Connect with us

રાષ્ટ્રીય

BCCIએ જાહેર કર્યું સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પ્લેયર્સનું લીસ્ટ:  ઈશાન કિશન અને શ્રેયર અય્યર બહાર, આ ખેલાડી  નંબર વન પર

Published

on

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 3-1થી આગળ છે. ટીમ ઈન્ડિયાના આ જોરદાર પ્રદર્શન બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મોટી જાહેરાત કરી છે. BCCIએ આ વર્ષ માટે ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે, જેમાં કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. બોર્ડ દ્વારા 28 ફેબ્રુઆરી, બુધવારે વાર્ષિક કરારની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં સૌથી મોટા સમાચાર શ્રેયસ અય્યર અને ઈશાન કિશનને લઈને આવ્યા હતા.બીસીસીઆઈની અનેક વિનંતીઓ છતાં રણજી ટ્રોફી ન રમવા બદલ બંને ખેલાડીઓને સજા કરવામાં આવી છે.તેમણે 28મી ફેબ્રુઆરીએ આ કરાર કર્યો હતો. સતત પ્રદર્શન કરી રહેલા યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલને પ્રથમ વખત કોન્ટ્રાક્ટ મળ્યો છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, ટીમ ભારતનું પ્રતિનિધિત્વ કરતા ખેલાડીઓને દર વર્ષે 12 મહિનાનો કોન્ટ્રાક્ટ આપે છે, જેના હેઠળ તેમને એક નિશ્ચિત રકમ મળે છે, પછી ભલે તેઓ તે વર્ષમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમે કે ન રમે. BCCIએ તેમને 4 ગ્રેડમાં વિભાજિત કર્યા છે – A+, A, B અને C. ટોચ પર A+ છે, જેમાં એકને દર વર્ષે રૂ. 7 કરોડ મળે છે, જ્યારે Aમાં ખેલાડીઓને રૂ. 5 કરોડનો પગાર મળે છે. જ્યારે B ગ્રેડના ખેલાડીઓને 3 કરોડ અને C ગ્રેડના ખેલાડીઓને 1 કરોડ રૂપિયા મળે છે.

A+ ગ્રેડ
આ ગ્રેડમાં 4 સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓ છે, જેઓ ત્રણેય ફોર્મેટમાં રમે છે અને સતત ટીમનો ભાગ છે. આ ગ્રેડમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને હજુ પણ માત્ર 4 ખેલાડીઓ છે – રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા.

A ગ્રેડ

આ ગ્રેડમાં 6 ખેલાડીઓ સામેલ છે, જેમાં કેએલ રાહુલ, મોહમ્મદ સિરાજ અને શુભમન ગિલને પ્રમોશન મળ્યું છે. આ ખેલાડીઓ A ગ્રેડનો ભાગ છે – રવિચંદ્રન અશ્વિન, શુભમન ગિલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યા.

B ગ્રેડ

આ ગ્રેડમાં 5 કરોડ રૂપિયાના વાર્ષિક પગાર સાથે 5 ક્રિકેટર છે, જેમાં સૌથી નવા પ્રવેશનાર યશસ્વી જયસ્વાલ છે. યશસ્વીને પહેલી વાર કોન્ટ્રાક્ટ મળ્યો અને સીધો B ગ્રેડમાં સ્થાન મળ્યું. જ્યારે ઋષભ પંત અને અક્ષર પટેલ ડિમોટ થયા બાદ અહીં આવ્યા છે – સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને યશસ્વી જયસ્વાલ.

C ગ્રેડ

આ સૌથી ઓછા પગારના ગ્રેડમાં કુલ 15 ખેલાડીઓને સ્થાન મળ્યું છે, જેમાંથી ઉમેશ યાદવ, ઈશાન કિશન અને શ્રેયસ અય્યર જેવા ગત વર્ષના ખેલાડીઓને બાકાત રાખવામાં આવ્યા છે. જ્યારે રજત પાટીદાર, રિંકુ સિંહ, તિલક વર્મા જેવા નવા ખેલાડીઓને તક મળી છે. આ 15 ખેલાડીઓ છે- રિંકુ સિંહ, તિલક વર્મા, રૂતુરાજ ગાયકવા, શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, કેએસ ભરત, પ્રસીદ કૃષ્ણા, અવેશ ખાન અને રજત પાટીદાર. .

ઝડપી બોલિંગ કરાર

આ સિવાય બીસીસીઆઈએ ફાસ્ટ બોલરોને સદ્ધર બનાવવા માટે 5 ખેલાડીઓને ખાસ કોન્ટ્રાક્ટ પણ આપ્યા છે. બોર્ડે તેની અખબારી યાદીમાં જણાવ્યું કે પસંદગી સમિતિની ભલામણના આધારે 5 ખેલાડીઓને ઝડપી બોલિંગનો કરાર આપવામાં આવ્યો છે, જેમાં ઉમરાન મલિક, આકાશ દીપ જેવા નામ સામેલ છે. આ ખેલાડીઓને ફિક્સ વાર્ષિક પગાર પણ મળશે પરંતુ BCCIએ હજુ સુધી આ રકમનો ખુલાસો કર્યો નથી. આ 5 બોલરો તેમાં સામેલ છે – ઉમરાન મલિક, આકાશ દીપ, વિજયકુમાર વૈશાક, વિદ્વપ કવેરપ્પા અને યશ દયાલ.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Sports

દિલ્હી કેપિટલ્સને લાગ્યો મોટો ઝટકો!! કેપ્ટન રિષભ પંત એક મેચ માટે સસ્પેન્ડ, ફટકાર્યો લાખોનો દંડ, જાણો શું સમગ્ર મામલો

Published

on

By

દિલ્હી કેપિટલ્સને જોરદાર ઝટકો લાગ્યો છે. BCCIએ ટીમના કેપ્ટન રિષભ પંતને સસ્પેન્ડ કરી દીધો છે.રિષભ પંતને રાજસ્થાન રોયલ્સ સામે મેચમાં દિલ્હી કેપિટલ્સના સ્લો ઓવર-રેટ ગુનાના કારણે એક મેચ માટે બેન કરી દેવાયો છે. પંત પર 30 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે.

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને IPL કોડ ઓફ કંડક્ટનું ઉલ્લંઘન કરવા માટે એક મેચ માટે બેન કરવામાં આવ્યો છે. પંતની ટીમે રાજસ્થાન રોયલ્સ સામે IPL 2024ની મેચ 56 દરમિયાન સ્લો ઓવર રેટ હેઠળ બોલિંગ કરી હતી. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 7 મે 2024એ થઈ હતી. પંતે મિનિમમ ઓવર રેટ સંબંધિત ઓફેન્સ હેઠળ IPLના કોડ ઓફ કંડક્ટ હેઠળ પંતની ટીમનો આ સિઝનનો આ ત્રીજો ગુનો હતો. તેથી રિષભ પંત પર 30 લાખ રૂપિયાનો દંડ લગાવાયો અને એક મેચ માટે બેન કરવામાં આવ્યો. હવે ઈમ્પેક્ટ પ્લેયર સહિત પ્લેઈંગ ઈલેવનના બાકી સભ્યો પર વ્યક્તિગત રીતે 12 લાખ રૂપિયા કે તેની સંબંધિત મેચ ફી ના 50 ટકા જે પણ ઓછો દંડ લગાવાયો છે.

રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ધીમી ઓવર રેટના કારણે મેચ રેફરીએ પંતને આ સજા આપી હતી. પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીએ આ નિર્ણય સામે અપીલ કરી હતી, ત્યારબાદ BCCI લોકપાલે તેના પર વર્ચ્યુઅલ સુનાવણી કરી હતી.તે બાદ મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા માનવામાં આવ્યો. માત્ર પંત જ નહીં, પરંતુ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ અન્ય ખેલાડીઓ અને ઈમ્પેક્ટ પ્લેયરોને પણ 12 લાખ રૂપિયા અથવા મેચ ફીના 50 ટકા (જે ઓછું હોય તે) દંડ ફટકારવામાં આવ્યો છે.

Continue Reading

રાષ્ટ્રીય

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 65.68% મતદાન, ચૂંટણી પંચે 4 દિવસ બાદ જાહેર કર્યા આંકડા, જાણો ગુજરાતમાં કેટલું થયું વોટીંગ?

Published

on

By

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે. ત્યારે મતદાનના ચાર દિવસ બાદ ચૂંટણી પંચે ત્રીજા તબક્કાની ચૂંટણી માટે મતદાનના આંકડા જાહેર કર્યા છે. જેમાં સામે આવ્યું છે કે ચૂંટણીના ત્રીજા તબક્કાનું ફાઈનલ મતદાન 65.68 ટકા છે. ચૂંટણી પછી પણ ચૂંટણી પંચે ડેટા જાહેર કર્યો હતો. જેમાં 64.40 ટકા મતદાન થયું હોવાનું સામે આવ્યું હતું, જો કે શનિવારે જાહેર કરવામાં આવેલ ડેટા ચૂંટણીના દિવસે જાહેર કરવામાં આવેલા આંકડા કરતા લગભગ 1 ટકા વધુ છે.

ત્રીજા તબક્કામાં કયા રાજ્યમાં કેટલું મતદાન?

ત્રીજા તબક્કામાં આસામમાં 85.45 ટકા, છત્તીસગઢમાં 71.98 ટકા, બિહારમાં 59.15 ટકા, ગુજરાતમાં 76.06 ટકા, પશ્ચિમ બંગાળમાં 77.53 ટકા, યુપીમાં 57.55 ટકા, કર્ણાટકમાં 71.84 ટકા અને મધ્યપ્રદેશમાં 66.75 ટકા મતદાન નોંધાયું હતું. 2019ના મતદાનની ટકાવારીની સરખામણીમાં, 2024ના ત્રીજા તબક્કાની કુલ મતદાન ટકાવારીમાં લગભગ બે ટકા ઓછું મતદાન નોંધાયું છે.

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ પૂર્ણ થયું હતું. આ દિવસે 11 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠકો પર મતદાન થયું હતું. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ત્રીજા તબક્કામાં પુરુષોનું મતદાન 66.89 ટકા, મહિલાઓનું મતદાન 64.41 ટકા અને ત્રીજા લિંગનું મતદાન 25.2 ટકા હતું.

કોંગ્રેસ પાર્ટીએ અંતિમ આંકડા જાહેર કરવામાં વિલંબ કરવા બદલ ચૂંટણી પંચ પર પણ પ્રહારો કર્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સવાલ ઉઠાવ્યો હતો કે ચૂંટણી પંચનું આ વલણ યોગ્ય નથી. તેમણે કહ્યું હતું કે, ડેટા મોડો જાહેર કરવા પાછળનું કારણ શું છે? તેમણે કહ્યું કે અગાઉની ચૂંટણીઓમાં પંચ 24 કલાકની અંદર અંતિમ આંકડા જાહેર કરી દેતું હતું પરંતુ હવે વિલંબ કેમ થઈ રહ્યો છે. જો કે ચૂંટણી પંચે ખડગેના સવાલ પર સખત નારાજગી વ્યક્ત કરી છે. પંચે કહ્યું છે કે ખડગે દ્વારા જે પ્રકારના નિવેદનો અને આક્ષેપો કરવામાં આવ્યા છે તે સ્વસ્થ લોકતંત્ર માટે સારા નથી. આનાથી નિષ્પક્ષ મતદાન અંગે મૂંઝવણ ફેલાઈ શકે છે.

Continue Reading

રાષ્ટ્રીય

‘જો મોદી જીતશે તો આવતા વર્ષે શાહને PM બનાવશે…યોગીને CM પદ પરથી હટાવશે’ જેલમાંથી બહાર આવ્યા બાદ બોલ્યા અરવિંદ કેજરીવાલ

Published

on

By

39 દિવસ બાદ જેલમાંથી બહાર આવેલા સીએમ કેજરીવાલ પોતાની પહેલી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમની સાથેપંજાબના સીએમ ભગવંત માન પણ હાજર રહ્યા હતાં.કેજરીવાલે પણ ભાષણ શરુ કરતા જ જનતાનો આભાર માન્યો હતો અને કહ્યું હતુ કે અપેક્ષા નહોતી કે ચૂંટણી સમયે હું બહાર આવી શકીશ.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે જો પીએમ મોદી આ ચૂંટણી જીતી જશે તો બે મહિનામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બદલાઈ જશે. તેમણે વધુમાં કહ્યું કે પીએમ મોદી આવતા વર્ષે 75 વર્ષના થઈ રહ્યા છે અને દાવો કર્યો કે તેઓ 17 સપ્ટેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. PM મોદી આવતા વર્ષે અમિત શાહને PM બનાવશે. મોદીજી પોતાના માટે વોટ નથી માંગી રહ્યા, તેઓ અમિત શાહ માટે વોટ માંગી રહ્યા છે.

સીએમ કેજરીવાલે કહ્યું કે અમારી પાર્ટી અને દેશવાસીઓ બજરંગબલીના આશીર્વાદ ધરાવે છે. એક ચમત્કાર થયો અને હું તમારી વચ્ચે છું. હું જેલમાંથી સીધો જનતા સમક્ષ આવ્યો છું. આપણી આમ આદમી પાર્ટી એક નાની પાર્ટી છે જે માત્ર 2 રાજ્યોમાં છે. પીએમ મોદીએ અમારી પાર્ટીને કચડી નાખવામાં કોઈ કસર છોડી નથી. અમારી પાર્ટીના ચાર ટોચના નેતાઓને જેલમાં મોકલવામાં આવ્યા હતા. જો મોટી પાર્ટીઓના ચાર મોટા નેતાઓને જેલમાં મોકલવામાં આવે તો પાર્ટી બરબાદ થઈ જાય છે પરંતુ AAP સાથે આવું ન થયું. આ એક વિચાર છે જે હંમેશા વધશે.

કેજરીવાલે કહ્યું કે જે લોકો પીએમ મોદીને મળવા જાય છે, તેઓ પણ અમને ઓળખે છે. તે અમને કહે છે કે જ્યારે પણ પીએમ મોદી તેમને મળે છે, ત્યારે તેઓ ફક્ત કેજરીવાલ અને AAP વિશે પૂછે છે.

કેજરીવાલે કહ્યું કે પીએમ મોદી કહે છે કે તેઓ ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા છે પરંતુ તેમણે દેશના સૌથી મોટા ચોરોને પોતાની પાર્ટીમાં સામેલ કર્યા છે. તેમણે આવા લોકો સામે ED-CBIના તમામ કેસ બંધ કરી દીધા. હું પીએમ મોદીને કહેવા માંગુ છું કે જો તેઓ ભ્રષ્ટાચાર સામે લડવા માંગતા હોય તો કેજરીવાલ પાસેથી શીખો.

Continue Reading

Trending