ગુજરાત
જમીનોના બોગસ દસ્તાવેજોમાં તંત્રની સંડોવણીની આશંકા
હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા કૌભાંડની તપાસ કરાવવા શહેર કોંગ્રેસની માગણી
રાજકોટની સબ રજીસ્ટ્રાર કચેરીમાં બે ઓપરેટર અને એક વકીલે 17 બોગસ દસ્તાવેજો બનાવી વેંચવાનુ કૌભાંડ ખુલવા પામ્યુ છે ત્યારે આ કૌભાંડમાં ત્રણ કચેરીની સંડોવણી હોવાનુ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આશંકા સેવાઇ છે અને આ બોગસ દસ્તાવેજો પ્રકરણે ન્યાયીક તપાસની માંગ કરેલ છે. આવેદનપત્રમાં જણાવાયુ છે કે રાજકોટની સબ – રજીસ્ટ્રાર કચેરીમાં બે ઓપરેટર અને એક વકીલે 17 બોગસ દસ્તાવેજો બનાવી વેંચવાનુ કોભાંડ ખુલ્યુ છે પરંતુ આ કૌભાંડનો આંકડો ચોંકાવનારો અને તટસ્થ તપાસ માંગી લે તેવો છે.
રાજકોટ શહેરની આજુબાજુની જમીનનો ભાવ આસમાને જતા શહેરની સીમાડાઓ પરની જમીનો શાસકપક્ષનાં આદેશથી પોતાના મળતીયાઓ દ્વારા મવડી, કોઠારીયા, નાના મૌવા, મોટા મૌવા, માધાપર, ભીચરી, ખોખળદળ સહિતનાં વિસ્તારોમા ભુમાફિયાઓ દ્વારા ગૌચર જમીનો સરકારી ખરાબાઓ અને પ્રાઇવેટ જમીનો વેંચી મારવાનુ કારસ્તાન લાંબા સમયથી ચાલતુ હોય તેવુ જણાય છે. તાજેતરમા સબ – રજીસ્ટ્રાર કચેરી અભિલેખાગાર કચેરી મામલતદાર કચેરીના અધિકારીઓની મિલી ભગત હોવાને પગલે ઓપરેટર, વકીલ અને નિવૃત કર્મચારીની સંડોવણી ખુલી અને સરકારી ખરાબા પરની કે પ્રાઇવેટ જમીનો બોગસ દસ્તાવેજો બનાવી વેચી મારવા અંગે પોલીસમા ગુનો નોંધાયેલ છે જે અંગેની તપાસ ડીસીપીના સુપરવિઝન હેઠળ ચાલી રહી છે ત્યારે ઓપરેટરો મહોરુ છે.
વર્ષ 2001 થી 2022 સુધીમા 3પ0 થી વધુ સરકારી ખરાબાઓની જમીનો પર બોગસ દસ્તાવેજો બની ગયાનુ લોકમુખે ચર્ચાઇ રહયુ છે. સરકારી ખરાબાઓની જમીનોની તકેદારી રાખવી એ સરકારી અધિકારીઓની જવાબદારી બને છે. તેમ છતા આ પ્રકારનુ મસ મોટુ કૌભાંડ પ્રકાશમા આવેલ છે. તટસ્થ તપાસ કરી રાજકીય દબાણને નજર અંદાજ કરીને અધિકારીઓની અને રાજકીય ભુમાફિયાઓની મિલીભગતથી રાજકોટમા જે કૌભાંડ થયુ છે. તેની તપાસ હાઇકોર્ટના ન્યાયધીશ દ્વારા કરવામા અને સીટની રચના કરવામા આવે અને જવાબદારોને જેલ ભેગા કરવા અમારી માંગ છે. આ અમારી લેખિત રજુઆત અંગે આપ દ્વારા થયેલ કાર્યવાહીની જાણ દિવસ 1પ મા નહી કરવામા આવે તો આપની કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા ધરણાં કરવાનો કાર્યક્રમ કરવાની ફરજ પડશે.
