Connect with us

Sports

ધોનીનો ચાહક ભાવનગરનો યુવાન ચાલુ મેચે મેદાનમાં ઘુસી ગયો, પગે પડી ભેટી પડયો

Published

on


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફરી એક વખત સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. 10 મેના રોજ ફરી એક વખત દર્શક સ્ટેડિયમની અંદરની બાઉન્ડરી કૂદીને મહેન્દ્રસિંહ ધોની પાસે છેક પિચ સુધી પહોંચી ગયો હતો. આઇપીએલની લાઈવ મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર સુરક્ષાકર્મીની નજર ચૂકવીને યુવક ગ્રાઉન્ડની અંદર પહોંચી ગયો હતો અને ધોનીને પગે પડી ભેટી પડ્યો હતો. આ પ્રકારની ઘટનામાં કોઈ ગંભીર ઘટના બને તો તેની જવાબદારી કોની એવા પ્રશ્નો ઊભા થયા છે. આગાઉ જ્યારે ઓસ્ટ્રેલિયન નાગરિક સ્ટેડિયમમાં પહોંચી ગયો હતો ત્યારે ગંભીર નોંધ લેવાઈ હતી અને આ સંદર્ભે તપાસ પણ થઈ હતી. આ મામલે ક્રાઇમ બ્રાન્ચના ઇકોનોમિક ઓફેન્સ વિંગના ભરતસિંહે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે શુક્રવારે તેઓ આઇ.પી.એલ. 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટ- 2024ની ગુજરાત ટાઇટન્સ ટજ ચેન્નઈ સુપર કિંગની મેચના બંદોબસ્તમાં અમદાવાદના મોટેરામાં આવેલ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં હતા.

મેચ દરમિયાન સેક્ધડ ઈનિંગમાં ચેન્નાઇ સુપર કિંગની બેટિંગ દરમિયાન મહેંદ્રસિંહ ધોની ઓન સ્ટ્રાઈક બેટિંગ કરતા હતા. ત્યારે આશરે 11.25 વાગ્યે 19.3 ઓવર દરમિયાન આછા પીળા રંગના ટી-શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલી એક વ્યક્તિ લોઅર બાઉન્ડરી બ્લોકમાંથી પ્રેક્ષકો વચ્ચેથી નોર્થ બ્લોક બાજુની સાઇડ સ્ક્રીન તરફની જાળી કૂદી સાઇડ સ્ક્રીન તરફ અંદરના ભાગે કૂદકો મારીને એલ.ઇ.ડી વાળી બાઉન્ડરી વોલ કૂદી ગ્રાઉન્ડમાં દોડીને પિચ સુધી પહોંચી ગયો હતો. પોલીસે પીછો કરી તેને પિચ પાસે પહોંચી જઈ પકડી ગ્રાઉન્ડની બહાર લઈ આવ્યા હતા.


તે વ્યક્તિનું નામ પૂછતાં તેણે પોતાનું નામ જયકુમાર ભરતભાઈ જાની (ઉં.વ.21) (રહે. વસંત વિહાર સોસાયટી, ટોપ-3 સર્કલની પાછળ ભાવનગર) હોવાનુ જણાવ્યું હતું. વધુમાં તેણે જણવ્યું હતું કે તે ધોનીનો ચાહક છે. ધોનીને મળવાની ઇચ્છા હતી, જેથી પોતે જાળી કૂદીને ગ્રાઉન્ડમાં દોડી ગયો હતો. તેની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે પોતે તેના ભાઈ પાર્થ જાની સાથે ભાવનગરથી અમદાવાદ મેચ જોવા આવ્યો છે અને મેચની ટિકિટ તેના ભાઇ પાર્થના મોબાઇલ પરથી ઓનલાઇન બુક કરાવેલી હતી. ધોનીનો ફેન હોવાથી પોતે ક્રિકેટ મેચ જોવા આવ્યો હતો અને ચાલુ મેચ દરમિયાન જાળી કૂદીને ગ્રાઉન્ડમાં દોડી ગયો હતો.

Sports

ફાઇનલમાં વરસાદ ખેલ બગાડશે તો સોમવારે રમાશે અધુરી મેચ

Published

on

By

સુપર ઓવર રમાડવી પણ શકય ન બને તો કોલકાતા ચેમ્પિયન જાહેર થશે

IPL 2024 Final વરસાદને લીધે ધોવાઈ જાય અને મેચને રદ્દ કરવી પડે. યાદ હોય તો ગયા વર્ષે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ તેના નિયત દિવસે કમોસમી વરસાદને લીધે રમી શકાઈ ન હતી. આથી મેચને સોમવાર પર ખસેડવામાં આવી હતી.આ વખતે બંગાળની ખાડીમાં આવનાર ચક્રવાતને કારણે IPL 2024 Final ઉપર પણ વરસાદનો ભય ઝળુંબી રહ્યો છે. આવામાં જો આ મેચ વરસાદને કારણે ધોવાઈ જાય અને છેવટે તેને રદ્દ કરવી પડે તો કઈ ટીમને ટ્રોફી મળે આ સવાલ તમામના મનમાં ચાલી રહ્યો હશે.


પહેલાં તો રવિવારે જો ફાઈનલના દિવસે વરસાદ પડે તો રવિવારે રાત્રે ઓછામાં ઓછા 12.26 વાગ્યા સુધીમાં મેચ શરુ થવી જોઈએ અને તો જ 5-5 ઓવર્સની મેચ શક્ય બનશે. પરંતુ જો એ પણ શક્ય નહીં હોય તો બીજા દિવસે એટલેકે સોમવારે મેચ ત્યાંથી જ શરુ થશે જ્યાં રવિવારે અટકી હતી. રિઝર્વ ડે ના દિવસે 120 મિનીટ્સ ફાળવવામાં આવી છે.


જો રવિવારે ટોસ ઉછાળ્યા બાદ એક પણ બોલ નહીં નખાય તો સોમવારે ફરીથી ટોસ ઉછળશે અને મેચ નવેસરથી શરુ થશે. જો સોમવારે પણ વરસાદ વરસતો રહેશે અને મેચ શક્ય નહીં બને તો સોમવારની રાત્રિ 1.30 વાગ્યા સુધી રાહ જોવામાં આવશે અને ત્યારબાદ સુપર ઓવર રમાડીને ફેસલો કરવામાં આવશે. જો સુપર ઓવર રમાડવી પણ શક્ય નહીં બને તો પોઈન્ટ્સ ટેબલમાં સહુથી ઉપરનું સ્થાન ધરાવનાર ટીમ એટલેકે કોલકાતા નાઈટ રાઈડર્સને ઈંઙક 2024ના ચેમ્પિયન જાહેર કરી દેવામાં આવશે. IPLનું આયોજન માર્ચ-એપ્રિલ અને મે મહિનામાં એટલા માટે કરવામાં આવે છે કારણકે આ સમયે ભારતમાં વરસાદ નથી પડતો, બલકે અહીં પારો 40 ડિગ્રીને પાર જતો રહે છે. આ સામાન્ય વાત છે અને ભારતના દરેક શહેરોમાં લાગુ પડે છે જ્યાં ઈંઙક રમાય છે. પરંતુ છેલ્લા અમુક સમયથી ઋતુચક્ર ફર્યું છે. આ વર્ષે પણ ઈંઙકમાં ત્રણ મેચો વરસાદને કારણે એક પણ બોલ નાખ્યા વિના પૂરી થયેલી જાહેર કરવામાં આવી છે.

Continue Reading

Sports

હૈદરાબાદ છ વર્ષ બાદ ફાઇનલમાં, કાલે કોલકાતા સાથે ટાઇટલ જંગ

Published

on

By

આઇપીએલ 2024ની બીજી ક્વોલિફાયર મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે શાનદાર પ્રદર્શન કર્યું અને રાજસ્થાન રોયલ્સને 36 રનથી હરાવ્યું. ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી નોક આઉટ મેચમાં હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 175 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાનની ટીમ આ લક્ષ્યાંક હાંસલ કરી શકી નહોતી. આ સાથે સનરાઈઝર્સ હૈદરાબાદે ત્રીજી વખત આઇપીએલ ફાઈનલમાં જગ્યા બનાવી છે અને હવે આ ટીમની ટાઈટલ મેચ 26 મેના રોજ કોલકાતા નાઈટ રાઇડર્સ સામે થશે.


સનરાઈઝર્સ હૈદરાબાદની જીતનો હીરો હતો હેનરિક ક્લાસેન, અભિષેક શર્મા અને શાહબાઝ અહેમદ. ચેન્નાઈની મુશ્કેલ પરિસ્થિતિમાં હેનરિક ક્લાસને 34 બોલમાં 50 રનની ઈનિંગ રમી હતી. તેના બેટમાંથી 4 છગ્ગા આવ્યા હતા. બોલિંગમાં શાહબાઝ અહેમદે 4 ઓવરમાં 23 રન આપીને 3 વિકેટ લીધી હતી. બેટથી તબાહી મચાવનાર અભિષેક શર્માએ 4 ઓવરમાં 24 રન આપીને 2 મહત્વની વિકેટ લીધી હતી.


બીજા ક્વોલિફાયરમાં રાજસ્થાન રોયલ્સની બેટિંગ નિષ્ફળ રહી હતી. યશસ્વી જયસ્વાલે 21 બોલમાં 42 રન અને ધ્રુવ જુરેલે અડધી સદી ફટકારી હતી. આ બંને સિવાય કોઈ બેટ્સમેન કંઈ કરી શક્યો નહોતો. સંજુ સેમસન માત્ર 10 રન બનાવી શક્યો હતો. રિયાન પરાગ 6 રન બનાવી શક્યો હતો. હેટમાયર માત્ર 4 રન અને પોવેલ માત્ર 6 રનનું યોગદાન આપી શક્યો હતો. રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં માત્ર 139 રન જ બનાવી શકી હતી.


રાજસ્થાનની હારનું મુખ્ય કારણ ચેન્નાઈનું હવામાન હતું. વાસ્તવમાં, ચેન્નાઈમાં રાત્રે ઝાકળ પડે છે પરંતુ શુક્રવારની રાત્રે આવું ન થયું. ઝાકળના અભાવને કારણે ચેન્નાઈની પીચ ધીમી બની ગઈ હતી અને બેટ્સમેનો માટે સ્પિનરો સામે રન બનાવવા મુશ્કેલ બની ગયા હતા. હૈદરાબાદના બે લેફ્ટ આર્મ સ્પિનર શાહબાઝ અહેમદ અને અભિષેક શર્માએ મળીને 5 વિકેટ લીધી હતી. શાહબાઝનો ઈકોનોમી રેટ 5.6 હતો, જ્યારે અભિષેકે 6 રન પ્રતિ ઓવર આપ્યા હતા. સંજુ સેમસને આને હારનું મુખ્ય કારણ ગણાવ્યું હતું. સેમસને સ્વીકાર્યું કે મધ્ય ઓવરોમાં સ્પિનરો સામે તેની પાસે કોઈ જવાબ નહોતો.


આ મેચ માટે રાજસ્થાન રોયલ્સે પોતાની કોમ્બિનેશનમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. બીજી બાજુ સનરાઈઝર્સ હૈદરાબાદની પ્લેઈંગ-11માં સાઉથ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરમ અને ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટની વાપસી થઈ છે. તો શ્રીલંકાના સ્પિનર વિજયકાંત વિયાસકાંતને આ મેચમાંથી બહાર કરવામાં આવ્યો છે.
આઇપીએલના લીગ ઈતિહાસમાં બંને ટીમે લગભગ બરોબરીની ટક્કર આપી છે. રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 19 મેચ રમાઈ છે જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 10 અને રાજસ્થાન રોયલ્સે 9 મેચ જીતી છે. બંને ટીમ હાલની સીઝનમાં બીજી વખત સામસામે આવી છે. આ પહેલા બંને ટીમ વચ્ચે 2 મેનાં રોજ મેચ રમાઈ હતી જેમાં એસઆરએચ 1 રને જીત્યું હતું.

Continue Reading

Sports

ટી-20 કોમેન્ટ્રી પેનલની જાહેરાત, દિનેશ કાર્તિક, શાસ્ત્રી, ગાવસ્કરનો સમાવેશ

Published

on

By

આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024 શરૂ થવામાં વધુ સમય બાકી નથી. આગામી વર્લ્ડ કપ 1 જૂનથી 29 જૂન દરમિયાન યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ પણ ટી-20 વર્લ્ડ કપની સંપૂર્ણ તૈયારીઓમાં વ્યસ્ત છે. હવે ICCએ ટી-20 વર્લ્ડ કપ માટે કોમેન્ટ્રી પેનલની જાહેરાત કરી છે.સ્ટાર વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકને પણ 40 સભ્યોની કોમેન્ટ્રી પેનલમાં સ્થાન મળ્યું છે. કાર્તિકે વર્તમાન આઇપીએલ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું પ્રતિનિધિત્વ કર્યું હતું. દિનેશ કાર્તિક વિશે એવા સમાચાર આવી રહ્યા છે કે હવે તે આઇપીએલની આગામી સિઝનમાં ભાગ નહીં લે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચ બાદ 38 વર્ષના દિનેશ કાર્તિકને વિરાટ કોહલી અને આરસીબીના ખેલાડીઓએ અભિનંદન પાઠવ્યા હતા. જોકે, કાર્તિકે આઇપીએલમાંથી નિવૃત્તિ અંગે તેની તરફથી કોઈ ઔપચારિક જાહેરાત કરી નથી. દિનેશ કાર્તિક ઉપરાંત ભારતના હર્ષ ભોગલે, રવિ શાસ્ત્રી અને સુનીલ ગાવસ્કરને પણ કોમેન્ટ્રી પેનલમાં સ્થાન મળ્યું છે. પાકિસ્તાની દિગ્ગજ ખેલાડી વસીમ અકરમ, વકાર યુનુસ અને રમીઝ રાજા પણ વર્લ્ડ કપમાં કોમેન્ટ્રી પેનલનો ભાગ હશે. અમેરિકન કોમેન્ટેટર જેમ્સ ઓથબ્રાયનને પણ પેનલમાં સામેલ કરવામાં આવ્યા છે.

ટી-20 વર્લ્ડ કપ માટે કોમેન્ટ્રી પેનલ
દિનેશ કાર્તિક (ભારત), ડેની મોરિસન (ન્યુઝીલેન્ડ), ઈયાન બિશપ (વેસ્ટ ઈન્ડિઝ), હર્ષ ભોગલે (ભારત), રવિ શાસ્ત્રી (ભારત), શોન પોલોક (દક્ષિણ આફ્રિકા), રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) ), સ્ટીવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા) નાસિર હુસેન(ઈંગ્લેન્ડ), ગ્રીમ સ્મિથ (સાઉથ આફ્રિકા), ઈયાન સ્મિથ (ન્યુઝીલેન્ડ) ડેલ સ્ટેન(દક્ષિણ આફ્રિકા) એલન વિલ્કિંસ (ઈંગ્લેન્ડ), વકાર યુનુસ(પાકિસ્તાન) ઈયાન વાર્ડ (ઈંગ્લેન્ડ), લિસા સ્ટાલેકર (ઓસ્ટ્રેલિયા), વસીમ અકરમ (પાકિસ્તાન), અતહર અલી ખાન (બાંગ્લાદેશ), રસેલ આર્નોલ્ડ (શ્રીલંકા), માઈક એથર્ટન (ઈંગ્લેન્ડ), સેમ્યુઅલ બદ્રી (વેસ્ટ ઈન્ડિઝ), કાર્લોસ બ્રેથવેટ (વેસ્ટ ઈન્ડિઝ), સિમોન ડૂલ (ન્યુઝીલેન્ડ), એરોન ફિન્ચ (ઓસ્ટ્રેલિયા), ડેરેન ગંગા (વેસ્ટ ઈન્ડિઝ), સુનિલ ગાવસ્કર (ભારત), નતાલી જર્મનોસ (દક્ષિણ આફ્રિકા), મેથ્યુ હેડન (ઓસ્ટ્રેલિયા), માઈક હેસમેન (ઓસ્ટ્રેલિયા), જેમ્સ ઓબ્રાયન (યુએસએ), કેટી માર્ટિન (ન્યુઝીલેન્ડ), પોમી મ્બાન્ગ્વા (ઝિમ્બાબ્વે), ટોમ મૂડી (ઓસ્ટ્રેલિયા), ઇઓન મોર્ગન (ઇંગ્લેન્ડ), એલિસન મિશેલ (ઇંગ્લેન્ડ), બ્રાયન મુર્ગાટ્રોયડ (નેધરલેન્ડ), કાસ નાયડુ (દક્ષિણ આફ્રિકા), નિઆલ ઓ ઓ બ્રાયન (આયર્લેન્ડ), એબોની રેઈનફોર્ડ-બ્રેન્ટ (ઈંગ્લેન્ડ), રમીઝ રાજા (પાકિસ્તાન).

Continue Reading

Trending