ગુજરાત
કર્મયોગના છ સિધ્ધાંતોને જીવનમાં ઉતારી કામ કરજો: મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું સમાપન કરાવતા રાજ્યમાં ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી વહીવટી સુધારણા અને જનહિતકારી યોજનાઓના અમલમાં વધુ ગતિ તથા પારદર્શિતા લાવવા તથા સેચ્યુરેશન એપ્રોચ સાકાર કરવા અઈં ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી હતી. આ તકે મુખ્યમંત્રીના હસ્તે ચિંતન શિબિરના કાયમી લોગોનું ડિજિટલ અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલી 11મી ચિંતન શિબિરના ત્રીજા અને અંતિમ દિવસે સમાપન સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટેકનોલોજીના ઉપયોગથી લોકકલ્યાણલક્ષી યોજનાઓના વ્યાપ વિસ્તારથી 100 ટકા લાભાર્થી આવરી લઈ સેચ્યુરેશનના અભિગમ અપનાવવા કરેલા આહવાનને ગુજરાત અઈંના ઉપયોગથી સર્વગ્રાહી રીતે સાકાર કરવા પ્રતિબદ્ધ છે.
તેમણે ચિંતન શિબિરના સમાપન સત્રમાં વરિષ્ઠ સચિવો, જિલ્લા કલેકટરો, વિકાસ અધિકારીઓને પ્રેરણા આપતાં કહ્યું કે, કુપોષણ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારી તથા જન ફરિયાદ નિવારણના ક્ષેત્રમાં અઈંનો ઉપયોગ સઘન બનાવવો છે. આ હેતુસર ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સ રચવામાં આવશે અને તેની ભલામણનો અહેવાલ એક મહિનામાં ટાસ્કફોર્સ આપે તેના આધાર પર અઈં અને ડેટા એનાલિસિસથી સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટની રાજ્ય સરકારની નેમ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનની પ્રેરણા અને માર્ગદર્શનમાં 2003થી શરૂૂ થયેલી ચિંતન શિબિરની જ્વલંત સફળતાને પગલે અનેક એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ આવ્યા છે. જેના પગલે ગુજરાત દેશનું મોડેલ સ્ટેટ તથા ગ્રોથ એન્જિન બન્યું છે. એટલું જ નહીં. આ શિબિરો ટેક્નોલોજી ડ્રીવન ગવર્નન્સ માટે એક ટેક ઓફ પ્લેટફોર્મ બની છે. વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને ખાસ કરીને સામૂહિક ચિંતન- મંથનથી જે ચર્ચા-વિમર્શ થાય તેના પરિણામે વિકાસને નવી દિશા મળે છે.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ચૂંટાયેલા પદાધિકારીઓ અને અધિકારીઓ એક બનીને ટીમ તરીકે કામ કરીને ગુજરાતના વિકાસને આગળ ધપાવી રહ્યાં છે. સરકારી તંત્રએ એવી અસરકારક ભૂમિકા નિભાવવી જોઈએ કે, ખોટું કરનારાના મનમાં તંત્રની બીક રહે. તેમણે એમ પણ ઉમેર્યું કે, બોનાફાઈડ ઈન્ટેન્શનથી થયેલી ભૂલો ચલાવી શકાય પરંતુ માલાફાઈડ ઈન્ટેન્શનને કોઈ કાળે ચલાવી લેવાશે નહીં. મુખ્યમંત્રીએ કર્મયોગના છ સિદ્ધાંતોને જીવનમાં ઉતારીને કર્મચારીમાંથી કર્મયોગી બનીને કામ કરવાની પ્રેરણા આપતા કહ્યું કે, આ સિદ્ધાંતો એકબીજા સાથે પરસ્પર એવા જોડાયેલા છે કે, કોઈ એક સિદ્ધાંતને જો વ્યક્તિગત જીવનમાં ઉતારીએ તો તેની અસર સમગ્રતયાં વ્યક્તિત્વ અને કતૃત્વ પર પ્રભાવશાળી રીતે પડે જ. ભૂપેન્દ્ર પટેલે કોઈપણ પ્રકારની નકારાત્મકતા સામે સકારાત્મક અભિગમ અપનાવવાની પ્રેરણા આપતા કહ્યું કે, સરકાર ખૂબ મહત્વપૂર્ણ ઉપયોગી પ્રજાલક્ષી કામગીરી કરતી જ હોય છે ત્યારે તેની જાણકારી લોકોને સમયસર મળતી રહે અને સોશિયલ મીડિયાના સમયમાં કોઈપણ માહિતી ઝડપથી ફેલાય છે ત્યારે, ખોટી વાતોની સામે સકારાત્મક અને સાચી વાતો લોકો સુધી ત્વરાથી પહોંચે તેવું દાયિત્વ આપણે સૌએ નિભાવવાનું છે.
