Connect with us

ક્રાઇમ

ન્યારી ડેમના કાંઠે ફાર્મ હાઉસમાં IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતો મુંબઈનો શખ્સ ઝડપાયો

Published

on

આઈડી આપનાર સહિત બેની શોધખોળ, રોકડ, ટીવી, લેપટોપ અને કાર મળી રૂા.5.73 લાખનો મુદ્દામાલ કબજે

હાલમાં આઈપીએલની મેચ ચાલુ હોય ક્રિકેટ ફિવર જોરદાર જામ્યો હોય સટ્ટોડિયાઓ પણ મેદાનમાં ઉતરી જતાં પોલીસે સટ્ટાખોરીની ડામવા માટે સક્રિય બની છે ત્યારે શહેરની ભાગોળે રામપર કળકોટ ગામની સીમમાં ન્યારી ડેમના કાંઠે ફાર્મ હાઉસમાં દરોડો પાડી ઓનલાઈન સટ્ટો રમાડતા મુંબઈના શખ્સની ઝડપી રૂા.5.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે આઈડી આપનાર સહિત બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી.સી.સાકરિયા, હેડ.કોન્સ.હરદેવસિંહ રાઠોડ, વિજય મેતા, કુલદિપસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન રામનગર કળકોટ ગામની સીમમાં ન્યારી ડેમના કાંઠે આવેલા ગીરધરભાઈ પટેલના ફાર્મ હાઉસમાં ભાવેશ ઉપાઘ્યાય નામનો શખ્સ ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતો હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડ્યો હતો.

પોલીસે દરોડો પાડતા ફાર્મ હાઉસના બિલ્ડિંગમાંથી આઈપીએલની હૈદરાબાદ-મુંબઈ વચ્ચે રમાયરેલી ટી-20મેચ ઉપર સટ્ટો રમાડતો ભાવેશ વિઠ્ઠલદાસ ઉપાઘ્યાય (રહે.મીરા રોડ થાળે, મુંબઈ)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન લેપટોપ, ટીવી, મોબાઈલ, સેટઅપ બોકસ, રોકડા રૂા. 12 હજાર અને કાર મળી કુલ રૂા.5.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી ભાવેશ ઉપાઘ્યાય રાજકોટના મીત સોમૈયા પાસેથી અઞઊડઈઇં નામની માસ્ટર આઈડી મેળવી ચિરાગ વણઝારા ગ્રાહકોને આઈડી ફોરવર્ડ કરી હૈદરાબાદ અને મુંબઈ વચ્ચે ચાલતી મેચ વચ્ચે હાર-જીતના સોદા રમાડતો હોવાનું ખુલવા પામ્યું હતું. આ અંગે ક્રાઈમ બ્રાંચે ત્રણેય શખ્સો વિરુઘ્ધ જુગારનો ગુનો નોંધી ભાવેશ ઉપાઘ્યાયની ધરપકડ કરી અન્ય બન્ને શખ્સોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

ક્રાઇમ

સિવિલ હોસ્પિટલમાં ખુલ્લે આમ દારૂનો વેપલો : બે મહિલા ઝડપાઇ

Published

on

By


સિવિલ હોસ્પિટલ કેમ્પસ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે.રવિવારે બપોરે તો હોસ્પિટલના સત્તાધીશોની આબરૂૂના લીરા ઉડી ગયા હતા.બે મહિલા હોસ્પિટલ કેમ્પસમાં દારૂૂ વેચતી મળી આવી હતી.બંને મહિલા પાસેથી પોલીસે દારૂૂ કબજે કર્યો હતો.


સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં મહાદેવ મંદિર નજીક બે મહિલા દારૂૂ વેચી રહ્યાનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા પ્ર.નગર પોલીસના પીઆઇ બી.એમ.ઝણકાંટ અને ટીમ દોડી ગઈ હતી.પોલીસે બે મહિલાને સકંજામાં લીધી હતી અને બંને પાસે રહેલી પ્લાસ્ટિકની કાળી બેગ ચેક કરતાં બંને બેગમાંથી બે બે લિટર દેશી દારૂૂ મળી આવ્યો હતો. પોલીસે ચાર લિટર દારૂૂ કબજે કરી બંને મહિલા હંસા તુલસી પરમાર (ઉ.વ.35) અને રેવા કનુ પરમાર (ઉ.વ.52)ની ધરપકડ કરી હતી.સિવિલમાંથી અનેકવાર બાઇક અને મોબાઈલની ચોરી થાય છે.ખિસ્સા કાતરૂૂઓ અને ગઠિયાઓ અલગ અલગ વોર્ડમાં આંટાફેરા કરતા રહે છે અને મોકો મળતાં જ કિંમતી વસ્તુ તફડાવી નાસી છૂટે છે.


સિવિલ હોસ્પિટલમાં લાખો રૂૂપિયાનો સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.પરંતુ સિક્યુરિટી શોભાના ગાંઠિયા બની રહ્યા છે.અસામાજિક તત્વો આરામથી હોસ્પિટલ કેમ્પસમાં ઘુમતા રહે છે અને લોકો લુંટાતા રહે છે.આ બંને મહિલા અગાઉ પણ અહિ આવીને દારૂૂ વેચી ગઈ હશે જેથી ફરીથી આવ્યાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

Continue Reading

ક્રાઇમ

પરિણીતાને રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી પાંચ વર્ષ સુધી દુષ્કર્મ: આરોપી સંકજામાં

Published

on

By

રાજકોટમાં રહેતી એક પરિણીતાએ એક શખ્સ સામે તેણીની સાથે અવાર-નવાર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આ મામલે ભક્તિનગર પીઆઇ સરવૈયા અને સ્ટાફે આરોપીને પકડી તેની પૂછપરછ શરૂૂ કરી છે.


પરિણીતાએ રવિ દાદભાઈ મકવાણા(રહે. કોઠારીયા રોડ)નામના વ્યકિત સામે ફરિયાદ કરી જણાવ્યું છે કે, આ યુવાને કોઈ પાસેથી મારા નંબર મેળવીને ફોન પર કહ્યું હતું કે,મારે તારી સાથે ફ્રેન્ડશીપ કરવી છે.આટલા ટાઈમથી સામે રહીએ છીએ પરંતુ હું તને કહી ન શક્યો આથી તેના પ્રત્યુત્તરમાં મેં જણાવેલું કે મારે કોઈ ફ્રેન્ડશીપ રાખવી નથી.એ પછી પણ આ વ્યકિતએ વ્હોટસએપમાં મેસેજ ચાલુ કર્યા હતા.આજથી અઢી વર્ષ પહેલા ફોનમાં સીધો જ કહેવા લાગ્યો હતો કે હું તને પ્રેમ કરું છું હવે તું મારી જ છો અને મારી કરીને જ રાખીશ ચાલ આપણે ભાગી જઈએ પરંતુ મેં તેને સ્પષ્ટ ના પાડી દીધી હતી. એક દિવસ હું ઘરે એકલી હતી ત્યારે આ વ્યકિત ઘરમાં ઘુસી ગઈ હતી અને મારૂૂ વોટસએપ તેના વોટસએપમાં કનેકટ કરી દીધું હતું.એ પછી મને વારંવાર મેસેજ કરતો હતો.


તેમજ ફરી એક દિવસ ઘરમાં ઘુસીને બધાને મારી નાખીશ એવી ધમકી આપી બળજબરીથી શરીર સબંધ બાંધ્યો હતો.મારો ફોન હેક કરી અને મારી સાથેનો ફોટોગ્રાફસ પાડી વાયરલ કરવાની ધમકી આપતો હતો.તેમજ થયેલી વાતચીતનું રેકોર્ડિંગ વાયરલ કરી દેવાની ધમકી આપતો રહેતો હતો અને આ ધાક-ધમકીથી વારંવાર દુષ્કર્મ આચરતો હતો.તેમજ હોટલમાં બોલાવીને છેલ્લા પાંચ વર્ષથી વારંવાર શરીર સંબંધ બાંધતો હતો.એક વાર હું હોટલમાંથી બહાર આવતી હતી અને મારો પતિ જોઈ જતાં તેને બધી વાતની ખબર પડી ગઈ હતી અને મેં સઘળી વાત તેને જણાવી દેતા પોલીસમાં ફરિયાદ કરવાનું કહેતા આખરે તમામ પરિવારજનોને સાથે લઈ જઈફરિયાદ નોંધાવી હતી.આ બનાવના સંદર્ભમાં પોલીસે આરોપીને સકંજામાં લઈ પૂછપરછ શરૂ કરી છે.

Continue Reading

ક્રાઇમ

નિવૃત્ત આર્મીમેનના બંધ મકાનમાંથી રોકડ, રિવોલ્વર સહિત18.56 લાખની ચોરી

Published

on

By

દાદીની અંતિમવિધિ માટે પરિવાર ગામડે જતા બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું


જામનગર શહેર-જિલ્લા માં તસ્કરોની રંજાડ વધવા પામી છે. તાજેતરમાં જ સિકકા ગામ મા રૂૂ 14 લાખ ની ઘરફોડ ચોરી નો બનાવ બનવા પામ્યો હતો. જે ચોરી નો ભેદ હજુ ઉકેલાયો નથી, ત્યાં જ જામનગર મા.વધુ એક નિવૃત્ત આર્મી મેન નાં બંધ મકાન ને તસ્કરો એ નિશાન બનાવ્યું છે. અને સોના ચાંદી ના ઘરેણા,. રોકડ રકમ તથા રિવોલ્વર મળી કુલ રૂૂ.18 લાખ 56 હજાર ની માલમતા ચોરી કરી લઈ ગયા છે. આ બનાવવા ની પોલીસ માં ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.અને પોલીસ ટુકડી તપાસ માટે દોડતી થઇ છે. ઉપરાંત ચોરી નો ભેદ ઉકેલવા માટે એફએસએલ અને ડોગ સ્ક્વોડ વગેરે ની પણ મદદ લેવામાં આવી રહી છે. નિવૃત્ત આર્મી મેનના દાદીમાનું નિધન થયું હોવાથી અંતિમ વિધિ માટે સમગ્ર પરિવાર વતનમાં ગયો હતો, પાછળથી તસ્કરોએ મકાનમાં હાથ ફેરો કરી લીધો છે.


