Connect with us

ગુજરાત

વાવડીમાં ગેરકાયદે પાંચ દુકાનોનું ડિમોલિશન

Published

on

સરકારી ખરાબા અને ગૌચરની જમીન પર એનકેન પ્રકારે કરેલા દબાણો હટાવવા સરકારના આદેશ બાદ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે વાવડીમાં સરકારી જમીન પર કોમર્શીયલ બાંધકામ કરી અને સરકારી જમીન પર કબ્જો કરવામાં આવ્યો હતો. તેના પર આજે તાલુકાના મામલતદાર દ્વારા બૂલડોઝર ફેરવવામાં આવ્યું હતું.


કલેક્ટર કચેરીના જણાવ્યા મુજબ ગોંડલ રોડ પર આવેલ વાવડી ગામની સર્વે નં. 149ની 1000 ચોરસ મીટર સરકારી જમીન પર ભૂમાફિયાઓ દ્વારા કબ્જો કરવામાં આવ્યો હતો. અને તેના પર કમાવવાના હેતુથી પાંચ જેટલા કોમર્શીયલ બાંધકામ ખડકી દેવામાં આવ્યા હતા. જેમાં આ ભૂમાફિયાઓને અગાઉ નોટીસ આપવામાં આવી હતી. પરંતુ નોટીસને અવગણતા તાલુકા મામલતદાર દ્વારા આજે ડિમોલેશનની કાર્યવાહી કરાઈ હતી.
આજે સવારે તાલુકા મામલતદાર દ્વારા પોલીસના ચૂસ્ત બંદોબસ્ત સાથે બૂલ્ડોઝર દ્વારા પાંચ જેટલા ખડકાયેલા કોમર્શીયલ બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા અને અંદાજે રૂપિયા બે કરોડની કિંમતની સરકારી દબાણ મુક્ત જમીનને મુક્ત કરવામાં આવી હતી. જમીન ખઉલ્લી કરાવી અને જમીન ફરતે ફેન્સીં વોલ બાંધવાની કામગીરી કરવામાં આવી હતી.


અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં ધાર્મિક સહિત 2000થી વધારે દબાણો સરકારી અને ગૌચરની જમીન પર ખડકી દેવામાં આવ્યા છે. જેની સામે કલેક્ટર દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. અને નોટીસને અવગણનાર સામે કલેક્ટર તંત્ર દ્વારા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે.

ક્રાઇમ

તળાજાના દકાના ગામમાંથી વિદેશી દારૂની 1848 બોટલ, 264 ટીન ઝડપાયા

Published

on

By


ભાવનગર જિલ્લાની તળાજા પોલીસે આજે બાતમીના આધારે નજીકના દકાના ગામવાડી વિસ્તાર મા ખુલ્લી જગ્યામાં રાખવામાં આવેલ વિલાયતી દારૂૂ અને બિયરના ટીન શોધી કબ્જે લીધા હતા.બુટલેગર દકાના ગામના જ હોવાનો પોલીસ નો આરોપ છે.જોકે બંને બુટલેગર ને અગાઉથીજ પોલીસ ની રેડ ની જાણ થઈગઈ હોય તેવી શંકા સેવાઈ રહી છે.કારણકે પોલીસ ની રેડ દરમિયાન બુટલેગરો મળી આવ્યા ન હતા.દારૂૂ બિયર નો મસ મોટો જથ્થો બુલેગરો ભગવાન ભરોસે છોડી ને ચાલ્યા ગયા હશે?!.


બનાવ ની મળતી વિગતો મુજબ નજીકના દકાના ગામે આવેલ પંચરવાળી વાડી, ખુલ્લી જગ્યામા અંગ્રેજી દારૂૂ ની બોટલ 1848 અને બિયર ટીન 264 મળી કુલ રૂૂ.4,07,880/- ની કિંમત નો જથ્થો પોલીસે સવારે રેડકરી કબ્જે લીધો હતો.


પો.ઇ. પી.એલ.ધામા એ જણાવ્યું હતુ કે દકાના ગામના જ બે બુટલેગર અનિલ ઉર્ફે કાળું રમેશ જાબુચા, પુના મનાભાઈ મકવાણા ના નામ સામે આવતા બંને વિરુદ્ધ એફ.આઈ.આર નોંધવામાં આવીછે.રેડ દરમિયાન બંને ઈસમો મળી આવ્યા ન હતા.અવાવરુ જથ્થો મળી આવ્યો હતો.જેને લઈ સવાલ ઉદ્દભવી રહ્યાછેકે પોલીસ આવી રહ્યા ની જાણ બુલેગરો ને થતા તેઓ ભાગી છૂટ્યા હોય.

પરંતુ પોલીસ આવી રહ્યાની જાણ થઈ કઈ રીતે.સ્વાભાવિક જ બુટલેગરો આવડો મોટો જથ્થો રેઢો મૂકીને જાય નહિ. પો.ઇ ધામા એ જણાવ્યું હતુ કે ક્યાંથી આવ્યો,કેટલો આવ્યો અને ક્યારે ઉતાર્યો, અહીંથી કટીંગ થઈને માલ કોઈને આપવામાં આવ્યો છેકે કોણ અને અહીં માલ મોકલનાર કોણ છે,ક્યાં વાહનમાં જથ્થો મોકલવામાં આવ્યો છે તે બાબતે બુટલેગર ઝડપાયા બાદ સવાલોના જવાબો મળશે.
(તસ્વીર : વિપુલ હિરાણી)

Continue Reading

ગુજરાત

લીંબડી જેલમાં DYSPનું રાત્રે ઓચિંતુ ચેકિંગ, ‘ઘેર’ હાજર ચાર પોલીસમેન સસ્પેન્ડ

Published

on

By

બે પોલીસમેનની દેવભૂમિ દ્વારકા બદલી


લીંબડી ડીવાયએસપી વી.એમ. રબારીએ બે રાત પહેલાં લીંબડી સબ જેલમાં આકસ્મિક ચેકિંગ કર્યું ત્યારે જેલમાં ફરજ બજાવતા સાયલા પોલીસ મથકના નટવરભાઈ લાલજીભાઈ, લીંબડી પોલીસ મથકના હરપાલસિંહ સુખદેવસિંહ, ચુડા પોલીસ મથકના વિરેન્દ્રસિંહ દિલાવરસિંહ અને વિરેન્દ્રસિંહ ગનુભા ફરજ ઉપર હાજર મળ્યા નહોતા. જિલ્લા પોલીસ વડા ડો.ગિરિશ પંડ્યાએ ફરજ પર બેદરકારી દાખવનાર ચારેય પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દીધા હતા. આ અંગે લીંબડી ડીવાયએસપી વિમલ રબારીએ જણાવ્યું કે ચારેય પોલીસ કર્મીઓના નિવેદન લેવાયા હતા.


જયો બીજી ઘટનામાં સુરેન્દ્રનગર રાજકોટ વિભાગ કચેરી અધિક્ષક આર.કે.ચુડાસમા દ્વારા રેન્જ હેઠળ જિલ્લાઓમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની અન્ય જિલ્લાઓમાં વહીવટી કરણોસર જાહેર હિતમાં તાત્કાલિક અસરથી બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના 2 પોલીસ કર્મચારીની દેવભૂમિ દ્વારકા બદલી કરવામાં આવી છે. જેમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રનગરના બળવંતસિંહ મનુભાઇ ચૌહાણ, આર્મ લોકરક્ષક સુરેન્દ્રનગર પ્રશાંતભાઇ ખીમાભાઇ સરાની દેવભૂમિ દ્વારકા બદલી કરવામાં આવી છે. આથી આ કર્મચારીઓને તાત્કાલિક બદલીવાળી જગ્યાએ હાજર થવા છૂટા કરવા તેમના અધિકારીઓને સૂચના આપી તે અંગે જાણ કરવા સૂચના આપવામાં આવી છે.

Continue Reading

ગુજરાત

સૂત્રાપાડાના બરૂલામાં તળાવમાંથી માટી કાઢવાની મંજૂરી ગેરકાયદેસર

Published

on

By


ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના બરૂૂલા ગામના સરકારી તળાવમાંથી નેશનલ હાઇવેના કોન્ટ્રાક્ટર કલથીયા એન્જી. કંપનીને જીલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર સુનિલ રાઠોડ એ નિયમ વિરુદ્ધ મંજુરી આપ્યાનો ઘટસ્ફોટ થયો છે.


આ ગંભીર મામલે ગીર સોમનાથ જીલ્લા કલેક્ટરે ચીફ એન્જિનિયરિંગ (પંચાયત) અને અધિક સચિવ નર્મદા જળસંપતિ પાણી પુરવઠા ગાંધીનગરને પત્ર પાઠવી પંચાયત વિભાગ ગીર સોમનાથ હસ્તકના સુત્રાપાડા તાલુકાના બરુલા ગામે આવેલા તળાવમાંથી માટી કાઢવા માટે આપેલી મંજૂરી અને આ માટેની કરોડો રૂૂપિયાની રોયલ્ટી નહીં ભર્યા હોવાના આધાર પુરાવા સાથે સચિવને જાણ કરીને સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર સુનિલ રાઠોડ સામે પગલાં લેવા જણાવતા ખળભળાટ મચી ગયો છે.


ખનીજ કાઢવાની મંજૂરીની સત્તા ખાણ ખનીજ વિભાગને જ હોય છે. ત્યારે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર સુનિલ રાઠોડે સુજલામ સુફ્તામ યોજનાના રૂૂપકડા બહાના હેઠળ યોજના શરૂૂ થાય તે પૂર્વે સાચું ખોટું કરીને સુત્રાપાડાના બરૂૂલા ગામના સરકારી તળાવમાંથી નેશનલ હાઇવેના કામ માટે અમદાવાદની કળથીયા એન્જીનિયરિંગ ક્ધસ્ટ્રક્શન કંપનીને માટી કાઢવાની મંજૂરી આપી હતી. જેમાં તળાવના પાળાને કોઈ નુકસાન ન થાય તે રીતે માટી કાઢવાની હતી પરંતુ કલથીયા ઇન્જિનિયરિંગ કંપનીના પેટામાં માટીકામ કરી રહેલ અને અંદાજે ત્રણેક માસ સુધી સતત માટી કાઢી તળાવના પાળાને નુકસાન પહોચાડ્યું હતું.


જેના પરીણામે ગત જુલાઈ માસમાં સામાન્ય વરસાદમાં પણ તળાવના પાળા ઘસવા મંડતા તળાવ જોખમી સ્થિતિમાં ફેરવાઈ ગયું હતું. જો કે આ સમયે બરૂૂલા ગામના અગ્રણી અને જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ પ્રો. જીવાભાઈ વાળા સહિત ગ્રામજનોએ આ મામલે જવાબદાર તંત્ર ને ફરિયાદ કરી હતી.

Continue Reading
ક્રાઇમ8 minutes ago

તળાજાના દકાના ગામમાંથી વિદેશી દારૂની 1848 બોટલ, 264 ટીન ઝડપાયા

ગુજરાત9 minutes ago

લીંબડી જેલમાં DYSPનું રાત્રે ઓચિંતુ ચેકિંગ, ‘ઘેર’ હાજર ચાર પોલીસમેન સસ્પેન્ડ

ગુજરાત12 minutes ago

સૂત્રાપાડાના બરૂલામાં તળાવમાંથી માટી કાઢવાની મંજૂરી ગેરકાયદેસર

ગુજરાત12 minutes ago

મીઠાપુરમાં પ્રૌઢને હૃદયરોગનો હુમલો ઘાતક નિવડતા મળ્યું મોત

ગુજરાત21 minutes ago

PMJAY યોજનામાં ગેરરીતિ બદલ રાજકોટની બે હોસ્પિટલ સસ્પેન્ડ

ગુજરાત42 minutes ago

ભાવનગરના ત્રાપજ પાસે વધુ એક અકસ્માત : 19 ઘવાયા

ગુજરાત44 minutes ago

સુરેન્દ્રનગરમાં ભૂંડ પકડવા મામલે જૂથ અથડામણ : આરોપીઓનો ‘વરઘોડો’ નીકળ્યો

ગુજરાત48 minutes ago

ખંભાળિયામાં બોગસ દસ્તાવેજમાં સંડોવાયેલ પાંચ આરોપી ઝડપાયા

ગુજરાત51 minutes ago

ભાદર ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડાયું, શિયાળુ પાકને થશે ફાયદો

ગુજરાત1 hour ago

જસદણ-ભાડલા રૂટની બસ બંધ થતા છાત્રોનો ચક્કાજામ

રાષ્ટ્રીય2 days ago

અંબાણી-અદાણી: 100 બિલિયન ડોલર કલબમાંથી બહાર ફેંકાયા

આંતરરાષ્ટ્રીય21 hours ago

આવતીકાલે USના વ્યાજદરની ચિંતાએ સેન્સેક્સમાં 1100થી વધુ અંકનો કડાકો

આંતરરાષ્ટ્રીય2 days ago

જયોર્જિયાના ભારતીય રેસ્ટોરાંમાંથી 12 લોકો મૃત હાલતમાં મળતા હડકંપ

રાષ્ટ્રીય22 hours ago

‘વન નેશન, વન ઇલેક્શન’ બિલ લોકસભામાં પાસ, તરફેણમાં 269 અને વિરોધમાં 198 મત પડ્યા

ગુજરાત2 days ago

યાર્ડની બહાર જણસી ભરેલા 900 વાહનની 9 કિ.મી. લાઈન

ગુજરાત2 days ago

રાજકોટમાં 13મી ઓપન ગુજરાત ફૂટબોલ ટૂર્ના.નું ભવ્ય આયોજન

ગુજરાત2 days ago

સિટી બસના ચાલકે સર્જ્યો વધુ એક અકસ્માત: સાઇકલચાલકને ઈજા

ગુજરાત2 days ago

શનિવારે રાજકોટમાં 13.18 કલાકની સૌથી લાંબી રાત્રી

ગુજરાત2 days ago

દસ્તાવેજ કૌભાંડની તપાસ SDMને સોંપતા કલેકટર

ગુજરાત2 days ago

આધુનિકતાની આડમાં વિસરાતા સંસ્કારો: ચાર પુત્રોએ માતાને તરછોડ્યા

Trending