Connect with us

ગુજરાત

વધુ એક યુવકને હૃદય-રોગનો હુમલો ભરખી ગયો, ગોધરામાં 45 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત

Published

on

હાલ રાજ્યમાં દિવસે ને દિવસે હાર્ટઅટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક કિસ્સો ગોધરામાંથી સામે આવ્યો છે. ગોધરામાંમાં કિસાન સોસાયટી વિસ્તારમાં રહેતા 45 વર્ષના ઈસહાક હુસેન સુરતી નામના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે.

મળતી વિગતો મુજબ મોડી રાત્રે અચાનક તબીયત લથડતાં 45 વર્ષીય યુવકને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો. ગોધરા શહેર ખાતે એક જ મહીનામાં હાર્ટ એટેકનાં કારણે યુવાનોનાં મોતની આ ત્રીજી ધટના સામે આવી છે.આજે ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે હાર્ટ એટેકનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનારાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાત

ખંભાળિયામાં કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ

Published

on

By

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૬-૨૦૨૪

  ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની માર્ગ સલામતી સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. 

   આ બેઠકમાં એક્શન ટેકન રીપોર્ટ અંગે વિવિધ રોડ ઉપર સ્ટ્રીપ મુકવા અંગે, જન જાગૃતી માટે કરવામાં આવતા વિવિધ કેમ્પો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટર જી. ટી .પંડ્યાએ જણાવ્યું હતું કે, શાળાના બાળકોને લઈ આવતા વાહનોમાં જરૂરી દસ્તાવેજો, વાહનોની ફિટનેસ સહિત સલામતી જરૂરી પગલાં લેવામાં આવ્યા છે તેની ચકાસણી કરવી. ઉપરાંત હાઈવે પર બ્લેક સ્પોટની ઓળખ કરી જરૂરી રિફલેક્ટર તથા સાઈન બોર્ડ લગાવવા અંગે સૂચનો કર્યા હતા. 

  આ ઉપરાંત ચોમાસાની ઋતુમાં ગામડાઓ સહિતના વિસ્તારોમાં આવેલ કોઝ-વે પર પાણી ફરી વળતા હોય છે ત્યારે અકસ્માત નિવારવા માટે જરૂરી પગલાં લેવા અંગે સૂચનો કર્યા હતા. 

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, નાયબ પોલીસ અધિક્ષક પરમાર, પ્રજાપતિ, એ.આર.ટી.ઓ. તલસાણીયા સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Continue Reading

ગુજરાત

ખંભાળિયામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક કેબિનેટ મંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ

Published

on

By

  ખંભાળિયામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અહીંના ધારાસભ્ય અને પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અધ્યક્ષ સ્થાને રહ્યા હતા.

  આ બેઠકમાં કેબિનેટ મંત્રીએ જિલ્લાના સિંચાઈ, પાણી પુરવઠો, વીજ વિભાગ, માર્ગ અને મકાન સહિતના વિવિધ વિભાગોના પ્રશ્નોની ચર્ચા કરી, જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું. આ ઉપરાંત જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાએ સંલગ્ન અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

  મંત્રી મુળુભાઈએ જનહિત લક્ષી યોજનાઓનો લાભ લાભાર્થીઓને સરળતાથી મળી રહે તેવા સુચનો કર્યા હતા. આ ઉપરાંત તેમણે અરજદારોના પ્રશ્નોનો તાત્કાલિક નિવારણ લાવવા સૂચના આપી હતી.
  સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય હેમંતભાઈ ખવા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, ડીવાયએસપી એમ.એમ. પરમાર સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Continue Reading

ગુજરાત

ખંભાળિયા તાલુકાના સામોર સ્થિત નાની સિંચાઇ યોજનાની રિસ્ટોરેશનની કામગીરીનું કેબિનેટ મંત્રી દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું

Published

on

By

 ખંભાળિયાના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ખંભાળિયા તાલુકાના સામોર ગામે આવેલી હંસ્થળ નાની સિંચાઇ યોજના રીસ્ટોરેશન કામગીરીની સ્થળ મુલાકાત લીધી હતી. 

  ખંભાળિયામાં હંસ્થળ નાની સિંચાઇ યોજનાથી સામોર, કોઠા વીસોત્રી અને હંસ્થળ એમ ત્રણ ગામોમાં પીવાનું પાણી તથા સિંચાઇની વ્યવસ્થા સુદ્રઢ બને તે માટે કેબિનેટ મંત્રીશ્રીએ અધિકારીઓને સમયસર કામગીરી પૂર્ણ કરવા જરૂરી સૂચનો આપ્યા હતા.

 અત્રે ઉલ્લેખનીય છે કે, ખંભાળિયા તાલુકાના સામોર ગામે આવેલી હંસ્થળ નાની સિંચાઇ યોજના 100 વર્ષથી વધુ જૂની યોજના છે. જેની કુલ સંગ્રહ ક્ષમતા અંદાજે 199 એમ.સી.એફ.ટી. છે અને કુલ 10 કિમી કેનાલ નેટવર્ક આવેલું છે. આ યોજનાથી સામોર, કોઠા વીસોત્રી અને હંસ્થળ એમ કુલ ત્રણ ગામોની અંદાજે 1200 એકર જમીનને સિંચાઇનો સીધો લાભ થાય છે. જે કામના અંદાજિત રકમ રૂ. 167.99 લાખના કામો મંજૂર કરવામાં આવતા સ્થળ પર કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં હાલમાં 75 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. 
 આ મુલાકાતના તેમની સાથે પાલાભાઈ કરમુર, સગાભાઈ રાવલિયા, ગોવિંદભાઈ કનારા, ભરતભાઈ ચાવડા સહિત સિંચાઈ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
Continue Reading

Trending