Connect with us

LIFESTYLE

ઉનાળાની કાળઝાળ ગરમીમાં લૂ લાગવાના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો

Published

on

ગ્રીષ્મ ઋતુ શરૂૂ થઈ ગઈ છે અને ધીરે ધીરે ગરમી નો પારો ઉપર જવા લાગ્યો છે.કાળઝાળ ગરમી ના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. બપોરના સમયે ગલીઓમાં કરફ્યુ લાગી ગયો હોય તેવો માહોલ જોવા મળે છે. ઘણા શહેરોમાં ગરમીનો પારો 41-42 ડીગ્રી નજીક પહોંચી ગયો છે. સરળ શબ્દોમાં સમજીએ તો અનેક વિસ્તારોમાં આપણે જેને લૂ પડવી કહીએ તે હીટ વેવ શરૂૂ થઈ ગયો છે.જે વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં વધી જાય ત્યારે હીટ વેવ જાહેર કરવામાં આવે છે. ભારતના હવામાન વિભાગના કહેવા પ્રમાણે મેદાની પ્રદેશોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ થી વધી જાય ત્યારે તેને હીટ વેવ કહેવામાં આવે છે.

ઉનાળાની સિઝનમાં ગરમ પવન એટલે કે લૂ શરીરને દઝાડી દે છે. સામાન્ય રીતે લોકો ઉનાળાની ઋતુમાં તડકામાં ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય છે પરંતુ જે લોકો નોકરી કરે છે તેમણે બહાર નીકળવા સિવાય છુટકો નથી. ઉનાળામાં અતિશય પરસેવો, વારંવાર તરસ લાગવી અને થાક લાગવો એ સામાન્ય લક્ષણો છે જો કે વધારે પડતો પરસેવો થવો અને વધારે તરસ લાગવી ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે. જો ગરમી સામે શરીરનું રક્ષણ ન કરવામાં આવે તો હેલ્થ પ્રોબ્લમ ઉભા થઇ શકે છે. ગરમીમાં અચાનક વધારો થવાથી ડિહાઇડ્રેશન, હીટ સ્ટ્રોક, હીટ ક્રેમ્પ્સ, લૂ લાગવી, ફૂડ પોઈઝનિંગ અને ટાઈફોઈડ જેવી બીમારીઓ થઈ શકે છે. અમુક પ્રકારના ખોરાક અને પ્રવાહી વસ્તુઓનું સેવન કરવાથી તમે સરળતાથી ગરમીને હરાવી શકો છો.


હીટ સ્ટ્રોક (લૂ લાગવા)ના લક્ષણો
હીટ સ્ટ્રોકના લક્ષણો સમયસર ઓળખી કાઢવામાં આવે તો સારવારમાં મદદરૂૂપ થઈ શકે છે. જેથી હીટ સ્ટ્રોકના તમામ લક્ષણોને ઓળખવા જરૂૂરી છે

 • માથાનો દુ:ખાવો
 • ચક્કર આવવા
 • બેભાન થવું
 • માનસિક સ્થિતિ વણસવી
 • ઉબકા અને ઊલટી
 • ત્વચાની લાલાશ
 • હૃદયના ધબકારામાં વધારો
 • ત્વચા સૂકી થઈ જવી
 • લૂ (હીટ સ્ટ્રોક) લાગવા થી બચવાના ઉપાયો
 • -આંબલીનું સેવન
  લૂ થી બચવા માટે આંબલીનાં બીજને ક્રશ કરીને તેનો પાવડર બનાવી પાણીમાં ખાંડ, મીઠું અને આંબલીનો પાવડર નાખીને પીવાથી પાચનતંત્ર સારું રહે છે.

 • -લીલા નાળિયેર
  નાળિયેર પાણીમાં ભરપૂર ગુણો હોય છે. ગરમીમાં નાળિયેર પાણીનું સેવન કરવાથી ઔષધીની જરૂૂર નથી રહેતી. દરરોજ નાળિયેર પાણી પીવાથી લૂ નથી લાગતી. શરીરમાં ઠંડક રહે છે.
 • ડુંગળીનું સેવન
  ગરમીમાં લૂ ની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ડુંગળીનું અકસીર ઈલાજ છે. દરરોજ ડુંગળી ખાવાથી શરીરનું તાપમાન સારું રહે છે.

 • -લીંબુ શરબત
  લૂ થી બચવા માટે લીંબુનો શરબતનું સેવન કરવાથી શરીરમાં પાણીની માત્રા ઓછી નથી થતી. લીંબુ પાણી પીવાથી શરીરમાં એનર્જી રહે છે

 • -વધારે માત્રામાં પાણી પીવું
  ઉનાળામાં લુ ન લાગે તે માટે સફેદ કે આછા રંગના ખુલતા સુતરાઉ કપડા પહેરવા. ઘરેથી નીકળતા પહેલા થોડુ કઇંક ખાઇને પાણીથી પેટ ભરેલું હોવું જોઇએ. શરીરમાં પાણીની કમી ન થવી જોઈએ. કામ દરમિયાન સમયાન્તરે પાણી પીતું રહેવું જોઈએ.

 • -કેરીનું સેવન
  ગરમીની સિઝનમાં કેરીનો બાફલો સ્વાસ્થ્યવર્ધક ટોનિક કહેવામાં આવે છે. દરરોજ કેરીનો બાફલો પીવાથી શરીરને ઠંડક મળતા લૂ નથી લાગતી.

 • -કોથમીર
  લોકો કોથમીરનો ઉપયોગ ખાવાનો સ્વાદ વધારવા માટે કરતા હોય છે. પરંતુ કોથમીર વાળું પાણી પીવાથી લૂ થી બચી શકાય છે. તાજી કોથમીરને પાણીમાં પલાળ્યા બાદ ખાંડ નાખીને પાણી પીવું.
 • છાશનું સેવન
  છાસ પીવાના અનેક ફાયદા છે. ગરમીની સિઝનમાં છાસમાં મરી પાવડર અને જીરું નાખીને છાસ પીવાથી લૂ નથી લાગતી. સાથોસાથ શરીરમાં પાણી માત્રા ઓછી નથી થતી.

 • ગરમીના દિવસોમાં બહાર ખાલી પેટ બિલકુલ ન નિકળવું જોઈએ. શરીરમાં એનર્જી લેવલ આ ઋતુમાં જલ્દીથી ઓછું થઈ જાય છે જેના કારણે લૂ લાગવાની સંભાવના વધી જતી હોય છે. એસી કે કૂલરમાં બિલકુલ ઠંડા સ્થાન પર હોય અને અચાનક બહાર જવાનું થાય તો તરત ગરમ જગ્યા પર ન જાઓ, તેના કારણે લૂ લાગવાની સમસ્યા થઈ શકે છે.-કેરી, લીચી, તરબૂચ, મોસંબી વગેરે ફ્રૂટ લૂ થી બચાવે છે. આ સિવાય દહી,મઠ્ઠો, છાશ, લસ્સી, કેરીનું શરબત વગેરે પીતા રહેવું જોઈએ.

LIFESTYLE

અસહ્ય પીડાકારક રોગ ‘સંધિવા’ના લક્ષણો, કારણો અને ઉપાય

Published

on

By

સામાન્ય લોકોમાં સંધિવા તરીકે પ્રચલિત અને તબીબી ભાષામાં રૂૂમેટોઇડ આર્થાઇટિસ તરીકે ઓળખાતી સાંધાના સોજા અને દુખાવાની તકલીફ ઘણા લોકોને આખી જીંદગી પરેશાન કરતી હોય છે. સામાન્ય રીતે દર્દીની જીંદગીના ચોથા કે પાંચમા દાયકામાં શરૂૂ થતી આ બીમારી દર હજાર વ્યકિતમાંથી આઠ વ્યકિત ને પરેશાન કરે છે.એક જ કુટુંબમાં એક કરતાં વધારે વ્યકિતને આ બીમારી થવાની શક્યતા રહે છે.


સંધિવાના 100થી પણ વધુ પ્રકારો છે. આ રોગ મૂળરૂૂપે પ્યુરિન નામના પ્રોટીન મેટાબોલિઝમના વિકારથી થાય છે. લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જાય છે. વ્યક્તિ જ્યારે થોડીવાર માટે બેસે અથવા ઊંઘે તો આ જ યુરિક એસિડ સાંધામાં ભેગું થઈ જાય છે, જે અચાનક ચાલવા અને ઊઠવામાં તકલીફ આપે છે. જ્યારે શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધે ત્યારે તે સંધિવાનું સ્વરૂૂપ લે છે. યોગ્ય કાળજી ન લેવાથી ઘૂંટણમાં દુખાવો ઘર કરી જાય છે.


સંધિવા થવાનું ચોકકસ કારણ હજી સુધી જાણી શકાય નથી. અમુક પ્રકારના જનીનિક બંધારણ ધરાવતાં લોકોમાં રૂૂમેટોઇડ ઓર્થાઇટીસ થવાની શકયતા અન્ય લોકો કરતાં વધુ હોય છે. રૂૂમેટોઇડ ઓર્થાઇટીસ સાથે સંકળાયેલા જનીનિક બંધારણ શરીરનાં તપાસ કરવાથી જાણી શકાય છે.


જનીનિક અથવા પ્રોટીન બંઘારણ ઉપરાંત અન્ય પર્યાવરણીય પરિબળ પણ આ રોગ કરવા માટે ફાળો આપે છે. એક સરખાં પ્રોટીન બંધારણ ધરાવતી દરેક વ્યકિતને રૂૂમેટોઇડ ઓર્થાઇટીસ થતો નથી. કારણ કે એક સિધ્ધાંત પ્રમાણે કોઇક પ્રકારના વાઇરસ કે બેકટેરિયાનો ચેપ રૂૂમેટોઇડ ઓર્થાઇટીસની પ્રક્રિયા શરૂૂ કરવામાં ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. અલબત્ત, કયા વાઇરસ કે બેકટેરીયાનો ચેપ આ રૂૂમેટોઇડ ઓર્થાઇટીસને વકરાવે છે. એ હજી ચોકકસપણે કોઇને ખબર નથી.


સંધિવાના દુખાવા માટે સૌથી સામાન્ય જગ્યા મોટો અંગુઠો ના નીચેનો ભાગ છે .અન્ય સાંધા જેને અસર થઈ શકે છે તેમાં પગથિયા, ઘૂંટણ, કાંડા, આંગળીઓ અને કોણીનો સમાવેશ થાય છે. અમુક લોકોમાં પીડા એટલી વધારે હોય છે કે જો એમના અંગુઠા ને ચાદર પણ અડી જાય તો પીડા એકદમ તીવ્ર બની જાય છે. જરા પણ હલનચલન કરવાથી થતો સાંધાનો દુ:ખાવો એ રૂૂમેટોઇડ ઓર્થાઇટીસનું અગત્યનું લક્ષણ છે. લાંબા સમય સુધી હલનચલન બંધ રહયા પછી એ સાંધા અકકડ થઈ જાય છે. સવારે ઊંઘમાંથી ઊઠર્યા પછી આશરે એકાદ કલાક સુધી બધા સાંધા અકકડ થઈ જાય છે. એવું રૂૂમેટોઇડ ઓર્થાઇટીસ ના ઘણા બધા દર્દીઓમાં જોવા મળે છે. સાંધાનો દુ:ખાવો અને એ અકકડ થઈ જવાની તકલીફ ઉપરાંત કયારેક ઝીણો તાવ રહેવો, વજન ઘટવું , અશકિત આવવી, વગેરે તકલીફો પણ ક્યારેક દેખાય છે. ગરદનના સાંધા પણ ક્યારેક આ બીમારીની અડફેટમાં આવી જાય છે. જે ગરદન અને માથાના પાછળના ભાગમાં દુ:ખાવો કરે છે.


રૂૂમેટોઇડ ઓર્થાઇટીસને કારણે લાંબે ગાળે સાંધાઓ બેડોળ બની જાય છે. હાથની હથેળી અને આંગળીઓમાં સાંધામાં આવુ બહુ સામાન્યપણે જોવા મળે છે. હથેળી અને આંગળીઓ ઝેડથ આકારથી વળી ગયેલાં જોવા મળે છે. કયારેક આંગળીના છેલ્લા વેઢા અંદર તરફ વળી જાય છે અને બાકીનો ભાગ એકદમ સીધો રહે છે. આંગળી કે અંગૂઠો કાયમ વળેલો રહે અથવા અંગૂઠાના મુળ પાસેથી અંગૂઠો ત્રાંસો રહે એવું બને છે.


સંધિવા થી પીડાતા દર્દીઓ માં અસાધારણ રીતે થાઇરોઇડ હોર્મોન (હાયપોથાઇરોડિઝમ) નું સ્તર નીચે જવાની શક્યતા વધી જાય છે.આ ઉપરાંત સાંધાઓ ઉપરાંત, રૂૂમેટોઇડ ઓર્થાઇટીસના દર્દીમાં શરીરના અન્ય અવયવને પણ નુકસાન પહોંચી શકે છે. નાની નાની ગાંઠ ઘણા દર્દીઓમાં જોવા મળે છે. સ્નાયુઓની કમજોરી અને સ્નાયુઓ પાતળા થઈ જવાની તકલીફ પણ કેટલાક દર્દીઓમાં જોવા મળે છે. હાથ-પગમાં ઝણઝણાટી થવી કે ખાલી ચઢી જવી વગેરે ચિહુન જોવા મળે છે. ક્યારેક ફેફસાં કે હૃદયની આસપાસ પાણી ભરાઇ જવાની તકલીફ પણ થાય છે. આંખ અને લાળગ્રંથિઓ સુકાઇ જવાની તકલીફ પણ કેટલાક લોકોમાં રૂૂમેટોઇડ ઓર્થાઇટીસને કારણે થાય છે. લાંબે ગાળે દુ:ખાવાને લીધે હલનચલન ઓછું થઇ જવાથી હાડકાઓ નબળાં પડી જાય છે અને જરા અમથું વાગે ત્યાં ફ્રેકચર થવાની શકયતા ખૂબ વધી જાય છે.

 • સંધિવામાં શું ખાવું અને શું ન ખાવું
  વાના દર્દીએ પાણીને ઉકાળીને ઠંડુ કરીને પીવું. ચોમાસામાં તો ખાસ ઉકાળ્યા વિના પાણી પીવું જ નહીં. રોજ દૂધ પીવું. હળવો-સુપાચ્ય ખોરાક ખીચડી, બાજરો, જવ, રાબ, ગોળ, આદુ, મરી, લસણ, મેથી, સૂંઠ, પીપર, તજ, કોથમીર એરંડિયું લઈ શકાય છે.

 • આમલી, કોકમ, છાશ, દહીં, લીંબુ, ભારે ખોરાક, મીઠાઈઓ વગેરે ન ખાવા. કબજિયાત ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.
 • તમાકુ, દારૂૂ જેવા વ્યસન છોડી દેવા. ઢીંચણની પીડા હોય ત્યારે પલાંઠી વાળીને કે ઉભડક બેસવું નહીં.

 • સારવારમાં ધીરજની જરૂૂર હોય છે. સંધિવાના દર્દીઓએ ઠંડા પવન અને ઠંડા પાણીથી દૂર રહેવું.

 • આયુર્વેદમાં વાયુનાશક એરંડિયું સંધિવામાં ખૂબ જ ફાયદાકારક છે. સૂંઠમાં ઉકાળા સાથે એરંડિયું વૈદ્યકિય સલાહ મુજબ લેવું.
 • એરંડિયું સાંધાઓ જકડાઈ ગયા હોય ત્યાં પહોંચીને તેને છૂટા પાડવાનું કામ કરે છે.

 • વિરૂૂદ્ધ આહાર ન ખાવો. તેનાથી લોહીમાં અમ્લતા વધે છે અને સાંધાઓ જકડાઈ જાય છે.

 • આયુર્વેદ, હોમીયોપેથીક તેમજ એલોપેથીમાં સંધિવા રોગના દુખાવા માંથી રાહત મેળવવાના ધણા ઉપાયો છે. જો યોગ્ય રીતે ટ્રીટમેંટ કરવામાં આવે તો આ ભયાનક દુખાવા માંથી રાહત મળી શકે છે.
Continue Reading

LIFESTYLE

સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ છે આ દેશી ફ્રીજનું પાણી, માટલાનું પાણી પીવાથી શરીરને થશે અનેક ફાયદા

Published

on

By

ઉનાળાની ઋતુમાં લોકોને વધુ તરસ લાગે છે. આવી સ્થિતિમાં લોકો રેફ્રિજરેટરનું પાણી પણ પીવે છે. પરંતુ રેફ્રિજરેટરમાંથી ઠંડુ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે. તે તમારા ચયાપચયને અસર કરે છે અને ગળા અને ફેફસાને લગતી સમસ્યાઓ પણ વધારે છે. ઠંડુ પાણી પીવું હોય તો માટલામાંથી પીવો. માટલાનું પાણી પીવાના અનેક લાભ છે આ સાથે માટલાનું પાણી અમૃત સમાન છે. તે અનેક સમસ્યાઓથી બચાવવાની સાથે શરીર માટે પણ ફાયદાકારક છે.

માટલાનું પાણીના ફાયદા

પાણીની ગુણવત્તા સારી રહે છે : સૌથી સારી વાત એ છે કે માટીના વાસણ અથવા ઘડામાંથી પાણી પીવાથી પાણીની ગુણવત્તા સુધરે છે. મટકા પાણીની તમામ અશુદ્ધિઓને દૂર કરે છે. પ્લાસ્ટિકની બોટલોથી વિપરીત, માટીના વાસણોમાં કોઈ રસાયણોનો ઉપયોગ થતો નથી. તેથી તે કેમિકલ મુક્ત છે

PH લેવલ સંતુલિત રહે : પાણી પીતી વખતે તેનું pH લેવલ જાણવું જરૂરી છે. pH નો સંપૂર્ણ અર્થ પાવર ઓફ હાઇડ્રોજન એટલે કે હાઇડ્રોજનની શક્તિ છે. પદાર્થમાં રહેલા હાઇડ્રોજન પરમાણુઓ તેની એસિડિક અથવા આલ્કલાઇન પ્રકૃતિ નક્કી કરે છે. એટલે કે જો પ્રવાહીનો pH 1 અથવા 2 હોય તો તે એસિડિક હોય છે અને જો pH 13 અથવા 14 હોય તો તે ક્ષારવાળુ હોય છે. જો pH 7 હોય તો તે ન્યુટ્રલ હોય છે જેમાં ન્યુટ્રલ બેસ્ટ છે. આનાથી શરીરના આંતરિક અવયવોને ઘણું નુકસાન થઈ શકે છે. આથી ઘડામાં રાખવામાં આવેલ પાણીનું pH લેવલ સંતુલિત રહે છે. ઘડાની પ્રકૃતિ આલ્કલાઇન છે, તે પાણીના એસિડિક તત્વોને સામાન્ય બનાવવાનું કામ કરે છે. ઘણા કે માટલાનું પાણી પીવાથી શરીરનું pH લેવલ પણ જળવાઈ રહે છે.

એસિડિટી અને ગેસની સમસ્યા દૂર થશે : માટીના વાસણમાં રાખેલ પાણી પીવાથી પીએચ લેવલ સંતુલિત રહે છે આથી તેનું નિયમિત પાણી પીવાથી એસિડિટી અને ગેસ્ટ્રિક જેવી સમસ્યાઓથી દૂર રહે છે.

મેટાબોલિઝમ બુસ્ટ થાય : માટીના વાસણમાં રાખેલ પાણી તમામ પ્રકારના રસાયણોથી મુક્ત હોય છે. જો તમે દરરોજ માટલાનું પાણી પીવો છો, તો તે મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. સારી પાચનક્રિયાથી આખા શરીરને ફાયદો થાય છે.

હીટ સ્ટ્રોકથી બચાવે : ઉનાળામાં હીટ સ્ટ્રોક એટલે કે લૂ લાગવાનો ખતરો રહે છે, પરંતુ જો તમે માટલાનું પાણી પીઓ છો તો તમે આ સમસ્યાથી બચી શકો છો. કારણ કે આ પાણીમાં મિનરલ્સ અને પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે.

ગળામાં સોજા નહી આવે : રેફ્રિજરેટરનું પાણી પીવાથી ક્યારેક ગળામાં સોજો આવે છે જ્યારે માટીના વાસણનું પાણી આપણને આ સમસ્યાઓથી બચાવે છે. જો કોઈને ગળામાં દુખાવો કે ખાંસી હોય તો ફ્રિજને બદલે માટલાનું પાણી પીવે છે તો થોડા ટાઈમમાં જ રાહત મળે છે

Continue Reading

LIFESTYLE

મેથી દાણાએ આધુનિક યુગનું ટોનિક છે

Published

on

By

મેથી દાણા એ ભારતીયોના રસોડામાં આવશ્યક મસાલો છે. તે માત્ર વાનગીઓમાં સ્વાદ જ નથી વધારતી, પરંતુ તેમાં રહેલા હાનિકારક તત્વોને પણ હળવા બનાવે છે. તેમની પાસે કેટલાક અવિશ્વસનીય ગુણધર્મો છે જે ઘણા રોગોમાં રાહત આપે છે. તે એક દવા તરીકે પણ કામ કરે છે. આયુર્વેદમાં મેથીના દાણામાંથી પણ અનેક ઔષધીઓ બનાવવામાં આવે છે.મેથી શરીરને સૌથી વધુ નુકસાન પહોંચાડતી બીમારીઓ સામે રક્ષણ આપે છે, જેમાં સુગર, મરડો, અપચો, યકૃતના રોગો અને કમળો, શુષ્ક રોગ, સંધિવા, બળતરા, ચક્કર આવવા વગેરેનો સમાવેશ થાય છે. એટલે આયુર્વેદમાં તેને અસાધારણ ગણાવવામાં આવ્યું છે.મેથી એક એવી વસ્તુ છે જે લગભગ દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે. મેથીમાં કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફોરસ એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટી-ઓક્સીડેન્ટ જેવા તત્વો હોય છે. હાલની પરિસ્થિતિની વાત કરીએ તો વિશ્વમાં સૌથી વધુ મેથીનું વાવેતર મોટા પાયે આર્જેન્ટિના, ઇજિપ્ત, દક્ષિણ ફ્રાન્સ, મોરક્કો અને લેબેનોન ઉપરાંત ઉત્તર અમેરિકા, પશ્ચિમ અને દક્ષિણ એશિયા, આફ્રિકાના ઉત્તર-પશ્ચિમ વિસ્તારો ઉપરાંત રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને પંજાબમાં પણ મોટા પાયે ઉગાડવામાં આવી રહ્યું છે.


નિષ્ણાતોના મતે, એક ચમચી મેથીમાં 6 ગ્રામ કાર્બોહાઇડ્રેટ (કાર્બોહાઇડ્રેટ સમૃદ્ધ ખોરાક), 3 ગ્રામ ફાઇબર, 3 ગ્રામ પ્રોટીન અને 1 ગ્રામ ચરબી હોય છે. તે મેગ્નેશિયમ, આયર્ન અને મેંગેનીઝનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે.આયુર્વેદ અનુસાર દરરોજ સવારે ખાલી પેટ મેથીના દાણાનું પાણી પીવાથી પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ કાયમ માટે દૂર થઈ જાય છે. મેથીના દાણાનું પાણી ડાયાબિટીસ, પાચન અને પેટને લગતી ઘણી બીમારીઓને નિયંત્રિત કરે છે અને સ્કિન, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવી શકાય છે. ચલો જાણીએ મેથી

દાણાના અગણિત ફાયદાઓ

 • મેથી આપણી પાચન તંત્ર અને પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. મેથીમાં વધુ માત્રામાં ફાઈબર હોય છે જે આપણા પાચનતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે.
 • મેથી વાળને મજબૂત બનાવે છે અને તેમને તૂટતા અટકાવે છે. મેથીમાં વિટામિન બી કોમ્પ્લેક્સ, ઝિંક, મેગ્નેશિયમ અને પ્રોટીન જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે.
 • મેથીના દાણા વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. તે જમ્યા પછી લાંબા સમય સુધી ભૂખને રોકે છે, જે ખોરાકની માત્રા ઘટાડે છે અને વજન ઘટાડે છે. મેથીના દાણા વિટામિન ઊ, પોટેશિયમ અને ફાઈબરનો સારો સ્ત્રોત છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
 • મેથીના દાણા લોહીમાં સુગર લેવલને નિયંત્રિત કરે છે. ફણગાવેલી મેથી વધુ સારી છે કારણ કે તેમાં પલાળેલા મેથીના દાણા કરતાં 30-40% વધુ પોષક તત્વો હોય છે. ઉધરસથી પીડાતા હોય તેમને પણ આ પાણી પીવુ જોઇએ. તેને આહારમાં સામેલ કરવાથી શરીર હંમેશા ગરમ રહે છે.
 • રાતે પલાળેલા મેથીના દાણા સવારે ખાલી પેટે ખાવાથી એસિડિટીથી રાહત મળે છે.
 • પલાળેલી મેથીનું સેવન પાચનને પ્રોત્સાહન આપવા અને ગેસ્ટ્રાઇટિસને દૂર રાખવા માટે પણ સારું છે.પાચન સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે મેથીનું પાણી પી શકાય છે. આ પાણી પીવાથી પેટમાં દુખાવો, પેટનો ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ ઓછી થઇ શકે છે. કબજિયાતથી પણ રાહત મળે છે.
 • મેથીનો એક ગુણ લોહીને પાતળું કરવાનો છે. લોહી જાડું થવાની સમસ્યાવાળી વ્યક્તિઓ રોજ સવારે એક ચમચી મેથીના દાણા ગરમી પાણી સાથે ગળી જાય તો એમની સમસ્યા દૂર થાય છે.
  કોઈ પણ વસ્તુ નો અતિરેક ક્યારેક ગેરફાયદા પણ આપે છે.વધુ પડતા મેથીના દાણા ખાવાના ગેરફાયદા પણ છે.
 • મેથીના દાણાનું વધુ પડતું સેવન કરવાથી કેટલાક લોકોને મોડેથી અપચો, ગેસ, ઉલ્ટી, ત્વચામાં બળતરા અને ન્યુમોનિયા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
 • મેથીના દાણામાં વધુ માત્રામાં ફાઈબર હોય છે, જે વધુ માત્રામાં ખાવામાં આવે તો હાર્ટબર્ન થઈ શકે છે.
 • મેથીના દાણાનું વધુ પડતું સેવન કરવાથી બ્લડ સુગર ઘટી શકે છે, જેનાથી હાઈપોગ્લાયકેમિયા થઈ શકે છે.
Continue Reading

Trending