Connect with us

રાષ્ટ્રીય

ગરમ પાણી પીવાના ફાયદા સાથે ગેરફાયદા પણ છે

Published

on

આપણા સ્વાસ્થ્ય માટે પાણી ખૂબ જ ફાયદાકારક છે. આપણા શરીરને 60% ભાગ પાણીથી બનેલો છે. શરીરમાં પાણીનું પુરતું પ્રમાણ જળવાઈ રહે તો અનેક રોગોથી બચી શકાય છે અને શરીર સ્વસ્થ રહે છે. ઘણા લોકો દિવસની શરુઆત ગરમ પાણીથી કરતાં હોય છે. ગરમ પાણી પીવાથી વજન ઘટે છે તેવું માનવામાં આવે છે. સ્વસ્થ અને સુંદર શરીર માટે પાણી પીવું ખરેખર જરૂૂરી છે. દિવસ દરમિયાન 10-12 ગ્લાસ પાણી પીવું જરૂૂરી છે અને જો પાણી ગરમ કરીને પીવામાં આવે છે, તો તેના ફાયદાઓ વધુ છે. ગરમ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, તેથી જે લોકો વજન ઓછું કરવા અથવા પાચનક્રિયાને યોગ્ય રાખવા માગે છે, તેઓ ગરમ પાણી પીવે છે.

ગરમ પાણી પીવાના ઘણા ફાયદા છે, પરંતુ જો પાણી ખોટી રીતે પીવામાં આવે છે, તો આ પાણી તમારા માટે નુકસાનકારક છે. પરંતુ શું તમે જાણો છો કે વારંવાર ગરમ પાણી પીવાની ટેવ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ઘણા લોકો ને ગરમ પાણી ફાયદો કરે છે તો ઘણાને નુકશાન કરે છે.ગળામાં ખરાશ, શરદી-ખાંસી અને શરદીમાં પણ લોકો ગરમ પાણી પીવે છે. પરંતુ નિષ્ણાતોના મતે, સામાન્ય પાણી પીવું એ ઠંડુ અને ગરમ પાણી પીવા કરતાં વધુ અસરકારક છે. કબજિયાતની ફરિયાદ હોય ત્યારે પણ લોકો સવારે ગરમ પાણી પીવે છે. પરંતુ વધુ પડતા ગરમ પાણીનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તેથીતમારે જાણવું જોઈએ કે ગરમ પાણી સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક અને કેટલું નુકસાનકારક હોઈ શકે છે? આવો જાણીએ ગરમ પાણી પીવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે.

શરીરને સ્વસ્થ રાખવા માટે વધુમાં વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. આ પાણીને હુંફાળું કરીને પીવામાં આવે તો તેના ગુણ અનેકગણા વધી જાય છે. પાણી શરીરને હાઇડ્રેટેડરાખે છે. પાણીના સેવનથી પેશાબ પણ છૂટથી આવે છે જેથી શરીરમાંના વિષાણુઓ મૂત્ર વાટે બહાર નીકળી જાય છે.

વજન ઘટાડવામાં મદદરૂપ
મોટાપાને દૂર કરવા માટે તમે વિવિધ પ્રકારના ઉપાય કરી થાકી ગયા છો તો વજન ઘટાડવા માટે સૌથી સરળ, સસ્તો અને ઘરેલું ઉપાય છે ગરમ પાણી. દરરોજ સવારે ખાલી પેટે 1 ગ્લાસ ગરમ પાણીમાં મધ અને લીંબુ સાથે નિયમિતપણે પીવાથી વજન ઘટે છે.

પાચન ક્રિયા માટે મદદરૂપ
ગરમ પાણી પાચન ક્રિયાને તંદુરસ્ત રાખવા માટે પણ ઘણું મદદ કરે છે. સાથે સાથે જે લોકોને ગેસની સમસ્યા રહે છે તેઓ માટે ગરમ પાણી પીવું રામબાણ ઈલાજ છે. જો તમે જમ્યા બાદ માત્ર 1 કપ ગરમ પાણી પીવાની આદત રાખો, તો તમને પાચન સંબંધી સમસ્યા ક્યારે નહિ થાય.

જો તમને શરદીની સમસ્યા છે, તો આ સમસ્યા ગરમ પાણીથી મટે છે.ગરમ પાણીમાં મધ અને લીંબુ નાખીને પીવાથી તરત જ ચરબી ઘટે છે. સ્ત્રીઓને માસિક દરમિયાન થતો દુખાવો દૂર કરવા માટે ગરમ પાણી પીવું જોઈએ. તેની મદદથી પીડા ઓછી થાય છે.

ગરમ પાણીથી શરીર ઝડપથી ડિટોક્સ થઈ જાય છે, જેના કારણે પાચન યોગ્ય રહે છે.ગરમ પાણી વાળ માટે પણ ફાયદાકારક છે. આનો ઉપયોગ કરવાથી વાળ ચળકતા અને તેમની વૃદ્ધિ સારી રહે છે.

જો પેટમાં ગેસની સમસ્યા હોય તો ગરમ પાણી આ સમસ્યાને દૂર કરશે. ગરમ પાણી પીવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન જળવાઈ રહે છે.
નવશેકું પાણી પીવાથી શરીરને ઝડપથી શક્તિ મળે છે.ગરમ પાણી પીવાથી સાંધાનો દુખાવો દૂર થાય છે. ઉપરાંત, સ્નાયુઓની ખેંચાણ પણ દૂર થઈ જાય.

ગરમ પાણી પીવાથી થતા ગેરફાયદા

કિડની પર અસર થાય છે : કિડની શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવાનું કામ કરે છે. પરંતુ વધુ પડતા ગરમ પાણીનું સેવન કરવાથી ડિહાઈડ્રેશન થઈ શકે છે અને કિડની પર અસર થાય છે. ગરમ પાણી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢતું નથી અને કિડનીને નુકસાન થવા લાગે છે.

ઊંઘ પર અસર : જો તમે રાત્રે સૂતા પહેલા હુંફાળું પાણી પીશો તો ઊંઘ પર અસર થઈ શકે છે. રાત્રે ગરમ પાણી પીને સૂવાથી પેશાબ વધે છે, સાથે જ રક્તવાહિનીઓના કોષો પર દબાણ પણ વધે છે. ઊંઘની અસરને કારણે તમને થાક લાગે છે અને અન્ય શારીરિક અને માનસિક સમસ્યાઓ થઈ શકે છે.

ડિહાઇડ્રેશનની ફરિયાદ : શરીરનો 60% ભાગ પાણીથી બનેલો છે. પાણી સ્વાસ્થ્ય માટે અસરકારક છે. તે શરીરને હાઇડ્રેટ કરે છે અને ઝેરને બહાર કાઢવાનું કામ કરે છે. પરંતુ વધુ પડતું ગરમ પાણીનું સેવન કરવાથી શરીર હાઈડ્રેટ નથી થતું, પરંતુ ડિહાઈડ્રેશનની ફરિયાદ વધી શકે છે. અતિશય પાણી રક્તમાં રહેલા ઈલેક્ટ્રોલાઈટ્સને કોષો કરતાં વધુ પાતળું કરી શકે છે. રક્ત અને કોષો વચ્ચે સંતુલન જાળવવા માટે લોહીનું પાણી કોષોમાં ખેંચવામાં આવશે. તેનાથી કોષોમાં સોજો આવે છે અને મગજ પર દબાણ વધે છે. માથાનો દુખાવો અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે.

રાષ્ટ્રીય

રાહુલ ગાંધી ટૂંક સમયમાં જ કરશે લગ્ન, રાયબરેલીમાં જાહેર મંચ પરથી કર્યું એલાન, જુઓ વિડીયો

Published

on

By

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાયબરેલીમાં રેલી યોજી હતી. તેમની સાથે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર હતા. આ દરમિયાન સભામાં રાહુલ ગાંધીના લગ્નને લઈને એક સવાલ પૂછવામાં આવ્યો હતો, જેના પર તેમણે કહ્યું કે હવે તો લગ્ન કરવા જ પડશે.

રેલી દરમિયાન એક બાળકે રાહુલ ગાંધીને તેમના લગ્ન વિશે સવાલ પૂછ્યો હતો. આ સવાલનો જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘હવે લાગે છે કે જલ્દી જ લગ્ન કરવા પડશે.’ ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે ​​રાયબરેલીમાં ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ દરમિયાન તે ઘરે ઘરે જઈને લોકોને મળી રહી છે.

કોંગ્રેસના નેતા અને રાયબરેલી લોકસભા સીટના ઉમેદવાર રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધી અને જણાવ્યું કે તેઓ રાયબરેલીથી ચૂંટણી કેમ લડવા આવ્યા છે. તેણે કહ્યું, ‘થોડા દિવસો પહેલા હું મારી માતા (સોનિયા ગાંધી) સાથે બેઠો હતો કે એક-બે વર્ષ પહેલા મેં એક વીડિયોમાં કહ્યું હતું કે મારી બે માતાઓ છે, એક સોનિયા ગાંધી અને બીજી ઈન્દિરા ગાંધી મારી માતાઓ “આ કર્મની ભૂમિ છે, તેથી જ હું અહીં રાયબરેલીથી ચૂંટણી લડવા આવ્યો છું.”

તમને જણાવી દઈએ કે આ વખતે રાહુલ ગાંધી અમેઠીથી નહીં પરંતુ રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યાં તેમની સ્પર્ધા ભાજપના દિનેશ પ્રતાપ સિંહ છે. તેમના પહેલા સોનિયા ગાંધી રાયબરેલીથી સાંસદ રહી ચૂક્યા છે.

Continue Reading

ગુજરાત

CBSEનું પરિણામ જાહેર: ધોરણ 10નું 93.60 ટકા તો ધોરણ 12નું 87.98 ટકા પરિણામ

Published

on

By

GSEB (ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ)ના પરિણામ બાદ આજરોજ 13 મે, 2024ના CBSEનું પરિણામ જાહેર થયું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન બોર્ડનું ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે.


જેમાં ધો.10નું 93.60% અને ધો. 12માં 87.98% પરિણામ આવ્યું છે. 15 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી પરીક્ષા યોજાઈ હતી. દેશના અંદાજિત 35 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરિણામ વિદ્યાર્થીઓ CBSEની વેબસાઇટ પરથી જાણી શકશે.


આ વર્ષે એટલે કે, 2024નું CBSEનું 87.98% પરિણામ આવ્યું છે.ધોરણ 12માં 24,000થી વધુ વિદ્યાર્થીએ 95 ટકા તો 1.16 લાખથી વધુ વિદ્યાર્થીઓ 90 ટકા મેળવ્યા છે.આ પરિણામમાં છોકરીઓએ 6.40 ટકાથી વધુ પોઈન્ટ્સથી છોકરાઓને પાછળ છોડી દીધા છે. 91 ટકાથી વધુ છોકરીઓએ પરીક્ષા પાસ કરી છે. ગત વર્ષ કરતાં ધો.12નું પરિણ્મ 0.65 ટકા વધુ છે.


ધો.10માં 22,38,827 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 20,95,467 વિદ્યાર્થી પાસ થયા છે. ગત વર્ષ કરતા આ વર્ષે ધો.10નું 0.48 ટકા રિઝલ્ટ વધુ આવ્યું છે. ધો. 10માં વિદ્યાર્થીઓનું રિઝલ્ટ 94.75 ટકા છે અને વિદ્યાર્થિનીઓનું રિઝલ્ટ 92.72 ટકા છે.


આ વખતે ધોરણ 12માં 87.98% વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગત વર્ષની સરખામણીમાં પાસ થવાની ટકાવારી 0.65% વધી છે. છોકરાઓ કરતાં છોકરીઓની પાસ થવાની ટકાવારી 6.40% વધારો થયો છે. આ વખતે 91%થી વધુ છોકરીઓ પાસ થઈ છે.


મળતી માહિતી મુજબ આ વર્ષે સૌથી સારું પરિણામ તિરુવનંતપુરમનું આવ્યું છે. આ રાજ્યની પાસ થવાની ટકાવારી 99.91% છે. વિજયવાડા 99.04 ટકા સાથે બીજા સ્થાને છે. ચેન્નાઈના વિદ્યાર્થીઓએ 98.47 ટકા સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે.


CBSE બોર્ડની ધોરણ 12મી 2024ની પરીક્ષામાં 116145 વિદ્યાર્થીઓએ 90 ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા છે. તે જ સમયે, 24068 વિદ્યાર્થીઓ એવા છે.


જેમણે 95 ટકા કે તેથી વધુ માર્કસ મેળવ્યા છે. 122170 વિદ્યાર્થીઓએ કમ્પાર્ટમેન્ટ પરીક્ષા આપવી પડશે, જેનું સમયપત્રક બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

Continue Reading

Sports

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ નવા સ્થળે યોજાશે ?

Published

on

By


વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની ફાઈનલ નવા સ્થળે યોજાઈ શકે છે. તેમ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCC)ના સચિવ જય શાહે જણાવ્યું હતું


શાહે એમ પણ કહ્યું છે કે જૂન 2025માં યોજાનારી ડબ્લ્યુટીસી ફાઇનલ યોજવા માટે અલગ સમય સ્લોટ અથવા અન્ય સ્થળ શોધવાનું મુશ્કેલ હશે.શાહે આઈપીએલમાં ગત સિઝનથી લાગુ કરવામાં આવેલા ઈમ્પેક્ટ પ્લેયર નિયમ વિશે પણ વાત કરી હતી, પઈમ્પેક્ટ પ્લેયર ટેસ્ટ કેસની જેમ છે. અમે તેને ધીમે ધીમે અમલમાં મૂક્યો છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે એક જ ટીમના બે ભારતીય ખેલાડીઓને એક મેચમાં તક મળી રહી છે, જે સૌથી મહત્વપૂર્ણ છે.શાહે કહ્યું- ખેલાડીઓ અને ફ્રેન્ચાઈઝી માલિકો સાથે વાત કર્યા પછી અમે વિચારીશું કે તેને આગળ ચાલુ રાખવું કે નહીં. જો કે, તેમણે એવું કહ્યું ન હતું કે ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ આગળ વધશે નહીં. ખેલાડીઓ રોહિત શર્મા અને મિશેલ સ્ટાર્કે ખેલાડીઓના નિયમ પર અસર અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

Continue Reading

Trending