Connect with us

ક્રાઇમ

ગાંધીનગર પાસેથી ડ્રગ્સની ફેકટરી ઝડપાઈ

Published

on

  • 25 કિલો એમ.ડી. ડ્રગ્સ સાથે 10ની ધરપકડ, રાજસ્થાનમાંથી પણ બે ફેક્ટરી ઝડપી લેતી અઝજ અને ગઈઇની ટીમ: 100 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

સૌરાષ્ટ્ર-ગુજરાતના 1600 કિલોમીટરનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયા માટે સ્વર્ગ બની ગયું છે અગાઉ સૌરાષ્ટ્રના સાગરકાંઠે અનેક વખત ડ્રગ્સના ક્ધસાઈમેન્ટ ઝડપાયા છે ત્યારે ડ્રગ્સ રેકેટનું હબ બની ગયેલા ગુજરાતના પાટનગર ગાંધીનગરમાંથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. એનસીબી અને એટીએસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પર છાપો મારી 25 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી લીધા બાદ પગેરુ છેક રાજસ્થાન સુધી નિકળ્યું હતું અને બાદમાં રાજસ્થાનમાં પણ ડ્રગ્સ બનાવતી બે ફેક્ટરી ઝડપી લઈ કુલ 10 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ત્રણ ફેક્ટરીમાંથી 100 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યુ હોવાનું જાણવા મળ્યું છે.

ગાંધીના ગુજરાતમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ છે ત્યારે હવે ડ્રગ માફિયાઓએ ગુજરાતને ડ્રગ્સનું હબ બનાવી દીધું છે. અગાઉ સૌરાષ્ટ્ર-ગુજરાતના સાગર કાંઠેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયા બાદ હવે ડ્રગ માફિયાઓ એક ડગલું આગળ ચાલીને ગુજરાતમાં જ ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી શરૂ કરી દીધી હતી.

ગાંધીનગરથી 10 કિલોમીટર દૂર પીપળેજ ગામની સીમમાં મકાન ભાડે રાખીને તેમાં એમડી ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાની એનસીબી અને એટીએસને મળેલી ચોક્કસ માહિતીના આધારે એસઓજીના કાફલાને સાથે રાખી છાપો મારવામાં આવ્યો હતો. જેમાં ફેક્ટરીમાંથી રૂા. 25 કરોડની કિંમતનું એમ.ડી. સિન્થેટીક ડ્રગ્સનો જત્થો મળી આવતા 25 કિલો ડ્રગ્સનો જથ્થો કબ્જે કરવામા આવ્યો હતો અને બે રાજસ્થાની શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.

ડ્રગ્સની ફેક્ટરી સાથે પકડાયેલા બન્ને રાજસ્થાની શખ્સોની આગવીઢબે પૂછપરછ કરતા રાજસ્થાનમાં પણ બે સ્થળે એમડી ડ્રગ્સની ફેક્ટરી ધમધમતી હોવાની માહિતી આપતા એટીએસ દ્વારા રાજસ્થાન પોલીસનો પણ સંપર્ક કરી રાજસ્થાનમાં ધમધમતી એમડી ડ્રગ્સની બે ફેક્ટરી પર દરોડા પાડી કરોડો રૂપિયાના એમ.ડી. ડ્રગ્સ સાથે 8 શખ્સોની ધરપકડ કરવામા આવી છે.

ગુજરાતના ગાંધીનગર અને રાજસ્થાનમાંથી કુલ 3 એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી મળી આવી છે કેમીકલના ઓઠા હેઠળ ડ્રગ્સની ફેક્ટરી શરૂ કરવામા આવી હતી અને કેમીકલ બનાવવાના બહાને ડ્રગ્સ બનાવી ભારતભરમાં ડ્રગ્સ સપ્લાય કરવામા આવતું હોવાનું જબરજસ્ત રેકેટ બહાર આવ્યું છે. આ અંગે સાંજે ચાર વાગ્યે એટીએસ દ્વારા પ્રેસકોન્ફરન્સમાં માહિતી જાહેર કરાવમા આવનાર હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

રાજસ્થાનના બાડમેરમાં ગુજરાત ATSની ટીમ ઉપર હુમલો
ગુજરાત અને રાજસ્થાનમાંથી આજે ડ્રગ્સની ત્રણ ફેક્ટરીઓ એન્ટી ટેરેરીસ્ટ સ્કવોડે ઝડપી લીધાના અહેવાલો વચ્ચે રાજસ્થાનના બાડમેર જિલ્લાના ધોરી મન્ના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુજરાત એટીએસની ટીમ ઉપર એક આરોપીના પરિવારજનોએ હુમલો કર્યાના અહેવાલો મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ ગુજરાત એટીએસની ટીમ ધોરીમના પોલીસ સ્ટેશનના એક વિસ્તારમાં સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર એક વોન્ટેડ આરોપીને પકડવા જતાં આરોપીના પરિવારજનોએ એટીએસની ટીમને ઘેરી લઈ ઝપાઝપી કરી તેની ઉપર હુમલો કર્યાના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટના બાદ ધોરીમન્ના પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને હુમલો કરનાર વોન્ટેડ આરોપીના ચાર જેટલા પરિવારજનોને અટકાયતમાં લીધા હતાં. જો કે, વોન્ટેડ આરોપી નાશી છુટવામાં સફળ થયાનું જાણવા મળે છે.

ક્રાઇમ

અમિત શાહની રેલીમાં પત્રકાર પર હુમલો: પ્રેસ કલબે ઘટનાને વખોડી

Published

on

By


પ્રેસ ક્લબ ઑફ ઈન્ડિયાએ કહ્યું કે તે ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની રેલીને કવર કરી રહેલા પત્રકાર પરના હુમલાની ‘સખત નિંદા’ કરે છે.


ઉલ્લેખનીય છે કે, રાઘવ ત્રિવેદી, જે ન્યૂઝ પોર્ટલ મોલિટિક્સ માટે કામ કરે છે, શાહની રેલી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો.ત્રિવેદીએ અખબારને કહ્યું, હું દિલ્હીથી રાયબરેલી અને અમેઠીમાં ગ્રાઉન્ડ રિપોર્ટ કવર કરવા આવ્યો છું. શાહની રેલી દરમિયાન, મેં મહિલાઓનો ઇન્ટરવ્યુ લીધો હતો અને તેમાંથી ઘણીએ કહ્યું હતું કે તેઓને તેમના ગામના પ્રધાન દ્વારા તેમને 100 રૂૂપિયા ચૂકવવામાં આવશે તેવા વચન સાથે કાર્યક્રમમાં લાવવામાં આવ્યા હતા. તેણે કહ્યું કે તે પછી તે દાવાઓ વિશે પૂછપરછ કરવા માટે સ્થાનિક ભાજપના નેતાઓનો સંપર્ક કર્યો.ત્રિવેદીએ કહ્યું, શરૂઆતમાં, તેઓએ કોઈપણ ગેરરીતિનો ઇનકાર કર્યો, પરંતુ જ્યારે મેં તેમને જાણ કરી કે મેં મહિલાઓના નિવેદનો રેકોર્ડ કર્યા છે, ત્યારે એક જૂથ મને બળજબરીથી એકાંત સ્થળે લઈ ગયો અને મારી પાસે રેકોર્ડિંગ કાઢી નાખવાની માંગણી કરી, ત્રિવેદીએ કહ્યું. જ્યારે મેં ના પાડી, ત્યારે તેઓએ મારા પર હુમલો કરવાનું શરૂૂ કર્યું. મેં મદદ માટે પોલીસ અને નજીકના લોકોને વિનંતી કરી, પરંતુ કોઈએ દરમિયાનગીરી કરી નહીં.

Continue Reading

ક્રાઇમ

સગીર છાત્રાની જાતીય સતામણી કરવાના કેસમાં શિક્ષકને 5 વર્ષની સજા ફટકારતી કોર્ટ

Published

on

By


રાજકોટમાં સામા કાંઠે બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં આવેલી ખાનગી સ્કૂલમાં સાડા અગિયાર વર્ષની સગીર વિદ્યાર્થિનીની જાતીય સતામણી અને નિર્લજ્જ હુમલો કરવાના એક વર્ષ પહેલાના કેસમાં સ્પેશિયલ પોક્સો અદાલત જજ બીબી જાદવે આરોપી શિક્ષકને તકસીરવા ઠરાવી પાંચ વર્ષ સહિતની પ્રજાનો હુકમ કર્યો છે.
કેસની હકીકત મુજબ, રાજકોટના સામા કાંઠે એક સોસાયટીમાં આવેલ ખાનગી વિધા સંકુલ (સ્કુલ)માં શિક્ષકે માત્ર 11.5 વર્ષની ઉંમરની બાળકી પર ઉગ્ર જાતીય હુમલો અને જાતીય સતામણી કરી હોવાની અને બાળકીને આંખ ધમકી પણ આપી હોવાની ફરિયાદ ભોગ બનનારના પિતાશ્રીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરી હતી. તેમાં પોલીસે પ્રાથમિક તપાસ કરીને શિક્ષક સાગર વાઢેર સામે ગુનો નોંધી ધોરણ સર ની કાર્યવાહી અને તપાસ બાદ પોક્સો કેસની કલમ હેઠળ નું ચાર્જશીટ મૂક્યું હતું.