જામનગર માં બાલાજી પાર્ક પાસે નંદનવન પાર્ક -3 માં રહેતા અને મસાલા તથા ગ્રોસરી નો ભાગીદારી મા વ્યવસસાય કરતા નિવૃત્ત આર્મીમેન રણવીરપ્રતાપ સુધાકરસિંહ રાજપુત ના દાદીમા નું અવસાન થયું હોવા થી તેની ધાર્મિક વિધિ માટે સહ પરિવાર ઘર ને તાળા મારી ને પોતાના વતન ઉત્તરપ્રદેશ મા ગયા હતા. જ્યારે તેમના બંધ મકાનને ગત તારીખ 29 એપ્રિલ થી 3 મે સુધી માં કોઈ પણ તસ્કરો એ નિશાન બનાવ્યું હતું.


તસ્કરોએ બારી ની ગ્રીલ તોડી ને ઘરમાં પ્રવેશ્યા હતા, અને ઘરના કબાટમાંથી રૂૂપિયા 13 લાખ 68 હજાર ની રોકડ રકમ, રૂૂ.1 લાખ 35 હજાર ની કિંમત ના સોનાના ઘરેણા તેમજ રૂૂપિયા 3 લાખથી વધુની કિંમતના ચાંદી ના સિક્કા અને ઘરેણા ઉપરાંત 0.32 પોઇન્ટ ની લાયસન્સ વાળી પિસ્તોલ અને 30 રાઉન્ડ નાં બે મેગઝીન મળી કુલ રૂૂપિયા 18,56, 300 ની માલમતા ચોરી કરી લઈ ગયા હતા.


તેમના ભાગીદાર બંધ મકાનમાં ફૂલ ઝાડ ને પાણી પાવા જતાં તેને ચોરીના આ બનાવની જાણ થઈ હતી. આથી તેમણે તુરત જ રણવીર પ્રતાપસિંહ રાજપૂત ને ટેલીફોન કરીને જાણ કરતાં રણવિરપ્રતાપસિંહ રાજપુત તાબડતોબ જામનગર દોડી આવ્યા હતા. અને આ બનાવ અંગે સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આથી પો.સબ.ઇન્સ. વી બી બરબસિયા તપાસ માટે દોડી યા હ

તા. આ ઉપરાંત ચોરી નો ભેદ ઉકેલવા માટે ડોગ સ્કવોડ અને એફએસએલ ની પણ મદદ લીધી હતી.
રણવી પ્રતાપસિંહ રાજપુત આર્મીમાંથી નિવૃત્ત થયા પછી જામનગરમાં હસમુખભાઈ નામની વ્યક્તિ સાથે ભાગીદારીમાં ગ્રોસરી અને મસાલા સપ્લાયનો વ્યવસાય શરૂૂ કર્યો હતો અને તેને ધંધામાંથી લસણ ના વેપાર ની મળેલી આશરે 13 લાખ 68 હજારની રકમ પોતાના ઘરમાં રોકડ સ્વરૂૂપે રાખી હતી. અને તેઓને અચાનક જ વતન માં ઉત્તર પ્રદેશ મા જવાનું થયું હતું પરિણામે તેમનાં બંધ મકાન ને તસ્કરો એ નિશાન બનાવી લીધું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં જ જામનગર તાલુકાના સિક્કા ગામની ટીપીએસ કોલોની માં ત્રણ બંધ મકાનમાંથી તસ્કરો રૂૂપિયા 14 લાખની માલમતા ની ચોરી કરી લઈ ગયા હતા, આ બનાવ નો ભેદ હજી ઉકેલાયો નથી ત્યાં જ જામનગર માં વધુ એક 18 લાખ થી વધુ ની ચોરી નો બનાવ બનતાં ચકચાર જાગી છે.


શાકમાર્કેટ વિસ્તારમાંથી યુવાનનો મોબાઇલ ચોરાયો


જામનગરમાં શાકમાર્કેટ વિસ્તારમાં શાકભાજીની ખરીદી માટે ગયેલા સરકારી નોકરીયાત યુવાનના ખિસ્સામાંથી કોઈ શખ્સ તેનો મોબાઈલ ચોરી કરી લઈ ગયા હતા. આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જામનગરના ખંભાળિયાના નાકા બહાર નાગરપરા વિસ્તારમાં રહેતા અને સરકારી નોકરી કરતા પ્રશાંતભાઈ મહેન્દ્રભાઈ વારીયા નામના 35 વર્ષનો યુવાન ગત તારીખ 11ના સવારે શાક માર્કેટ વિસ્તારમાં ખરીદી કરવા ગયા હતાં, ત્યારે કોઈ શખ્સ તેના ખિસ્સામાંથી રૂ. દસ હજારની કિંમત નો મોબાઇલ ફોન ચોરી કરી ગયો હતો. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Continue Reading

Trending