહેલા પદ્મીનીબા વાળા છેલ્લા પાંચેક દિવસથી અચાનક આંદોલનમાંથી ગુમ થઈ ગયા છે ત્યાં તેમને તેના પતિએ માર માર્યાની વિગતો બહાર આવતાં ભારે ચર્ચા જાગી છે. જો કે આ ઘટનાને ઘરેલું કજીયો ગણાવવામાં આવી રહ્યો છે. આ કજીયા બાબતે પોલીસમાં પણ કોઈ જાણ કરવામાં આવી નથી.

Continue Reading

ક્રાઇમ

ગાંધીનગર પાસેથી ડ્રગ્સની ફેકટરી ઝડપાઈ

Published

on

By

  • 25 કિલો એમ.ડી. ડ્રગ્સ સાથે 10ની ધરપકડ, રાજસ્થાનમાંથી પણ બે ફેક્ટરી ઝડપી લેતી અઝજ અને ગઈઇની ટીમ: 100 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

સૌરાષ્ટ્ર-ગુજરાતના 1600 કિલોમીટરનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયા માટે સ્વર્ગ બની ગયું છે અગાઉ સૌરાષ્ટ્રના સાગરકાંઠે અનેક વખત ડ્રગ્સના ક્ધસાઈમેન્ટ ઝડપાયા છે ત્યારે ડ્રગ્સ રેકેટનું હબ બની ગયેલા ગુજરાતના પાટનગર ગાંધીનગરમાંથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. એનસીબી અને એટીએસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પર છાપો મારી 25 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી લીધા બાદ પગેરુ છેક રાજસ્થાન સુધી નિકળ્યું હતું અને બાદમાં રાજસ્થાનમાં પણ ડ્રગ્સ બનાવતી બે ફેક્ટરી ઝડપી લઈ કુલ 10 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ત્રણ ફેક્ટરીમાંથી 100 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યુ હોવાનું જાણવા મળ્યું છે.

ગાંધીના ગુજરાતમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ છે ત્યારે હવે ડ્રગ માફિયાઓએ ગુજરાતને ડ્રગ્સનું હબ બનાવી દીધું છે. અગાઉ સૌરાષ્ટ્ર-ગુજરાતના સાગર કાંઠેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયા બાદ હવે ડ્રગ માફિયાઓ એક ડગલું આગળ ચાલીને ગુજરાતમાં જ ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી શરૂ કરી દીધી હતી.

ગાંધીનગરથી 10 કિલોમીટર દૂર પીપળેજ ગામની સીમમાં મકાન ભાડે રાખીને તેમાં એમડી ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાની એનસીબી અને એટીએસને મળેલી ચોક્કસ માહિતીના આધારે એસઓજીના કાફલાને સાથે રાખી છાપો મારવામાં આવ્યો હતો. જેમાં ફેક્ટરીમાંથી રૂા. 25 કરોડની કિંમતનું એમ.ડી. સિન્થેટીક ડ્રગ્સનો જત્થો મળી આવતા 25 કિલો ડ્રગ્સનો જથ્થો કબ્જે કરવામા આવ્યો હતો અને બે રાજસ્થાની શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.

ડ્રગ્સની ફેક્ટરી સાથે પકડાયેલા બન્ને રાજસ્થાની શખ્સોની આગવીઢબે પૂછપરછ કરતા રાજસ્થાનમાં પણ બે સ્થળે એમડી ડ્રગ્સની ફેક્ટરી ધમધમતી હોવાની માહિતી આપતા એટીએસ દ્વારા રાજસ્થાન પોલીસનો પણ સંપર્ક કરી રાજસ્થાનમાં ધમધમતી એમડી ડ્રગ્સની બે ફેક્ટરી પર દરોડા પાડી કરોડો રૂપિયાના એમ.ડી. ડ્રગ્સ સાથે 8 શખ્સોની ધરપકડ કરવામા આવી છે.

ગુજરાતના ગાંધીનગર અને રાજસ્થાનમાંથી કુલ 3 એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી મળી આવી છે કેમીકલના ઓઠા હેઠળ ડ્રગ્સની ફેક્ટરી શરૂ કરવામા આવી હતી અને કેમીકલ બનાવવાના બહાને ડ્રગ્સ બનાવી ભારતભરમાં ડ્રગ્સ સપ્લાય કરવામા આવતું હોવાનું જબરજસ્ત રેકેટ બહાર આવ્યું છે. આ અંગે સાંજે ચાર વાગ્યે એટીએસ દ્વારા પ્રેસકોન્ફરન્સમાં માહિતી જાહેર કરાવમા આવનાર હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

રાજસ્થાનના બાડમેરમાં ગુજરાત ATSની ટીમ ઉપર હુમલો
ગુજરાત અને રાજસ્થાનમાંથી આજે ડ્રગ્સની ત્રણ ફેક્ટરીઓ એન્ટી ટેરેરીસ્ટ સ્કવોડે ઝડપી લીધાના અહેવાલો વચ્ચે રાજસ્થાનના બાડમેર જિલ્લાના ધોરી મન્ના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુજરાત એટીએસની ટીમ ઉપર એક આરોપીના પરિવારજનોએ હુમલો કર્યાના અહેવાલો મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ ગુજરાત એટીએસની ટીમ ધોરીમના પોલીસ સ્ટેશનના એક વિસ્તારમાં સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર એક વોન્ટેડ આરોપીને પકડવા જતાં આરોપીના પરિવારજનોએ એટીએસની ટીમને ઘેરી લઈ ઝપાઝપી કરી તેની ઉપર હુમલો કર્યાના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટના બાદ ધોરીમન્ના પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને હુમલો કરનાર વોન્ટેડ આરોપીના ચાર જેટલા પરિવારજનોને અટકાયતમાં લીધા હતાં. જો કે, વોન્ટેડ આરોપી નાશી છુટવામાં સફળ થયાનું જાણવા મળે છે.

Continue Reading

Trending