Connect with us

ગુજરાત

ડો. નીતીન લાલ દ્વારા ગર્ભાશયની કોથળી કઢાવવાના ઓપરેશન કરી અપાશે નિઃશુલ્ક

Published

on

મુળ પોરબંદરના જાણીતા સેવાભાવી તબીબ દંપતિ ડો. નીતીન લાલ અને ડો. રીના લાલ છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટ સ્થાયી છે. આમ છતાં તેમની વતન પ્રત્યેની લાગણીને લીધે તેઓ અવારનવાર પોરબંદરમાં સેવાકાર્યોનું આયોજન કરે છે. આ ઉપક્રમમાં આગામી રવિવારે તેઓ ગર્ભાશયની કોથળી કાઢવાનું ઓપરેશન સંપૂર્ણપણે નિઃશુલ્ક કરી આપશે. ઓપરેશન માટે બુધવારથી શુક્રવાર દરમ્યાન ચેકઅપ કરવુ અનિવાર્ય છે.

પોરબંદરમાં સૌરાષ્ટ્રના સૌપ્રથમ સ્માર્ટ આઈ.સી.યુ. આશા ક્રિટીકલ કેર યુનિટનો પ્રારંભ થયો છે. ત્યારે શ્રી અશ્વિન ભરાણીયા ચેરીટી ફાઉન્ડેશન સંચાલિત આશા હોસ્પિટલ ખાતે આગામી રવીવાર 14 એપ્રિલના ગર્ભાશયની કોથળી કાઢી આપવાનું ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવશે. પોરબંદરમાં વર્ષો સુધી ગાયનેક તબીબ તરીકે સારી એવી કામગીરી કરનારા અને છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટ ખાતે સ્થાયી થયેલા ડો. નીતીન લાલ તથા ડો. રીના લાલ તરફથી પોરબંદર પ્રત્યેના વતનપ્રેમ અને લાગણીને સિધ્ધ કરવા માટે સંપૂર્ણપણે નિઃશુલ્ક આ ઓપરેશન કરી આપશે.

ગર્ભાશયની કોથળી કઢાવવાનું ઓપરેશન કે જે લેપ્રોસ્કોપિક પધ્ધતિથી કરી આપવામાં આવશે. તે એટલા માટે જરૂરી છે કે, જુદા-જુદા પ્રકારની ગર્ભાશયની બીમારી ઉપરાંત ગર્ભાશયના કેન્સર, ગાંઠ, સોજા જેવી પરિસ્થિતિમાં અથવા અન્ય કોઈ કારણોસર સ્ત્રીઓ ગર્ભાશયની કોથળી કઢાવે છે. ક્યારેક પ્રૌઢાવસ્થામાં વધુ પડતા માસીકસ્ત્રાવની તકલીફ થતી હોય ત્યારે કોથળી કઢાવવામાં આવતી હોય છે. લેપ્રોસ્કોપિક સર્જરીમાં પેટ પર ડૂંટીની નીચે ચાર છિદ્ર પાડીને દુરબીન અંદર દાખલ કરવામાં આવે છે અને ખુબ જ સરળતાથી આ ઓપરેશન કરવામાં આવે છે. તેથી દુઃખાવારહીત એવા આ ઓપરેશનનો ખર્ચ હજારો રૂપિયામાં થતો હોય છે.

પરંતુ ડો. નીતીનભાઈ તરફથી પોરબંદરમાં સંપૂર્ણપણે નિઃશુલ્ક આ ઓપરેશન કરી આપવામાં આવશે. સ્વાભાવિક રીતે જ એક દિવસમાં મર્યાદિત સંખ્યામાં આવા ઓપરેશન થઇ શકે છે અને તેના માટે બુધવારથી શુક્રવાર દરમ્યાન ચેક-અપ કરવું અનિવાર્ય છે. આ ચેકઅપ આશા હોસ્પિટલ ખાતે ગાયનેક ડોકટર આશિષ કુછડીયા કરી આપશે.ઓપરેશન કરાવવા ઇચ્છતા દર્દીઓએ તેમના નામ મોબાઇલ નં. 95373 40100 ઉપર નોંધાવી દેવા એક યાદીમાં જણાવાયું છે.

– નિઃશુલ્ક કેમ્પના સેવાયજ્ઞમાં સૌનો મળ્યો સહકાર –

પોરબંદરની આશા હોસ્પિટલ ખાતે રવિવારે યોજાનાર નિઃશુલ્ક લેપ્રોસ્કોપિક ઓપરેશનમાં ડો. નીતીન લાલ સંપૂર્ણપણે નિઃશુલ્ક પોતાની સેવા આપશે. તેની સાથોસાથ ડો. કમલ મહેતા એનેસ્થેટીક ડોકટર તરીકે નિઃશુલ્ક સેવા આપશે અને એનેસ્થેસીયાનો પણ કોઈ ચાર્જ લેવાશે નહીં. તે ઉપરાંત દવા સહીતનો અન્ય ખર્ચ થશે તે પણ અશ્વિન ભરાણીયા ચેરીટી ફાઉન્ડેશન ટ્રસ્ટના કેતન ભરાણીયાની ટીમ ભોગવશે. જેથી નિઃશુલ્ક કેમ્પના આ સેવાયજ્ઞમાં સૌનો સહકાર મળ્યો હોવાથી જરૂરીયાતમંદ મહીલાઓને લાભ લેવા વધુમાં જણાવાયું છે.

ગુજરાત

અટલ સરોવર ખાતે મુલાકાતીઓ માટે વધુ 20 ટિકિટબારી શરૂ કરાઇ

Published

on

By


રાજકોટના શહેરીજનો માટે મહાનગરપાલિકા દ્વારા રૈયા ખાતે અટલસરોવર એટલે કે ન્યુ રેસકોર્ષ તૈયાર કરવામાં આવ્યું છે. પહેલી મેના રોજ અટલ સરોવર ખુલ્લુ મુકયા બાદ રોજે રોજ મુલાકાતીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. એક સપ્તાહમાં 1 લાખથી વધુ લોકોએ અટલસરોવરની મુલાકાત લીધી છે. જેમાં રજાના દિવસોમાં સહેલાણીઓનો ભારે ઘસારો રહેતો હોય પ્રવશે માટેની ટિકિટ મેળવવામાં મુશ્કેલીનો સમાનો કરવો પડતો હોવાની ફરિયાદ ઉઠવા પામતા તંત્ર દ્વારા એક સાથે 20 ટિકિટ બારી શરૂ કરવામાં આવી છે અને સાથોસાથ બારકોડ સ્કેન કરી મોબાઇલ મારફતે ઓનલાઇન ટિકિટ તુરંત મેળવી શકે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.


ગત 1મેથી રાજકોટના નવા નજરાણા અટલ સરોવરના દરવાજા શહેરીજનો માટે ખોલવામાં આવ્યા બાદ સતત સહેલાણીઓની ભીડ વધતી જાય છે. ગત શનિવાર-રવિવારમાં ટિકિટબારી ઉપર લાઈનો લાગતા અવ્યસ્થા સર્જાતા કમિશનરે વધારાની ટિકિટબારી ખોલવા માટે સૂચના આપી હતી. આ પછી ઓનલાઈન ટિકિટ ખરીદી શકાય તેવી વ્યવસ્થો ગોઠવવા માટે તાકિદ કરતા આજથી 20 ટિકિટબારી ખોલી નાખવામાં આવ્યાનું જણાવાયું છે.


સ્માર્ટ સિટી અને અટલ સરોવરનો હવાલો સંભાળતા ડીએમસી નંદાણીએ કહ્યું હતું કે, લોકોની સુવિધા માટે અમે વધારાની બારીઓ ખોલાવી છે અને આગામી દિવસોમાં ઓન લાઈન ટિકિટ મળી જાય તે રીતે પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. હાલ 2થી 3 હજાર લોકો સરેરાશ અટલ સરોવરની મુલાકાત લઈ રહ્યા છે. શનિવાર અને રવિવારમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે. જેને ધ્યાને રાખીને આ વ્યવસ્થા વધારવામાં આવી છે.


અટલ સરોવરના સંચાલક કવનભાઈએ કહ્યું હતુંકે, અમે લોકો માટે સુવિધા વધારી રહ્યા છીએ. ગેટની અંદર આવવા માટે પણ બેરીકેડ સાથે લાઈનો બનાવવામાં આવશે. જેથી ભીડ ભેગી ન થાય લાઈન સાથે પ્રવેશ ચાલતો રહે. 9 દિવસમાં એક લાખ લોકોએ અટલ સરોવરની મુલાકાત લીધી છે અને આગામી દિવસોમાં પણ વધુ લોકો આ સ્થળે આવતા રહે તેવા આકર્ષણો આવી રહ્યા છે.

લોકો વગર ટિકિટે પણ ઘુસતા હોવાની ફરિયાદ
અટલ સરોવરે લોકોમાં ભારે ઘેલુ લગાડ્યુ છે અને હાલમાં વેકેશન હોવાથી બાળકો સાથે સહ પરિવાર અટલ સરોવર ખાતે ઉમટી પડે છે. ભારે ઘસારાને પહોંચી વડવા માટે તંત્ર દ્વારા 20 ટિકિટ બારી ખુલવામાં આવી છે. પરંતુ અટલ સરોવરનું હજુ પણ અમુક કામ બાકી હોય અટલ સરોવરની અંદર અનેક લેભાગુઓ ટિકિટ વગર ઘુસી જતા હોવાનું બહાર આવતા તંત્ર દ્વારા આગામી દિવસોમાં આ પ્રકારની છટક બારીઓ બંધ કરી સિક્યુરીટી ગોઠવવામાં આવશે. તેમ જાણવા મળેલ છે.

Continue Reading

ગુજરાત

સિવિલ હોસ્પિ.માં એક કલાકમાં મોતનો દાખલો બદલ્યો!

Published

on

By

ઝેરી દવા પી આપઘાત કરનાર યુવકનું પી.એમ. કરાવવાના બદલે ડોકટરે ઊંઘમાં મરણનો દાખલો આપી દીધો, પાછળથી ગંભીરતા સમજાતા પી.એમ.કરાવી જૂનો દાખલો ફાડી નાખ્યો


રાજકોટની પીડિયું સિવિલ હોસ્પિટલમાં બેદરકારીની ભરમાર છે.ખાસ કરીને દર્દીઓની જાળવણીમાં તંત્ર હંમેશા ઊણું ઉતર્યું છે.સિવિલ હોસ્પિટલમાં આમ તો અધિક્ષકની રાહબરીમાં દર્દીઓને કોઇ તકલીફ ન પડે તે માટે તમામ સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે પણ અમુક વખતે કોઇની બેદરકારી કે પછી ભુલને કારણે બીજાને સહન કરવું પડે તેવો તાલ સર્જાતો હોય છે.ત્યારે રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં એક બેદરકારીનો બનાવ સામે આવ્યો છે.આ ઘટનામાં ચારેક દિવસ પહેલા એક આધેડે અતિથિ ચોક પાસે આર્થિકભીંસથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવમાં નિંદ્રાધીન તબીબે એમએલસી જાહેર કર્યા વગર જ મૃત્યુનો દાખલો આપી દીધો હતો.ત્યારબાદ ગંભીરતા ધ્યાને આવતા એ દાખલો ફાડી અને બાદમાં એમએલસી જાહેર કરી સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરવી પડી હતી.


વધુ વિગતો મુજબ,શહેરના અતિથિ ચોક પાસે રહેતા નીમીશભાઈ લીલારામભાઈ સિંધી (ઉ.વ.48)એ ગઈ તા.8ના રોજ અતિથિ ચોક પાસે આવેલા તીર્થભૂમિ અને પાર્ટમેન્ટ નીચે ઝેરી દવા પી લીધી હતી તેઓને ત્યાં રહેતા સ્થાનિકોએ સારવાર માટે તુરંત સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.ત્યાં બીજા દિવસે તા.9ના રોજ વહેલી સવારે તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ મામલે તબીબોએ સૌ પ્રથમ 5:30 વાગ્યે મૃત જાહેર કર્યા અને નિંદ્રાધીન તબીબે દર્દીના સગાને મરણનો દાખલો આપી દીધો હતો.તેમજ મૃતકના સબંધીઓ પણ મૃતદેહ લઈ જવાની તૈયારી કરતા હતા.તે દરમિયાન તબીબની ઊંઘ ઊડી હતી અને તેમણે કરેલી ભૂલની ગંભીરતાને ધ્યાને રાખી મૃતકના સબંધીઓને બોલાવી તેમને આપેલો મરણનો દાખલો જોવા માંગી અને તે ફાડી નાખ્યો હતો.ત્યારબાદ તબીબે એમએલસી જાહેર કરી અને સવારે 6:30 વાગ્યે ફરી નિમિસભાઈને મૃત જાહેર કરી હોસ્પિટલ ચોકીમાં જાણ કરી હતી.

