રઘુવંશીઓનો મુંબઈમાં પણ દબદબો… મુલુંડના એમએલએ તરીકે ચુંટાયા મિહિર કોટેચા

  ફક્ત સૌરાષ્ટ્ર કે ગુજરાત જ નહીં પરંતુ દેશ - વિદેશમાં સારું એવું નામ અને શાખ ધરાવતા રઘુવંશી જ્ઞાતિના લોકોના સેવા, સમર્પણ અને ખ્યાતિમાં વધુ એક છોગું ઉમેરાયું છે. મહારાષ્ટ્ર રાજ્યની વિધાનસભાની તાજેતરમાં યોજાઈ ગયેલી ચૂંટણીમાં મુલુંડ બેઠક પરથી રઘુવંશી જ્ઞાતિના સંનિષ્ઠ કાર્યકર મિહિરભાઈ કોટેચાનો ભવ્ય વિજય થયો છે. જેને ખંભાળિયાના જ્ઞાતિજનોએ આવકારીને શુભેચ્છાઓ પાઠવી હતી.

   શનિવારે મહારાષ્ટ્રના જાહેર થયેલા વિધાનસભાના પરિણામોમાં 155 - મુલુંડ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિહિરભાઈ કોટેચાનો નોંધપાત્ર મતોથી વિજય થયો છે. ત્યારે મુંબઈના રાજકારણમાં પણ દબદબો ધરાવતા વધુ એક રઘુવંશી નેતા મિહિરભાઈ કોટેચાને ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના રઘુવંશી જ્ઞાતિના આગેવાનો, કાર્યકરો તેમજ હોદ્દેદારોએ ગર્વભેર આવકાર્યા છે. 

    જેમાં ખંભાળિયા લોહાણા મહાજન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, નગરપાલિકાના પ્રમુખ તેમજ કાઉન્સિલરો, પત્રકારો તેમજ જ્ઞાતિની વિવિધ સેવા સંસ્થાઓ તેમજ કાર્યકરોએ મિહિરભાઈ કોટેચાના આ ભવ્ય વિજયને આવકારી, શુભકામનાઓ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *