પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જએ કેએસઇ-100 ઈન્ડેક્સને 100,000 પોઈન્ટ્સની જાદુઈ સંખ્યાથી આગળ લઈ જઈને ઈતિહાસ રચ્યો છે. ભારત પહેલા પાકિસ્તાને આ સિદ્ધિ મેળવી છે. અત્યારે ભારતીય બજાર 90 હજારનો આંકડો પણ પાર નથી કરી શક્યું. ગુરુવારે સવારે, ઇન્ડેક્સે 947.32 પોઈન્ટ્સ (0.95%) નો વધારો નોંધાવ્યો હતો અને 99,269.25 ના પાછલા બંધ સ્તરથી 100,216.57 પર પહોંચ્યો હતો. દિવસના અંતે ઈન્ડેક્સ 813.52 પોઈન્ટ (0.82%)ના વધારા સાથે 100,082.77 પર બંધ રહ્યો હતો. દેશમાં બે દિવસની રાજકીય અનિશ્ચિતતા બાદ આ ઐતિહાસિક ફાયદો થયો છે, જેણે બજારને કેટલાક સમયથી અસ્થિર બનાવી દીધું હતું.
બીજી તરફ ભારતની વાત કરીએ તો ગઈકાલે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1,190 પોઈન્ટની નબળાઈ સાથે 79,043 પર અને નિફ્ટી 360 પોઈન્ટના ઘટાડા સાથે 23,914 પર બંધ રહ્યો હતો. ભારતમાં ઘટાડા પાછળનું કારણ અમેરિકા દ્વારા ચીન પર લાદવામાં આવેલા ટેરિફને કારણે ભારતીય આઇટી શેરોનું વેચાણ હતું. કારણ કે રોકાણકારો ડરતા હતા કે અમેરિકા ભારતીય આઇટી કંપનીઓ સામે પણ કાર્યવાહી કરી શકે છે. જો કે, અહીં એક વાત નોંધનીય છે કે ભારતીય આઇટી કંપનીઓનો મોટાભાગનો બિઝનેસ ભારત બહારના દેશો સાથે છે. હવે અહીં સવાલ ઉઠી રહ્યો છે કે ભારતીય બજારમાં વેચવાલી વચ્ચે પાકિસ્તાનના શેરબજારમાં શા માટે તેજી આવી છે?
ટોપલાઇન સિક્યોરિટીઝના ચીફ એક્ઝિક્યુટિવ મોહમ્મદ સોહેલે પાકિસ્તાની અખબાર ડોન સાથે વાત કરતાં કહ્યું કે પાકિસ્તાની માર્કેટે માત્ર 17 મહિનામાં 40,000 રૂૂપિયાથી 100,000 રૂૂપિયાનું વળતર આપ્યું છે. તેમણે કહ્યું કે આ તેજી આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ પાસેથી લોન અને નાણાકીય શિસ્તનું પરિણામ છે, જેણે રોકાણકારોનો વિશ્વાસ પુન:સ્થાપિત કર્યો છે. આ સિવાય મોંઘવારી અને વ્યાજદરમાં તીવ્ર ઘટાડાથી બજારમાં રોકડનો પ્રવાહ વધ્યો છે.
સોહેલે જણાવ્યું હતું કે બજાર ઐતિહાસિક ઊંચાઈ પર હોવા છતાં, તેનો ઙઊ રેશિયો હજુ પણ 5ડ્ઢ પર ટ્રેડ થઈ રહ્યો છે, જે 7ડ્ઢના સરેરાશ સ્તર કરતાં નીચો છે. આનાથી બજારમાં રોકાણકારોને આકર્ષક તકો મળી છે. સોહેલે કહ્યું કે 1990ના દાયકાના અંતમાં ઇન્ડેક્સ 1,000 પોઈન્ટથી ઓછો હતો, પરંતુ હવે તે 100 ગણો વધીને 100,000 થઈ ગયો છે. તેમણે તેને 25 વર્ષના ઉતાર-ચઢાવ, તેજી અને મંદી, આશાવાદ અને નિરાશાવાદનું પરિણામ ગણાવ્યું. તેમણે કહ્યું કે બજારે આ વર્ષોમાં સરેરાશ 20% વાર્ષિક વળતર (રૂૂપિયામાં) અને 13% વળતર (ડોલરમાં) આપ્યું છે. આ બજારની સુગમતા અને સંભવિતતા દર્શાવે છે.
