મનપાના ફૂડ વિભાગ દ્વારા આજરોજ 27 ખાદ્યપદાર્થોના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધરી અલગ અલગ બ્રાન્ડના મલાઈ તેમજ શુદ્ધ ઘીના 6 સેમ્પલ લઈ લેબમાં મોકલી આપ્યા હતાં. તેમજ 20 નમુનાનીસ્થળ પર ચકાસણી કરી 9 ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ અંગે નોટીસ આપવામાં આવી હતી.
ફૂડ વિભાગ દ્વારા આજરોજ ખાણી-પીણીના અને અન્ય ખાદ્ય ચીજોનું વેચાણ કરતા 27 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરેલ જેમાં (01)ક્રિષ્ના ડિલક્સ પાન કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)બજરંગ પાણીપુરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)ભવાની સુપર માર્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)ક્રિષ્ના ગાંઠિયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)બજરંગ ઢોસા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)ઠાકરધણી પાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)શક્તિ ટી સ્ટોલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)રાધે આઇસ્ક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)કટક બટક ફૂડ ઝોન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (10)ન્યુ પટેલ આઇસ્ક્રીમ (11)શ્રીનાથજી ફૂડ કોર્પોરેશન (12)અતુલ આઇસ્ક્રીમ (13)બજરંગ મોમોઝ સેન્ટર (14)શિવશક્તિ દાબેલી (15)શ્રી ક્રિષ્ના આઇસ્ક્રીમ (16)જય અંબે પ્રોવિઝન સ્ટોર (17)લાઈફ કેર ફાર્મસી (18)મનમંદિર કોલ્ડ્રિંક્સ (19)જય કિશન ડેરી ફાર્મ (20)પાલવ આઇસ્ક્રીમ (21)ખોડિયાર પ્રોવિઝન સ્ટોર (22)વેણુ રેસ્ટોરેન્ટ (23)સુંધાગ ડેરી ફાર્મ (24)મુરલીધર ફરસાણ (25)ભાવિક ટ્રેડિંગ (26)ખોડિયાર હોટલ (27)જલારામ ખમણ હાઉસની ચકાસણી કરવામાં આવેલ હતી.
ફૂડ વિભાગ દ્વારા આજે રૈયા રોડ ઉપર સત્વા માર્કેટીંગ નામની પેઢીમાં ચકાસણી હાથ ધરી મિલ્કી મિસ્ટ ગાયનું ઘી એક લીટર, પનીર ક્યુબ્સ, પ્રોસેસ બટર, તેમજ કુકીંગ બટર સહિતના 4 નમુના લીધા હતા. તેવી જ રીતે જયભીમ સર્કલ પાસે નાનામૌવા રોડ પર આવેલ બ્લીનકીટ ડાર્કસ્ટોરમાંથી પારસ બ્રાન્ડ દેશી ઘીનું એક લીટરનું પેકીંગ તથા આબાદ બ્રાન્ડ ગાયનું ઘી એક લીટરનું પેકીંગ સહિત કુલ 6 સેમ્પલ લઈ પૃથકરણ અર્થે લેબમાં મોકલી આપ્યા હતાં.
