Connect with us

ગુજરાત

“ખંભાળિયાના ભજીયા એટલે વર્લ્ડ ફેમસ” મુકેશ અંબાણીએ મેસુબનો અને ભજિયાંનો સ્વાદ માણ્યો

Published

on

આગામી તારીખ 1 થી 3 માર્ચ સુધી વિશ્વના પ્રથમ હરોળના બિઝનેસમેન અને ઉદ્યોગપતિ મુકેશભાઈ અંબાણીના સુપુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગ સેલિબ્રેશનનું અતિ ભવ્ય આયોજન જામનગર ખાતે થઈ રહ્યું છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી મોટી ખાવડી તથા આસપાસના ગામોમાં ધુમાડાબંધ ગામ જમણ તેમજ બટુક ભોજન સહિતના કાર્યક્રમમાં યોજવામાં આવી રહ્યા છે. આ આયોજનમાં મુકેશભાઈ અંબાણી, નીતાબેન અંબાણી, અનંત અંબાણી તેમજ દુલ્હન રાધિકાની ખાસ ઉપસ્થિતિ જોવા મળી રહી છે.

ત્યારે ગઈકાલે રિલાયન્સ કંપની નજીક આવેલી આવેલા જોગવડ ગામ ખાતે મુકેશભાઈ અંબાણી, અનંત તેમજ રાધિકા સહિતના મહાનુભાવોના યજમાન પદે યોજવામાં આવેલા અન્ન સેવા (ગામ જમણ) પ્રસંગે ગામજનોને તેઓએ પોતાના હાથે જમણ પીરસ્યું હતું. આ વચ્ચે રસોઈની સંપૂર્ણ જવાબદારી સંભાળતા ખંભાળિયાના દાયકાઓ જુના અનુભવી રસોઈયા અશોકભાઈ નકુમ દ્વારા વિવિધ પરંપરાગત વ્યંજનો બનાવવામાં આવ્યા હતા.

જેમાં કાજુનો મેસુબ, મોતીયા લાડુ, મોટા વાલ, બટાકા વટાણા ટામેટાનું શાક, પંજાબી શાક, પુરી , રોટલી, દાળ, ભાત, મિક્સ ભજીયા, તીખી તથા મીઠી ચટણી, છાશ, પાપડ, સહિતની જુદી જુદી વસ્તુઓ મેનુમાં બનાવવામાં આવી હતી. ગ્રામજનોને પીરસતી વખતે મુકેશભાઈ અંબાણીને ખાસ સ્વાદિષ્ટ એવા ભજીયાનો સ્વાદ દાઢે લાગ્યો હતો અને તેમણે રસોઈના ખાસ વખાણ કરી અને “ખંભાળિયાના ભજીયા એટલે વર્લ્ડ ફેમસ” નો પ્રતિભાવ આપી, આ રસોઈની સરાહના કરી હતી.

આ પ્રસંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ શ્રી ધનરાજભાઈ નથવાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના સંપૂર્ણ વિઝન હેઠળ આ પ્રિ-વેડિંગ સેરેમનીનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. ખંભાળિયાના મૂળ વતની એવા નથવાણી પરિવારના વતન ખંભાળિયાની રસોઈ પણ હવે વર્લ્ડ ફેમસ સાબિત થઈ છે…

ગુજરાત

CBSEનું પરિણામ જાહેર: ધોરણ 10નું 93.60 ટકા તો ધોરણ 12નું 87.98 ટકા પરિણામ

Published

on

By

CBSE બોર્ડ ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કર્યું છે. જેમાં ધો.10નું 93.60% અને ધો. 12માં 87.98% પરિણામ આવ્યું છે. 15 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી પરીક્ષા યોજાઈ હતી. દેશના અંદાજિત 35 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરિણામ વિદ્યાર્થીઓ CBSEની વેબસાઇટ પરથી જાણી શકશે.

આ વર્ષે એટલે કે, 2024નું CBSEનું 87.98% પરિણામ આવ્યું છે. ધોરણ 12માં 24,000થી વધુ વિદ્યાર્થીએ 95 ટકા તો 1.16 લાખથી વધુ વિદ્યાર્થીઓ 90 ટકા મેળવ્યા છે. આ પરિણામમાં છોકરીઓએ 6.40 ટકાથી વધુ પોઈન્ટ્સથી છોકરાઓને પાછળ છોડી દીધા છે. 91 ટકાથી વધુ છોકરીઓએ પરીક્ષા પાસ કરી છે.

ધો.10માં 22,38,827 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 20,95,467 વિદ્યાર્થી પાસ થયા છે. ગત વર્ષ કરતા આ વર્ષે ધો.10નું 0.48 ટકા રિઝલ્ટ વધુ આવ્યું છે. ધો. 10માં વિદ્યાર્થીઓનું રિઝલ્ટ 94.75 ટકા છે અને વિદ્યાર્થિનીઓનું રિઝલ્ટ 92.72 ટકા છે.

Continue Reading

ગુજરાત

રાજકોટમાં 4 માસની માસૂમ બાળાને તાવ ભરખી ગયો

Published

on

By


રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળાએ માજા મુકી હોય તેમ રોગચાળો દિવસે દિવસે જીવલેણ સાબિત થઈ રહ્યો છે અને રોગચાળાના કારણે અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાય છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં આવેલા રેનબસેરામાં માતા સાથે આશ્રય લઈ રહેલી ચાર માસની માસુમ બાળકીનું તાવની બિમારી સબબ મોત નિપજ્યું હતું. બાળકીના મોતથી જનેતા શોકમાં ગરકાવ થઈ ગઈ હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં આવેલા રેનબસેરામાં રહેતી સીમાબેન નામની મહિલાની ચાર માસની પુત્રી પુજાબેન અશોકભાઈ બીસ્તાને તાવ ચડયો હતો જનેતાએ માસુમ પુત્રીને તાવ ચડતાં પ્રાથમિક સારવાર આપી હતી અને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

જ્યાં માસુમ બાળકીનું સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ટૂંકી સારવાર દરમિયાન માસુમ બાળકીનું હોસ્પિટલના બીછાને મોત નિપજતાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પુછપરછમાં મૃતક પૂજાબેન બિસ્તા અને તેની માતા સિમાબેન બન્ને રેનબસેરામાં આશ્રય લઈ રહ્યાં હતાં અને માસુમ બાળકી પુજાબેનનું તાવની બિમારી સબબ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે એ-ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

કાલાવડના પીપરી ગામે મિત્રો સાથે નહાવા ગયેલો અવધ નમકીનનો કર્મી ડૂબી જતાં મોત

Published

on

By

ચોરવાડના કુકસવાડાનો યુવાન દોઢ માસ પૂર્વે જ મજૂરી કામ કરવા આવ્યો’તો


ચોરવાડના કુકાસવાડ ગામનો યુવાન દોઢેક માસ પૂર્વે નિકાવા પાસે આવેલી અવધ નમકીન કંપનીમાં કામ કરવા માટે આવ્યો હતો. ગઈકાલે રવિવારની રજા હોવાથી યુવાન પોતાના મિત્રો સાથે પીપરી ગામે મિત્રો સાથે તળાવમાં ન્હાવા ગયો હતો જ્યાં યુવકનું ડૂબી જતાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કાલાવડના નિકાવાવ પાસે આવેલી અવધ નમકીનમાં કામ કરતો દેવ કરશનભાઈ ભરડા નામનો 19 વર્ષનો યુવાન ગઈકાલે બપોરના બારેક વાગ્યાના અરસામાં પીપરી ગામે આવેલા તળાવમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.


પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવાન ચોરવાડના કુકાસવાડ ગામનો વતની અને એકની એક બહેનનો એકનો એક ભાઈ હતો. દોઢ માસ પૂર્વે અવધ નમકીનમાં કામ કરવા આવ્યો હતો. ગઈકાલે રવિવારની રજા હોવાથી રૂમ પાર્ટનર મિત્રો સાથે પીપરી ગામે તળાવમાં ન્હાવા ગયો હતો ત્યારે ડૂબી જતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કાલાવડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

Trending