1500 રૂા.માં નકલી PMJAY કાર્ડ કાઢવાના દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ

ખ્યાતિકાંડની તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચને મહત્ત્વની સફળતા, સરકારી પોર્ટલમાં ચેડાં કરી અલગ અલગ રાજ્યોમાં વોટ્સએપ-ટેલિગ્રામ ગ્રૂપ મારફતે વગર કેવાયસીએ કાર્ડ કાઢી આપતા હતા: 10 સામે…

ખ્યાતિકાંડની તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચને મહત્ત્વની સફળતા, સરકારી પોર્ટલમાં ચેડાં કરી અલગ અલગ રાજ્યોમાં વોટ્સએપ-ટેલિગ્રામ ગ્રૂપ મારફતે વગર કેવાયસીએ કાર્ડ કાઢી આપતા હતા: 10 સામે ગુનો દાખલ

ખ્યાતિકાંડની તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઈમ બ્રાંચની તપાસમાં બોગસ આયુષમાન કાર્ડ બનાવી સરકારને ચૂનો ચોપડવાના કૌભાંડનો પણ પર્દાફાશ થયો છે. ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતે અન્ય 8 લોકો સાથે મળી આ કૌભાંડ આચર્યું હોવાનો પર્દાફાશ થયો છે. કાર્તિક પટેલના કહેવાથી જ ચિરાગ રાજપૂતે અન્ય લોકો સાથે મળી બોગસ PMJAY કાર્ડ તૈયાર કરાવતો હતો. લાખો રૂૂપિયાની સારવારનો ખોટી રીતે લાભ લેવા માટે માત્ર 1500 રૂૂપિયામાં બોગસ PMJAY કાર્ડ બનાવી દેવાતું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપીઓ દ્વારા સરકારી પોર્ટલમાં ચેડા કરી આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હોવાની વિગતો પણ સામે આવી છે. આ કૌભાંડ બાબતે કુલ 10 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અમદાવાદમાં સામે આવેલા આ કૌભાંડના અન્ય રાજ્ય સાથે તાર જોડાયેલા છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
દર્દી પાસેથી 1500 લઈ બોગસ કાર્ડ તૈયાર કરાતું હતું કાર્તિક પટેલના કહેવાથી ચિરાગ રાજપૂતે નિમેષ ડોડીયા પાસે કાર્ડ બનાવતો હતો. જે કાર્ડના 1500થી 2000 રૂૂપિયા લાભાર્થી પાસેથી વસૂલવામાં આવતા હતા. જેમાંથી નિમેશને રૂૂ. 1000 મળતા હતા.

નિમેશ ડોડીયા દ્વારા આયુષ્યમાન કાર્ડ બનાવવાના અલગ અલગ પોર્ટલ વાપરતો હતો. જે પોર્ટલોમાં જુદાજુદા કાર્ડો બનાવી આપવાની જાહેરાતો કરી અલગ અલગ લોકોના સંપર્કમાં આવેલો હતો. તેમજ જુદાજુદા વોટ્સએપ ગ્રુપ તથા ટેલીગ્રામ ગ્રુપમાં જોડાયેલ હતો. આ ગ્રુપ મારફતે તે મો. ફઝલ, મો. અસ્ફાક, નરેન્દ્રસિંહ ગોહિલ અને ઈમ્તિયાઝના સંપર્કમાં આવ્યો હતો.


ખ્યાતિ હોસ્પિટલે 4947 ઓપરેશન કરી 26 કરોડના ક્લેમ કર્યા હતા PMJAY વિભાગમાંથી મળેલા આ ડેટાનું એનાલિસિસ કરતાં જાણવા મળ્યું છે કે, ખ્યાતિ હોસ્પિટલે PMJAY યોજનામાં એનરોલ થયા પછી એટલે કે વર્ષ 2021ના મે માસથી 2024ના નવેમ્બર માસની 11 તારીખ સુધીમાં (ખ્યાતિકાંડ બહાર આવ્યું ત્યાં સુધીમાં) કુલ 4947 ઓપરેશન કર્યાં છે. આ તમામ ઓપરેશન PMJAY યોજના અંતર્ગત કર્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ તમામ ઓપરેશન અંતર્ગત કુલ 26 કરોડ 48 લાખ 52 હજાર 308 રૂૂપિયાની રકમ માટેના ક્લેઈમ સરકારમાં કરવામાં આવ્યા છે. આ ક્લેઈમ કરેલી રકમમાંથી ખ્યાતિ હોસ્પિટલને કેટલા રૂૂપિયા મળી ચૂક્યા છે, તે જાણી શકાયું નથી. પણ ખ્યાતિ હોસ્પિટલે 26 કરોડથી વધારેની રકમના ક્લેઈમ 43 મહિનામાં જ કરી નાખ્યા હતા.

કોની સામે ગુનો નોંધાયો?
કાર્તિક પટેલ, અમદાવાદ
ચિરાગ રાજપૂત, અમદાવાદ
નિમેશ ડોડીયા, અમદાવાદ
મોહમ્મદફઝલ શેખ, અમદાવાદ
મોહમ્મદઅસ્પાક શેખ, અમદાવાદ
નરેન્દ્રસિંહ ગોહિલ, ભાવનગર
ઈમ્તિયાજ, ભાવનગર
રાશીદ, બિહાર
ઈમરાન જાબીર હુસેન કારીગર, સુરત
નિખીલ પારેખ, અમદાવાદ

ગેરકાયદેસર યુઝર આઈડી મેળવીને 1200થી 1500 કાર્ડ બનાવી દેવાયા
સરકારી વેબપોર્ટલમાં ચેડાં કરી કાર્ડ બનાવ્યાં આ તમામ લોકો મળીને આશરે 1200થી 1500 જેટલા આયુષમાન કાર્ડ સરકારી પોર્ટલની ટેક્નિકલ ખામીનો દુરૂૂપયોગ કરી વેબસાઈટ પર જઈ ત્યાં સોર્સ કોડ સાથે ચેડા કરી કાર્ડ બનાવ્યા હતા.નિમેશ ડોડિયા, નરેન્દ્રસિંહ ગોહિલને આયુષમાન કાર્ડનું ઊ-ઊંઢઈ એપ્રુવ્ડ કરવા માટે ઊગજઊછ કોમ્યુનિકેશન પ્રાઈવેટ લિમિટેડ કંપનીના નિખીલ પારેખનાઓએ યુઝર આઈડી ગેરકાયદેસર રીતે બનાવી આપેલ હતું. જે પેટે તે માસિક 8 હજારથી 10 હજાર કમાતો હતો. આયુષમાન કાર્ડ બનાવવાનો કોન્ટ્રેક્ટ સરકાર દ્વારા એન્સર કંપનીને આપવામાં આવેલ ચે. જેમાં લેવલ-1 સુધીની પ્રક્રિયા તેમના દ્વારા કરવામાં આવતી હોય છે.


PMJAYમાં ઝડપી મંજૂરી મેળવવા દરેક ફાઈલને ‘ઈમર્જન્સી’ ટેગ મરાતો હતો
અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મોત મામલે મોટો ખુલાસો થવા પામ્યો છે. ક્રાઈમ બ્રાંચની તપાસમાં મોટો ખુલાસો થવા પામ્યો છે. ઙખ-ઉંઅઢ ની મંજૂરી મેળવવા દરેક ફાઈલને ઈમરજન્સી ટેગ અપાતું હતું. સરકારી યોજનાનાં રૂૂપિયા પડાવવા ફાઈલ ઈમરજન્સી તરીકે મોકલાતી હતી. તેમજ ઙખ-ષફુના અધિકારીઓ કંઈ પણ જોયા વગર ફાઈલને મંજૂરી આપી દેતા હતા. ઙખ-ઉંઅઢ ફાઈલ મંજૂરીની તપાસમાં હવે અન્ય હોસ્પિટલો પણ રડારમાં આવી છે. છેલ્લા 3 વર્ષમાં ખ્યાતિ દ્વારા 69 ગામોમાં ફ્રી કેમ્પ કરવામાં આવ્યા હતા. ફ્રી કેમ્પમાંથી 5637 લોકોને હોસ્પિટલમાં લવાયા હતા. તેમજ 2021 થી 2024 સુધીમાં 8534 દર્દીઓની ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાઈ છે. ખ્યાતિ હોસ્પિટલમાં 3842 દર્દીઓ સરકારી યોજનાનાં લાભાર્થી હતી. 3 વર્ષના ગાળામાં હોસ્પિટલમાં 112 દર્દીઓના મોત થયા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *