પુલીસ કા હપ્તા ચલતા હૈ, દારૂ મિલતા હૈ… ઔર હમ પીતે હૈ!

ગુજરાતમાં દારૂબંધી હોવા છતા ખૂલ્લેઆમ દારૂ વેંચતો હોવાના બનાવો અવાર-નવાર સામે આવી રહ્યા છે. ત્યારે શહેરમાં દારૂબંધીના લીરા ઉડાડતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.…


ગુજરાતમાં દારૂબંધી હોવા છતા ખૂલ્લેઆમ દારૂ વેંચતો હોવાના બનાવો અવાર-નવાર સામે આવી રહ્યા છે. ત્યારે શહેરમાં દારૂબંધીના લીરા ઉડાડતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમા શખ્સ ‘પુલીસ કા હપ્તા ચલતા હૈ દારૂ મિલતા હૈ ઔર હમ પીતે હૈ’ બોલતો જોવા બળી રહ્યો છે.


ગોંડલ ચોકડી પાસેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમા વર્લ્ડ-ટુરના માઉન્ટેન ટ્રેકર વીડિયોમાં એક યુવાનને રાજકોટની સમસ્યા વિશે પૂછી રહ્યા છે. જે યુવાને પોતાનું નામ રાજ ગોસ્વામી જણાવ્યુ હતુ ટ્રેકર તેને રાજકોટની સમસ્યા વિશે પૂછતા તેણે અહિ સમસ્યા જ સમસ્યા છે. ક્રાઇમ બ્રાનચ, ડીસીબી, એસઓજી, કમિશનરને હપ્તા ચલતા હૈ, દારૂ મિલતા હૈ ઔર હમ પીતે હૈ તેમ બોલતો નજરે પડે છે.


વીડિયોમાં સ્થાનિક પોલીસ પણ જોવા મળી રહી છે. પરંતુ વીડિયો લાઇવ હોવાથી પોલીસ કઇ પણ જણાવ્યા વીના ત્યાથી નીકળી ગઇ હતી. દારૂબંધી છતા પોલીસના હપ્તાથી ખૂલ્લેઆમ દારૂ વેંચાતો હોવાનો વીડિયો વાઇરલ થતા ચકચાર મચી જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *