જંત્રીના જંગી ભાવવધારાથી વેપાર-ઉદ્યોગોને હાલાકી

ગુજરાત રાજયનો વિકાસ દિન-પ્રતિદિન ખુબ જ ઝડપથી વધી રહયો છે અને દેશના અર્થતંત્રને વેગવંતુ બનાવવામાં ગુજરાત હંમેશા અગ્રેસર રહયુ છે. હાલમાં રાજય સરકાર દ્વારા જંત્રીના…

ગુજરાત રાજયનો વિકાસ દિન-પ્રતિદિન ખુબ જ ઝડપથી વધી રહયો છે અને દેશના અર્થતંત્રને વેગવંતુ બનાવવામાં ગુજરાત હંમેશા અગ્રેસર રહયુ છે. હાલમાં રાજય સરકાર દ્વારા જંત્રીના સુચિત દરોડામાં જંગી વધારો કરવામાં આવ્યો છે. આવા જંગી વધારાના કારણે રાજયનો વિકાસ રૂંધાય જશે તેવુ સ્પષ્ટપણે અમારૂ માનવુ છે અને મોંઘવારીમાં પણ વધારો થવા પામશે.


રાજયમાં જંત્રીના જંગી ભાવ વધારાને કારણે સમગ્ર રાજયના વેપાર-ઉધોગકારો તથા આમ જનતાને ખુબ જ હાલાકી પડી શકે તેમ છે. તેમજ જે લોકો નવા સ્ટાર્ટઅપની શરૂઆત કરી રહયા હોય તેઓને પણ ઔદ્યોગીક એકમો સ્થાપવામાં ખુબ જ મુશ્કેલી પડી શકે તેમ છે. સાથો સાથ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીની જે નેમ છે કે દરેકને પોતાનુ ‘ઘર નું ઘર’ મળી રહી તેમાં પણ આ જંત્રીના વધારાના દર અડચણરૂપ સાબિત થશે.તેથી સરકારને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા ખાસ અપીલ કરવામાં આવે છે કે હાલ જે જંત્રીના સુચિત જંગી ભાવ વધારાનુ અમલીકરણ કરવામાં આવનાર છે તે મુલત્વી રાખવુ અને સ્ટેપ બાય સ્ટેપ દર વર્ષ મુજબ પ% થી 8% જેટલો વધારો કરવામાં આવે અને તે મુજબની સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવે તો રાજયની પ્રજા ઉ5ર આવા કમરતોડ ભાવ વધારાનો બોજ સહન કરવો ન પડે.

આનાથી સરકારની રેવન્યુની આવકમાં કોઇપણ જાતની નુકશાની થશે નહી અને રાજયની પ્રજાને પણ નુકશાની ભોગવવી ન પડે. સાથો સાથ સુચિત જંત્રીદર સામે વાંધા સુચનો રજુ કરવામાં પણ ઘણી વિસંગતતાની સાથે મુશ્કેલીઓ, ટેકનીકલ સમસ્યાઓ ઉદભવી રહી છે. વધુમાં હાલની જંત્રીમાં એરીયાવાઇઝ પણ ઘણી વિસંગતતાઓ છે તે માટે પણ યોગ્ય ચકાસણી કરીને તેને દુર કરવા અને વાંધા સુચનો સાંભળ્યા બાદ જ અમલીકરણ કરવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સમક્ષ રજુઆત કરવામાં આવેલ છે. થોડા સમય પેહલા જ જંત્રીના ભાવવધારો કરવામાં આવેલ હોય આ બાબતે તાત્કાલીકના ધોરણે વચ્ચગાળાનો રસ્તો કાઢવો જોઇએ. જેથી કરીને સમગ્ર દેશમાં ગુજરાત રાજય અવ્વલ નંબરે આગળ વધી રહયુ છે તો તેની ગતી પણ જળવાઇ રહે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *