ULC ફાજલ જમીનોને તાત્કાલિક ફેન્સિંગ કરવા જિલ્લા કલેક્ટર જોશીએ આપેલી સૂચના

રાજકોટ જિલ્લામાં સરકારી ખરાબાની જમીનો ઉપર ગેરકાયદેસર દબાણોનો સરવે કરવામાં આવ્યા બાદ હવે યુએલસીની ફાજલ જમીનોની તાત્કાલીક ફેન્સિંગ કરવા જિલ્લા કલેક્ટરે સુચના આપી છે. રાજકોટ…

રાજકોટ જિલ્લામાં સરકારી ખરાબાની જમીનો ઉપર ગેરકાયદેસર દબાણોનો સરવે કરવામાં આવ્યા બાદ હવે યુએલસીની ફાજલ જમીનોની તાત્કાલીક ફેન્સિંગ કરવા જિલ્લા કલેક્ટરે સુચના આપી છે.


રાજકોટ શહેરમાં મિલકત ખુલેલા બોગસ દસ્તાવેજ કૌભાંડ સામે આવ્યા બાદ તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશી દ્વારા જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ અને મામલેદારો પાસે ફાજલ થયેલ નિયમ કરેલ પત્રકનં એક અને પત્રક પાંચ પૈકીની બે તથા ત્રણ ભાગમાં એક થી ત્રણની 1960 થી લઈ નવેમ્બર 2024ની તમામ માહિતી તાલુકા વાઇઝ બે દિવસમાં મોકલવા માટે સુચના આપવામાં અવી છે. સાથોસાથ કલેકટર દ્વારા હવે ખાલી પડેલી ફાજલ જમીન પર તાત્કાલિક ફેન્સીંગ કરવા મામલેદારો અને પ્રાંત અધિકારીને સૂચના આપવામાં આવી છે.


કલેકટર વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં બોગસ દસ્તાવેજ કૌભાંડ બાદ કલેક્ટર એક્શનમાં આવ્યા છે. તાત્કાલિક ફાજલ જમીનની માહિતી મંગાવવામાં આવી હતી. મામલતદાર અન પ્રાંત અધિકારી દ્વારા ગઈકાલે કલેકટરને ફાજલ જમીનોના રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે ત્યારબાદ કલેક્ટર દ્વારા તાત્કાલિક જ મામલતદારો તેમજ પ્રાંત અધિકારીઓને ફાજલ રહેલી જમીનને તાત્કાલિક ફેન્સીગ કરવા સૂચના આપી દેવામાં આવી છે અને અઠવાડિયાની અંદર જ કામ પૂર્ણ કરવા પણ કહી દેવામાં આવ્યું છે.
સૂત્રો મળતી માહિતી અનુસાર રાજકોટ કલેકટર દ્વારા તાલુકાના તમામ મામલેદારોને ફાજલ પડેલી જમીન પર તાત્કાલિક રિપોર્ટ આપવા માટેની સૂચના આપવામાં આવી હતી અને જેમાં જિલ્લામાં 300થી વધુ ફાજલ જમીનના પ્લોટો ખાલી પડ્યા હોવાનું સામે આવ્યું છે. જેને તાત્કાલિક ફેન્સીગ કરવા માટે કલેકટર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *