અમરેલીના ખેડૂતની વસ્ત્રાપુરની મિલકત ગઠિયાએ બેંકમાં મૂકી 14.75 કરોડની લોન લઇ વાપરી નાખી

છેતરપિંડીની ઘટનામાં ફરિયાદ, નફો કે હિસાબ ન આપતા ખેડૂતની તપાસમાં ભાંડો ફૂટયો અમરેલીના ખેડૂતને ગઠિયાએ કંપનીમાં 20 ટકાના ભાગીદાર બનાવવાની લાલચ આપી લેટરપેડ પર સહીઓ…

છેતરપિંડીની ઘટનામાં ફરિયાદ, નફો કે હિસાબ ન આપતા ખેડૂતની તપાસમાં ભાંડો ફૂટયો

અમરેલીના ખેડૂતને ગઠિયાએ કંપનીમાં 20 ટકાના ભાગીદાર બનાવવાની લાલચ આપી લેટરપેડ પર સહીઓ કરાવી દીધી હતી. તેમજ ખેડૂતની વસ્ત્ર્રાપુરની મિલકત બેન્કમાં મોર્ગેજ મૂકી 14.75 કરોડની લોન લઇને વાપરી નાખી હતી. નફો કે હિસાબ ન આપતા ખેડૂતે તપાસ કરતા ભાંડો ફૂટતા ખેડૂતે ગઠિયા સામે નવરંગપુરા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોધાવી છે. અમરેલીના પ્રદીપભાઇ સેંજલિયા ખેતીકામ કરે છે અને ખેતી એગ્રી પ્રોડક્ટમાં ટ્રેડીગ કરે છે.

ગત વર્ષ 2019માં તેમના મિત્ર જીગ્નેશ માકડીયા દ્વારા અનિલ રૂૂંથલા સાથે મુલાકાત થઈ હતી. જીગ્નેશે કહ્યુ કે અનિલ ટેકસટાઇલના મોટા વેપારી છે. પ્રદીપભાઇ અમદાવાદ આવ્યા ત્યારે અનિલની નવરંગપુરામાં આવેલ ઓફ્સિે ગયા હતા. અનિલે જણાવ્યું હતું કે તે રૂૂન્થાલા એન્ટરપ્રાઇઝ કંપની ધરાવે છે અને કંપનીનું ટર્નઓવર સારું છે તેમને ધંધો વધારવા માટે પૈસાની જરૂૂર છે. જેથી પ્રદિપભાઇ પાસે નાણાકીય મદદ માંગી હતી. અને જો મદદ કરો તો 20 ટકાની ભાગીદાર બનાવી કંપનીના ડાયરેકટર બનાવી ભાગ આપશે તેવી લાલચ આપી હતી. જેથી લાલચમાં આવીને પ્રદીપભાઈએ કંપનીના 20 ટકા શેર તેમના નામે કરીને રોકાણ કર્યું હતું. ત્યારબાદ અનિલે પ્રદીપભાઈને વારંવાર અમદાવાદ ના આવું પડે તે માટે કંપનીના લેટરપેડમાં સહી કરી આપો તેમ કહીને 20 કોરા લેટરપેડ પર સહી કરાવી હતી.

બાદમાં ધંધો વધારવા પર્સનલ પ્રોપર્ટી બેન્કમાં મોર્ગેજ મૂકવી પડશે તેમ જણાવતા પ્રદિપભાઇએ તેમની વસ્ત્ર્રાપુરમાં આવેલી મિલકત બેંકમાં મોર્ગેજ મૂકીને રૂૂ. 14.75 કરોડની કેશ ક્રેડિટની લોન લીધી હતી. અનિલે ઓથોરિટી અને બેંકના આઈડી પાસવર્ડ પણ પોતાની પાસે રાખ્યા હતા અનિલ પ્રદીપભાઈને કોઈ હિસાબ આપતો નહોતો અને નફમાં પણ ભાગ આપતો નહોતો. જેથી ધંધામાં કરેલ રોકાણ પરત માંગીને છુટા થવાનું પ્રદિપભાઈએ જણાવ્યું હતું. ત્યારે પ્રદિપભાઇએ બેન્કમાં તપાસ કરતા લીધેલા લોનના રૂૂપિયા અનિલે પોતાના અંગત ઉપયોગ માટે વાપરી દીધા હોવાનું સામે આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *