Connect with us

ગુજરાત

તળાજા નજીક કેનાલમાં કિશોરનું ડુબી જતા મોત

Published

on

તળાજા નજીકના સરતાનપર બંદર ગામના શ્રમજીવી પરિવારનો કિશોર દીપ ભરતભાઈ મેર આજે બપોરના સમયે કુંઢેલી નજીક કેનાલમાં નહાવા પડેલ દરમિયાન અકસ્માતે કેનાલમાં ડૂબી જઈને મોત થતા સરતનપર ગામના તેના પરિવાર તથા ગામ લોકોમાં ઘેરા શોકનું વાતાવરણ છવાયેલ છે.

મળતી માહિતી મુજબ, સરતાનપર બંદરના ભરતભાઈ છગનભાઈ મેરનો દીકરો દીપ કુંઢેલી ગામની સીમ વાડીમાં દાડીએ શ્રમજીવીઓ સાથે આવેલ અને બપોરના સમયે કેનાલમાં નહાવા પડતા ડૂબી ગયેલ જેને આજુબાજુના ગામના લોકો અને તરવૈયાઓએ એકાદ કલાકની જહેમત બાદ પાણીમાંથી બહાર કાઢીને તળાજા સરકારી હોસ્પિટલમાં ખસેડેલ જ્યાં ફરજ પરના ડોક્ટરે તને મૃત જાહેર કરી પોલીસને જાણ કરી પોસ્ટ મોર્ટમ સહિતની કામગીરી હાથ ધરેલ હતી હતી.

તાજેતરમાં જ તળાજા નજીકના ઉંચડી ગામની સીમમાં આવેલ નાવલી નદીના ચેકડેમમાં નહાવા ગયેલ નાની વયના બે સગા ભાઈઓ ડૂબી ગયા હતા. તેમજ થોડા દિવસ પહેલા જ મણાર ગામ નજીક મણારી નદીના ચેક ડેમમાં એકી સાથે ત્રણ યુવાનોના ડૂબી જવાથી મોત થયા હતા. આ બાબતની ગંભીરતા સમજીને અજાણ્યા પાણીમાં નહાવા પડવાનું જોખમ કેટલુ છે તે સમજી લેવાની સૌ કોઈએ જરૂૂરિયાત છે.જ્યારે બીજા બનાવમાં સરતાન પર ગામે રહેતા ભારતીબેન ઓધાભાઈ ડાભી નામની યુવતી બાઇક પરથી પડી જતા તેમને માથા પર ઇજા થતાં તેમને વધુ સારવાર માટે ભાવનગર રીફર કરાયા હતા.

ગુજરાત

સગાઇ માટે જતી બોલેરો પલટી જતાં આધેડનું મોત, 10ને ઇજા

Published

on

By

સિક્કા-સરમત વિસ્તારમાં રહેતો એક પરિવાર બોલેરોમાં લગ્નનો ચાંદલો લઈને બોટાદ જઈ રહ્યો હતો, દરમિયાન વહેલી સવારે ફલ્લાની ગોલાઈ પાસે અકસ્માત નડ્યો હતો, અને બોલેરો પલટી મારી જતા તેમાં બેઠેલા 11 વ્યક્તિને નાની મોટી ઈજા થઈ હતી. જે પૈકી 1 જાનૈયા નું મૃત્યુ નીપજ્યું છે. પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના સિક્કા-સરમત ગામના એક પરિવારના અને કુટુંબીજનોના અન્ય 11 જેટલા સભ્યો આજે વહેલી સવારે એક બોલેરોમાં બેસીને બોટાદ તરફ લગ્નનો ચાંદલો લઈને બોટાદ જઈ રહ્યા હતા.


જે દરમિયાન જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ફલ્લાની જોખમી ગોલાઈ પાસે વહેલી સવારે 5.30 વાગ્યાના અરસામાં બોલેરો પલટી મારી ગયો હતો.


ઉપરોક્ત અકસ્માતમાં બોલેરો ની અંદર બેઠેલા જાનૈયાઓએ ભારે ચીસાચીસ કરી મૂકી હતી. જેમાં માલાભાઈ પરમાર નામના 50 વર્ષના એક આઘેડનું ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું.


આ ઉપરાંત બોલેરામાં બેઠેલા નાનજીભાઈ નારાયણભાઈ, તેમજ દિનેશભાઈ પરમાર, મનોજભાઈ પરમાર, નારણભાઈ પરમાર વગેરેને નાની મોટી ઈજા થઈ હોવાથી જુદી જુદી 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જે તમામની સારવાર ચાલી રહી છે.
આ અકસ્માતના બનાવની જાણ થતાં પંચકોશી એ. ડિવિઝન ના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો છે, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading

ક્રાઇમ

સગીર છાત્રાની જાતીય સતામણી કરવાના કેસમાં શિક્ષકને 5 વર્ષની સજા ફટકારતી કોર્ટ

Published

on

By


રાજકોટમાં સામા કાંઠે બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં આવેલી ખાનગી સ્કૂલમાં સાડા અગિયાર વર્ષની સગીર વિદ્યાર્થિનીની જાતીય સતામણી અને નિર્લજ્જ હુમલો કરવાના એક વર્ષ પહેલાના કેસમાં સ્પેશિયલ પોક્સો અદાલત જજ બીબી જાદવે આરોપી શિક્ષકને તકસીરવા ઠરાવી પાંચ વર્ષ સહિતની પ્રજાનો હુકમ કર્યો છે.
કેસની હકીકત મુજબ, રાજકોટના સામા કાંઠે એક સોસાયટીમાં આવેલ ખાનગી વિધા સંકુલ (સ્કુલ)માં શિક્ષકે માત્ર 11.5 વર્ષની ઉંમરની બાળકી પર ઉગ્ર જાતીય હુમલો અને જાતીય સતામણી કરી હોવાની અને બાળકીને આંખ ધમકી પણ આપી હોવાની ફરિયાદ ભોગ બનનારના પિતાશ્રીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરી હતી. તેમાં પોલીસે પ્રાથમિક તપાસ કરીને શિક્ષક સાગર વાઢેર સામે ગુનો નોંધી ધોરણ સર ની કાર્યવાહી અને તપાસ બાદ પોક્સો કેસની કલમ હેઠળ નું ચાર્જશીટ મૂક્યું હતું.


આ કેસ સ્પેશિયલ પોક્સો અદાલતમાં ચાલવા ઉપર આવતા ફરિયાદપક્ષે પોતાનો કેસ સાબિત કરવા ભોગ બનનાર બાળકી તથા ફરિયાદી, પોલીસ અધિકારીઓ, શાળાના જવાબદારો અને સી.સી.ટી.વી. ફૂટેજ રજુ કરેલા અને રેકર્ડ પર આશરે દસ જેટલા દસ્તાવેજી પુરાવાઓ પણ રજુ કરેલા. સરકારી વકીલ મહેશ જોષી દ્વારા રેકર્ડ પર રજુ થયેલ મહત્વના દસ્તાવેજી પુરાવાઓ અને મૌખિક પુરાવાઓનું મૂલ્યાંકન કરી સ્પેશિયલ પોક્સો કોર્ટ એવા નિર્ણય પર આવેલ કે આરોપીએ બાળક સાથે પોકસો એક્ટની જોગવાઈઓ હેઠળનો ગંભીર ગુનો આચર્યો છે, તેમજ આરોપીએ ભારતીય દંડ સહિતાની જોગવાઈઓ હેઠળનો પણ ગુનો આચરેલો છે, જેથી શિક્ષક સાગર વાઢેર ને પોકસો એક્ટની કલમ 10માં તકસીરવાર ઠરાવી આ કલમ હેઠળની વધુમાં વધુ સજાની જોગવાઈ મુજબ પાંચ વર્ષની સખત કેદ તેમજ પોકસો આઠની કલમ મુજબ ત્રણ વર્ષ, આઇપીસી 506 (2) મુજબ 2 વર્ષ, 354 (એ) તથા 354 (બી) માં એક અને ત્રણ વર્ષની સજા ઉપરાંત ભોગ બનનાર વિદ્યાર્થિનીને વિક્ટિમ કોમ્પેન્સેશન એક્ટ હેઠળ રૂૂપિયા દોઢ લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.


આ કામમાં સરકાર પક્ષેથી એ.પી.પી. મહેશભાઈ જોષીએ માત્ર એક વર્ષ જુના આ કેસમાં સમય મર્યાદામાં કેસ પૂરો કરવામાં અને પરિણામ લાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે.

Continue Reading

ગુજરાત

દુકાન અને કાર લખાવી લેતા વેપારીનો આપઘાત

Published

on

By

છેતરપિંડીથી રાજીવ કોઠારી સહિતના દસેક શખ્સોએ મૃતકના ભાઈની સહી કરાવી લઈ ફસાવ્યાની સ્યૂસાઈડ નોટ મળી


જામનગર રોડ પર નવી કોર્ટની પાછળ અમી હાઈટ્સમાં રહેતા અને પુષ્કરધામ મેઈન રોડ પર નંદની પાર્કમાં સદગુરુ પ્રોવિઝન સ્ટોર ધરાવતા લોહાણા વેપારીએ પોતાના ભાઈને હુ દાઢી કરાવા જાવ છઉં કહી દુકાન પાછળ આવેલ બાથરૂમમાં ઝેરી દવા પી જતાં તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સીટી પોલીસ મથકને જાણ કરતા પોલીસે હાલ મૃતક પાસેથી મળેલી સ્યુસાઈડ નોટના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


બનાવની વધુ વિગતો અનુસાર જામનગર રોડ પર નવી બનેલી કોર્ટની પાછળ અમી હાઈટ્સમાં રહેતા અનિલભાઈ પ્રાણજીવનભાઈ સેદાણી (લોહાણા) (ઉ.વ.63) આજે સવારે પુષ્કરધામ પાસે નંદીપાર્કમાં પોતાની સદગુરુ પ્રોવિઝન સ્ટોરે તેમના ભાઈ પ્રવિણ ઉર્ફે બકુલ સાથે હતા ત્યારે હમણા કાઢી કરાવીને આવુ કહ્યા બાદ દુકાનની પાછળ આવેલા બાથરૂમમાં સેલક્રોસની ઝેરી દવા પી જતાં તેમના ભાઈ પ્રવિણભાઈને જાણ થઈ હતી જેથી અનિલભાઈને આજુબાજુના લોકો તુરંત સિવિલ હોસ્પિટલે ખસેડયા હતા ત્યાં સારવાર દરમિયાન અનિલભાઈનું મોત નિપજ્યું હતું.


આ મામલે તબીબે એમએલસી જાહેર કર્યુ હતું. અને હોસ્પિટલ ચોકીના સ્ટાફે એન્ટ્રી નોંધી યુનિવર્સિટી પોલીસને જાણ કરતા યુનિવર્સિટી પોલીસ પોસ્ટમોર્ટમ પહોંચી મૃતકના ભાઈ બકુલભાઈનું નિવેદન નોંધ્યું હતું.
આ સમગ્ર ઘટના અંગે મૃતક અનિલભાઈ પાસેથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. આ સ્યુસાઈડ નોટમાં અનિલભાઈએ જણાવ્યું હતું કે, તેમને મરી જવા માટે મજબુર કરનાર રાજીવ કોઠારી છે. આરોપી રાજીવ સાથે અન્ય 10 લોકો મળેલા છે. અનિલભાઈ અને તેમના ભાઈ બકુલભાઈ અપરિણીત છે. જેથી આ સદગુરુ પ્રોવિઝન સ્ટોર નામે દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે. આરોપીઓ દુકાને આવી અને બકુલભાઈને ભોળવીને અમુક દસ્તાવેજમાં સહી કરાવી લીધી છે. અમે બન્ને ભાઈઓ વચ્ચે કોઈ રાગદ્વેસ નથી આરોપી ફોન ઉપાડતા નથી કાપી નાખે છે.


આ ગુનામાં મારા ભાઈને ફસાવવાનું કાવતરું ઘડાય રહ્યું છે. અમારે કોઈ સાથે પૈસાનો વ્યવહાર નથી અને કોઈને પૈસા આપ્યા નથી. અને કોઈ પાસેથી લીધા નથી આરોપીઓએ અમારી કાર અને દુકાનના કાગળોમાં સહીઓ કરાવી લીધી છે આ મામલે આરોપીઓ સામે પગલા ભરી કાર્યવાહી કરવા જણાવ્યું છે. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે મૃતકના ભાઈ બકુલભાઈનું નિવેદન નોંધ્યું હતું.


આ સમગ્ર ઘટનામાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ રાઠોડ અને સ્ટાફે સ્યુસાઈટ નોટ કબજે લઈ તેમાં દર્શાવેલા રાજીવ કોઠારી નામના વ્યક્તિને સકંજામાં લેવા તજવીજ શરૂ કરવામાં આવી રહી છે. તેમજ સ્યુસાઈટ નોટમાં અન્ય 10 વ્યક્તિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ 10 વ્યક્તિ કોણ છે ? તે તપાસકરવા માટે મૃતકના સગાભાઈ બકુલભાઈનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. વધુ કાર્યવાહી યુનિવસિટી પોલીસે હાથ ધરી છે.

Continue Reading

Trending