Connect with us

ગુજરાત

પોરબંદરમાં સાઈકલ રેલીમાં જોડાતા માંડવિયા

Published

on

  • બાળકો સાથે ફોટોગ્રાફસ પણ લઇ કહ્યુ, ચૂંટણી કરતા પૃથ્વી વધુ મહત્ત્વની

મનસુખ માંડવિયાએ પોરબંદર સાયકલિંગ ક્લબ દ્વારા ’વિશ્વ પૃથ્વી દિવસે યોજાયેલી સાયકલ રેલીમાં ભાગ લીધો હતો.લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ તેમણે પોતાનો કિંમતી સમય કાઢી વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી અને તેના જાગૃતિના કાર્યક્રમને પ્રાથમિકતા આપી મનસુખ માંડવિયા જ્યારે સાંસદ તરીકે સંસદ ભવનમાં આવ્યા, ત્યારે તેમણે ક્લાઈમેટ ક્લબની પણ શરૂૂઆત કરી હતી અને તેમાં પણ શરત એવી હતી કે જે કોઈ સાંસદ આ ક્લબના સભ્ય બનશે તે સાઈકલ પર સંસદ ભવનમાં આવતા-જતા રહેશે, માંડવિયા પહેલેથી જ પૃથ્વીના સંરક્ષણ માટે સક્રિય છે.

પોરબંદરમાં આયોજિત સાયકલ રેલીમાં મનસુખ માંડવિયએ જણાવ્યું કે, ચૂંટણી કરતા આપણી પૃથ્વી વધુ મહત્વની છે. તેથી જ આજે હું આ સાયકલ રેલીમાં જોડાયો છુ.
તે ઉપરાંત તેમણે કહ્યું કે, જો આપણે પૃથ્વીને બચાવવી હોય. ખાવનારી પેઢીઓ માટે પૃથ્વીને સુરક્ષિત રાખવી હોય. તો આપણે આજે જ પગલાં ભરવા પડશે. અને અત્યારે સમય આપણા હાથમાં નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ મિશન લાઇફ શરૂૂ કર્યું છે. આપણે સૌએ મિશન લાઇફમાં જોડાઈ પૃથ્વીને બચાવવામાં યોગદાન આપવું જોઈએ.પોટેસ્ટ કર્યા આ સમય દરમિયાન મનસુખ માંડવિયાએ બાળકો સાથે ફોટા ક્લિક કર્યા અને તે ફોટોઝ પર સોશિયલ મીડિયામાં લખ્યું ક હતા.

ગુજરાત

વાડીનાર જેટી પરથી દરિયામાં પટકાયેલા યુવાનનું અપમૃત્યુ

Published

on

By

  ખંભાળિયા - જામનગર હાઈવે પર આવેલા વાડીનાર ગામે જેટીથી 10 કી.મી. દુર દરિયામાં ટગ પાસે રમેશભાઈ સંદાયા મલાયલી (ઉ.વ. 28) નામના યુવાન દરિયામાં પડી જતા ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ નેહલભાઈ જીતેન્દ્ર લાલજી સોલંકી (ઉ.વ. 29, રહે. હાલ વાડીનાર) એ સ્થાનિક પોલીસને કરી છે. 

ખંભાળિયામાં હિંમતનગરના વેપારીનો મોબાઈલ ચોરાયો

 સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે રહેતા મૌલિકકુમાર વિનોદકુમાર પટેલ નામના 31 વર્ષના વેપારી યુવાનનો વિવો કંપનીનો ફોન ગત તારીખ 11 ના રોજ અત્રે હાઈવે પર આવેલી મઢૂલી હોટલ પાસેથી કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરીને લઈ ગયો હોવાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

ખંભાળિયામાં પીધેલા વાહનચાલકો સામે કાર્યવાહી

 ખંભાળિયા નજીકના સલાયા સર્કલ પાસેથી ટ્રાફિક પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં ડ્રાયવિંગ લાયસન્સ વગર રૂપિયા બે લાખની કિંમતની જી.જે. 07 ડી.સી. 5866 નંબરની ઈક્કો મોટરકાર લઈને નીકળેલા સોડસલા ગામના દેવશી ઉર્ફે દેવ પુનાભાઈ પરમાર (ઉ.વ. 21) ને તથા રૂપિયા 30,000 ની કિંમતના મોટરસાયકલ પર નીકળેલા મધુસુદન ઉર્ફે લાલો રમણીકલાલ અગ્રાવત (ઉ.વ. 40, રહે. કુંભાર વાડો - ખંભાળિયા) ને ઝડપી લઇ, જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
Continue Reading

ગુજરાત

અટલ સરોવર ખાતે મુલાકાતીઓ માટે વધુ 20 ટિકિટબારી શરૂ કરાઇ

Published

on

By


રાજકોટના શહેરીજનો માટે મહાનગરપાલિકા દ્વારા રૈયા ખાતે અટલસરોવર એટલે કે ન્યુ રેસકોર્ષ તૈયાર કરવામાં આવ્યું છે. પહેલી મેના રોજ અટલ સરોવર ખુલ્લુ મુકયા બાદ રોજે રોજ મુલાકાતીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. એક સપ્તાહમાં 1 લાખથી વધુ લોકોએ અટલસરોવરની મુલાકાત લીધી છે. જેમાં રજાના દિવસોમાં સહેલાણીઓનો ભારે ઘસારો રહેતો હોય પ્રવશે માટેની ટિકિટ મેળવવામાં મુશ્કેલીનો સમાનો કરવો પડતો હોવાની ફરિયાદ ઉઠવા પામતા તંત્ર દ્વારા એક સાથે 20 ટિકિટ બારી શરૂ કરવામાં આવી છે અને સાથોસાથ બારકોડ સ્કેન કરી મોબાઇલ મારફતે ઓનલાઇન ટિકિટ તુરંત મેળવી શકે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.


ગત 1મેથી રાજકોટના નવા નજરાણા અટલ સરોવરના દરવાજા શહેરીજનો માટે ખોલવામાં આવ્યા બાદ સતત સહેલાણીઓની ભીડ વધતી જાય છે. ગત શનિવાર-રવિવારમાં ટિકિટબારી ઉપર લાઈનો લાગતા અવ્યસ્થા સર્જાતા કમિશનરે વધારાની ટિકિટબારી ખોલવા માટે સૂચના આપી હતી. આ પછી ઓનલાઈન ટિકિટ ખરીદી શકાય તેવી વ્યવસ્થો ગોઠવવા માટે તાકિદ કરતા આજથી 20 ટિકિટબારી ખોલી નાખવામાં આવ્યાનું જણાવાયું છે.


સ્માર્ટ સિટી અને અટલ સરોવરનો હવાલો સંભાળતા ડીએમસી નંદાણીએ કહ્યું હતું કે, લોકોની સુવિધા માટે અમે વધારાની બારીઓ ખોલાવી છે અને આગામી દિવસોમાં ઓન લાઈન ટિકિટ મળી જાય તે રીતે પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. હાલ 2થી 3 હજાર લોકો સરેરાશ અટલ સરોવરની મુલાકાત લઈ રહ્યા છે. શનિવાર અને રવિવારમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે. જેને ધ્યાને રાખીને આ વ્યવસ્થા વધારવામાં આવી છે.


અટલ સરોવરના સંચાલક કવનભાઈએ કહ્યું હતુંકે, અમે લોકો માટે સુવિધા વધારી રહ્યા છીએ. ગેટની અંદર આવવા માટે પણ બેરીકેડ સાથે લાઈનો બનાવવામાં આવશે. જેથી ભીડ ભેગી ન થાય લાઈન સાથે પ્રવેશ ચાલતો રહે. 9 દિવસમાં એક લાખ લોકોએ અટલ સરોવરની મુલાકાત લીધી છે અને આગામી દિવસોમાં પણ વધુ લોકો આ સ્થળે આવતા રહે તેવા આકર્ષણો આવી રહ્યા છે.

લોકો વગર ટિકિટે પણ ઘુસતા હોવાની ફરિયાદ
અટલ સરોવરે લોકોમાં ભારે ઘેલુ લગાડ્યુ છે અને હાલમાં વેકેશન હોવાથી બાળકો સાથે સહ પરિવાર અટલ સરોવર ખાતે ઉમટી પડે છે. ભારે ઘસારાને પહોંચી વડવા માટે તંત્ર દ્વારા 20 ટિકિટ બારી ખુલવામાં આવી છે. પરંતુ અટલ સરોવરનું હજુ પણ અમુક કામ બાકી હોય અટલ સરોવરની અંદર અનેક લેભાગુઓ ટિકિટ વગર ઘુસી જતા હોવાનું બહાર આવતા તંત્ર દ્વારા આગામી દિવસોમાં આ પ્રકારની છટક બારીઓ બંધ કરી સિક્યુરીટી ગોઠવવામાં આવશે. તેમ જાણવા મળેલ છે.

