Connect with us

અમરેલી

અમરેલીના જાફરાબાદમાં ચૂંટણી મતદાન મથકમાં મહિલાનું મોત, હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું અનુમાન

Published

on

લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું અને બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ આજે સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન જોરશોરથી ચાલી રહ્યું છે. 11 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન યોજાયું. ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 25 બેઠકો પર મતદાનની સાથે જ વિધાનસભાની પણ 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન યોજાયું. આમ હવે 25 સીટ પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જંગ જામ્યો છે. આ ઉપરાંત પોરબંદર, વિજાપુર, ખંભાત, વાઘોડિયા અને
માણાવદર એમ 5 વિધાનસભા સીટની પેટાચૂંટણી પણ યોજાઈ. ત્યારે નાગરિકો લાકશાહીના મહાપર્વના રંગમાં રંગાવવા વહેલી સવારથી મતદાન કરી રહ્યાં છે અને નાગરિકોમાં મતદાન કરવાનો ઉત્સાહ પણ અનેરો જોવા મળી રહ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે એક દુખદ ઘટના સામે આવી છે. અમરેલીના જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક પર ફરજ દરમ્યાન ઢળી પડ્યા હતાં, તેમનું મોત થયું છે.

જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક પર ફરજ દરમ્યાન ઢળી પડ્યા હતાં. જેઓ ચૂંટણી કામગીરી કરી રહ્યાં હતાં. કૌશિકબેન બાબરીયા નામની મહિલા કર્મચારી ચૂંટણી કામગીરી કરી રહ્યાં હતાં અને તેઓ અચાનક ઢળી પડ્યા હતા. તે દરમિયાન મૃત્યુ થતાં બુથ પર ગમગીન વાતાવરણ છવાયું હતું. અત્રે જણાવીએ કે, જેમનુ મોત હાર્ટ એટેકથી થયાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે.

અમરેલી

અમરેલીમાં બે નગરસેવકોને ત્રીજું બાળક જન્મતા ગેરલાયક જાહેર કરાયા

Published

on

By

ખીમા કસોટિયા અને મેઘના બોધાને 2021માં ચૂંટાયા બાદ ત્રીજા બાળકનો જન્મ થતા કલેકટરની કાર્યવાહી


અમરેલીના દામનગર નગરપાલિકાના બે પક્ષના કાઉન્સિલરોને ગુજરાત નગરપાલિકા અધિનિયમ, 1963ના ઉલ્લંઘનમાં ત્રણ બાળકો હોવા બદલ ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.

અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાની કચેરીએ સોમવારે એક આદેશ જારી કરીને ખીમા કસોટિયા અને મેઘના બોઘાને તાત્કાલિક અસરથી શહેરી સ્થાનિક સંસ્થાના કાઉન્સિલર તરીકે ગેરલાયક ઠેરવ્યા હતા. કલેકટરે દામનગર નગર પાલિકાના ચીફ ઓફિસર કૃપેશ પટેલ દ્વારા રેકર્ડ પર મુકવામાં આવેલ જન્મ પ્રમાણપત્રોને આધારે આ કાર્યવાહી કરી હતી.


ચીફ ઓફિસરે 2021 માં દામનગર નગરપાલિકાની ચૂંટણી લડતી વખતે બન્નેના બાળકોના રેકોર્ડ કલેકટર સમક્ષ મુકયા હતાં. રેકોર્ડ મુજબ ખીમા કસોટીયા વોર્ડ નં.2 અને મેઘના મોઘા વોર્ડ નં.3ના કાઉન્સેલર તરીકે ચુંટાયા હતાં. જે તે સમયે ચૂંટણી વખતે તે બન્નેને બે બે બાળકો હતાં. પરંતુ બાદમાં 10 મે 2023નાં રોજ ખીમા કસોટીયા ત્રીજી વખત પિતા બન્યા હતાં અને 14 માર્ચ 2023નાં રોજ મેઘનાબેન ત્રીજી વખત માતા બન્યા હતાં.


આ અંગે દામનગરના એક હિરાઘસુ કારીગરે 16 જાન્યુઆરીએ અરજી કરી હતી જેના આધારે કલેકટરે ચીફ ઓફિસર અને બે નગર સેવકોનો જવાબ રેકોર્ડ પર માગ્યો હતો જેમાં નગર સેવકોએ જણાવ્યું હતું કે અમારે ત્યાં ચુટાયા પછી બાળકનો જન્મ થયો છે જેથી અમને 2005નો નગરપાલિકા બાબતનો નિયમ લાગી પડે નહીં. પરંતુ કલેકટરે આ અંગે ગુજરાત મ્યુનિસિપલ એકટની કલમ 11(1)(એચ)નું ઉલ્લંઘન જણાવી બન્નેને સોમવારે ગેરલાયક ઠરાવતો હુકમ જાહેર કર્યો હતો.

Continue Reading

અમરેલી

ખાંભામાં નામચીન શખ્સની કાર સાથે કાર અથડાવી આઠ શખ્સોએ કરેલું ફાયરિંગ

Published

on

By


અમરેલી જિલ્લાના ખાંભા નજીક રાજુલા વિસ્તારમાં દબદબો ધરાવતા માથાભારે શખ્સ શિવા ધાખડા પર કેટલાક શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. બે જેટલી કાર લઈને ફિલ્મી સ્ટાઈલમાં આવી જૂની અદાવતમાં ફાયરિંગ કરી બઘડાટી બોલાવી હોવાની વિગતો સામે આવી રહી છે. તેવામાં આ બનાવને પગલે એસપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને ગુન્હો નોંધી ચાર જેટલા શખ્સોને પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


રાજુલા વિસ્તારમાં દબદબો ધરાવતા માથાભારે શખ્સ શિવા ધાખડા પર ફાયરિંગ થતા ચકચાર મચી ગઈ હતી.ખાંભા નજીકના પીપળવાથી ચતુરી રોડ વચ્ચે રાત્રીના સમયે ફાયરિંગનો બનાવ બન્યો હતો.માહિતી પ્રમાણે, આરોપી મયુર વરુ, પહુ વરુ, હરેશ વરુ અને સંજય વરુ સહિત 8 શખ્સોએ કારમાં આવ્યા હતા અને તેના દ્વારા હિસ્ટ્રીશીટર શિવા ધાખડાની સ્કોર્પિયો કારનો પીછો કરીને અને પાછળથી ગાડી ભટકાડીને બે રાઉન્ડ જેટલા ફાયરિંગ કર્યુ હતું આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ દોડતી થઇ હતી અને ફાયરિંગની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી.

આ બનાવને પગલે અમરેલી એસપી,એએસપી સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બે માસ પૂર્વે નાગેશ્રી ટોલનાકા પર શિવ ધાખડાએ ગાળો આપીને વિડીયો વાઇરલ કર્યો હતો. જેના મનદુ:ખમાં આઠ શખ્સોએ ફાયરીંગ કર્યુ હોવાનું સામે આવ્યું છે. પોલીસે શિવા લાલાભાઇ ધાખડાની ફરિયાદના આધારે ફાયરીંગ કરનાર ચાર શખ્સોની પકડી લીધા છે. પોલીસ તપાસ બાદ આ મામલે વધુ ખુલાસાઓ થઇ શકે છે અને કારણો સામે આવી શકે છે.

Continue Reading

અમરેલી

બુલેટ, ગોગલ્સ અને ખાખી ડે્રસ, મહિલા કોન્સ્ટેબલનો વીડિયો ચર્ચાના ચગડોળે

Published

on

By


દેશભરમાં હાલ મોટાભાગના લોકોને સોશિયલ મીડિયાનું ઘેલું લાગ્યું છે. સોશિયલ મીડિયામાં રીલ અને વીડિયો પોસ્ટ કરી લોકો પ્રસિદ્ધિ મેળવવા પ્રયત્ન કરતા હોય છે. ત્યારે આ સોશિયલ મીડિયાનો રોગ આમ જનતાની સાથે પોલીસને પણ લાગ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અમરેલીના મહિલા કોન્સ્ટેબલનો એક વીડિયો સામે આવ્યો છે, જે ચર્ચાનો વિષય બન્યો છે.


અમરેલીના મહિલા પોલીસ કોન્સ્ટેબલ અંજલી ચૌહાણનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે અને ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોમાં મહિલા કોન્સ્ટેબલ અનોખા અંદાજમાં જોવા મળી રહ્યા છે. બુલેટ, ગોગલ્સ અને ખાખી ડ્રેસમાં મહિલા પોલીસકર્મી મર્દાના અદામાં જોવા મળી રહ્યા છે. સ્પેશ્યલ ફોટોશૂટ કરવનાર અંજલી ચૌહાણનો આ વીડિયો સામે આવતા લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, અંજલી ચૌહાણ અમરેલી હેડ કવાટરમાં ફરજ બજાવે છે.


ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કેટલાક પોલીસકર્મીઓ દ્વારા ચાલુ ફરજે અથવા તો પોલસી યુનિફોર્મમાં પોલીસ સ્ટેશનમાં હાજર રહી રીલ બનાવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવતા ભારે વિવાદ સર્જાયો હતો. સોશિયલ મીડિયા પર આવા વીડિયો સામે આવતા કેટલાક લોકોએ ટીકા કરી તો કેટલાક પોલીસકર્મીઓની જોખમી અને મુશ્કેલી ભરેલ ફરજને ટાંકી તેમના પક્ષમાં વાત કરી હતી.

Continue Reading

Trending