સમાજમાં અનેક પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ત્યારે, કોઈપણ ઘટના બની ગયા પછી તેને તાત્કાલિક સુધારવા અને ભવિષ્યમાં એવી કોઈ ભૂલ ના થાય એ માટેનો અભિગમ કેળવીને કામ કરવા મુખ્યમંત્રીએ પ્રેરણા આપી હતી. આ ત્રિ-દિવસીય ચિંતન શિબિરમાં જે જૂથચર્ચા સત્રો યોજાયા હતાં તેમાં રોજગારીની તકો ઊભી કરવા, ગ્રામ્ય વિસ્તારમાં આવકમાં વધારો કરવા, સરકારી સેવાઓમાં સંતૃપ્તિ, પ્રવાસનના વિકાસમાં જિલ્લા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં યોગદાન જેવા ચાર મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચિંતન થયું છે, તેની ભલામણોને જિલ્લા સ્તરે ઝડપથી અમલમાં મુકવા મુખ્યમંત્રીએ પ્રેરક સૂચન કર્યું હતું. તેમણે આ સંદર્ભમાં ઉમેર્યું કે, દરેક જિલ્લા કલેક્ટરો, વિકાસ અધિકારીઓ પોતાના જિલ્લામાં આ ભલામણોમાંથી ત્રણ પ્રોજેક્ટ નક્કી કરીને તેના પર ઝડપથી કાર્યવાહી કરે અને સમયાંતરે તેની પ્રગતિની સમિક્ષા પણ કરતા રહે.
વિકાસલક્ષી કોઈપણ કામગીરીમાં પર્યાવરણને ધ્યાનમાં રાખીને જ આગળ વધવા મુખ્યમંત્રીએ ખાસ આગ્રહ રાખ્યો હતો. ગ્રામ્ય સ્તરથી લઈને રાજ્ય સરકાર સુધીની કડીમાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ચાવીરૂૂપ છે ત્યારે, ગ્રામ્યસ્તર અને સરકાર વચ્ચે કોઈપણ પ્રકારનો ગેપ ના રહી જાય તે જોવા પણ મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટી તંત્ર વાહકોને સૂચન કર્યું હતું. રોજિંદી વહીવટી કામગીરીમાં કે વિવિધ પ્રક્રિયાઓમાં ક્યાંક અર્થઘટનના પ્રશ્નો કે કોઈ સમજ ફેરના પ્રશ્નો થતા હોય ત્યારે તેનું સામૂહિક ચિંતન કરીને, આવા પ્રશ્નો ઉકેલવાની દિશામાં ચિંતન શિબિરો દિશાદર્શક બની છે તેમ તેમણે જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા માટેનું લક્ષ્ય નિર્ધારીત કર્યું છે ત્યારે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સતત ચિંતન કરતા રહીને ગુજરાતને વિકાસમાં અગ્રેસર બનાવવા તેમણે આહ્વાન કર્યું હતું. ચિંતન એ માત્ર શિબિર નહીં પણ નિયમિત અને વ્યક્તિગત જીવનની પ્રક્રિયાનો ભાગ હોવો જોઈએ એમ પણ તેમણે ઉમેર્યું હતું. આ તકે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ચિંતન શિબિરના સફળ આયોજન માટે જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન આપ્યા હતા. તેમજ ચિંતન શિબિરના માઘ્યમથી પ્રાપ્ત થયેલ નૂતન વિચારોને કાર્ય સિદ્ધિ સુધી પહોંચાડવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
રાજ્યકક્ષાની 11મી ચિંતન શિબિરની આભાર વિધિ કરતા સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાનીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના સર્વે સદસ્યો, વરિષ્ઠ સચિવો અને જિલ્લા કલેક્ટરો અને ડીડીઓ જુદા જુદા વિષયો પરની જૂથ ચર્ચામાં સક્રિયપણે સહભાગી થવા અને ઉપયોગી ભલામણો આપવાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, સરકારના જુદા જુદા વિભાગો વચ્ચે અને જિલ્લા કક્ષાએ સુધી જુદી જુદી કચેરીઓ વચ્ચે યોગ્ય સંકલન સહકારથી વધુ શ્રેષ્ઠ પરિણામો મેળવી શકાશે. આ શિબિરના માધ્યમથી મેળવેલા નવા અભિગમ અને નવા વિચારોને આત્મસાત કરી આગળ વધવા માટે પણ જણાવ્યું હતું. ઉપરાંત તેમણે ચિંતન શિબિરના સમગ્ર આયોજન માટે સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ હારિત શુક્લ અને ગીર સોમનાથ જિલ્લા કલેકટર અને સમગ્ર વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. ચિંતન શિબિરના સમાપન સમારોહમાં નાણાં અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ સહિત રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ, મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સલાહકાર ડો.હસમુખ અઢિયા, મુખ્ય સચિવ રાજકુમાર, રાજ્ય સરકારના અધિક મુખ્ય સચિવો, અગ્ર સચિવો, સચિવો અને જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
ગુજરાત
સરકારી કર્મચારીઓ-પેન્શનરો માટે મોટા સમાચાર, સરકારે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો કર્યો વધારો
રાજ્ય સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. નાણા વિભાગ દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.જેમાં 1 જુલાઈ 2024થી 3 ટકાનો વધારો કરી 53 ટકા મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે. એટલે હવે 1 જુલાઈ 2024થી મૂળ પગારના 53 ટકા મોંઘવારી ભથ્થું પેન્શનરોને અને કર્મચારીઓને મળશે.
ગુજરાત સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે, ત્યારે તેમાં હવે રાજ્યના લગભગ 4.45 લાખ કર્મચારી સહિત 4.63 લાખ પેન્શનરોને લાભ મળશે. જેમાં રાજ્ય સરકાર અને પંચાયતના કર્મચારીઓને જુલાઈ 2024થી નવેમ્બર 2024 સુધીના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના પગાર તફાવતની રકમ ડિસેમ્બરના પગાર સાથે (પેઈડ ઈન જાન્યુઆરી 2025) રોકડમાં ચૂકવવાની રહેશે. જેમાં મોંઘવારી ભથ્થામાં 50 પૈસા અને તેના કરતાં વધુ પૈસાની ચૂકવણી આખા રૂપિયા પ્રમાણે થશે અને 50 પૈસા કરતા ઓછી રકમને ગણતરીમાં લેવામાં આવશે નહીં.
ગુજરાત
સોની બજારમાં કારીગરે 17.50 લાખના સોનાની ચોરી કરી
કારીગરોને ઘાટ બનાવવા આપેલા સોનામાં ઘટ હોવાનું જાણવા મળતા ચોરીની ઘટના CCTVમાં કેદ: વેપારીએ કારીગરને પકડી પોલીસને સોંપતા ફરિયાદ નોંધાઇ
રાજકોટમાં આવેલી સોની બજારમાં વધુ એક બંગાળી કારીગર સોની વેપારીનુ સોનુ લઇ ફરાર થઇ ગયો છે. આ અંગે એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી છે. જેમાં વેપારીએ અલગ – ઓગ દસ જેટલા કારીગરોને સોનાના ઘાટ બનાવવા સોનુ આપ્યું હતું જેમાંથી એક બંગાળી કારીગર 17.50 લાખનુ 240 ગ્રામ સોનુ લઇ ગયાની એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી છે. જો કે ફરિયાદીએ આરોપીને પકડી પોલીસને સોંપ્યો હતો.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, જાગનાથ પ્લોટમાં શીવ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા સોની વેપારી નીરજભાઇ ગીરીશભાઇ ધાનક (ઉ.વ. 42) નામના વેપારીએ પોતાની ફરિયાદમાં મુળ બંગાળના અને હાલ રામનાથપરા સાગોર હુસેન મીનરલનુ નામ આપતા તેમની સામે સોનાની ચોરી અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદી નિરજભાઇ એ ફરિયાદમાં જણાવ્યું હતુ કે તેમની પ્રહલાદ મેઇન રોડ પર ગરબી ચોક પાસે ધાનક હાઉસ જી.કે.ડી જવેલર્સ પ્રા. લી નામનુ સોનાનાં દાગીના બનાવવાનુ કારખાનુ આવેલું છે. ત્યા બેસી નીરજભાઇ ધાનક વેપાર કરે છે. તેમના કારખાનામાં 40 જેટલા કારીગર કામ કરે છે.
આ કારખાનામાં દોઢેક વર્ષથી બંગાળનો અને હાલ રામનાથપરામાં રહેતો સાગોર હુસેન મીનરલ પણ કામ કરે છે. તા. 0410 થી 02/12 સુધીના સમયે બંગાળના નવ કારીગરોનેસોનાના દાગીનાના જુદા-જુદા ઘાટ બનાવવા માટે સોનુ આપ્યુ હતુ. જેમાં એસ. કે. મહીદુલને 3540.868 ગ્રામ, સબીર હુસેનને 1210.440 ગ્રામ, એસ. કે. તોફીકને 1701.3340 ગ્રામ, એસ. કે. જામીરઅલી 166.080 ગ્રામ, સાગોર હુસેનને 2640.050 ગ્રામ, શેખ હસુમદીને 1457.110 ગ્રામ, યુસુબ અલીને 1837.0460, અરૂણભાઇને 852.790 ગ્રામ અને સંદીપનને 468.430 ગ્રામ જેટલુ સોનાના જુદા – જુદા ઘાટ બનાવવા માટે સોનુ આપ્યુ હતું.
ગઇ તા. 1/12ના રોજ સવારે કારીગર દિપકનો કોલ આવ્યો હતો અને તેમણે જણાવ્યું હતુ કે, યુસુબ અલીને કામ આપ્યુ તેમાંથી અઢી ગ્રામ સોનુ ઘટે છે અને કોઇએ ચોરી કરી છે ત્યારબાદ સીસીટીવી ચેક કરતા ત્યા કામ કરતો સાગોર હુસેન છેલ્લા બે મહિનાથી ચોરી કરતો હતો તેમણે રૂા. 17.50 લાખનુ 240 ગ્રામ સોનુ ચોરી કર્યાની કબુલાત આપતા તેમને પકડી પોલીસ મથકે લાવી પોલીસને સોંપ્યો હતો. આ મામલે એ ડીવીઝન પોલીસનાં પીએસઆઇ એચ. એન. જેઠવા અને સ્ટાફે તપાસ શરૂ કરી આરોપીને ઝડપી લીધો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સોની બજારમાં દુકાન ધરાવતા ઉકીન નામના વેપારીનુ 91 ગ્રામ રૂ. 6.80 લાખનુ સોનુ લઇ તેનો કારીગર વતનમાં જતો રહયો હતો આ બારામાં વેપારીએ પોલીસ કમિશનરને તા. 7/10 ના રોજ અરજી કરી હતી આ મામલે એ ડીવીઝન પોલીસે કોઇ ફરિયાદ નહી નોંધી હોવાનુ જાણવા મળી રહયુ છે.
કારીગરોનું પોલીસ મથકમાં રજિસ્ટ્રેશન કરાવવા અપીલ
સોની બજારમાં વેપારીઓનુ સોનુ લઇ કારીગરો ફરાર થતા હોવાની અનેક ફરિયાદો પોલીસમાં નોંધાઇ છે આ મામલે એ ડીવીઝન પોલીસના પી આઇ બારોટે જણાવ્યુ હતુ કે બંગાળી કારીગરોનુ પોલીસ મથકમાં રજીસ્ટરેશન કરાવવા અપીલ કરવામાં આવી છે.
ગુજરાત
રૈયામાં રૂા.50 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઇ
બાપા સીતારામ ચોક નજીક 5000 ચો.મી. સરકારી જમીન પરના 5 ગેરેજ-દુકાન સહિત 10 ઓરડીનું પોલીસનો બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન
સરકારી જમીન પર થયેલા ધાર્મિક સહીતના દબાણો હટાવવા માટેની કાર્યવાહી કરવા સુપ્રિમના આદેશ બાદ રાજકોટ જિલ્લામાં ડિમોલીશનની કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લામાં અંદાજે 2000 થી વધુ દબાણો સરકારી જમીન પર ખડકી દેવામાં આવેલા છે. તેની યાદી મુજબ દુર કરવાની કામગીરી કલેકટર તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આજે કલેકટરની સુચના મુજબ પશ્ચિમ મામલતદાર દ્વારા રૈયા રોડ નજીક બાપા સીતારામ ચોક પાસે 50 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઇ હતી.
રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલ બાપા સીતારામ ચોક નજીક પશ્ચિમ મામલતદાર દ્વારા રૈયા ગામની યુએલસી ફાજલ પ્લોટ સર્વે નંબર 156 પૈકીની પાંચ હજારના ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. જેમની બજાર કિંમત 50 કરોડથી પણ વધુ થવા જાય છે. પશ્ચિમ મામલતદાર દ્વારા અગાઉ બે થી ત્રણ વખત નોટિસ આપવા છતાં પણ દબાણ દૂર ન કરતા આજે પશ્ચિમ મામલતદાર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ કરવામાં આવી હતી.
મળતી વિગતો અનુસાર આજે વહેલી સવારે જ બાપા સીતારામ ચોક નજીક વર્ષોથી અડ્ડો જમાવી બેઠેલા રૈયા ગામ સર્વે નંબર 156 પ્લોટમાં છેલ્લા કેટલાય વર્ષોથી પાંચ ગેરેજો, એક પાનની દુકાન, 10 જેટલી ઓરડિયો સહિતના દબાણો પશ્ચિમ મામલતદાર એ.એમ જોશી, નાયબ મામલતદાર મહિરાજસિંહ પી ઝાલા, સર્કલ ઓફિસર ડી એલ પાદરીયા તલાટી શૈલેન્દ્રસિંહ રાણા, પુનમબેન કોરાટ, સ્નેહલબેન ગઢવી, રોહિણીબેન લાડવા તથા ગુંજનબેન ત્રિવેદી તેમજ ગાંધીગ્રામ પોલીસના બંદોબસ્ત સાથે 50 કરોડથી વધુ કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
પશ્ચિમ મામલતદાર એ.એમ જોષી એ જણાવ્યું હતું કે રૈયા ગામ વિસ્તારમાં ટી.પી ફાઈનલ પ્લોટ સર્વે નંબર 156 જુદા જુદા વાણિજ્ય પ્રકારના 16 જેટલા દબાણ કરવામાં આવ્યા હતા. યુ.એલ.સી પ્લોટનું દબાણ આજે ખુલ્લું કરાવવામાં આવ્યું હતું. વર્ષોથી સરકારી જમીન પર દબાણ કરેલા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું હતું. સરકારની કરોડોની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.વર્ષોથી પાંચ ગેરેજો, એક પાનની દુકાન અને 10 જેટલી ઓરડિયોનું બાંધકામ કરીને ભાડે આપી દેવામાં આવી હતી. ત્રણ જેટલી નોટિસ આપ્યા છતાં પણ દબાણ દૂર ન કરતા આજે પાંચ હજાર ચોરસ મીટર પ્લોટની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. જેમની અંદાજી બજાર કિંમત 50 કરોડથી પણ વધુ થવા જાય છે.
-
રાષ્ટ્રીય2 days ago
‘અમે ઈન્દિરાને પણ છોડ્યા નથી, હવે તમારો વારો છે..’, બાગેશ્વર બાબાને મળી જાનથી મારી નાખવાની ધમકી
-
કચ્છ2 days ago
ગુજરાતને વૈશ્વિક સ્તરે વધુ મળી એક ગૌરવ સિદ્ધિ, કચ્છના સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને ઇન્ટિરિયર્સની શ્રેષ્ઠતા માટે એવોર્ડ પ્રાપ્ત
-
ગુજરાત2 days ago
જિલ્લામાં 14 નાયબ મામલતદારની આંતરિક બદલીનો કલેકટરનો ઓર્ડર
-
ગુજરાત2 days ago
આઇસક્રીમમાંથી ફેટ કાઢી ચીઝમાં તેલની ભેળસેળ
-
ગુજરાત2 days ago
કાલથી શહેર-જિલ્લાની તમામ મામલતદાર કચેરીમાં E-kyc થશે
-
ગુજરાત2 days ago
સ્માર્ટ સિટી સહિતના કામોનું તા.13મીએ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
-
ગુજરાત2 days ago
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 123 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, 40 હજારને ડિગ્રી એનાયત કરશે
-
ગુજરાત2 days ago
પાલિકા-પંચાયતોની ચૂંટણીનો ધમધમાટ, ખાલી બેઠકોની માહિતી માગતા કલેક્ટર