ક્રાઇમ
ગુજરાત ફરી શર્મસાર, 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી ઝાડીમાં ફેંકી દીધી
ભરૂૂચ જિલ્લાના ઝઘડિયા GIDCમાં 10 વર્ષીય બાળકી સાથે અપહરણ અને દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં તેની બાજુમાં જ રહેતા 36 વર્ષીય હવસખોરે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. હાલમાં પોલીસે આરોપીને દબોચી અપહરણ, પોકસો અને દુષ્કર્મ સહિતની કલમો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
ઝઘડિયા GIDC વિસ્તારમાં મજૂરી કામ કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા પરિવાર પર જાણે આભ ફાટયું હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોતાના મકાન નજીક રમી રહેલી માસૂમ 10 વર્ષીય બાળકીને તેની જ બાજુમાં રહેતો 36 વર્ષીય શખ્સ અપહરણ કરીને મકાનની પાછળ આવેલી ઊંચી દીવાલ પાર ઊંચકી ઝાડીઓમાં લઇ ગયો હતો. ત્યાં આ નારાધમે 10 વર્ષીય બાળકીને માર મારીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ નરાધમની વિકૃતતા એટલી હદ વટાવી ગઈ હતી કે બાળકીના ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચતાં માસૂમ દર્દને કારણે કણસી રહી હતી તેમ છતાંય હવસખોરે દયા વગર પોતાની હવસ સંતોષી બાળકીને લોહીલુહાણ હાલતમાં મૂકીને ભાગી ગયો હતો.
બાળકીની સારવાર કરતાં તબીબોના હાથ પણ ધ્રુજ્યા આ બાળકીને એટલી ગંભીર ઇજાઓ પહોંચી હતી કે તેનાથી ઉભું પણ થવાતું ન હતું. જેથી તે ત્યાંથી ઢસડાતી ઢસડાતી તેના મકાન પાસેની દીવાલ સુધી પહોંચીને પોતાની માતાને બુમો પાડવા લાગી હતી. આ સમયે ત્યાં વાસણ માજી રહેલી તેની માતાએ પોતાની પુત્રીનો અવાજ સાંભળતાં જ ઉપર ચઢીને જોતા જ ચોકી ઉઠી હતી. માતાએ તાત્કાલિક બાજુમાં રહેતાં અન્ય લોકોને બોલાવી તાત્કાલિક તેને સારવાર અર્થે ભરૂૂચ સિવિલ હોસ્પિટલમાં લઈને પહોંચી હતી. જ્યાં હાજર તબીબો બાળકીની હાલત જોઈ તેની સારવાર કરતા તેઓના પણ હાથ કાપવા લાગ્યા હતા. જોકે બાળકીને વધુ સારવારની જરૂૂર પડતાં તેને વધુ સારવાર માટે વડોદરાની જજૠ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
આ બાજુ ઘટનાની જાણ થતાં પોલીસકર્મીઓએ હોસ્પિટલમાં દોડી આવી બાળકીની માતાની ફરિયાદના આધારે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. આ સમય દરમિયાન પોલીસે માહિતીના આધારે તેની બાજુમાં રહેતા હવસખોરને ઝડપી પાડ્યો હતો. જેની કડક પૂછપરછ કરતા તે ભાગી પડ્યો હતો અને પોતાના ગુનાની કબૂલાત કરી હતી. જેથી ઝઘડિયા પોલીસે તેની સામે અપહરણ, પોક્સો અને દુષ્કર્મ સહિતનો કલમો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે ઉઢજઙ ડો.કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે હાલ બાળકીની તબિયત સ્થિર છે. પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો. આરોપી ઝારખંડનો છે અને બાળકીની બાજુમાં રહે છે અને મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો. હાલ આરોપીના રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ગુજરાત
ULC ફાજલ જમીનોને તાત્કાલિક ફેન્સિંગ કરવા જિલ્લા કલેક્ટર જોશીએ આપેલી સૂચના
રાજકોટ જિલ્લામાં સરકારી ખરાબાની જમીનો ઉપર ગેરકાયદેસર દબાણોનો સરવે કરવામાં આવ્યા બાદ હવે યુએલસીની ફાજલ જમીનોની તાત્કાલીક ફેન્સિંગ કરવા જિલ્લા કલેક્ટરે સુચના આપી છે.
રાજકોટ શહેરમાં મિલકત ખુલેલા બોગસ દસ્તાવેજ કૌભાંડ સામે આવ્યા બાદ તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશી દ્વારા જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ અને મામલેદારો પાસે ફાજલ થયેલ નિયમ કરેલ પત્રકનં એક અને પત્રક પાંચ પૈકીની બે તથા ત્રણ ભાગમાં એક થી ત્રણની 1960 થી લઈ નવેમ્બર 2024ની તમામ માહિતી તાલુકા વાઇઝ બે દિવસમાં મોકલવા માટે સુચના આપવામાં અવી છે. સાથોસાથ કલેકટર દ્વારા હવે ખાલી પડેલી ફાજલ જમીન પર તાત્કાલિક ફેન્સીંગ કરવા મામલેદારો અને પ્રાંત અધિકારીને સૂચના આપવામાં આવી છે.
કલેકટર વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં બોગસ દસ્તાવેજ કૌભાંડ બાદ કલેક્ટર એક્શનમાં આવ્યા છે. તાત્કાલિક ફાજલ જમીનની માહિતી મંગાવવામાં આવી હતી. મામલતદાર અન પ્રાંત અધિકારી દ્વારા ગઈકાલે કલેકટરને ફાજલ જમીનોના રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે ત્યારબાદ કલેક્ટર દ્વારા તાત્કાલિક જ મામલતદારો તેમજ પ્રાંત અધિકારીઓને ફાજલ રહેલી જમીનને તાત્કાલિક ફેન્સીગ કરવા સૂચના આપી દેવામાં આવી છે અને અઠવાડિયાની અંદર જ કામ પૂર્ણ કરવા પણ કહી દેવામાં આવ્યું છે.
સૂત્રો મળતી માહિતી અનુસાર રાજકોટ કલેકટર દ્વારા તાલુકાના તમામ મામલેદારોને ફાજલ પડેલી જમીન પર તાત્કાલિક રિપોર્ટ આપવા માટેની સૂચના આપવામાં આવી હતી અને જેમાં જિલ્લામાં 300થી વધુ ફાજલ જમીનના પ્લોટો ખાલી પડ્યા હોવાનું સામે આવ્યું છે. જેને તાત્કાલિક ફેન્સીગ કરવા માટે કલેકટર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે.
ગુજરાત
બાર એસો.ની ચૂંટણીનો માહોલ ગરમાયો: ઝંઝાવાતી પ્રચાર
એક્ટિવ, સમરસ અને કાર્યદક્ષ પેનલના સમર્થનમાં મિટિંગો, સ્નેહમિલન અને ડાયરાના કાર્યક્રમોનું આયોજન
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી ને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ઠંડીના ચમકારા વચ્ચે ત્રણેય પેનલોના ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર કાર્યમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. બાર એસોસિએશનની ચૂંટણીમાં મુખ્ય ત્રણ પેનલો વચ્ચે સીધી હરિફાઈ જોવા મળી છે.જેમાં એક્ટિવ પેનલના બકુલ રાજાણી સમરસ પેનલના પરેશ મારું અને કાર્યદક્ષ પેનલના દિલીપભાઈ જોશી વચ્ચે જંગ મંડાયો છે. તેમજ પ્રમુખ પદ માટે અન્ય ત્રણ ઉમેદવારો પણ મેદાનમાં છે જેમાં અતુલભાઈ જોશી, કૌશિક પંડ્યા અને હરિસિંહ વાઘેલા એ પણ જંગમાં ઝપલાવ્યું છે. ઉપપ્રમુખ માટે મયંક પંડ્યા, નિરવ પંડ્યા અને સુમિત વરા વચ્ચે તેમજ સેક્રેટરીમા કેતન દવે, સંદીપ વેકરીયા ,પરેશ વ્યાસ અને વિનસ છાયા વચ્ચે સ્પર્ધા છે. જોઈન્ટ સેક્રેટરી માટે ગિરિરાજસિંહ જાડેજા અને જીતેન્દ્ર પારેખ વચ્ચે હરીફાઈ જામી છે.
આ ઉપરાંતની જગ્યા માટે રાજેશ ચાવડા પંકજ દોંગા અને કૈલાશ જાની વચ્ચે તેમજ લાઇબ્રેરી સેક્રેટરીના પદ માટે રવિ ધ્રુવ અને કેતન મંડ વચ્ચે સ્પર્ધા છે. જ્યારે મહિલા અનામત જગ્યા માટે અરુણાબેન પંડ્યા, હર્ષાબેન પંડ્યા, રૂૂપલબેન થડેશ્વર અને રક્ષાબેન ઉપાધ્યાય ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે નવ કારોબારીની જગ્યા માટે 26 ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં ઉતર્યા છે આગામી તારીખ 20 ના રોજ યોજાના ચૂંટણીના મતદાન પૂર્વે ત્રણેય પેનલના ઉમેદવારો તેમજ સ્વતંત્ર ચૂંટણી લડી રહેલા ઉમેદવારો ચાર કાર્ય ધમધમાટ શરૂૂ થયેલ છે.
ચૂંટણી જેમ નજીક આવતી જાય છે તેમ તેમ વિવિધ સંગઠનો સાથે મીટીંગ નો દોર ચાલી રહ્યો છે જેમાં પરેશ મારુંની સમરસ પેનલના સમર્થનમાં બ્રહ્મ સમાજના વકીલોની બેઠક મળી હતી આ પેનલના સમર્થનમાં ક્લેમ બાર એસોસિએશનના ઇન્ચાર્જ જી આર પ્રજાપતિ સુનિલ મોઢા જે જે ત્રિવેદી વિપુલ કકડ ગોપાલ ત્રિવેદી રાજેશ મહેતા મનીષ ખખર સહિતની મોટી સંખ્યામાં સિનિયર જુનિયર વકીલો હાજર રહી સમરસ પેનલને સમર્થન આપ્યું છે આ ઉપરાંત સામાકાંઠેથી બાર એસોસિએશનની ચૂંટણીમાં સમરસ પેન્શનના કારોબારી સભ્યપદની ચૂંટણી લડી રહેલા અશ્વિન રામાણીના સમર્થનમાં પણ બેઠક મળી હતી. બીજી બાજુ કાર્યદક્ષ પેનલના સમર્થનમાં આવતીકાલે તારીખ 18 ની સાંજે સાડા સાત કલાકે વિરાણી હાઇસ્કુલ ખાતે હરદેવભાઈ આહીર દ્વારા લોકસાહિત્યનો ડાયરો અને હસારિયાનો કાર્યક્રમ સાથે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવેલ છે. આવતીકાલે સવારે એક્ટિવ પેનલના બકુલ રાજાણી દ્વારા કોર્ટ પાસે અલ્પાહાર માટે વકીલોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
-
રાષ્ટ્રીય2 days ago
બિટકોઈનમાં તોફાની તેજી, પ્રથમ વખત કિંમત 1.05 લાખ ડોલરને પાર
-
રાષ્ટ્રીય2 days ago
અંબાણી-અદાણી: 100 બિલિયન ડોલર કલબમાંથી બહાર ફેંકાયા
-
આંતરરાષ્ટ્રીય18 hours ago
આવતીકાલે USના વ્યાજદરની ચિંતાએ સેન્સેક્સમાં 1100થી વધુ અંકનો કડાકો
-
ગુજરાત2 days ago
રાજકોટમાં 13મી ઓપન ગુજરાત ફૂટબોલ ટૂર્ના.નું ભવ્ય આયોજન
-
ગુજરાત2 days ago
યાર્ડની બહાર જણસી ભરેલા 900 વાહનની 9 કિ.મી. લાઈન
-
રાષ્ટ્રીય20 hours ago
‘વન નેશન, વન ઇલેક્શન’ બિલ લોકસભામાં પાસ, તરફેણમાં 269 અને વિરોધમાં 198 મત પડ્યા
-
ગુજરાત2 days ago
સિટી બસના ચાલકે સર્જ્યો વધુ એક અકસ્માત: સાઇકલચાલકને ઈજા
-
આંતરરાષ્ટ્રીય2 days ago
જયોર્જિયાના ભારતીય રેસ્ટોરાંમાંથી 12 લોકો મૃત હાલતમાં મળતા હડકંપ