સ્માર્ટ સિટી સહિતના કામોનું તા.13મીએ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

જશવંતપુર ખાતે ઉમિયા માતાજી મંદિર અને શિક્ષણધામના ખાત મુર્હત માટે આવતા મુખ્યમંત્રી સંભવત સમય ફાળવશે ડીઆઇ લાઇન સહિતના ખાતમુહૂર્ત માટે મેયરે ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળી…

જશવંતપુર ખાતે ઉમિયા માતાજી મંદિર અને શિક્ષણધામના ખાત મુર્હત માટે આવતા મુખ્યમંત્રી સંભવત સમય ફાળવશે

ડીઆઇ લાઇન સહિતના ખાતમુહૂર્ત માટે મેયરે ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળી સમય માગ્યો

શહેરના રૈયા ગામ પાસે તૈયાર થયેલ અટલ સ્માર્ટ સીટી અને ગીફટ સીટી રોબર્ટ ઈન્ફાસ્ટ્રક્ચર પૂર્ણતાના આરે હોય તેમજ અલગ અલગ વિસ્તારોમાં 750 કરોડના ખર્ચે નાખવામાં આવનાર છે. તેવા ડીઆઇ પાઇપ લાઇન પ્રોજેક્ટ સહિતના કામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે કરવા માટે મનપાના મેયર નૈયનાબેન પેઢડીયા આજરોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને રૂબરૂ મળીને લોકાર્પણ અને ખાત મુર્હતના પ્રોજેક્ટનું લીસ્ટ આપી સમય માંગ્યો હતો. આથી તા.13ના રોજ રાજકોટની બાજુમાં જશવંતપુર ખાતે ઉમિયા માતાજી મંદિર અને શિક્ષણધામ ખાત મુર્હત માટે આવતા મુખ્યમંત્રી અટલ સ્માર્ટ સીટી સહિતના લોકાર્પણ અને ખાતમુર્હત માટે સમય ફાળવશે તેમ જાણવા મળેલ છે.


શહેરને સ્માર્ટસીટી માટે પસંદ કરાયા બાદ રૈયા ગામ પાસે સ્માર્ટ સીટીનું આયોજન કરવામાં આવ્યું છે. અને અટલસરોવર અને આવાસ યોજનાનું લોકાર્પણ થઈ ગયાબાદ હવે ગ્રીનફીલ્ડ સ્માર્ટસીટી એરિયામાં 550 કરોડના ખર્ચે ઈન્ફાસ્ટ્રક્ચરનો પોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જે પૂર્ણતાના આરે હોય મહાનગરપાલિકા દ્વારા તેનું અટલ સીટી નામકરણ કરવામાટે દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. જે આગામી જનરલબોર્ડમાં મંજુર કરવામાં આવી હતી. તેવી જ રીતે પ્રોજેક્ટના લોકાર્પણ માટે આજરોજ મુખ્યમંત્રી પાસે સમય માગવામાં આવ્યો છે. જેના લીધે આગામી તા.13ના રોજ મુખ્યમંત્રીના હસ્તે તમામ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ભૂમિપુજન કરવામાં આવશે. તેમ જાણવા મળેલ છે.


દેશભરના 100 સ્માર્ટ સિટીમાં એકમાત્ર એવા રાજકોટના 930 એકરમાં પથરાયેલા ગ્રિનફિલ્ડ સ્માર્ટસિટી એરિયામાં અટલ સરોવર આકર્ષણનું કેન્દ્ર બન્યા બાદ હવે રૂૂપિયા 550 કરોડના ખર્ચે બનેલા સૌરાષ્ટ્રના પ્રથમ મિની ગિફ્ટ સિટી સમાન રોબર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મહત્વનો પ્રોજેક્ટ હવે પુર્ણતાના આરે છે.

અને સંભવત: ડિસેમ્બર મહિનામાં રાજકોટ અને સૌરાષ્ટ્રની પ્રજાને આ મહત્વના પ્રોજેક્ટની ક્રિસમસ ગિફ્ટ મળે તેવી સંભાવના છે. રોબર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં આઇ.ટી. અને આઇ સીસીસીના કામોને આખરી ઓપ અપાઇ રહ્યો છે. દેશભરના 100 સ્માર્ટ સિટીમાં થર્ડ ફેસમાં પસંદ થયેલા રાજકોટના સ્માર્ટસિટી ક્ધસેપ્ટ એકમાત્ર ગ્રાઉન્ડ ફિલ્ડ ગિફ્ટસિટી તરીકે ગ્રિનફિલ્ડ આધારિત છે.જ્યારે સુરત ડાયમંડ સિટી છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના ડેવલપર્સ લાભ લે તો રોબર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંતર્ગત સ્માર્ટ સિટીમાં ઉભી કરાયેલી સગવડતા સૌરાષ્ટ્રનું પહેલું ગિફ્ટ સિટી બને તેમ છે. રાજકોટના સ્માર્ટસિટીમાં રોબર્ટ ઇન્ફાસ્ટ્રક્ચર 930 એકરમાં ફેલાયેલું છે. જે અંતર્ગત સ્માર્ટસિટી વિસ્તારમાં 26 જેટલા બગીચાઓ છે.જેમાં પર્યાવરણની જાળવણી માટે દરવર્ષે 50 હજાર વૃક્ષોનું વાવેતર સદભાવના ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *