સિહોરમાં બે સગીર ઉપર 9 શખ્સોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી વીડિયો ઉતાર્યો

ભાવનગર જિલ્લાના સિહોર ખાતે સામે આવેલી એક ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. આજના આધુનિક સમયમાં બાળકો મોબાઈલ અને એમાં પણ ખાસ સોશિયલ મીડિયાનો વધુ પડતા…


ભાવનગર જિલ્લાના સિહોર ખાતે સામે આવેલી એક ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. આજના આધુનિક સમયમાં બાળકો મોબાઈલ અને એમાં પણ ખાસ સોશિયલ મીડિયાનો વધુ પડતા દૂરૂૂપયોગના કારણે કુમળી વયના બાળકોના માનસ પર વિકૃત અસર થઈ રહી છે, જેના કારણે બાળકો ક્યારેક એવું કૃત્ય કરી બેસે છે, કે જેમાં તેનું જીવન બરબાદ થઈ શકે છે. સિહોર શહેરમાં સામે આવેલી ઘટના જેમાં ઈન્સ્ટાગ્રામ પર સિહોરના બે સગીર બાળકોને 9 જેટલા અન્ય બાળકો ધાકધમકી અને મારમારી, કપડા ઉતરાવી અશ્ર્લીલ હરકતો સાથે દુષ્કર્મ આચરી તેનો વિડીયો વાયરલ કર્યો હતો.


આ વીડિયો ભોગ બનનારના કોઈ સંબંધી જોઈ જતા તેને સગીરના પિતાને જાણ કરી હતી અને સમગ્ર ઘટના બહાર આવી હતી.


જેમાં સગીર વયના બે બાળકો સિહોરના રાજીવનગર નજીકના અવાવરું વિસ્તારમાં રમતા હોય ત્યાંરે 6 સગીર અને 3 પુખ્ત વયના બાળકોએ આવી તમે અહીં શુ કરો છો તેમ ધમકાવી મારમારી વિકૃત માનસિકતા સાથે વિવિધ પ્રકારે અશ્ર્લીલ હરકતો અને દુષ્કર્મ કરાવી તેનો વિડીયો બનાવ્યો હતો, અને આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ તેમજ વોટ્સએપ પર વાયરલ કર્યો હતો.


આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં ભોગ બનનાર સગીરના પરિજનો અને લોકો પોલીસ મથકે દોડી ગયા હતા અને કાર્યવાહી કરવા માંગ કરી હતી. જેને પગલે પોલીસે 3 પુખ્ત વયના સહિત તમામ 9 બાળકોને હસ્તગત કરી આ બનાવમાં આરોપીઓ સામે ઇગજ – 115(2), 351(3),352,54, અનુસુચિત જાતિ અત્યાચાર અધિનિયમ 3(2)(દફ)ક્ષ,પોકસો – 4,6,12,14,17 GPA-135,IT -66B/67/67B સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *