Connect with us

ગુજરાત

હળવદમાં અજાણ્યા વાહનની ઠોકરે બાઇકચાલક વૃદ્ધનું મોત

Published

on

  • મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયો

હળવદ શહેરમાં ટ્રાફિક સમસ્યાના કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે જેમાં ગઇકાલે રાતકડી હનુમાનજી મંદિર તરફના રસ્તે પસાર થતા બાઇકને અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારતા બાઇક ચાલક વૃદ્ધનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

બનાવની વિગત મુજબ, હળવદ ધાંગધ્રા હાઈવે પર રાતકડી હનુમાનજીના મંદિર તરફના જવાના રસ્તા પાસે અકસ્માત સર્જાયો બનાવવાની જાણવા મળતી વિગત પ્રમાણે સમી સાંજે એક અજાણ્યા વાહન ચાલક તેમજ બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં બાઈક ચાલકનું મોત નીપજ્યું છે વધુ સારવાર માટે શ્રીજી હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત નીપજ્યું છે મૃત દેહ ને પીએમ અર્થે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો.

મૃતક ગણેશ ભાઈ ગોવિંદ ભાઈ ચૌહાણ હાલ હળવદ ખાતે રહે છે મુકામ વેળાવદર તાલુકો વઢવાણ જી સુરેન્દ્રનગર વાળાનું નિધન થતાં પરિવાર માં સોક લાગણી છવાઈ ગઈ લાસને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ કરવાની જ હાથ ધરવામાં આવી.

ગુજરાત

CBSEનું પરિણામ જાહેર: ધોરણ 10નું 93.60 ટકા તો ધોરણ 12નું 87.98 ટકા પરિણામ

Published

on

By

CBSE બોર્ડ ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કર્યું છે. જેમાં ધો.10નું 93.60% અને ધો. 12માં 87.98% પરિણામ આવ્યું છે. 15 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી પરીક્ષા યોજાઈ હતી. દેશના અંદાજિત 35 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરિણામ વિદ્યાર્થીઓ CBSEની વેબસાઇટ પરથી જાણી શકશે.

આ વર્ષે એટલે કે, 2024નું CBSEનું 87.98% પરિણામ આવ્યું છે. ધોરણ 12માં 24,000થી વધુ વિદ્યાર્થીએ 95 ટકા તો 1.16 લાખથી વધુ વિદ્યાર્થીઓ 90 ટકા મેળવ્યા છે. આ પરિણામમાં છોકરીઓએ 6.40 ટકાથી વધુ પોઈન્ટ્સથી છોકરાઓને પાછળ છોડી દીધા છે. 91 ટકાથી વધુ છોકરીઓએ પરીક્ષા પાસ કરી છે.

ધો.10માં 22,38,827 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 20,95,467 વિદ્યાર્થી પાસ થયા છે. ગત વર્ષ કરતા આ વર્ષે ધો.10નું 0.48 ટકા રિઝલ્ટ વધુ આવ્યું છે. ધો. 10માં વિદ્યાર્થીઓનું રિઝલ્ટ 94.75 ટકા છે અને વિદ્યાર્થિનીઓનું રિઝલ્ટ 92.72 ટકા છે.

Continue Reading

ગુજરાત

રાજકોટમાં 4 માસની માસૂમ બાળાને તાવ ભરખી ગયો

Published

on

By


રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળાએ માજા મુકી હોય તેમ રોગચાળો દિવસે દિવસે જીવલેણ સાબિત થઈ રહ્યો છે અને રોગચાળાના કારણે અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાય છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં આવેલા રેનબસેરામાં માતા સાથે આશ્રય લઈ રહેલી ચાર માસની માસુમ બાળકીનું તાવની બિમારી સબબ મોત નિપજ્યું હતું. બાળકીના મોતથી જનેતા શોકમાં ગરકાવ થઈ ગઈ હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં આવેલા રેનબસેરામાં રહેતી સીમાબેન નામની મહિલાની ચાર માસની પુત્રી પુજાબેન અશોકભાઈ બીસ્તાને તાવ ચડયો હતો જનેતાએ માસુમ પુત્રીને તાવ ચડતાં પ્રાથમિક સારવાર આપી હતી અને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

જ્યાં માસુમ બાળકીનું સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ટૂંકી સારવાર દરમિયાન માસુમ બાળકીનું હોસ્પિટલના બીછાને મોત નિપજતાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પુછપરછમાં મૃતક પૂજાબેન બિસ્તા અને તેની માતા સિમાબેન બન્ને રેનબસેરામાં આશ્રય લઈ રહ્યાં હતાં અને માસુમ બાળકી પુજાબેનનું તાવની બિમારી સબબ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે એ-ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

કાલાવડના પીપરી ગામે મિત્રો સાથે નહાવા ગયેલો અવધ નમકીનનો કર્મી ડૂબી જતાં મોત

Published

on

By

ચોરવાડના કુકસવાડાનો યુવાન દોઢ માસ પૂર્વે જ મજૂરી કામ કરવા આવ્યો’તો


ચોરવાડના કુકાસવાડ ગામનો યુવાન દોઢેક માસ પૂર્વે નિકાવા પાસે આવેલી અવધ નમકીન કંપનીમાં કામ કરવા માટે આવ્યો હતો. ગઈકાલે રવિવારની રજા હોવાથી યુવાન પોતાના મિત્રો સાથે પીપરી ગામે મિત્રો સાથે તળાવમાં ન્હાવા ગયો હતો જ્યાં યુવકનું ડૂબી જતાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કાલાવડના નિકાવાવ પાસે આવેલી અવધ નમકીનમાં કામ કરતો દેવ કરશનભાઈ ભરડા નામનો 19 વર્ષનો યુવાન ગઈકાલે બપોરના બારેક વાગ્યાના અરસામાં પીપરી ગામે આવેલા તળાવમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.


પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવાન ચોરવાડના કુકાસવાડ ગામનો વતની અને એકની એક બહેનનો એકનો એક ભાઈ હતો. દોઢ માસ પૂર્વે અવધ નમકીનમાં કામ કરવા આવ્યો હતો. ગઈકાલે રવિવારની રજા હોવાથી રૂમ પાર્ટનર મિત્રો સાથે પીપરી ગામે તળાવમાં ન્હાવા ગયો હતો ત્યારે ડૂબી જતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કાલાવડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

Trending