મીઠાપુરમાં પ્રૌઢને હૃદયરોગનો હુમલો ઘાતક નિવડતા તેમનું મોત નિપજ્યું હતું. ઓખા મંડળના મીઠાપુર ખાતે રહેતા જયેન્દ્રસિંહ હેમતસંગ વાઢેર નામના 57 વર્ષના ગરાસીયા પ્રૌઢને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ મૃતકના ધર્મપત્નીએ મીઠાપુર પોલીસને કરી છે.
ભાણવડ તાલુકાના કાટકોલા ગામની સીમમાં રહેતા પ્રકાશભાઈ હમીરભાઈ કરંગીયા નામના 35 વર્ષના યુવાન સાથે જૂની અદાવતનો ખાર રાખીને આરોપી હેમત સવા રાવલીયા, લખમણ જગા રાવલીયા, ભરત લખમણ, મયુર દેવાયત રાવલીયા અને રાજુ હેભા રાવલીયા નામના પાંચ શખ્સોએ હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તેમજ તેમના ટ્રેક્ટરમાં રૂૂપિયા 25,000 ની નુકસાની કર્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
ભંગારની ચોરી
ઓખા મંડળના બર્માસેલ ક્વાર્ટર વિસ્તારમાં રહેતા અને ભંગારનો વ્યવસાય કરતા સુરેશભાઈ બટુકભાઈ મકવાણા નામના 34 વર્ષના યુવાને પોતાના ઘર પાસેના ભંગારના વાડામાં રાખેલો વિવિધ પ્રકારનો રૂૂ. 3,000 ની કિંમતનો 60 કિલો ભંગાર ચોરી થયાની ધોરણસર ફરિયાદ ઓખા મરીન પોલીસમાં નોંધાઈ છે. આ પ્રકરણમાં સંડોવાયેલા મનાતા મૂળ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના રહીશ એવા શનિ અજીતભાઈ રાઠોડ નામના શખ્સની અટકાયત કરવામાં આવી હતી.
