ગુજરાત
જમીનોના બોગસ દસ્તાવેજોમાં તંત્રની સંડોવણીની આશંકા
હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા કૌભાંડની તપાસ કરાવવા શહેર કોંગ્રેસની માગણી
રાજકોટની સબ રજીસ્ટ્રાર કચેરીમાં બે ઓપરેટર અને એક વકીલે 17 બોગસ દસ્તાવેજો બનાવી વેંચવાનુ કૌભાંડ ખુલવા પામ્યુ છે ત્યારે આ કૌભાંડમાં ત્રણ કચેરીની સંડોવણી હોવાનુ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આશંકા સેવાઇ છે અને આ બોગસ દસ્તાવેજો પ્રકરણે ન્યાયીક તપાસની માંગ કરેલ છે. આવેદનપત્રમાં જણાવાયુ છે કે રાજકોટની સબ – રજીસ્ટ્રાર કચેરીમાં બે ઓપરેટર અને એક વકીલે 17 બોગસ દસ્તાવેજો બનાવી વેંચવાનુ કોભાંડ ખુલ્યુ છે પરંતુ આ કૌભાંડનો આંકડો ચોંકાવનારો અને તટસ્થ તપાસ માંગી લે તેવો છે.
રાજકોટ શહેરની આજુબાજુની જમીનનો ભાવ આસમાને જતા શહેરની સીમાડાઓ પરની જમીનો શાસકપક્ષનાં આદેશથી પોતાના મળતીયાઓ દ્વારા મવડી, કોઠારીયા, નાના મૌવા, મોટા મૌવા, માધાપર, ભીચરી, ખોખળદળ સહિતનાં વિસ્તારોમા ભુમાફિયાઓ દ્વારા ગૌચર જમીનો સરકારી ખરાબાઓ અને પ્રાઇવેટ જમીનો વેંચી મારવાનુ કારસ્તાન લાંબા સમયથી ચાલતુ હોય તેવુ જણાય છે. તાજેતરમા સબ – રજીસ્ટ્રાર કચેરી અભિલેખાગાર કચેરી મામલતદાર કચેરીના અધિકારીઓની મિલી ભગત હોવાને પગલે ઓપરેટર, વકીલ અને નિવૃત કર્મચારીની સંડોવણી ખુલી અને સરકારી ખરાબા પરની કે પ્રાઇવેટ જમીનો બોગસ દસ્તાવેજો બનાવી વેચી મારવા અંગે પોલીસમા ગુનો નોંધાયેલ છે જે અંગેની તપાસ ડીસીપીના સુપરવિઝન હેઠળ ચાલી રહી છે ત્યારે ઓપરેટરો મહોરુ છે.
વર્ષ 2001 થી 2022 સુધીમા 3પ0 થી વધુ સરકારી ખરાબાઓની જમીનો પર બોગસ દસ્તાવેજો બની ગયાનુ લોકમુખે ચર્ચાઇ રહયુ છે. સરકારી ખરાબાઓની જમીનોની તકેદારી રાખવી એ સરકારી અધિકારીઓની જવાબદારી બને છે. તેમ છતા આ પ્રકારનુ મસ મોટુ કૌભાંડ પ્રકાશમા આવેલ છે. તટસ્થ તપાસ કરી રાજકીય દબાણને નજર અંદાજ કરીને અધિકારીઓની અને રાજકીય ભુમાફિયાઓની મિલીભગતથી રાજકોટમા જે કૌભાંડ થયુ છે. તેની તપાસ હાઇકોર્ટના ન્યાયધીશ દ્વારા કરવામા અને સીટની રચના કરવામા આવે અને જવાબદારોને જેલ ભેગા કરવા અમારી માંગ છે. આ અમારી લેખિત રજુઆત અંગે આપ દ્વારા થયેલ કાર્યવાહીની જાણ દિવસ 1પ મા નહી કરવામા આવે તો આપની કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા ધરણાં કરવાનો કાર્યક્રમ કરવાની ફરજ પડશે.