ભાદર ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડાયું, શિયાળુ પાકને થશે ફાયદો

રાજકોટ જિલ્લાના જેતપુર નજીક આવેલ ભાદર -1 માંથી ખેડૂતોને રવિ પાકના પિયત માટે પાણી છોડવામાં આવ્યું છે. જેતપુર પાસે આવેલ ભાદર -1 ડેમમાં પીવાના પાણી…

રાજકોટ જિલ્લાના જેતપુર નજીક આવેલ ભાદર -1 માંથી ખેડૂતોને રવિ પાકના પિયત માટે પાણી છોડવામાં આવ્યું છે. જેતપુર પાસે આવેલ ભાદર -1 ડેમમાં પીવાના પાણી માટેનો પણ જથ્થો અનામત કરાયો છે.
ભાદર 1 ડેમની કુલ સપાટી 34 ફૂટની છે અને આ ડેમ 6647 MCFT પાણીની કુલ ક્ષમતા ધરાવે છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ડેમ ભાદર એક ડેમમાંથી ખેડૂતો માટે ખેત સિંચાઈ અર્થે ભાદર સિંચાઈ વિભાગ દ્વારા છ પાણ (સિંચાઈ માટેનું પાણી )છોડવામાં આવેલ છે.


ભાદર-1 ડેમ સિંચાઈની સૌથી મોટી કેનાલ 195 કિમી ધરાવે છે. ભાદર-1 ડેમમાંથી રાજકોટ મહાનગરપાલિકા અમરનગર જૂથ યોજના, કાગવડ જૂથ યોજના, ગોંડલ તાલુકાના 4 જૂથ યોજના હેઠળ 65 જેટલા ગામના 18 લાખથી વધુ લોકોને પીવાના પાણીનો આધાર ભાદર-1 ડેમ છે. ભાદર-1 ડેમમાંથી ખેડૂતો માટે શિયાળુ પિયત માટે કેનાલ મારફતે પાણી છોડવામાં આવ્યું હતું. અત્યારે કુલ છ પાણ આપવાનું ભાદર સિંચાઇ વિભાગ દ્વારા આયોજન કરાયું છે. જેમાં જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જુનાગઢ સહિત આસપાસના કુલ 46 જેટલા ગામોની જમીનને થશે પિયતનો લાભ 8,500 હેકટર જમીનને પિયત માટેનો થશે લાભ હાલ 2400 જેટલા ખેડૂતોએ સિંચાઈ વિભાગની કચેરીએ ફોર્મ ભરીને પાણી માટેની માંગ કરી હતી.


આ અંગે ભાદર ડેમના સિંચાઈ યોજનાના નાયબ કાર્યપાલક ઈજનેરે એન.બી.સિંધલ એ જણાવ્યું હતું કે, 150 ક્યુસેક પાણી કેનાલ મારફતે છોડવામાં આવ્યું છે. ખેડૂતોને ખેતી માટે યોગ્ય પ્રમાણમાં પાણી મળી રહે અને પાક સૂકાય નહીં તે માટે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.


સિંચાઈ માટે કુલ છ વાર ખેડૂતોને પાણી આપવામાં અવશે. કેનાલ આધારિત સિંચાઈના પિયતનો લાભ મળશે. ભાદર સિંચાઈ યોજના મારફતે પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવતા ખેડૂતોએ આનંદ અને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. તેમજ પિયતના કારણે પાકને ફાયદો થયો હોવાનું પણ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *