ગુજરાત
સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપ સંગઠનના 22 મંડળ બનાવશે
ભાજપ દ્વારા નવા સંગઠન ની રચનાની કામગીરી જોરશોરમાં ચાલી રહી છે ત્યારે 15 ડીસેમ્બર પેહલા તાલુકા શેહર ના સંગઠન ની રચના કરવાની છે ત્યારે નવા સંગઠન મા પાટીઁ દ્વારા 70 બુથ થી વધુ બુથ હોય ત્યાં બે મંડલ બનાવવા અને આને, લીધી સુરેન્દ્રનગર જીલ્લા મા 16 સંગઠન હતા તે વધીને 22 સંગઠન બનશે તેવી આધાર ભુત વતુણોમાથી માહીતી મળીછે આગમા દીવસોમાં જાહેરાત પણ કરવામાં આવશે.
રાજયમા ભાજપના સંગઠન ની નીમણૂક ની તૈયારી ને, લઈને બેઠકો મીટીંગ અને બુથ કમીટી રચનાઓ ની કામગીરી પુર જોશમાં ચાલી રહીછે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામા પોતાની મનમાની કરવા માંટે અને પોતાના નજીકના ને હોદાપર બેસાડવા માટે , ભાજપનુ એક જુથ સક્રીય બન્યું છે આને લઈને જીલ્લામા ભારે ચચો જોવા મળી રહી છે સુરેન્દ્રનગર જિલ્લામાં ચુટણી ઈન્ચાર્જ તરીકે રાજય ખેતી બેન્ક ના ચેરમેન ડોલરભાઈ કોટેચા ની નીમણૂક કરાય છે તેમણે નવી રચનાઓ ને, લઈને પ્રવાસ પણ શરૂૂ કરી દીધો છે ત્યારે સંગઠનને મજબુત બનાવવા માટે પાટીઁ દ્વારા વઘુ સારૂૂ બુથ મેનેજમેન્ટ થાય તે માટે 70 બુથથી બુથ જો મંડલમા હોય ત્યાં બે મંડલ ની રચના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેવી જાણકારી આઘાર ભુત વતુણોમાથી માહીતી મળી છે તેને લઈને સુરેન્દ્રનગર જીલ્લા 16 મંડલ હતા તેમાં 6 મંડલ નો વઘારો થશે 22 જેટલા મંડલ બનશે જેમા મોટાભાગના તાલુકા મા બે મંડલની રચના કરવામાં આવશે ત્યારે આગમી દિવસો મા પાટી દ્વારા જાહેરાત કરવામાં મા આવશે ત્યારે તેને લઈ પાટી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે નવા સંગઠન ની રચનાઓ ને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
કચ્છ
ગુજરાતને વૈશ્વિક સ્તરે વધુ મળી એક ગૌરવ સિદ્ધિ, કચ્છના સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને ઇન્ટિરિયર્સની શ્રેષ્ઠતા માટે એવોર્ડ પ્રાપ્ત
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની વૈશ્વિક ગૌરવ સિદ્ધિમાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે. કચ્છ-ભૂજના સ્મૃતિવન મ્યુઝિયમને તેના ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ 2024 વર્લ્ડ ટાઈટલ એનાયત કરવામાં આવ્યું છે.
પેરિસમાં યુનેસ્કો હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા સમારોહમાં ગુજરાતને એનાયત થયેલો આ એવોર્ડ રાજ્ય સરકાર વતી રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ GSDMAના CEO અનુપમ આનંદ સાથે સ્વીકાર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવ સિદ્ધિ માટે સ્મૃતિવનની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, UNESCO ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ (Prix Versailles) એવોર્ડ અંતર્ગત ભુજના આ સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને 2024ના વર્ષની શરૂઆતમાં વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન મળ્યું હતું. હવે, વૈશ્વિક મંચ પર સાંસ્કૃતિક સીમાચિહ્ન તરીકે પોતાનું સ્થાન વધુ મજબૂત કરીને પ્રિક્સ વર્સેલ્સ 2024 વર્લ્ડ ટાઇટલ મેળવીને સ્મૃતિવન મ્યુઝિયમે આ અંતિમ એવોર્ડ-સન્માન ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
આ પ્રિક્સ વર્સેલ્સ એ વૈશ્વિક આર્કિટેક્ચર અને ડિઝાઇન એવોર્ડ છે અને વિવિધ શ્રેણીઓમાં અસાધારણ સિદ્ધિઓ માટે એનાયત કરવામાં આવે છે. મ્યુઝિયમ, એરપોર્ટ, કેમ્પસ, પેસેન્જર સ્ટેશન, રમતગમત સુવિધાઓ, એમ્પોરિયમ, હોટેલ્સ અને રેસ્ટોરન્ટનો તેમાં સમાવેશ થાય છે. ગુજરાતમાં 26 જાન્યુઆરી, 2001ના ગોઝારા ભૂકંપે જ્યારે કચ્છને ઘમરોળી નાખ્યું હતું, તે સમયે તેમાં જીવ ગુમાવનારા નાગરિકોના સ્મરણમાં સ્મૃતિવન ભૂકંપ સ્મારકનું નિર્માણ વડાપ્રધાનની પ્રેરણાથી કરવામાં આવ્યું છે. 28 ઓગસ્ટ, 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું.
સ્મૃતિવનનું આર્કિટેક્ચર ઐતિહાસિક ભુજિયો ડુંગર સાથે સુમેળભર્યું સંકલન કરે છે, તેમાં મુલાકાતીઓને આપત્તિની તૈયારી અને શક્તિ અંગે શિક્ષિત કરવા માટે રચાયેલી ઇમર્સિવ ગેલેરીઓ રાખવામાં આવી છે. મ્યુઝિયમની અનન્ય ડિઝાઇન અને હેતુ હવે આંતરરાષ્ટ્રીય મંચ પર સ્વીકૃત થયો છે, આ ગુજરાત અને ભારત બંનેનું વૈશ્વિક સ્તરે સન્માન છે.
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) દ્વારા, કચ્છ કલેક્ટર કચેરીની વહીવટી સહાયથી વિકસાવવામાં આવેલું સ્મૃતિવન કુશળતા અને વિઝનના સહિયારા પ્રયાસને પ્રતિબિંબિત કરે છે.સ્મૃતિવન એ પડકારો સામે લડવાની કચ્છની ખુમારીની યશોગાથા છે, આપદા સામે અડીખમ રહેવાના ખમીરની કહાણી છે, રાખમાંથી ફરી બેઠા થવાની કિર્તીકથા છે, શૂન્યમાંથી સર્જનનું ચિત્ર રજૂ કરતો એક જીવંત દસ્તાવેજ છે.
વડાપ્રધાનના વિઝનને અનુરૂપ નિર્માણ થયેલું સ્મૃતિવન ભુજના ભુજિયો ડુંગર પર 470 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. અહીં, વિશ્વના સૌથી વિશાળ મિયાંવાકી જંગલમાં 3 લાખ વૃક્ષો છે. ઉપરાંત ભૂકંપમાં મૃત્યુ પામેલે લોકોને શ્રદ્ધાંજલિરૂપે કુલ 12,932 પીડિત નાગરિકોના નામની તકતી, અહીં નિર્માણ થયેલા 50 ચેકડેમની દીવાલો લગાવવામાં આવી છે. આ ઉપરાંત સન પોઇન્ટ, 8 કિમી લંબાઇના ઓવરઓલ પાથવે, 1.2 કિમી આંતરિક રોડ, 1 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ, 3 હજાર મુલાકાતીઓ માટે પાર્કિંગ, 300થી વધુ વર્ષ જૂના કિલ્લાનું નવિનીકરણ, 3 લાખ વૃક્ષોનું વાવેતર, સમગ્ર વિસ્તારમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ અને 11,500 ચોરસ મીટરમાં ભૂકંપને સમર્પિત મ્યુઝિયમનો સમાવેશ થાય છે.
2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવે છે. 360 ડિગ્રી પર પ્રોજેક્શનની મદદથી 2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરી શકાય છે.કચ્છ આવનારા પ્રવાસીઓ માટે આ સ્મૃતિવન મ્યુઝિયમ જોવાલાયક સ્થળ તરીકે આકર્ષણ બન્યું છે.
ગુજરાત
જિલ્લામાં 14 નાયબ મામલતદારની આંતરિક બદલીનો કલેકટરનો ઓર્ડર
કુદરતી આફતો સામે લોકોને સરકારી મદદ મળી રહે તે માટે ઇમરજન્સી સેન્ટરોમાં ફરજ સોંપાઇ હોય તેવા રાજકોટ જિલ્લાના 14 નાયબ મામલતદારની વિવિધ કચેરીઓમાં કલેકટર દ્વારા ઓર્ડર કરી અને બદલી કરવામાં આવી હતી.
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા કરાયેલા ઓર્ડરમાં જેસડીયાની બદલીથી ખાલી પડેલ જગ્યા એ.એલ.સી. શાખામાં ભાવિકકુમાર વૈષ્ણવ, પડધરીમાં ચુડાસમાની બદલીથી ખાલી પડેલી જગ્યામાં રાજકોટ પશ્ચિમના ધવલ ભીમજીયાણીની સર્કલ ઓફીસર તરીકે પુરવઠા કચેરીમાં સેરસીયાની ખાલી જગ્યા પર પુરવઠા નિરિક્ષક તરીકે રાજકોટ દક્ષિણના ભરત પરમાર, હક્કપત્રક શાખામાં ચૌહાણ વયનિવૃત થતા સર્કલ ઓફિસર તરીકે કોટડા સાંગાણીના માધવ મહેતાની બદલી કરવામાં આવી છે.
ધોરાજી કચેરીના તુષાર નાઇની જામકંડોરણા, જામકંડોરણાના રવિરાજસિંહ ઝાલાની ઝોનલ અધિકારી-3, ગોંડલ ગ્રામ્યના ગુંજા કનેરીયાની પુરવઠા નિરીક્ષક-1, જામકંડોરણાના જયદીપસિંહ ભારડની ગોંડલ ગ્રામ્યમાં, રાજકોટ એ.એલ.સી. શાખાના સંદિપ જેસડીયાની પડધરી, નિલેશ ધ્રાંગીયાની પડધરી, પિયુષ ચુડાસમાની લોધીકા, સંજય રૈયાણીની કોટડા સાંગાણી, અનિલ ખાંભલાની જામકંડોરણા અને રાજકોટ પુરવઠા નિરીક્ષક જસ્મીન મકવાણાની આયોજન કચેરીમાં બદલી કરવામાં આવી છે.
ગુજરાત
આઇસક્રીમમાંથી ફેટ કાઢી ચીઝમાં તેલની ભેળસેળ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શ્રી સત્ય વિજય પટેલ સોડા ફેક્ટરી, સરલખાજી રાજ રોડ, પ્રહલાદ સિનેમાની બાજુમાં, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ વેનીલા આઇસ્ક્રીમ (લુઝ) નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું હોવાથી નમૂનો સબસ્ટાન્ડર્ડ(ફેઇલ) જાહેર થયેલ તેમજ હસનવાડી શેરી નં. 2, ગાયત્રીનગર મેઇન રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ CREAMYLITE PIZZA CHEESE (FROM 1 KG. PKD)નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ )ની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે.
જે અંગે બંન્ને વેપારીઓ સામે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે. તથા આજ રોજ ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રૈયા રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 58 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 10 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 52 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ હતી.
ફૂડ વિગભા દ્વારા (01)ગંગોત્રી ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)રવિ પાર્સલ પોઈન્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)શ્રીનાથજી દાલબાટી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)રોયલ ભૂંગળા બટેટા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05) શ્રીજી ફૂડ ઝોન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)સુપર ચાઇનીઝ પંજાબી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07) બિપિન પાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08) ગજાનન સિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)હરભોલે ટ્રેડિંગ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10) રોશની કોલ્ડ્રિંક્સ સહિતના પ2 ધંધાથીઓને ત્યા ચકાશણી હાથ ધરી લાઇસન્સ મેળવવા બાબતે અને હાઇજેનિક અતંગર્ત સૂચના આપવામાં આવી હતી.
-
રાષ્ટ્રીય14 hours ago
‘અમે ઈન્દિરાને પણ છોડ્યા નથી, હવે તમારો વારો છે..’, બાગેશ્વર બાબાને મળી જાનથી મારી નાખવાની ધમકી
-
કચ્છ5 hours ago
ગુજરાતને વૈશ્વિક સ્તરે વધુ મળી એક ગૌરવ સિદ્ધિ, કચ્છના સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને ઇન્ટિરિયર્સની શ્રેષ્ઠતા માટે એવોર્ડ પ્રાપ્ત
-
ગુજરાત1 day ago
કલમ 307 હટાવવા સામે સરધારાનો વિરોધ, CPથી માંડી CM-PM સુધી રજૂઆત
-
ગુજરાત1 day ago
PI પાદરિયાનો કેસ નહીં લડવાનો બાર એસો.નો ઠરાવ પરત
-
ક્રાઇમ1 day ago
લૂંટારુ ટોળકીનો આતંક: માત્ર દોઢ કલાકમાં ચારને છરી ઝીંકી લૂંટ ચલાવી
-
ગુજરાત1 day ago
મફત વીજળી યોજના અંગે કાલથી મનપાનો વોર્ડવાઇઝ કેમ્પ
-
ગુજરાત1 day ago
સર્વર ડાઉન, વીજળી ગુલ,e-kycમાં ધાંધિયા યથાવત્
-
ગુજરાત1 day ago
મનપાના સફાઇ કામદારો દ્વારા આજથી બેમુદતી ધરણાંનો પ્રારંભ