હું ફરી કયારે લગ્ન કરી શકું: ગૂગલ પર સર્ચ કર્યું ને પોલીસ ઉઠાવી ગઇ

અમેરિકામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ ગૂગલ પર સર્ચ કર્યું હતું કે, હું ફરીથી લગ્ન ક્યારે કરી શકું? આ પછી પોલીસે…

અમેરિકામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ ગૂગલ પર સર્ચ કર્યું હતું કે, હું ફરીથી લગ્ન ક્યારે કરી શકું? આ પછી પોલીસે તેની ધરપકડ કરી હતી. વાંચીને તમને અજીબ લાગશે પણ આ હકીકત છે. જો કે આ ધરપકડ પાછળ એક ઘટના જવાબદાર છે.


પોલીસે પુરાવા તરીકે ગૂગલ સર્ચ હિસ્ટ્રી અને શંકાસ્પદ શોપિંગનો ઉપયોગ અને તેની પત્નીના ગુમ થયાના ચાર મહિના પછી હત્યાના આરોપમાં નરેશ ભટ્ટની ધરપકડ કરી.


37 વર્ષના નરેશ ભટ્ટે ગુગલ પર સર્ચ કર્યું હતું કે પતિ કે પત્નીના મૃત્યુ પછી લગ્નમાં કેટલો સમય લાગે છેથ. આ સિવાય પત્નીના ગુમ થયા બાદ તેણે કેટલીક એવી વસ્તુઓની પણ ખરીદી કરી હતી, જેના કારણે તે શંકાના દાયરામાં આવી ગયો હતો.


પ્રિન્સ વિલિયમ કાઉન્ટી કોર્ટના રેકોર્ડ મુજબ, વર્જિનિયાના માનસાસ પાર્કના રહેવાસી નરેશ ભટ્ટ પર પણ તેમની પત્ની મમતા કાફલે ભટ્ટના મૃતદેહને છુપાવવાનો આરોપ છે. હાલ પોલીસ મમતાના મૃતદેહની શોઘખોળ કરી રહી છે. નરેશ અને મમતા, જેઓ અમેરિકામાં રહેતા હતા. બંને નેપાળી મૂળના છે. મમતાનો પરિવાર નેપાળના કાવરેપાલચોક જિલ્લાનો છે, જ્યારે નરેશ કંચનપુરનો છે. 28 વર્ષની મમતા એક નર્સ અને એક દીકરીની માતા હતી, જે છેલ્લે 29 જુલાઈના રોજ મનાસસના યુવીએ હેલ્થ સેન્ટરમાં જોવા મળી હતી. જયાં તે નર્સ તરીકે કામ કરતી હતી.


નરેશ ભટ્ટની 22 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટે સપ્ટેમ્બરમાં તેમને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. હવે સત્તાવાળાઓએ પુષ્ટિ કરી છે કે ડીએનએ ટેસ્ટમાં દંપતીના ઘરમાં મળેલું લોહી મમતા ભટ્ટનું હોવાનું જાણવા મળ્યું છે, જે તપાસકર્તાઓ માને છે કે તેણીની 29 જુલાઈએ હત્યા કરવામાં આવી હતી.

દંપતીના ઘરની તપાસ દરમિયાન મુખ્ય બેડરૂૂમમાં લોહીના છાંટા મળી આવ્યા હતા. આ સાથે કાર્પેટ પર ગુલાબી રંગના ધબ્બાઓ પણ દેખાયા હતા. બાથરૂૂમમાં વધુ લોહી મળી આવ્યું હતું. કહેવાય છે કે મમતા 29 જુલાઈથી ગુમ છે, પરંતુ હજુ સુધી ન તો તેનું લોકેશન મળ્યું છે કે ન તો મૃતદેહ મળી આવ્યો છે.ઈનવેસ્ટીગેટરને એવું પણ જાણવા મળ્યું હતું કે નરેશ ભટ્ટે તેમની પત્ની મમતાની હત્યાના દિવસે વોલમાર્ટમાંથી ચપ્પાની ખરીદી કરી હતી. આ સિવાય નરેશ ભટ્ટ તેમની પત્ની ગુમ થયા બાદ કચરાપેટીમાં કચરો ફેંકતા હોય તેવો વીડિયોમાં કેપ્ચર થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *