Connect with us

ક્રાઇમ

‘અમારી શેરીમાંંથી બાઈક લઈ કેમ નીકળ્યો’ કહી સગીરને બે શખ્સોએ છરીના ઘા ઝીંક્યા

Published

on

ચુનારાવાડમાં ધુળેટીની રાત્રે અમારી શેરીમાંથી બાઈક લઈ કેમ નિકળ્યો કહી સગીરને બે શખ્સોએ છરીના ઘા ઝીંકી હુમલો કર્યો હતો. આ અંગે પોલીેસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ચુનારાવાડ-4માં રહેતા હંસાબેન રણજિતભાઈ ધાંધલ નામની મહિલાએ બાજુની શેરીમાં રહેતા નીલુ અને સાહિલ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગત તા.25ની રાતે પુત્ર પ્રતાપ બાઇક લઇને ચુનારાવાડ- રૂૂમાંથી નીકળ્યો ત્યારે શેરીના નાકે નીલુ અને સાહિલ ઊભા હોય બંનેએ પુત્રને અટકાવ્યો હતો અને તું શેરીમાંથી બાઇક લઇને કેમ નીકળે છે કહી બંનેએ ગાળો ભાંડી હતી.

ત્યાર બાદ સાહિલે છરીથી હુમલો કરી હાથમાં ઘા ઝીંકી દીધો હતો. બંનેએ માર માર્યા બાદ રોડ પર પટકાયેલા પુત્રના વાળ પકડી માથું ફૂટપાથ સાથે ભટકાડી ઇજા પહોંચાડી હતી. બંને શખ્સના વધુ મારથી બચવા પુત્ર લોહીલુહાણ હાલતમાં ત્યાંથી ભાગીને ઘર પાસે આવ્યો હતો. પુત્રને હોસ્પિટલ ખસેડયો હતો. હુમલો થયા અંગે અજાણી વ્યક્તિ ઘરે આવી પોતાને જાણ કરી હતી. જેથી પોતે હોસ્પિટલ જઇ પુત્ર પાસેથી બનાવની વિગત મેળવી હતી. બે દિવસ પુત્ર સારવારમાં રહ્યાં બાદ નીલ, સાહિલ સામે ફરિયાદ નોંધાવી છે.

ધૂળેટીની રાત્રે બનેલા બનાવ અંગે ઈજાગ્રસ્ત સગીરના માતાએ થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલો કરનાર બન્ને આરોપી સામે મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બન્ને આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

ક્રાઇમ

ગાંધીનગર પાસેથી ડ્રગ્સની ફેકટરી ઝડપાઈ

Published

on

By

  • 25 કિલો એમ.ડી. ડ્રગ્સ સાથે 10ની ધરપકડ, રાજસ્થાનમાંથી પણ બે ફેક્ટરી ઝડપી લેતી અઝજ અને ગઈઇની ટીમ: 100 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

સૌરાષ્ટ્ર-ગુજરાતના 1600 કિલોમીટરનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયા માટે સ્વર્ગ બની ગયું છે અગાઉ સૌરાષ્ટ્રના સાગરકાંઠે અનેક વખત ડ્રગ્સના ક્ધસાઈમેન્ટ ઝડપાયા છે ત્યારે ડ્રગ્સ રેકેટનું હબ બની ગયેલા ગુજરાતના પાટનગર ગાંધીનગરમાંથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. એનસીબી અને એટીએસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પર છાપો મારી 25 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી લીધા બાદ પગેરુ છેક રાજસ્થાન સુધી નિકળ્યું હતું અને બાદમાં રાજસ્થાનમાં પણ ડ્રગ્સ બનાવતી બે ફેક્ટરી ઝડપી લઈ કુલ 10 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ત્રણ ફેક્ટરીમાંથી 100 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યુ હોવાનું જાણવા મળ્યું છે.

ગાંધીના ગુજરાતમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ છે ત્યારે હવે ડ્રગ માફિયાઓએ ગુજરાતને ડ્રગ્સનું હબ બનાવી દીધું છે. અગાઉ સૌરાષ્ટ્ર-ગુજરાતના સાગર કાંઠેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયા બાદ હવે ડ્રગ માફિયાઓ એક ડગલું આગળ ચાલીને ગુજરાતમાં જ ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી શરૂ કરી દીધી હતી.

ગાંધીનગરથી 10 કિલોમીટર દૂર પીપળેજ ગામની સીમમાં મકાન ભાડે રાખીને તેમાં એમડી ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાની એનસીબી અને એટીએસને મળેલી ચોક્કસ માહિતીના આધારે એસઓજીના કાફલાને સાથે રાખી છાપો મારવામાં આવ્યો હતો. જેમાં ફેક્ટરીમાંથી રૂા. 25 કરોડની કિંમતનું એમ.ડી. સિન્થેટીક ડ્રગ્સનો જત્થો મળી આવતા 25 કિલો ડ્રગ્સનો જથ્થો કબ્જે કરવામા આવ્યો હતો અને બે રાજસ્થાની શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.

ડ્રગ્સની ફેક્ટરી સાથે પકડાયેલા બન્ને રાજસ્થાની શખ્સોની આગવીઢબે પૂછપરછ કરતા રાજસ્થાનમાં પણ બે સ્થળે એમડી ડ્રગ્સની ફેક્ટરી ધમધમતી હોવાની માહિતી આપતા એટીએસ દ્વારા રાજસ્થાન પોલીસનો પણ સંપર્ક કરી રાજસ્થાનમાં ધમધમતી એમડી ડ્રગ્સની બે ફેક્ટરી પર દરોડા પાડી કરોડો રૂપિયાના એમ.ડી. ડ્રગ્સ સાથે 8 શખ્સોની ધરપકડ કરવામા આવી છે.

ગુજરાતના ગાંધીનગર અને રાજસ્થાનમાંથી કુલ 3 એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી મળી આવી છે કેમીકલના ઓઠા હેઠળ ડ્રગ્સની ફેક્ટરી શરૂ કરવામા આવી હતી અને કેમીકલ બનાવવાના બહાને ડ્રગ્સ બનાવી ભારતભરમાં ડ્રગ્સ સપ્લાય કરવામા આવતું હોવાનું જબરજસ્ત રેકેટ બહાર આવ્યું છે. આ અંગે સાંજે ચાર વાગ્યે એટીએસ દ્વારા પ્રેસકોન્ફરન્સમાં માહિતી જાહેર કરાવમા આવનાર હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

રાજસ્થાનના બાડમેરમાં ગુજરાત ATSની ટીમ ઉપર હુમલો
ગુજરાત અને રાજસ્થાનમાંથી આજે ડ્રગ્સની ત્રણ ફેક્ટરીઓ એન્ટી ટેરેરીસ્ટ સ્કવોડે ઝડપી લીધાના અહેવાલો વચ્ચે રાજસ્થાનના બાડમેર જિલ્લાના ધોરી મન્ના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુજરાત એટીએસની ટીમ ઉપર એક આરોપીના પરિવારજનોએ હુમલો કર્યાના અહેવાલો મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ ગુજરાત એટીએસની ટીમ ધોરીમના પોલીસ સ્ટેશનના એક વિસ્તારમાં સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર એક વોન્ટેડ આરોપીને પકડવા જતાં આરોપીના પરિવારજનોએ એટીએસની ટીમને ઘેરી લઈ ઝપાઝપી કરી તેની ઉપર હુમલો કર્યાના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટના બાદ ધોરીમન્ના પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને હુમલો કરનાર વોન્ટેડ આરોપીના ચાર જેટલા પરિવારજનોને અટકાયતમાં લીધા હતાં. જો કે, વોન્ટેડ આરોપી નાશી છુટવામાં સફળ થયાનું જાણવા મળે છે.

Continue Reading

ક્રાઇમ

પત્ની રિસામણે આવતા પતિ સહિતના શખ્સોનો બહેન ભાઈ ઉપર હુમલો

Published

on

By

શહેરમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલી માલધારી સોસાયટીમાં પતિના ત્રાસથી પરિણીતા ભાઈના ઘરે ચાલી આવી હતી જેથી બનેવી સહિતના શખ્સોએ ઘરે આવી પત્ની અને સાળા ઉપર હુમલો કરી માર માર્યો હતો હુમલામાં ઘવાયેલા બેન-ભાઈને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલી માલધારી સોસાયટીમાં રહેતા જીતુભાઈ વલ્લભભાઈ રાઠોડ (ઉ.વ.29) અને તેની બહેન સરોજબેન વિશાલભાઈ સોલંકી (ઉ.વ.20) બંને રાત્રીના પોતાના ઘરે હતા ત્યારે મધરાત્રે ત્રણેક વાગ્યાના અરસામાં બનેવી વિશાલ કિશન અને અજુ કિશન સહિતના શખ્સો છરી ધોકા સાથે ધસી આવ્યા હતા અને જીતુભાઈ રાઠોડ અને સરોજબેન સોલંકી ઉપર હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા જીતુભાઈ રાઠોડ અને સરોજબેન સોલંકીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પ્રાથમિક પૂછપરછમાં સરોજબેન 15 વર્ષની હતી ત્યારે વિશાલ તેને ઉપાડી ગયો હતો અને મારકુટ કરતો હતો. પતિના ત્રાસથી કંટાળી સરોજબેન સોલંકી માલધારી સોસાયટીમાં રહેતા પોતાના ભાઈ જીતુભાઈ રાઠોડના ઘરે ચાલી આવી હતી ત્યારે વિશાલ પોતાના ભાઈ સહિતના શખ્સો સાથે આવી જીતુ રાઠોડને તે કેમ સરોજને સાચવી છે તેમ કહી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે બી ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ક્રાઇમ

હરી ઘવા રોડ પર લુખ્ખા શખ્સોનો આતંક: અમૂલ પાર્લરમાં તોડફોડ કરી વેપારીનો હાથ ભાંગી નાખ્યો

Published

on

By

શહેરના હરી ઘવા મેઇન રોડ પર લૂખ્ખા શખ્સોએ આંતક મચાવી અમૂલ પાર્લરમાં તોડફોડ કરી વેપારી વૃદ્ધનો હાથ ભાંગી નાખ્યો હતો. રાત્રે દુકના પાસે ગાળો બોલતા શખ્સોને ટપારતા ‘હમણા આવુ છુ’ કહી બાદમાં ધોકા સાથે આવી ત્રણ શખ્સોએ ધમાલ મચાવી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ હરી ઘવા મેઇન રોડ પર રહેતા રાઘવભાઇ નાથાભાઇ ગાજીપરા (ઉવ.63)એ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના પુત્ર કાર્તિકને ઘરની નીચે અમુલ કુલ ક્રીમ પાર્લર આવેલું છે. ગત રાત્રે 10 વાગ્યાના અરસામાં તેઓ પુત્ર સાથે દુકાને હતા ત્યારે અજાણ્યા શખ્સોને રોડ ઉપર કોઇ સાથે ઝઘડો થતા તેઓ દુકાન પાસેથી ગળો બોલતા નીકળતા તેમને ગાળો બોલવાની ના પાડી હતી. જેથી એક શખ્સે હમણા આવુ છુ તેમ કહી ગયા બાદ થોડી વાર બાદ બાઇક અને કારમાં અજાણ્યા શખ્સો ધોકા લઇ ધસી આવ્યા હતા.

આરોપીઓએ દુકાનમાં ધોકા વડે તોડફોડ કરી કાચના થડામાં તેમજ ઓવન મશીન અને ચોકલેટ રાખવાના ફ્રીઝમાં તોડફોડ કરી રૂા.30 હજારનું નુકશાન કર્યું હતુ તથા ફરિયાદીએ આરોપીને રોકવા જતા આરોપીએ ફરિયાદના હાથમાં લાકડી મારી દેતા હાથમાં ફેક્ચર થઇ ગયું હતું. બાદમાં ત્રણેય શખ્સો તોડફોડ કરી નાશી છૂટયા હતા. આ અંગે ભકિતનગર પોલીસે રાઘવભાઇની ફરિયાદ પરથી અજાણ્યા ત્રણ શખ્સો સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Continue Reading

Trending