સંધ્યા થિયેટર કેસમાં અલ્લુ અર્જુનને 13 ડિસેમ્બરના રોજ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમને વચગાળાના જામીન પર છોડી દેવામાં આવ્યા હતા. પરંતુ હાલમાં એક લેટર વાયરલ થઈ રહ્યો છે. એવું જાણવા મળી રહ્યું છે કે, તેના કારણે અલ્લુ અર્જુનની મુશ્કેલીઓ વધી શકે છે અને તેને ફરીથી જેલ જવું પડી શકે છે.
સોશિયલ મીડિયા પર એક લેટરનો ફોટો શેર કરવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ લેટર પોલીસ દ્વારા જારી કરવામાં આવ્યો હતો.
જેમાં તેમણે લખ્યું હતું કે, સુરક્ષા કારણોસર પુષ્પા 2ના સ્ટાર્સ થિયેટરમાં ન આવે. એક રિપોર્ટ પ્રમાણે આ પત્ર ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન દ્વારા જારી કરવામાં આવ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, સંધ્યા થિયેટરમાં એક જ પ્રવેશદ્વાર છે. એટલે જ્યારે કોઈ સેલિબ્રિટી આવે છે તો ભીડને નિયંત્રિત કરવી ખૂબ મુશ્કેલી પડે છે. લેટરમાં છેલ્લે લખ્યું હતું કે, 4 ડિસેમ્બરે ફિલ્મની ટીમે ત્યાં ન આવવું.
જો આ લેટર સાચો હશે, તો અલ્લુ અર્જુનની મુશ્કેલીઓ વધી શકે છે. તેઓ હાલમાં 12 જાન્યુઆરી સુધી જામીન પર છે. જો એવું સાબિત થાય છે કે, તેની ટીમે પોલીસની સલાહને અવગણી હતી તો તેની સામે કાર્યવાહી પણ થઈ શકે છે.
હકીકતમાં 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પુષ્પા 2ના પ્રીમિયર શો દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. આ નાસભાગમાં રેવતી નામની મહિલાનું શ્વાસ રૂૂંધાવાથી મોત થયું હતું. આ મામલે અલ્લુ અર્જુન, તેની સિક્યુરિટી ટીમ અને સિનેમા હોલ મેનેજમેન્ટ સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
