Connect with us

ક્રાઇમ

પોરબંદરથી ઝડપાયેલ ડ્રગ્સનો જથ્થો શ્રીલંકા મોકલવાનો હતો

Published

on

  • ભારતીય વહાણમાં તમિલનાડુના માણસો મારફત કરવાની હતી ડિલિવરી પણ કોસ્ટગાર્ડે ખેલ બગાડી નાખ્યા

ગુજરાત એટીએસના અધિકારીઓએ પોરબંદરની જશ સીમામાંથી 86 કિલો હેરોઈનના જથ્થા સાથે પાકિસ્તાની ફિશીંગ બોટ ઝડપી લીધી હતી. જેમાં પાકિસ્તાનના બલુચિસ્તાનના 13 અને એક કરાંચીના શખ્સ મળીને 14 શખ્સોની ધરપકડ કરવામાં આવતા ચોંકાવનારી માહિતી બહાર આવી છે. પોલીસે બોટને આંતરવા કરેલા ફાયરિંગમાં બોટનો કેપ્ટન ઘાયલ થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

પોલીસ હવે આરોપીઓની ઝીણવટભરી પુછપરછ કરી રહી છે. જેમાં આ જથ્થો શ્રીલંકા પહોંચાડવાનો હોવાનું ખુલવા પામેલ છે.ગુજરાત એટીએસના એસપી કે.કે.પટેલને માહિતી મળી હતી કે પાકિસ્તાની ડ્રગ માફિયા હાજી અસ્લમ ઉર્ફે બાબુ બલોચ દ્વારા પાકિસ્તાનના કરાંચી બંદરેથી એક પાકિસ્તાની ફિશીંગ બોટ અલ રઝામાં કેટલાક શખ્સો ગેરકાયદે માદક પદાર્થો હેરોઈન અથવા મેથામ્ફેટામાઈનનો જથ્થો ભરીને 25 એપ્રિલની રાત્રે નીકળ્યા છે. તેઓ 26 એપ્રિલ 2024 ના રોજ પોરબંદરના આઈએમબીએલ નજીક ભારતીય જળ સીમામાં પ્રવેશવાના છે.

તે સિવાય ડ્રગ્સનો આ જથ્થો તામિલનાડુના કોઈ ભારતીય વહાણમાં તામિલનાડુના જ માણસો મારફતે શ્રીલંકાના ડ્રગ્સ માફિયાઓને ડિલીવરી કરવાના છે. આ પાકિસ્તાની બોટ તેના બોટના રેડિયો પર પોતાની કોલ સાઈન નસ્ત્ર અલી નસ્ત્રના નામથી ભારતીય વહાણને તેની કોલ સાઈન હૈદર નામનો પાસવર્ડ શેર કરીને આ ડ્રગ્સના જથ્થાની ભારતીય વહાણને ડિલીવરી કરવાના છે.

આ ઈન્ટેલીજન્સ માહિતીને ઈન્ડીયન કોસ્ટ ગાર્ડ તથા એન.સી.બી (ઓપ્સ) દિલ્હી સાથે શેર કરીને જોઈન્ટ ઓપરેશન હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો.
સમય ઓછો હોવાથી એટીએસ અને ઈન્ડીયન કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ પોરબંદરથી 180 નોટીકલ માઈલ દૂર આઈએમબીએલ તરફ પહોંચ્યા હતા. 26 એપ્રિલના રોજ વહેલી સવારે આ શંકાસ્પદ બોટ નજરે ચઢતા જ બોટને આંતરવાનો પ્રયાસ શરૂૂ કરી દેવાયો હતો. દરમિયાન બોટમાં બેઠેલા શખ્સો કેટલાક શંકાસ્પદ પેકેટ્સ દરિયામાં પધરાવતા હોવાનું દેખાયું હતું. એટલું જ નહી આરોપીઓએ તેમની બોટ ઓપરેશન ટીમની બોટ જોખમી રીતે હંકારીને તેની પર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.

જેને પગલે ઓપરેશન ટીમને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. આ ફાયરિંગમાં પાકિસ્તાની બોટમાં બેછેલો એક શખ્સ ઘાયલ થયો હતો. બાદમાં ઓપરેશન ટીમે શંકાસ્પદ પાકિસ્તાની બોટને આંતરીને તેમા સવાર 14 શક્સોને ઝડપી લીધા હતા. જેમાં 13 બલુચિસાતાનના અને 1 કરાંચીનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું.
ફાયરિંગમાં ઘાયલ થયેલા પાકિસ્તાની બોટના કેપ્ટન નઝીર હુસેનને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

આ બોટમાંથી ઓપરેશન ટીમના અધિકારીઓએ 78 પેકેટ્સમાં કુલ 86 કિલોગ્રામ માદક પદાર્થ મળી આવ્યો હતો. જે પોરબંદરના દરિયાકિનારે લાવવામાં આવ્યો હતો. જે પ્રાથમિક તપાસમાં હેરોઈન હોવાનું જણાતું હોવાનું અધિકારીએઓએ જણાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની અંદાજીત કિંમત 602 કરોડ રૂૂપિયા થવા જાય છે. તપાસમાં દેવભૂમિ દ્વારકા તથા જામનગર એસઓજીની પણ મદદ લેવામાં આવી હતી.પ્રાથમિક તપાસમાં પાકિસ્તાનના ડ્રગ્ માફિયા હાજી અસ્લમ ઉર્ફે બાબુ બલોચ દ્વારા મોકલવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. જે શ્રીલંકા પહોંચાડવાનો હતો.

ક્રાઇમ

રાજકોટ TRP ગેમ ઝોનમાં આગ દુર્ઘટનાની તસવીરો સામે આવી

Published

on

By

Continue Reading

ક્રાઇમ

નાનામવા રોડ ઉપર જ્વેલર્સની દુકાનમાં લૂંટ

Published

on

By

બેથી ત્રણ અજાણ્યા શખ્સો જ્વેલર્સ ઉપર હુમલો કરી ઘરેણાં લૂંટી નાસી છૂટતા સનસનાટી, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

રાજકોટના નાનામવા રોડ ઉપર રાજનગર ચોક નજીક આવેલ એક જવેલર્સના શોરૂમમાં આજે બપોરે બેથી ત્રણ અજાણ્યા શખ્સોએ ત્રાટકી શોરૂમના માલિક ઉપર હુમલો કરી સ્ટાફ કાંઈ સમજે તે પહેલા સોનાના ઘરેણાની લુંટ કરી નાસી છુટતા ભારે સનસનાટી મચી જવા પામી છે. આ ઘટનાની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.


જાણવા મળતી વિગતો મુજબ નાનામવા રોડ ઉપર રાજનગર ચોક પાસે આવેલ આનંદી જવેલર્સમાં આજે બપોરે 2-10 કલાકે ત્રણેક અજાણ્યા શખ્સો અચાનક જ ઘુસી આવ્યા હતાં અને શોરૂમનો સ્ટાફ કંઈ સમજે કે વિચારે તે પહેલા જ શોરૂમના માલિક ઉપર હુમલો કરી ઝપાઝપી કરી શોરૂમમાંથી સોનાના ઘરેણા હાથ લાગ્યા તે લઈ નાસી છૂટયા હતાં. આ ઘટનાના પગલે શોરૂમના સ્ટાફ અને સંચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી. અને લુંટારૂઓનો પીછો કર્યો હતો.પરંતુ તેમાં સફળતા નહીં મળતા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.


આ સમગ્ર લુંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોય બપોરે 2.10 કલાકે ત્રણ શખ્સોએ શોરૂમમાં ઘુસી લુંટ ચલાવ્યાનું જોવા મળી રહ્યું છે. બીજી તરફ લુંટારૂઓના હુમલામાં ઘવાયેલા શોરૂમ માલિકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાના પગલે પોલીસે શહેરમાં નાકાબંધી કરી નાસી છુટેલા શખ્સોને પકડવા કવાયત હાથ ધરી છે.


કાળઝાળ ગરમીના કારણે બપોરનો સમયે બજારો સુમસામ હોવાથી તેનો લાભ લઈ આ લુંટારૂ ટોળી આનંદી જવેલર્સમાં ત્રાટકી હોવાનું માનવામાં આવે છે. લુંટની ઘટનાને પગલે ભારે દેકારો મચી જતાં શોરૂમ ઉપર લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં. આ ઘટનામાં વિશેષ વિગતો મેળવાઈ રહી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ આ બનાવમાં લૂટ થઈ નથી પરંતુ લૂટનો પ્રયાસ થયો છે. આમ છતાં શોરૂમના માલીકનું નિવેદન નોંધ્યા બાદ સામી હકીકત બહાર આવશે.

Continue Reading

ક્રાઇમ

રાજકોટની હોટલમાં ત્યક્તા અને યુવતી ઉપર દુષ્કર્મ

Published

on

By

લગ્નની લાલચ આપી બ્યુટીપાર્લર સંચાલિકાને હવસનો શિકાર બનાવી

એસિડ એટેકની ધમકી આપી વિધર્મી શખ્સે કોલેજિયન યુવતી ઉપર દુષ્કર્મ ગુજાર્યું


રાજકોટમાં એક જ દિવસમાં દુષ્કર્મની બે ફરીયાદ નોંધાઈ છે.જેમાં લગ્નની લાલચ આપી બ્યુટીપાર્લર સંચાલિકા સાથે ગાંધીગ્રામના શખ્સે દુષ્કર્મ આચર્યું જયારે ગોંડલના વિધર્મી શખ્સે એસીડ એટેકની ધમકી આપી કોલેજીયન યુવતીને હવસનો શિકાર બનાવી હતી. બન્ને ફરીયાદ પ્ર.નગર પોલીસમાં નોંધાઈ છે.


પ્રથમ ફરીયાદમાં ભોગ બનનાર બ્યુટીપાર્લર સંચાલિકા ત્યકતાએ પોલીમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે ગાંધીગ્રામ શેરી નંબર 6માં રહેતા રાજુ કશ્યપ સોલંકીનું નામ આપ્યું છે. ભોગ બનનારે ફરીયાદમાં જણાવ્યું કે તેના લગ્ન છ વર્ષ પહેલા થયા હતા. સંતાનમાં પુત્ર છે. બે વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા હતા. રૈયા ચોકડીએ ફરવા ગઇ ત્યારે રાજુ સોલંકી સાથે પરિચય થયા બાદ પ્રેમ સબંધ બંધાયો હતો. તે વખતે તેણે આરોપીને પોતાના છૂટાછેડા થઇ ગયાનું અને પુત્ર પતિ પાસે હોવાની વાત જણાવી હતી. આમ છતાં રાજુએ તેની સાથે લગ્ન કરીશ તેમ કહ્યું હતું. જેને કારણે તે વિશ્વાસમાં આવી ગઇ હતી. બે વર્ષ પહેલા આરોપીએ તેને ફૂલછાબ ચોક પાસે આવેલી હોટલમાં બોલાવી તું આજથી મારી પત્ની છો તેમ કહી તેની સાથે તેની મરજીથી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ સાતેક મહિના સુધી અવારનવાર તે જ હોટલમાં બોલાવતો હતો. રાજુનું એક વર્ષ પહેલા એક્સીડેન્ટ થતાં પગમાં ફ્રેક્ચર થયું હતું. જેને કારણે રાજુ સોલંકી પથારીવશ હતો.

આ સ્થિતિમાં આરોપીએ તેને ઘરે સેવા કરવા માટે બોલાવી હતી. ઘરે જતી ત્યારે આરોપીના માતા-પિતા પણ બંનેના પ્રેમ સંબંધથી વાકેફ હતા. આરોપી માતા- પિતાની ગેરહાજરીમાં તેને ઘરે બોલાવી શરીર સંબંધ બાંધતો હતો. 2023ની સાલમાં રાજુએ તેને રૈયા ચોકડીએ બોલાવી બસ સ્ટેન્ડ પાછળ આવેલી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારે ભોગ બનનારે રાજુને લગ્ન કરવાનું કહેતા ના પાડી દીધી હતી. જેને કારણે રાજુ સોલકી સામે પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.


બીજા બનાવમાં રાજકોટમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી 22 વર્ષની યુવતીને ઈન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા કેળવી ગોંડલના ડેલા મોહમદ અખતર નામના વિધર્મી શખ્સે એસીડ ફેંકી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી અવારનવાર મળવા બોલાવી રાજકોટની એક હોટલમાં લઈ જઈ અલગ અલગ સમયે ત્રણેક વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. વિધર્મી શખ્સના ત્રાસથી કંટાળી અંતે ભોગ બનનાર કોલેજીયન યુવતીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

Continue Reading

Trending