આ કેસ સ્પેશિયલ પોક્સો અદાલતમાં ચાલવા ઉપર આવતા ફરિયાદપક્ષે પોતાનો કેસ સાબિત કરવા ભોગ બનનાર બાળકી તથા ફરિયાદી, પોલીસ અધિકારીઓ, શાળાના જવાબદારો અને સી.સી.ટી.વી. ફૂટેજ રજુ કરેલા અને રેકર્ડ પર આશરે દસ જેટલા દસ્તાવેજી પુરાવાઓ પણ રજુ કરેલા. સરકારી વકીલ મહેશ જોષી દ્વારા રેકર્ડ પર રજુ થયેલ મહત્વના દસ્તાવેજી પુરાવાઓ અને મૌખિક પુરાવાઓનું મૂલ્યાંકન કરી સ્પેશિયલ પોક્સો કોર્ટ એવા નિર્ણય પર આવેલ કે આરોપીએ બાળક સાથે પોકસો એક્ટની જોગવાઈઓ હેઠળનો ગંભીર ગુનો આચર્યો છે, તેમજ આરોપીએ ભારતીય દંડ સહિતાની જોગવાઈઓ હેઠળનો પણ ગુનો આચરેલો છે, જેથી શિક્ષક સાગર વાઢેર ને પોકસો એક્ટની કલમ 10માં તકસીરવાર ઠરાવી આ કલમ હેઠળની વધુમાં વધુ સજાની જોગવાઈ મુજબ પાંચ વર્ષની સખત કેદ તેમજ પોકસો આઠની કલમ મુજબ ત્રણ વર્ષ, આઇપીસી 506 (2) મુજબ 2 વર્ષ, 354 (એ) તથા 354 (બી) માં એક અને ત્રણ વર્ષની સજા ઉપરાંત ભોગ બનનાર વિદ્યાર્થિનીને વિક્ટિમ કોમ્પેન્સેશન એક્ટ હેઠળ રૂૂપિયા દોઢ લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.


આ કામમાં સરકાર પક્ષેથી એ.પી.પી. મહેશભાઈ જોષીએ માત્ર એક વર્ષ જુના આ કેસમાં સમય મર્યાદામાં કેસ પૂરો કરવામાં અને પરિણામ લાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે.

Continue Reading

ક્રાઇમ

સિવિલ હોસ્પિટલમાં ખુલ્લે આમ દારૂનો વેપલો : બે મહિલા ઝડપાઇ

Published

on

By


સિવિલ હોસ્પિટલ કેમ્પસ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે.રવિવારે બપોરે તો હોસ્પિટલના સત્તાધીશોની આબરૂૂના લીરા ઉડી ગયા હતા.બે મહિલા હોસ્પિટલ કેમ્પસમાં દારૂૂ વેચતી મળી આવી હતી.બંને મહિલા પાસેથી પોલીસે દારૂૂ કબજે કર્યો હતો.


સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં મહાદેવ મંદિર નજીક બે મહિલા દારૂૂ વેચી રહ્યાનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા પ્ર.નગર પોલીસના પીઆઇ બી.એમ.ઝણકાંટ અને ટીમ દોડી ગઈ હતી.પોલીસે બે મહિલાને સકંજામાં લીધી હતી અને બંને પાસે રહેલી પ્લાસ્ટિકની કાળી બેગ ચેક કરતાં બંને બેગમાંથી બે બે લિટર દેશી દારૂૂ મળી આવ્યો હતો. પોલીસે ચાર લિટર દારૂૂ કબજે કરી બંને મહિલા હંસા તુલસી પરમાર (ઉ.વ.35) અને રેવા કનુ પરમાર (ઉ.વ.52)ની ધરપકડ કરી હતી.સિવિલમાંથી અનેકવાર બાઇક અને મોબાઈલની ચોરી થાય છે.ખિસ્સા કાતરૂૂઓ અને ગઠિયાઓ અલગ અલગ વોર્ડમાં આંટાફેરા કરતા રહે છે અને મોકો મળતાં જ કિંમતી વસ્તુ તફડાવી નાસી છૂટે છે.


સિવિલ હોસ્પિટલમાં લાખો રૂૂપિયાનો સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.પરંતુ સિક્યુરિટી શોભાના ગાંઠિયા બની રહ્યા છે.અસામાજિક તત્વો આરામથી હોસ્પિટલ કેમ્પસમાં ઘુમતા રહે છે અને લોકો લુંટાતા રહે છે.આ બંને મહિલા અગાઉ પણ અહિ આવીને દારૂૂ વેચી ગઈ હશે જેથી ફરીથી આવ્યાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

Continue Reading

Trending