લખતર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન પર ફાયરિંગ, 3 શખ્સોની શોધખોળ

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળી છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર સાઈ ગેસ્ટ હાઉસ ખાતે બે રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં લખતરના સાંઈ ગેસ્ટ…

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળી છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર સાઈ ગેસ્ટ હાઉસ ખાતે બે રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં લખતરના સાંઈ ગેસ્ટ હાઉસ ખાતે ગેસ્ટ હાઉસના માલિક ઉપર અજયસિંહ રાણા, ધર્મેન્દ્રસિંહ રાણા અને એક અજાણ્યા શખ્સ દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. લખતર બસ સ્ટેશન પાસે ડાયવર્ઝનને કારણે ટ્રાફિકની રજૂઆત મુદ્દે માથાકુટ થઈ હતી.


જેમાં લખતરના સાંઈ ગેસ્ટ હાઉસના માલિક ભરતસિંહ પરમાર ઉપર અજયસિંહ બળવંતસિંહ રાણા અને ધર્મેન્દ્રસિંહ બળવંતસિંહ રાણા એક અજાણ્યા શખસ મળી કુલ ત્રણ શખસ દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કરાતાં એમને હાથના ભાગે એક ગોળી વાગતા ગંભીર ઇજા પહોંચી હતી. ભરતસિંહ લખતર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન હતા. આ ફાયરિંગની ઘટનામાં ઇજાગ્રસ્ત ભરતસિંહ પરમારને પ્રાથમિક સારવાર અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ત્યારબાદ ફરજ પરના હાજર તબીબ દ્વારા રીફર કરાતાં વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ગેસ્ટહાઉસ માલિક સાથે સામાન્ય બોલાચાલીમાં અજયસિંહ અને અન્ય શખસ દ્વારા બે રાઉન્ડ ફાઈરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ગેસ્ટહાઉસ માલિક ઉપર અજયસિંહ રાણા દ્વારા ફાયરિંગ કરી અજાણ્યા શખસો સાથે નાસી છૂટ્યા હતા.


આ ફાયરિંગની ઘટનાની જાણ લખતર પોલીસને થતાં લખતર પોલીસ તાકીદે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જેમાં બે રાઉન્ડ ફાયરિંગની ઘટનાની જાણ સુરેન્દ્રનગર જિલ્લા વડા ડો. ગીરીશ પંડ્યાને થંતા ડીવાયએસપી, એસઓજી અને એલસીબી પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલ આ ફાયરિંગની ઘટનાના પગલે પોલીસ વિભાગ દ્વારા ઘટનાસ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *