તળાજાના દકાના ગામમાંથી વિદેશી દારૂની 1848 બોટલ, 264 ટીન ઝડપાયા

ભાવનગર જિલ્લાની તળાજા પોલીસે આજે બાતમીના આધારે નજીકના દકાના ગામવાડી વિસ્તાર મા ખુલ્લી જગ્યામાં રાખવામાં આવેલ વિલાયતી દારૂૂ અને બિયરના ટીન શોધી કબ્જે લીધા હતા.બુટલેગર…


ભાવનગર જિલ્લાની તળાજા પોલીસે આજે બાતમીના આધારે નજીકના દકાના ગામવાડી વિસ્તાર મા ખુલ્લી જગ્યામાં રાખવામાં આવેલ વિલાયતી દારૂૂ અને બિયરના ટીન શોધી કબ્જે લીધા હતા.બુટલેગર દકાના ગામના જ હોવાનો પોલીસ નો આરોપ છે.જોકે બંને બુટલેગર ને અગાઉથીજ પોલીસ ની રેડ ની જાણ થઈગઈ હોય તેવી શંકા સેવાઈ રહી છે.કારણકે પોલીસ ની રેડ દરમિયાન બુટલેગરો મળી આવ્યા ન હતા.દારૂૂ બિયર નો મસ મોટો જથ્થો બુલેગરો ભગવાન ભરોસે છોડી ને ચાલ્યા ગયા હશે?!.


બનાવ ની મળતી વિગતો મુજબ નજીકના દકાના ગામે આવેલ પંચરવાળી વાડી, ખુલ્લી જગ્યામા અંગ્રેજી દારૂૂ ની બોટલ 1848 અને બિયર ટીન 264 મળી કુલ રૂૂ.4,07,880/- ની કિંમત નો જથ્થો પોલીસે સવારે રેડકરી કબ્જે લીધો હતો.


પો.ઇ. પી.એલ.ધામા એ જણાવ્યું હતુ કે દકાના ગામના જ બે બુટલેગર અનિલ ઉર્ફે કાળું રમેશ જાબુચા, પુના મનાભાઈ મકવાણા ના નામ સામે આવતા બંને વિરુદ્ધ એફ.આઈ.આર નોંધવામાં આવીછે.રેડ દરમિયાન બંને ઈસમો મળી આવ્યા ન હતા.અવાવરુ જથ્થો મળી આવ્યો હતો.જેને લઈ સવાલ ઉદ્દભવી રહ્યાછેકે પોલીસ આવી રહ્યા ની જાણ બુલેગરો ને થતા તેઓ ભાગી છૂટ્યા હોય.

પરંતુ પોલીસ આવી રહ્યાની જાણ થઈ કઈ રીતે.સ્વાભાવિક જ બુટલેગરો આવડો મોટો જથ્થો રેઢો મૂકીને જાય નહિ. પો.ઇ ધામા એ જણાવ્યું હતુ કે ક્યાંથી આવ્યો,કેટલો આવ્યો અને ક્યારે ઉતાર્યો, અહીંથી કટીંગ થઈને માલ કોઈને આપવામાં આવ્યો છેકે કોણ અને અહીં માલ મોકલનાર કોણ છે,ક્યાં વાહનમાં જથ્થો મોકલવામાં આવ્યો છે તે બાબતે બુટલેગર ઝડપાયા બાદ સવાલોના જવાબો મળશે.
(તસ્વીર : વિપુલ હિરાણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *