Connect with us

અમરેલી

ચૂંટણી ઇફેકટ: અમરેલીમાં 63 શખ્સોને પાસા, 200 તડીપાર

Published

on

જિલ્લા ના કાયદો અને વ્યવસ્થા ના સમાહેતા હિમકરસિહ દ્વારા અમરેલીમાં 92 22 ની અટકાયત.. 200 માથાભારે જિલ્લામાંથી હદ પર 63 શખ્સો સામે પાસા 955 હથિયાર જમા દારૂૂના 521 કેસ જિલ્લામાં 16 ચેક પોસ્ટ પર 22 ટિમ તૈનાત છે. અમરેલી લોકસભાની બેઠકમાં લોકો ભય વગર મતદાન કરી શકે તે માટે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા 92 22 શખ્સો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે તેમની વિગત આપતા જિલ્લા પોલીસ વડા હિમકરસિહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જિલ્લાના તમામ લોકો કોઈ પણ પ્રકારના ભય વગર મતદાન કરી શકે તે માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ દ્વારા 1043 ને હદ પર કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી તેમાંથી 200 ને અમરેલી જિલ્લા માંથી હદ પાર કરાયા છે જ્યારે 63 શખ્સોને પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે પ્રોહિબિશન મુજબ 780 સામે કાર્યવાહી કરવામાં આવી છે અમરેલી શહેરમાં પ્રવેશ અને બહાર નીકળવાના રસ્તાઓ પર જિલ્લામાં 16 ચેક પોસ્ટ કાર્યરત કરવામાં આવી છે જેમાં પોલીસની 22 ટિમ સતત કાર્યવાહી કરી રહી છે દેશી દારૂૂના ફુલ 502 કેસ કરીને 2606 લીટર દારૂૂ જપ્ત કરાયો છે જ્યારે ઇંગ્લિશ દારૂૂના 19 કેસો કરીને 3006 બોટલ દારૂૂ જપ્ત કરવામાં આવ્યો છે કુલ 32 લાખ 69 હજાર 459 નો મુદ્દા માલ જપ્ત કરાયો છે આ ઉપરાંત દોઢ કિલો ગાંજો પણ જપ્ત કરવામાં આવ્યો છે.

અમરેલી

કુંકાવાવ તાલુકા ભાજપ પ્રમુખ પર બૂથના નાણાં કટકી કર્યાનો આક્ષેપ

Published

on

By


અમરેલીના કુંકાવાવમાં લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના બુથના કાર્યકર્તા માટે બુથ દીઠ સ્લીપ, વિતરણ, એજન્ટ અને સમગ્ર દિવસના ચા, પાણી, ઠંડા પીણાના ખર્ચ માટે રકમ આપવામાં આવે છે. આ રકમ સમગ્ર અમરેલી જિલ્લાના બુથોમાં આપવામાં આવેલી તેમથી કુંકાવાવમાં પણ નવ જેટલાં બુથ હોવાથી મોટી રકમ આવેલી હતી. આ સમગ્ર વહીવટ પાર્ટીના સંગઠન દ્વવારા કરવામાં આવતો હોવાથી તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલ અંટાળા દ્વારા આ રકમની ફાળવણી કરાઈ હતી તે રકમ કાર્યકર્તા સુધીના પહોંચતા કુંકાવાવમાં ભાજપ કાર્યકર્તાઓનો કકળાટ ચાલુ થયો હતો. કુંકાવાવ ના સ્થાનિક વોટ્સઅપ ગ્રુપ ફોજી ગ્રુપ અને કુંકાવાવ પરિવાર નામના ગ્રુપમાં સરપંચ, ગોપાલ અંટાળા અને ભગા કુંજડીયા બુથના પૈસા ખાઈ ગયા ના મેસેજ વાઇરલ થતા ભાજપમાં ખડભાડાત જોવા મળ્યો હતો.

આ બાબતથી અકળાઈને તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલ અંટાળા દ્વારા સોશ્યલ મીડિયા ગ્રુપમાં બદનક્ષી કારક મેસેજ કરી માનહાની થયાની લેખિત ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરેલ હતી તેમાં જણાવ્યા અનુસાર તાલુકા ભાજપ પ્રમુખ ને બદનામ કરવાનાં ઈરાદાથી તારીખ 09/05/2024ના રોજ 4:50 અને 10:15 વાગ્યે ફોજી ગ્રુપ અને કુંકાવાવ પરિવાર ગ્રુપમાં મેસેજ વાઇરલ કરેલ જેમા કુંકાવાવ ભાજપ માં ભ્રસ્ટાચાર ના મેસેજ કરેલ જેમા બુથના પૈસા અને સહીત ગુમ કર્યાના ત્રણ વ્યક્તિઓ પર આરોપ કરવા બદલ તે મેસેજ વાઇરલ કરનાર જગદીશ મનસુખભાઈ મૂંગળા 9879539849 તથા નિલેશ નામનો વ્યક્તિ જેના મોબાઈલ નંબર 9664812954 વિરુદ્ધ માનહાની કરી નુકશાન પહોંચાડ્યા બાબતની ફરિયાદ માટેની લેખિત અરજી કરવમાં આવી હતી. ચૂંટણી પૂર્ણ થતા જ અમરેલી જિલ્લા ભાજપમાં ભડકા ની સ્થિતિ સામે આવતી જોવા મળી રહી છે તે બતાવે છે કે ભાજપમાં જુઠવાદ ચરમસીમા પર છે તેનું પરીણામ લોકસભા ચૂંટણીમાં જોવા મળી શકે. હાલ તો આ બાબતે પોલીસ કોઈ કાર્યવાહી ક્કરે છે કે ફરિયાદ પરત ખેંચાઈ તે જોવાનુ રહયું.

Continue Reading

અમરેલી

થેંક યૂ પણ ન બોલી શકે તેવા ઉમેદવારને ટિકિટ આપી ભાજપના કાર્યકરો સાથે દ્રોહ કરાયો છે: સંઘાણી બાદ કાછડિયાએ તોપ ફોડી

Published

on

By

કાલે ભાજપમાં આવેલા સ્ટેજ ઉપર બેસે અને 35-35 વર્ષથી બુંગણ પાથરતા સિનિયરોને સામે બેસવું પડે તે કેટલે અંશે વાજબી ?

દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઈફકોના ડિરેકટરની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ વાળા ઉમેદવારને ભાજપના જ કદાવર નેતાઓએ હરાવી દેતા ગુજરાત ભાજપમાં આવેલા ભુકંપ બાદ હવે આફટર શોક પણ શરૂ થયા હોય તેમ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીના ઈલુ ઈલુ વાળા નિવેદન સામે અમરેલીના ભાજપના સાંસદ નારણભાઈ કાછડીયાએ પણ બળાપો કાઢી આડકતરો જડબાતોડ જાબ આપ્યો છે.


ગઈકાલે ઈફકોના ડિરેકટરની ચૂંટણી બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સરકારી ક્ષેત્રમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ચાલતું ઈલુ ઈલુ બંધ કરલા મેન્ડેટ પ્રથા લાવ્યાના આપેલા નિવેદન સામે ભાજપના જુના જોગી અને ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ આકરો જવાબ આપ્યાના ગણતરીના કલાકોમાં જ તેના રાજકીય ગઢ અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ પણ સી.આર.પાટીલની નીતિ રીતિ સામે વેધક સવાલો ઉઠાવ્યા છે.


ખાસ કરીને કોંગ્રેસનાં નેતાઓને રાતોરાત ભાજપમાં ભેળવી ટિકીટો અને હોદ્દાઓની લહાણી કરી પક્ષના જ શક્તિશાળી નેતાઓને કદ પ્રમાણે વેતરલાની ચાલતી પ્રવૃતિ સામે હવે ભાજપના જ નેતાઓ કાર્યકરોમાં દબાયેલી સ્પીંગ ઉછળી રહી હોય તેવા સૂર બહાર આવી રહ્યાં છે. આજે ઈફકોની ચૂંટણીમાં દિલીપ સંઘાણી ચેરમેન તરીકે બિનહરીફ ચુંટાતા અમરેલીના સાવરકુંડલામાં ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો તેમાં સાંસદ નારણભાઈ કાછડીયાએ જાહેરમાં નારાજગી વ્યકત કરી હતી.


અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ સનસનીખેજ આરોપ લગાવ્યો કે અમરેલીમાં મજબૂત ચહેરાઓ હતા પણ તેમને ટિકિટ મળી ન હતી. ગુજરાતીમાં થેંક્યુ પણ ના બોલી શકે તેવા ઉમેદવારને ટિકિટ આપીને કાર્યકરો સાથે દ્રોહ કરાયો છે. હું અહિંથી સમગ્ર જિલ્લાના કાર્યકરોને મેસેજ આપુ છુ કે તમારો નારણ કાછડીયા હજી જીવે છે, ભાજપના કાર્યકરો માટે છેલ્લા શ્ર્વાસ સુધી હું લડી લઈશ.


તેમણે જણાવેલ કે, ગઈકાલે દિલીપભાઈએ કહ્યું કે, કોંગ્રેસમાંથી કે આપમાંથી સવારે આવે, બપોરે તેમને હોદો મળે અને બીજા દિવસે એમને કેબિનેટના મંત્રીના પદ મળી જાય… સંગઠનના પદ મળી જાય… ધારાસભ્યની ટિકીટો મળી જાય… તો ભાજપના સાંસદ તરીકે કહું છું કે, તમે તેને પાર્ટીમાં લ્યો કોઈ વાંધો નથી, તમે પાર્ટીના નિયમો પ્રમાણે લેવા જોઈએ અને પાણે લઈએ… આપણે સરવાળો કરવાનો છે. બાદબાકી નથી કરવાની. પરંતુ ભાજપના કાર્યકરોના ભોગે નહીં. ભાજપનો કાર્યકર 35-35 વર્ષથી બુંગણ પાથરતો હોય, ભાજપના ઝંડા લગાડતો હોય, ભાજપના નારા લગાવતો હોય પણ તમે કાલે લઈ આવો તે સ્ટેજ ઉપર બેસતો હોય અને ભાજપનો સિનિયર કાર્યકર સામે બેઠો હોય તે કેટલે અંશે વ્યાજબી છે.


અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ ચૂંટણીના મતદાન બાદ હવે બળાપો વ્યક્ત કર્યો છે. તેમણે એક બેઠકમાં કહ્યું હતું કે હું 35 થી 40 વર્ષથી ભાજપ સાથે જોડાયેલો છું અને કાર્યકર્તા સાથે જોડાયેલો છું. કાર્યકર માટે રાત્રિના પણ કોલ કરજો, તમારા માટે હું દોડ્યો આવીશ. તેમણે આરોપ પણ લગાવ્યો કે ભાજપના કાર્યકર્તાઓને તોડવાની ધમકીઓ આપતા હતા અને પોલીસની ધમકીઓ આપતા હતા.


કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ સામે નારણ કાછડીયાની નારાજગી બહાર આવી હતી. કોંગ્રેસને પ્રોત્સાહન મળે ટિકિટ મળે ને ભાજપના કાર્યકરને સામે બેસવું પડે તે વ્યાજબી નથી તેમ જણાવતાં નારણ કાછડીયાએ કહ્યું કે ભાજપની વિશાળ કાર્યકર્તાઓની ફોજ હોવા છતાં વિપક્ષ હંફાવે છે. અમરેલી લોકસભામાં દોઢ લાખ મત ઓછા પડ્યા તેમ નારણ કાછડીયાએ જણાવ્યું હતું.


તેમણે કહ્યું કે 2019 માં 2 લાખ ઉપરાંતની જીત્યા હતા કે જિલ્લા પંચાયત કે એકપણ ધારાસભ્ય ન હતા છતાં ભાજપને લીડ મળી હતી.


અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર અંગે સિલેક્સનમાં 23 લાખની વસ્તી અને 17 લાખ મતદાતાઓનો ભાજપે દ્રોહ કર્યો હોવાનો આરોપ નારણ કાછડીયાએ લગાવ્યો હતો.


નારણ કાછડીયાએ સનસનીખેજ આરોપ લગાવતાં કહ્યું કે અમરેલી બેઠકમાં દિલીપ સંઘાણી, મુકેશ સંઘાણી, બાવકુ ઊંધાડ, ડો.કાનાબાર, હિરેન હીરપરા જેવા ભાજપમાં મજબૂત ચહેરાઓ હતા પણ ગુજરાતીમાં થેંકયુ પણ ના બોલી શકે તેવા ઉમેદવારને ટિકીટ આપી તે ભાજપના કાર્યકર સાથે દ્રોહ કર્યો છે.

Continue Reading

અમરેલી

અમરેલીના જાફરાબાદમાં ચૂંટણી મતદાન મથકમાં મહિલાનું મોત, હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું અનુમાન

Published

on

By

લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું અને બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ આજે સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન જોરશોરથી ચાલી રહ્યું છે. 11 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન યોજાયું. ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 25 બેઠકો પર મતદાનની સાથે જ વિધાનસભાની પણ 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન યોજાયું. આમ હવે 25 સીટ પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જંગ જામ્યો છે. આ ઉપરાંત પોરબંદર, વિજાપુર, ખંભાત, વાઘોડિયા અને
માણાવદર એમ 5 વિધાનસભા સીટની પેટાચૂંટણી પણ યોજાઈ. ત્યારે નાગરિકો લાકશાહીના મહાપર્વના રંગમાં રંગાવવા વહેલી સવારથી મતદાન કરી રહ્યાં છે અને નાગરિકોમાં મતદાન કરવાનો ઉત્સાહ પણ અનેરો જોવા મળી રહ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે એક દુખદ ઘટના સામે આવી છે. અમરેલીના જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક પર ફરજ દરમ્યાન ઢળી પડ્યા હતાં, તેમનું મોત થયું છે.

જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક પર ફરજ દરમ્યાન ઢળી પડ્યા હતાં. જેઓ ચૂંટણી કામગીરી કરી રહ્યાં હતાં. કૌશિકબેન બાબરીયા નામની મહિલા કર્મચારી ચૂંટણી કામગીરી કરી રહ્યાં હતાં અને તેઓ અચાનક ઢળી પડ્યા હતા. તે દરમિયાન મૃત્યુ થતાં બુથ પર ગમગીન વાતાવરણ છવાયું હતું. અત્રે જણાવીએ કે, જેમનુ મોત હાર્ટ એટેકથી થયાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે.

Continue Reading

Trending