Continue Reading

ગુજરાત

સિવિલ હોસ્પિ.માં એક કલાકમાં મોતનો દાખલો બદલ્યો!

Published

on

By

ઝેરી દવા પી આપઘાત કરનાર યુવકનું પી.એમ. કરાવવાના બદલે ડોકટરે ઊંઘમાં મરણનો દાખલો આપી દીધો, પાછળથી ગંભીરતા સમજાતા પી.એમ.કરાવી જૂનો દાખલો ફાડી નાખ્યો


રાજકોટની પીડિયું સિવિલ હોસ્પિટલમાં બેદરકારીની ભરમાર છે.ખાસ કરીને દર્દીઓની જાળવણીમાં તંત્ર હંમેશા ઊણું ઉતર્યું છે.સિવિલ હોસ્પિટલમાં આમ તો અધિક્ષકની રાહબરીમાં દર્દીઓને કોઇ તકલીફ ન પડે તે માટે તમામ સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે પણ અમુક વખતે કોઇની બેદરકારી કે પછી ભુલને કારણે બીજાને સહન કરવું પડે તેવો તાલ સર્જાતો હોય છે.ત્યારે રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં એક બેદરકારીનો બનાવ સામે આવ્યો છે.આ ઘટનામાં ચારેક દિવસ પહેલા એક આધેડે અતિથિ ચોક પાસે આર્થિકભીંસથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવમાં નિંદ્રાધીન તબીબે એમએલસી જાહેર કર્યા વગર જ મૃત્યુનો દાખલો આપી દીધો હતો.ત્યારબાદ ગંભીરતા ધ્યાને આવતા એ દાખલો ફાડી અને બાદમાં એમએલસી જાહેર કરી સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરવી પડી હતી.


વધુ વિગતો મુજબ,શહેરના અતિથિ ચોક પાસે રહેતા નીમીશભાઈ લીલારામભાઈ સિંધી (ઉ.વ.48)એ ગઈ તા.8ના રોજ અતિથિ ચોક પાસે આવેલા તીર્થભૂમિ અને પાર્ટમેન્ટ નીચે ઝેરી દવા પી લીધી હતી તેઓને ત્યાં રહેતા સ્થાનિકોએ સારવાર માટે તુરંત સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.ત્યાં બીજા દિવસે તા.9ના રોજ વહેલી સવારે તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ મામલે તબીબોએ સૌ પ્રથમ 5:30 વાગ્યે મૃત જાહેર કર્યા અને નિંદ્રાધીન તબીબે દર્દીના સગાને મરણનો દાખલો આપી દીધો હતો.તેમજ મૃતકના સબંધીઓ પણ મૃતદેહ લઈ જવાની તૈયારી કરતા હતા.તે દરમિયાન તબીબની ઊંઘ ઊડી હતી અને તેમણે કરેલી ભૂલની ગંભીરતાને ધ્યાને રાખી મૃતકના સબંધીઓને બોલાવી તેમને આપેલો મરણનો દાખલો જોવા માંગી અને તે ફાડી નાખ્યો હતો.ત્યારબાદ તબીબે એમએલસી જાહેર કરી અને સવારે 6:30 વાગ્યે ફરી નિમિસભાઈને મૃત જાહેર કરી હોસ્પિટલ ચોકીમાં જાણ કરી હતી.

જેથી આધેડનો મૃતદેહ પોસ્ટમોર્ટમ રુમે ખસેડયો હતો.તેમજ હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ એડીની જાણ તાલુકા પોલીસ મથકમાં કરી હતી.ત્યારબાદ તાલુકા પોલીસે સિવિલ હોસ્પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી.નિમિસભાઈ એપાર્ટમેન્ટ માં સિક્યોરિટીની નોકરી કરતા હતા.તેઓ પાંચભાઈ અને એક બહેનમાં ચોથા નંબરના હતા.અત્રે ઉલ્લેખનીય છે કે,સિવિલ હોસ્પિટલમાં અગાઉ સ્ટાફે બેદરકારી દાખવી એક દર્દીને અન્ય બ્લડ ગ્રૂપનું લોહી ચડાવી દેવાયું હતું જેમાં દર્દીની હાલત અતિ ગંભીર થઈ હતી.બીજી ઘટનામાં તબીબના વાંકે એક મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે કલાકો રજળ્યો હતો.આવી બેદરકારીઓ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અનેક વાર સામે આવે છે.

Continue Reading

Trending