જેથી આધેડનો મૃતદેહ પોસ્ટમોર્ટમ રુમે ખસેડયો હતો.તેમજ હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ એડીની જાણ તાલુકા પોલીસ મથકમાં કરી હતી.ત્યારબાદ તાલુકા પોલીસે સિવિલ હોસ્પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી.નિમિસભાઈ એપાર્ટમેન્ટ માં સિક્યોરિટીની નોકરી કરતા હતા.તેઓ પાંચભાઈ અને એક બહેનમાં ચોથા નંબરના હતા.અત્રે ઉલ્લેખનીય છે કે,સિવિલ હોસ્પિટલમાં અગાઉ સ્ટાફે બેદરકારી દાખવી એક દર્દીને અન્ય બ્લડ ગ્રૂપનું લોહી ચડાવી દેવાયું હતું જેમાં દર્દીની હાલત અતિ ગંભીર થઈ હતી.બીજી ઘટનામાં તબીબના વાંકે એક મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે કલાકો રજળ્યો હતો.આવી બેદરકારીઓ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અનેક વાર સામે આવે છે.

Continue Reading

ગુજરાત

નાના મવાના ચર્ચિત પ્લોટનો સોદો હજુ પણ ચાલુ?

Published

on

By

સ્ટેન્ડિંગમાં ઠરાવ થયા બાદ આગામી તા.18ના રોજ બોર્ડમાં દરખાસ્ત આવશે તેમાં પણ રહેશે પેન્ડિંગ


નાનામૌવા ખાતે આવેલ મહાનગરપાલિકાના 110 કરોડની કિંમતના પ્લોટની હરરાજી થયા બાદ અનેક વાંધા વચકાઓ વચ્ચે અંતે મહાનગરપાલિકાએ પ્લોટનો સોદો કેન્સલ કરવાની જાહેરાત કરી હતી અને સ્ટેન્ડીંગમાં દરખાસ્ત પણ મંજુર થઈ ગઈ છે પરંતુ કોઈ કારણોસર જનરલબોર્ડમાં મંજુરી અર્થે આજ સુધી ન આવ્યા બાદ હવે આગામી તા. 18ના રોજ મળનાર ઔપચારીક બોર્ડમાં ઠરાવ કરવામાં આવ્યો છે જેને મંજુર કરવામાં નહીં આવે આથી બહુચર્ચીત નાનામૌવા પ્લોટનો સોદો રદ કરવામાં હજુ પણ અનેક વિઘ્ન આવે તેવી શક્યતા જોવાઈ રહી છે.


મહાનગરપાલિકાએ ત્રણ વર્ષ પહેલા નાના મૌવા સર્કલ પાસે આવેલ સોનાની લગડી જેવા પ્લોટની ઘરમેળાએ હરરાજી કરી 110 કરોડમાં ખરીદનારને પ્લોટ વહેચી નાખ્યો હતો ત્યાર બાદ પ્લોટનું પેમેન્ટ કરવામાં ખરીદનારે અનેક વાંધા વચકાઓ કાઢી સમય બરબાદ કર્યો હતો તેવી જ રીતે આ પ્લોટ ઉપર વધુ એક માલિકે દાવો કરતા કોર્ટમાં પણ કેસ ચાલેલ પરિણામે ત્રણ વર્ષ સુધી મહાનગરપાલિકાને રૂા. 100 કરોડ જેવી રકમ ન મળતા અને આજની તારીખે આ પ્લોટની કિંમત 200 કરોડને પાર થઈ જતાં અંતે મ્યુનિસિપલ કમિશનરે પ્લોટ ખરીદનારને અંતિમ નોટીસ આપી બાકીના પૈસા ભરવાનો આદેશ કરેલ જેની મુદત પૂર્ણ થતાં સોદો રદ કરવામાં આવ્યો હતો. અને તેની દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટીમાં સર્વાનુમતે મંજુર કરી જનરલ બોર્ડમાં મંજુરી અર્થે મોકલવાની હતી પરંતુ આજ સુધી આ દરખાસ્ત ન મોકલાતા સોદો રદ થયા અંગે શંકા ઉપજાવી રહી છે. ત્યારે આચારસંહિતા હોવાના કારણે જનરલ બોર્ડમાં પ્રશ્ર્નોતરી તેમજ ઠરાવ મંજુર ન થઈ શકે તેવી સ્થિતિમાં નાના મૌવા પ્લોટના સોદાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે જે મંજુર થશે નહીં અને ત્યાર બાદ મળનાર બોર્ડમાં સંભવનત રજૂ થયા બાદ મંજુરી મળ્યે સરકારમાં મોકલાશે તેમ જાણવા મળી રહ્યું છે.


મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આગામી તા. 18ના રોજ મળનાર છે જેમાં એજન્ડા રજૂ કરવામાં આવ્યો છે તે મુજબ રાજકોટ મહાપાલિકાનું દ્વિ માસિક જનરલ બોર્ડ આગામી તા. 18ના રોજ રમેશભાઈ છાયા સભાગૃહમાં 11 વાગે મળશે. ચૂંટણીની આચારસંહિતા લાગુ છે ત્યારે આ બોર્ડ માત્ર ઔપચારિકતા પુરતુ જ મળવાનું છે. પ્રશ્નોતરી નહિ લેવાય કે નહિ કોઈ ઠરાવની ચર્ચા કરી નિર્ણય લેવાય. દર બે મહિને મહાપાલિકાનું બોર્ડ બોલાવવાનું ફરજીયાત છે ત્યારે આજે મુદ્દતને ધ્યાને રાખીને સેક્રેટરી રૂૂપારેલિયાએ મેયર નયનાબેન પેઢડિયાના આદેશથી સામાન્ય સભા માટે એજન્ડા કર્યો હતો. એજન્ડામાં પાંચ ઠરાવો મૂકાયા છે. જેમાં નાનામવા કોર્નરના પ્લોટની ફાળવણી રદ્દ કરવી, માર્કેટ શાખામાં દબાણ હટાવ શાખાના ઈન્સપેકટરોની હંગામી ઉપસ્થિતિની નવ જગ્યાઓ કાયમી કરવી માટેની દરખાસ્ત,વોર્ડ નં.12ના વાવડીને લાગુ રામનગર વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવાની દરખાસ્ત. કડીયાનાકાથી નજીકના વિસ્તારમાંશ્રમીક બસેરા માટે જમીન ફાળવવા માટે દરખાસ્ત, મહાપાલિકાની વિવિધ સંવર્ગની જગ્યાઓ ઉપર સીધી ભરતી અને બઢતીથી નિયુક્ત કર્મચારીઓને પગાર બાંધણીની વિસંગતતાઓ દુર કરવા માટેની દરખાસ્ત નિર્ણય માટે આવી છે.


લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 25 બેઠકનું મતદાન થઈ.. ચુક્યું છે પણ અન્ય ત્રણ તબક્કાના મતદાન બાકી હોવાથી આચારસંહિતા : યથાવત રહી છે.


આ ત્રણે તબક્કાના મતદાન પૂર્ણ થયા બાદ મત ગણના 3 થશે અને ચૂંટણીના પરિણામો તા.45) જૂનના જાહેર થયા આચારસંહિતા હટશે બાદમાં મળનાર જનરલ બોર્ડમાં તમામ દરખાસ્ત તેમજ અરજન્ટ દરખાસ્ત મુકવાની સંભાવના જોવાઈ રહી છે.

અનેક દરખાસ્તો શંકાસ્પદ રીતે રખાય છે પેન્ડિંગ
મહાનગરપાલિકામાં મોટા પ્રોજેક્ટોની સ્ટેડીંગમાં આવતી દરખાસ્ત સુધારા વધારા તેમજ ચર્ચા માટે પેન્ડીંગ રાખવામાં આવતી હોય છે અને અમુક ચર્ચાસ્પદ દરખાસ્તો વાતાવરણ ઠંડો પડી જાય અટેલે તુરંત મંજુર કરવામાં આવતી હોય છે. જેમાં આ વખતે બહુ ગજેલ નાના મવાપ્લોટની દરખાસ્ત પણ સ્ટેડીંગમાં એક વખત પેન્ડીંગ રાખી મુદ્ત આપવામાં આવી હતી. ત્યારબાદ ન છૂટકે મંજુર કરી છે. પરંતુ આજસુધી જનરલ બોર્ડમાં રજુ કર્યા નથી. આથી આ દરખાસ્ત પણ શંકા ઉપજાવી રહી છે.

Continue Reading

Trending