Connect with us

ક્રાઇમ

પ્રેમિકાની હત્યામાં પ્રેમીને આજીવન કેદની સજા ફટકારતી મોરબી સેશન્સ કોર્ટ

Published

on

  • પ્રેમસબંધના કારણે લગ્નજીવન બગડશે અને સમાજમાં બદનામ થવાની દહેશતે ખૂની ખેલ ખેલાયો’તો

વાંકાનેર-મોરબી હાઈવે પર આવેલી સુર્યા ઓઈલ મીલમાં કામ કરતી યુવતી અને પરિણીત શખ્સ વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.જે પ્રેમ સબંધથી લગ્ન જીવન બગડશે અને સમાજમાં બદનામી થશે તેવી દહેશતે પરિણીત પ્રેમીએ પ્રેમિકાને કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જે ચકચારી ખુન કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ મોરબી વાંકાનેર નેશનલ હાઈવે ઉપર વઘાસીયા ગામની સીમમાં સુર્યા ઓઈલ એન્ડ એગ્રો ઈન્ડસ્ટ્રીઝમાં કવિતાબેન કેતનભાઈ ચૌહાણ અને આરોપી ધીરજભાઈ જીવાભાઈ સોલંકી બંને સાથે નોકરી કરતા હતા. તે દરમ્યાન બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. આરોપી ધીરજભાઈ સોલંકી પરિણીતા હોવાથી સંબંધો જાહેર થવાથી પોતાનું લગ્નજીવન બગડશે તેમજ સમાજમાં બદનામી થશે તેવું લાગતા આરોપીએ સબંધો ટૂંકાવી લેવાનું કહેતા કવિતાબેન ચૌહાણ સબંધો છોડવા તૈયાર ન હોવાથી આરોપીએ છુટકારો મેળવવા માટે કુહાડીના ઘા ઝીંકી કવિતાબેન ચૌહાણની હત્યા કરી હતી. જે અંગે મૃતકના પિતાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં આરોપી ધીરજ જીવાભાઈ સોલંકી વિરૂૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.

જે કેસ મોરબી સેશન્સ કોર્ટ સમક્ષ ચાલવા ઉપર આવતા સરકાર પક્ષે કુલ 18 સાહેદોની જુબાની અને 42 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પક્ષે સરકારી વકીલ અને મુળ ફરીયાદી વતી રોકાયેલા વકીલ દ્વારા એવી રજુઆત કરવામાં આવી હતી કે,ફરીયાદ પક્ષ દ્વારા પોતાનો કેસ નિ:શંકપણે પુરવાર કરવામાં આવ્યો છે. અને જે ફરીયાદીની હકીકતને અન્ય સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ ધ્વારા સમર્થન મળ્યું છે. સાથોસાથ જે સાહેદો તપાસવામાં આવ્યા છે તે સાહેદો નેચરલ વીટનેશ છે તેમજ બનાવવાળી જગ્યાના સાહેદોથી ફરીયાદ પક્ષના કેસને સમર્થન મળેલ છે.આરોપી પાસેથી કબ્જે કરેલા મોબાઈલ ફોનમાં મૃતક સ્થળ ઉપરના ફોટોગ્રાફસ મળી આવ્યા છે.જે ફોટોગ્રાફસમા આરોપીના પગ દેખાય આવે છે આરોપી દ્વારા યુવતીને નિદર્ય રીતે મારી નાખી તેના ફોટોગ્રાફસ પોતાના મોબાઈલમા પાડી સેવ કર્યા છે તેના ઉપરથી આરોપીની મનોવૃતીનો ખ્યાલ આવી શકે તેમ છે. આરોપી અને મૃતક વચ્ચેના પ્રેમસબંધને લીધે આરોપીનુ લગ્નજીવન બગડશે અને સમાજમા બદનામી થશે તેવી દહેશતે પ્રેમીકાને મોતને ઘાટ ઉતારી હોવાની રજુઆત કરવામાં આવી હતી. જયારે આરોપી તરફે એવી રજુઆત કરવામાં આવી હતી કે આરોપી સામેનો કેસ સાંયોગીક પુરાવાનો કેસ છે. બનાવના દિવસે આરોપી નોકરી ઉપર હાજર ન હતા. આરોપીને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે તેમજ ફરીયાદપક્ષ ચાર્જશીટ તથા પોલીસ પેપર્સ મુજબ પોતાનો કેસ સાબીત કરી શકેલ નહી હોવાથી આરોપીને છોડી મુકવા માટે રજુઆતો કરી હતી.બન્ને પક્ષની લેખીત-મૌખીક રજૂઆતો, સાહેદોની જુબાનીઓ, રજુ કરવામાં આવેલ દસ્તાવેજી પુરાવાઓ અને ઉચ્ચ અદાલતોના ચુકાદાઓને ધ્યાને લઈ મોરબીના સેશન્સ જજ વી.એ. બુધ્ધે આરોપીને આજીવન કેદની સજા અને રૂૂપીયા બે લાખના દંડની રકમ મૃતકના વારસદારોને વળતર પેટે આપવા હુકમ ફરમાવ્યો છે.આ કેસમાં સરકાર પક્ષે એ.પી.પી. સંજયભાઈ સી. દવે અને મુળ ફરીયાદી વતી રાજકોટના એડવોકેટ લલિતસિંહ જે. શાહી, ભુવનેશ એલ. શાહી, કૃણાલ એલ. શાહી, ચંન્દ્રકાંત એમ. દક્ષીણી, યોગેશ બારોટ, સુરેશ આર. ફળદુ, મનીષ આર. ગુરૂૂંગ, નિશાંત એમ. જોષી, મોરબીના એડવોકેટ જીતેન અગેચાણીયા અને જીતુ સોલંકી રોકાયા હતા.

ક્રાઇમ

મહેશ્ર્વરી સોસાયટીમાં દિયરના ડખ્ખામાં વચ્ચે પડેલી ભાભીને સાસુ સહિતનાએ માર માર્યો

Published

on

By


શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતી પરિણીતા દેવપરા નજીક આવેલી મહેશ્વરી સોસાયટીમાં રહેતા દિયરના ઝઘડામાં સમજાવવા માટે ગઈ હતી ત્યારે સાસુ અને જેઠ સહિતનાએ ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. પરિણીતાને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરા વિસ્તારમાં રહેતી મીરાબેન મયુરગીરી ગોસ્વામી નામની 44 વર્ષની મહિલા દેવપરા નજીક આવેલી મહેશ્વરી સોસાયટીમાં પોતાના દિયર અને સાસુના ઘરે હતી ત્યારે સાસુ શકુંતલાબેન, જેઠ સુનિલ, વિશ્વાસ અને ગિરીશ સહિતના શખ્સોએ ઝઘડો કરી મીરાબેન ગોસ્વામીને ઢીકા-પાટુનો માર માર્યો હતો. પરિણીતાને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં મીરાબેન ગોસ્વામીના દીયર જયપાલગીરીને તેની માતા સંકુતલાબેન સહિતના પરિવાર સાથે ઝઘડો ચાલતો હતો જે ઝઘડામાં મીરાબેન ગોસ્વામી દિયર અને સાસુ સહિતના પરિવારને સમજાવવા માટે ગઈ હતી ત્યારે સાસુ અને જેઠ સહિતનાએ મીરાબેન ગોસ્વામીને માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે.


આ ઉપરાંત બીજા બનાવમાં ગંજીવાડામાં આવેલા મહાકાળી ચોકમાં રહેતા હરજી ઉર્ફે નિર્મલ વિનુભાઈ ગોહિલ નામનો 35 વર્ષનો યુવાન પોતાના ઘર પાસે હતો ત્યારે રાત્રિના બારેક વાગ્યાના અરસામાં સુનીલ ધીરુ અને ધીરુ ચના સહિતના શખ્સોએ ઝઘડો કરી છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ક્રાઇમ

‘તું વાંઝણી છો, ઘરમાં રહેવું હોય તો માવતરેથી પાંચ લાખ લઈ આવ,’ કહી પરિણીતાને કાઢી મૂકી

Published

on

By


આજના આધુનિક યુગમાં પણ હજુ દહેજ પ્રથાના કારણે અનેક પરિણીતાઓ પર ત્રાસ અપાતા હોય છે જેમાં સુરત પરણાવેલી ધોરાજીની મેમણ યુતીને ‘તું વાંઝણી છો, તારે આ ઘરમાં રહેવું હોય તો માવતરેથી દહેજ લઈ આવ તેમ કહી સાસરીયાઓ કાઢી મુકી હતી જ્યારે પતિએ ચારિત્ર્ય પર શંકા કરી મારકુટ કરતો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


આ ઘટના અંગેની પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ ધોરાજી મેઈન બજારમાં રહેતી નસરીનબેન રશીદભાઈ પોઠીયાવાળા (ઉ.37) મેમણ યુવતીએ ધોરાજી પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સુરત ઉધના રહેતા વેપારી પતિ રશીદ રજાકભાઈ પોઠીયાવાલા, સસરા રજાકભાઈ હબીબભાઈ પોઠીયાવાલા, સાસુ જીન્નતબેન રજાકભાઈ પોઠીયાવાલાના નામ આપ્યા છે.


પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી યુવતીના તા.1-7-2017ના જ્ઞાતિના રિવાજ મુજબ સુરત રહેતા રશીદ પોઠીયાવાલા સાથે લગ્ન થયા બાદ એક વર્ષ સુધી સારી રીતે રાખી હતી. બાદમાં પતિ ચારિત્ર્ય પર શંકા કરી તારે તારા બનેીલ સાથે અનૈતિક સંબંધ છે તેમ કહી અવાર નવાર મારકુટ કરતો હતો પરંતુ યુવતીને ઘર સંસાર ચલાવો હોય મુંગા મોઢે ત્રાસ સહન કરતી હતી. લગ્નને સાત વર્ષ વિતી જવા છતાં યુવતીને સંતાન સુખની પ્રાપ્ત ન થતાં તું વાંઝણી છે, તેમ કહી સાસુ સસરા મેણાટોણા મારતા હતા અને અહિં રહેવું હોય તો માવતરેથી પાંચ લાખ લઈ આવ તેમ કહી આઠ મહિના પહેલા ધક્કા મારી યુવતીને ઘરની બહાર કાઢી મુકતા પરણીતા પોતાના માવાતરે રિસામણે બેઠી હતી.


આઠ માસ સુધી સમાધાન માટે પ્રયાસ કરતાં હતાં પરંતુ પતિ સહિતના સાસરીયાઓ યુવતીને રાખવા માંગતા ન હોય અંતે પોલીસમાં દહેજ પ્રશ્ર્ને મારકુટ કરી ત્રાસ આપી કાઢી મુકયાની ફરિયાદ નોંધાલતાં પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ક્રાઇમ

સોરઠમાં ફરી ગેંગવોર, સાંધ પિતા-પુત્રની હત્યા

Published

on

By

બે ગેંગ વચ્ચે ચાલતી માથાકૂટમાં ચોથી હત્યા, રવની ગામે પિતા-પુત્ર વાડીએથી ઘરે આવતાં હતાં ત્યારે સાત શખ્સોએ ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતાર્યા

સોરઠમાં વધુ એક વખત ગેંગ વોરમાં લોહી રેડાયું છે જેમાં બેવડી હત્યાની ઘટના બની છે. ખૂન કા બદલા ખૂનમાં વંથલીના રવની ગામે કુખ્યાત રફીક સાંઘ અને તેના પુત્ર જીહાલની સાત જેટલા શખ્સોએ ગોળી મારી હત્યા કરી નાખી હતી. મૃતક જીહાલે 1 વર્ષ પૂર્વે થયેલી હત્યામ બાતમી આપી હોય તેનો બદલો લેવા આ ખૂની ખેલ ખેલાયો હતો. બે મુસ્લિમ જૂથ વચ્ચે ચાલતી આ ખૂની લડાઈમાં આ ચોથી હત્યા થઇ છે.બનાવીની જાણ થતા જુનાગઢ જિલ્લા પોલીસ વડા તેમજ વંથલીના પી.એસ.આઈ વાય.બી.જાડેજા અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ બનાવમાં 7 શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાયો છે.


જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામે વાડીએથી ઘરે પરત જતા રફીકભાઈ આમદભાઈ સાંધ અને તેનો પુત્ર જિહાલ સાંધ ઉપર સાત શખ્સોએ બે થી ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી હત્યા કરી હતી. બનાવની જાણ પોલીસ થતા ઉચ્ચકક્ષાના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.પોલીસે બંન્નેના મૃતદેહનો કબજો લીધો હતો અને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડયો હતો. વંથલીના રવની ગામે છેલ્લા ઘણા વર્ષથી ગેંગ વોર ચાલે છે. જેમાં કુખ્યાત જુસબ અલ્લારખા અને રફીકભાઈ આમદભાઈ સાંધ ગેંગ વચ્ચે ચાલતી ગેગ વોરમાં આ ચોથી લોથ ઢળી છે.


હત્યા સિલસિલો 13 વર્ષ પૂર્વે શરુ થયો હતો જેમાં જુસબ અલ્લારખા ગેંગ દ્વારા લતીફના પિતાની અબ્દુલ ઉર્ફે અબડોની હત્યા કરી હોય આ હત્યાનો બદલો લેવા લતીફ અલ્દુલ સાંધ અને તેનો મિત્ર મુસ્તાફ હનીફે 1 વર્ષ પૂર્વે ધૂળેટીની રાતે સલીમ સાંધની હત્યા કરી હતી. લતીફે પિતાની હત્યાનો બદલો લેવા ખુલ્લા પગે ચાલવાની માનતા રાખી હતી. જે ઉતારવા માટે સલીમની હત્યા કરી નાખી. સલીમ પર ધડાધડ ગોળીઓનો વરસાદ કરીને આરોપીઓ તે મર્યો નહીં ત્યાં સુધી ઊભા રહ્યા હતા. સલીમની હત્યા વખતે તેની બાતમી જેહાલ રફીક સાંઘે આપી હતી. જેનો બદલો લેવા માટે રફીકભાઈ આમદભાઈ સાંધ અને તેનો પુત્ર જિહાલ સાંધની બેવડી હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ચકચારી ભાડેર હત્યા કેસમાં સલીમ સાંધની સંડોવણી હતી
ધોરાજી તાલુકાના પાટણવાવ પોલીસ મથકના તાબેના ભાડેર ગામમાં જમીનના ડખ્ખામાં 4 જૂલાઈ 2018ના રોજ જીવણભાઈ સાંગાણીનું અપહરણ કરી ગોળી મારીને હત્યા કરાઈ હતી. ભાડેર ગામમાં રહેતા જીવનભાઈ છગનભાઈ સાંગાણીની હત્યા પછી ભાડેર ગામમાંભારેલા અગ્નિ જેવી સ્થિતિ થઈ હતી. આ હત્યા કેસમાં કુખ્યાત જૂસૂબ તેમજ અમીન ઈસ્માઈલ, રહીમ ઉર્ફે ખુરી ઈસા, રઘુવીરસિંહ ઉર્ફે રઘુભા જસવંતસિંહને પોલીસે ઝડપી લીધા હતા. આ ભાડેર કેસ મામલે એટીએસની ટીમે જેની હત્યા થઇ તે રવની ગામના સલીમ સાંઘ અને આમદ હાસમભાઈ સાંઘને રવની ગામની સીમમાંથી પકડી લીધા હતા. સલીમ સાંઘ આ હત્યા કેસમાં પેરોલ મેળવી ફરાર થઇ ગયો હતો અને થોડા દિવસો પૂર્વે જ રાજકોટ ગ્રામ્ય એલસીબીએ તેને પકડી પાડ્યો હતો.

Continue Reading

Trending