આજે સવારે 9 વાગ્યાથી મહેસાણાની ઊંઝા એપીએમસીની ચૂંટણીની મતગણતરી શરૂૂ કરી દેવામાં આવી હતી. મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાયું હતું. લોકો એપીએમસીની ચૂંટણીના પરિણામની લોકો રાજ જોઈને બેઠા હતાં જેનો અંત આવી ગયો છે. એપીએમસીમાં ખેડૂત વિભાગની 10 જ્યારે વેપારી વિભાગની 4 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેનું પરિણામ આવી ગયું છે. એપીએમસીનું સુકાન કોને મળશે તે હવે નક્કી થઈ ગયું છે.
નોંધનીય છે કે, ઊંઝા એપીએમસીનું ચૂંટણી પરિણામ રાજકીય ભૂકંપ સર્જી શકે છે. ભાજપના મેન્ડેડ વિરુદ્ધમાં લડનાર 5 ઉમેદવારોના કારણે ભાજપમાં ભૂકંપ સર્જાઈ શકે છે.
કારણ કે, મેન્ડેડ વિનાના 5 ઉમેદવારો જે અપક્ષ તરીકે લડ્યાં હતા તેની પણ જીત થઈ છે. હવે જોવું એ રહે છે કે, ઊંઝા એપીએમસીના રાજકારણમાં કેવી ઉથલપાથલ થાય છે. પાંચ અપક્ષના ઉમેદવારોની જીત થઈ છે તેને લઈને રાજકારણ ગરમાઈ શકે છે.
ઊંઝા એપીએમસીની ચૂંટણીના બન્ને વિભાગોનીની મતગણતરી પૂર્ણ થઈ ગયું છે. ખેડૂત વિભાગની મતગણતરી પણ પૂર્ણ થઈ ગઈ છે. ખેડૂત વિભાગના કુલ 258 મતોની ગણતરી થઈ. મત ગણતરીમાં દિનેશ પટેલ જૂથના તમામ 10 ઉમેદવારો વિજયી બન્યાં છે. દિનેશ પટેલને ભાજપે 5 મેન્ડેડ આપ્યા હતા જે તમામ જીત્યા છે. જેથી 5 દિનેશ પટેલ સમર્થન વાળા ઉમેદવારની જીત થઈ છે.
સૌથી મોટી વાત છે કે, ઊંઝા એપીએમસીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલનો દબદબો યથાવત જોવા મળ્યો છે. એપીએમસીમાં ભાજપના 10માંથી 5 ઉમેદવારોની થઈ હાર છે. જો કે, ખેડૂત વિભાગની પેનલમાં દિનેશ પટેલ પેનલની જીત થઈ છે. પરંતુ સામે ધારાસભ્ય કિરીટ પટેલની પેનલના તમામ ઉમેદવાર હાર્યા છે, તેનો અર્થ કે એપીએમસીની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયું છે. દિનેશ પટેલના સમર્થકોએ ફટાકડા ફોડીને જીતને ઉત્સાહભેર ઉજવણી કરી છે.
મહત્વની વાત એ છે કે, ખેડૂત વિભાગની ટોટલ 10 બેઠકો પર દિનેશ પટેલના ઉમેદવારની જીત છે. કુલ 258 માંથી 242 મતો ની ગણતરી થઈ હતી. મતગણતરી દરમિયાન કુલ 16 મત રદ્દ થયા હતાં. અત્યારે દિનેશ પટેલના સમર્થકોએ જશ્ન મનાવ્યો અને જીતેલા તમામ ઉમેદવારનું વિજયી સરઘસ નીકળ્યું છે.
ખેડૂત વિભાગના વિજયી ઉમેદવાર
ભાજપના મેન્ડેડ ઉમેદવાર
પટેલ અંબાલાલ જોઈતારામ
પટેલ કનુભાઈ રામાભાઇ
પટેલ ધીરેન્દ્ર કુમાર બાબુલાલ
પટેલ પ્રહલાદભાઈ હરગોવિંદ
પટેલ ભગવાનભાઈ શિવરામદાસ
દિનેશ પટેલના સમર્થક ઉમેદવાર
પટેલ બળદેવભાઈ શિવરામદાસ
પટેલ રાજેન્દ્રકુમાર શંકરલાલ
પટેલ લીલાભાઈ માધવલાલ
પટેલ શૈલેષભાઈ તળશીભાઈ
પટેલ જયંતીભાઈ વિઠ્ઠલદાસ
