Connect with us

ગુજરાત

કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય કરશનભાઈ ઓડેદરાનું અવસાન

Published

on

મોડી રાત્રે નીંદરમાં જ હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડયો

પોરબંદર જિલ્લાના કુતિયાણા રાણાવાવ પંથકમાં ત્રણ ટર્મથી ભાજપના ધારાસભ્ય રહી ચુકેલા કરશનભાઈ દુલાભાઈ ઓડેદરાને મોડીરાત્રે નિંદરમાં આવેલ હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડ્યો હતો. મેર સમાજનાં આગેવાનથી શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. આજે સવારે 11 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં પરિવારજનો અને સ્વજનો મોટી સંખ્યામાં જોડાયા હતાં.


પોરબંદરના રાણાવાવ ખાતે રહેતા પૂર્વ ધારાસભ્ય કરશનભાઈ દુલાભાઈ ઓડેદરા (ઉ.66)ને મોડીરાત્રે નિંદરમાં જ આ હૃદયરોગનો હુમલો આવી જતાં તેમનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું. 1998થી 2012 સુધી ત્રણ ટર્મમમાં તેઓ કુતિયાણા અને રાણાવાવના ધારાસભ્ય તરીકે ચુંટાયા હતાં. ભાજપના પાયાના કાર્યકર કરશનભાઈના અવસાનથી પરિવારજનો અને ભાજપમાં ઘેરો શોક ફેલાઈ ગયો છે.


પૂર્વ ધારાસભ્ય કરશનભાઈ ઓડેદરાની સવારે 11 વાગ્યે રાણાવાવ ખાતે આવેલ નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં ભાજપના આગેવાનો, પરિવારજનો અને સ્વજનો તેમજ મેર સમાજનાં આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતાં. કરશનભાઈ ઓડેદરાના અવસાનથી આજે પોરબંદર ખાતે લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા અને વિધાનસભાના ઉમેદવાર અર્જુન મોંઢવાડીયાનો રોડ શો રદ કરવામાં આવ્યો છે.

ગુજરાત

સુરતમાં યુવાન દોડતી ટ્રકના ટાયર નીચે કુદયો, જુઓ આ અકસ્માતનો ચોંકાવનારો વિડીયો

Published

on

By

રાજ્યમાં દિવસે ને દિવસે અક્સંતોની સંખ્યમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતનાઉધના રોડ પર થયેલા અકસ્માતમાં યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. CCTVમાં જોવા દેખાય છે કે, રોડની સાઇડ પર ઉભેલો યુવાન ટ્રક આવતા અચાનક નમ્યો હતો, ત્યારબાદ તે અચાનક ટ્રક નીચે આવી જતા તેનું મોત નીપજ્યું હતું.

આ અકસ્માત અંગેની મળતી માહિતી અનુસાર ઉધના રોડ નં. 3 પર શનિદેવ મંદિરની પાસે ગઈકાલે રોડ અકસ્માતમાં એક ડિંડોલી વિસ્તારના યુવાનનું મોત થયું હતું. આ સમગ્ર મામલે હવે CCTV સામે આવ્યા છે, ત્યારબાદ સવાલ થઈ રહ્યાં છે કે આ આત્મહત્યા કે અકસ્માતની ઘટના છે.

CCTVમાં સ્પષ્ટ દેખાયરહ્યું છે કે રોડની એક તરફ યુવાન ઉભો છે અને જ્યારે ટ્રક આવે છે ત્યારે તે અચાનક નીચે નમી જાય છે ત્યારબાદ તે ટ્રક નીચે આવી જતા મોત તેનું મોત નીપજ્યું. ત્યરે આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

Continue Reading

ગુજરાત

ગૌણ સેવા મંડળની 8 પરીક્ષા સ્થગિત કરતી હાઇકોર્ટ

Published

on

By

પ્રિલિમિનરી પરીક્ષામાં કટ ઓફની મર્યાદા હટાવવા થયેલી રીટમાં છ વખત મુદ્ત આપવા છતાં સરકારે જવાબ નહીં આપતા હાઇકોર્ટ ભારે નારાજ

ગુજરાતમાં સરકારી ભરતીની પરીક્ષા લેતી એજન્સીની આડોડાઇથી લાખો નોકરી વારછુંકુની કારર્કિદી પર પ્રશ્ર્નાર્થ સર્જાયો છે. ગૌણ સેવા દ્વારા જાહેર કરેલી આઠ જેટલી સરકારી ભરતીની પરીક્ષા ગુજરાત હાઇકોર્ટ દ્વારા સ્થગિત કરી દેવામાં આવી છે.


આ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આઠ જેટલી પરીક્ષાની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી હતા. આ પ્રિલીમરી પરીક્ષામાં મુખ્ય પરીક્ષામાં કવોલીફાઇ જવા માટે 40 માર્ક ફરજીયાતનો નિયમ કરવામાં આવ્યો છે. જે નિયમ રદ કરવા માટે ઉમેદવારો દ્વારા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી.


જાહેરહિતની અરજીમાં ઉમેદવારોએ જણાવ્યુ છે કે ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા જે પરીક્ષા લેવામાં આવી રહી છે. તેના પ્રશ્ર્નોપત્રનું અંગે્રજીમાંથી રૂપાંતરીત કરી અને ગુજરાતી ભાષામાં છપાવવામાં આવે છે જેના કારણે પેપરમાં ભાષાકિય ભૂલો હોય છે અને પેપર પણ હાર્ડ નિકળતા બન્ને સમસ્યા સાથે થતી હોય વિદ્યાર્થીઓને 40 ગુણ લેવા મુશ્કેલ પડી જાય છે અને મોટાભાગના ઉમેદવારો કટ ઓફ જેટલા ગુણ મેળવી શકતા નથી જેથી આ 40 ટકા માર્કનો નિયમ રદ કરવામાં આવે. આ બાબતે ગૌણ સેવા મંડળને પણ અનેક વખત રજુઆત કરી છે છતા પણ કોઇપણ જાતનું નિરાકરણ આવી રહ્યું નથી.


આ અંગેની અરજી થતા હાઇકોર્ટ દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને જવાબ આપવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રથમ વખત જવાબ રજુ નહી કરતા ફરીથી જવાબ આપવા જણાવ્યું હતું. ત્યારબાદ જવાબ રજુ કરવા છ-છ મુદત આપવા છતા પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જવાબ રજુ નહી કરતા ગુજરાત હાઇકોર્ટ લાલધુમ થઇ ગઇ હતી અને મંડળ દ્વારા જાહેર કરેલી જાહેરાત ક્રમાંક 213થી 224 સુધીની 8 જેટલી ભરતીની વર્ગ-3ની પરીક્ષાઓ સ્થગીત કરી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સરકારી ભરતીમાં જે તે પરીક્ષાના 12 થી 13 લાખ જેટલા ફોર્મ ભરાતા હોય છે હાલ 8 જેટલી પરીક્ષા તા.8 ઓગસ્ટ સુધી સ્થગીત કરી દેવાતા લાખો નોકરી વાચ્છુકોની કારર્કીદી મુશ્કેલીમાં મુકાઇ છે અને નોકરીની રાહ જોતા ઉમેદવારોની મુશ્કેલી વધી ગઇ છે. ગુજરાત ગૌણ સેવાના કારણે ઘણા એવા ઉમેદવારો છે જેને વયમર્યાદા પણ પૂર્ણ થવા પર છે તેવા ઉમેદવારોમાં રોષ ફેલાયો છે.

પોલીસ અધિકારીઓની બઢતી મામલે સરકાર સામે હાઇકોર્ટ લાલઘૂમ
તાજેતરમાં 252 જેટલા પોલીસ અધિકારીઓની બઢતી મામલે જીપીએસસીની મંજુરી માંગતા હાઇકોર્ટ લાલધુમ થઇ ગઇ છે અને કહ્યું હતું કે જીપીએસસીએ તમને અધિકારીઓ સોંપ્યા છે અને તમારી પાસે બોર્ડ પણ છે તો પછી બઢતી માટે જીપીએસસીની મંજુરી કેમ માંગવી પડે છે તેવા આકરા સવાલો કર્યા હતા અને બઢતી મામલે અલગ અલગ નીતિ સામે સવાલો કરી સરકારને ખખડાવી હતી.

Continue Reading

ગુજરાત

આશ્ર્ચર્યમ: NEET-UGની નવી યાદીમાં ટોપર્સની સંખ્યા 61થી ઘટી 17 થઈ ગઈ

Published

on

By

મેડિકલમાં એડમિશન માટે 50,000થી
1 લાખ વચ્ચેના વિદ્યાર્થીઓના સમીકરણો બદલાયા

NEET-UG પરીક્ષામાં ટોપર્સની સંખ્યા 61 થી ઘટીને 17 પર આવવાની તૈયારી છે જ્યારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NEET-UG) દ્વારા સંશોધિત મેરિટ લિસ્ટ સંભવત આજે જાહેર કરવામા આવી છે.


સુપ્રીમ કોર્ટના દાખલા પર કામ કરતી NEET-UG-દિલ્હીએ ભૌતિકશાસ્ત્રના પ્રશ્નપત્રમાં માત્ર એક જ વિકલ્પ સાચો હોવાની ભલામણ કર્યા પછી મેરિટ લિસ્ટમાં સુધારો કરવાની જરૂૂર પડી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી કે ગઈઊછઝના જુદા જુદા પુસ્તકો દ્વારા ચારમાંથી બે વિકલ્પોને યોગ્ય ગણી શકાય. માત્ર એક જ જવાબ સાચો માનવામાં આવતાં, જેમણે બીજો વિકલ્પ પસંદ કર્યો હતો તેઓએ પાંચ માર્કસ ગુમાવ્યા (ખોટા જવાબ માટે ચાર ગુણ અને એક નકારાત્મક માર્ક), જેમાં પરીક્ષા આપનાર તમામની રેન્ક પર કાસ્કેડિંગ અસર થવાની ખાતરી હતી.આ નિર્ણય મુખ્યત્વે 4.2 લાખ ઉમેદવારોના સ્કોર્સને અસર કરશે, જેમાં 44 જેમણે 720 ના સંપૂર્ણ સ્કોર્સ હાંસલ કર્યા છે, કારણ કે તેઓએ ઈંઈંઝ-દિલ્હી દ્વારા ખોટા ગણાયેલા જવાબ માટે પસંદગી કરી હતી અને જેના માટે તેમને ગઝઅ દ્વારા અગાઉ ચાર માર્કસ આપવામાં આવ્યા હતા. ગઝઅ અધિકારીએ જણાવ્યું હતું કે, ટોપર્સની સંખ્યા, જે 61 છે, તે માર્કસની કપાત પછી ઘટીને 17 પર આવશે.


રેન્કિંગમાં ફેરફાર ઘણા વિદ્યાર્થીઓ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે કારણ કે દેશમાં 24 લાખથી વધુ ઉમેદવારોએ 1.08 મેડિકલ સીટ માટે ગઊઊઝ-ઞૠ લીધું હતું. તેમાંથી, 56,000 બેઠકો સરકારી સંસ્થાઓમાં છે, જે તેમની સારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓછી ફી માટે ખૂબ માંગવામાં આવે છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, સૌથી વધુ અસર 50,000 થી 1 લાખની વચ્ચેના ઉમેદવારો પર પડશે કારણ કે 16,000 થી વધુ ઉમેદવારો, જેઓ અગાઉ મેડિકલ કોલેજમાં સીટ મેળવવાની શક્યતા ધરાવતા હતા.


તેઓ જૂથમાંથી બહાર જાય તેવી શક્યતા છે.
44 વિદ્યાર્થીઓ પર અસર થશે, જેઓ હવે ટોપર્સ રહેશે નહીં, કારણ કે તેઓ હજુ પણ 33,000 થી 50,000 ની રેન્ક જૂથમાં દર્શાવશે પરંતુ તેમની રેન્કમાં ફેરફારથી સરકારી મેડિકલ કોલેજોમાં બેઠકો મેળવવાની તેમની તકને અસર થશે.

Continue Reading

Trending