Connect with us

ગુજરાત

ખાટલે મોટી ખોડ; સિવિલમાં દૈનિક 1200 દર્દીઓ સામે 16 ડોક્ટર

Published

on

32માંથી 5 રજા ઉપર, 11 અન્ય ફરજોમાં વ્યસ્ત, મોટાભાગનાં વિભાગો શિખાઉ ડોક્ટરોના હવાલે

સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ જેવી સ્થિતિ; દર્દીઓની હાલત કફોડી


સૌરાષ્ટ્ર અને કચ્છની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલ કે જે હવે મલ્ટીસ્પેશ્યલ હોસ્પિટલ તરીકે પણ જાણીતી છે. ત્યાં દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાંથી દરરોજ હજારો દર્દીઓ સારવાર માટે આવે છે ત્યારે રાજકોટની આ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે જેને લાખો રૂપિયાનો પગાર ચુકવવામાં આવે છે તેવા મેડીકલ ઓફિસરોને અન્ય વહીવટી કામગીરીમાં વ્યસ્ત રાખવામાં આવતાં ડોકટરો દર્દીને તપાસવા કે સારવાર કરવાના બદલે અન્ય વહીવટી કામગીરીમાં રોકાયેલા રહે છે. જેના કારણે સિવિલ હોસ્પિટલમાં આવતાં દર્દીઓની હાલત કફોડી બની જાય છે. આંકડાઓ પર નજર કરીએ તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓપીડી તેમજ અન્ય વિભાગ અને ઈન્ડોર દર્દીઓની સારવાર અને તપાસ માટે 32 ડોકટરોનું મહેકમ છે આ 32 ડોકટરોમાંથી 5 ડોકટરો રજા ઉપર છે જ્યારે અન્ય 27 ડોકટરોમાંથી 11 ડોકટરો વહીવટી કામગીરીમાં રોકાયેલા રહે છે અને અન્ય 16 ડોકટરોના ભરોશે રાજકોટની સિવિલ હોસ્પિટલ ચલાવવામાં આવે છે. વહીવટી કામગીરીમાં ચાર ડોકટરો જ્યારે જેલમાં રૂટીન મુજબ અલગ અલગ ડોકટરોને ફરજ બજાવવાની હોય છે જેમાં બે ડોકટરો રોકાયેલા છે. ઉપરાંત પી.એમ.જે.વાય.માં ત્રણ, સ્ટોરમાં એક અને ઈન્ચાર્જ આર.એમ.ઓ. તરીકે એક તબીબી એમ કુલ 11 તબીબો અન્ય કામગીરીમાં રોકાયેલા છે.


સિવિલ હોસ્પિટલમાં હાલ દર્દીઓ શિખાવ ડોકટરના હવાલે રામ ભરોસે સારવાર લઈ રહ્યાં છે. મેડીકલ ઓફિસરો કે જે સિનિયર ડોકટરો છે. આવા ડોકટરોને દર્દીની સારવાર અને તપાસમાં નોકરી આપવાના બદલે છેલ્લા ત્રણ વર્ષથી અન્ય કામગીરીમાં મુકી દેવામાં આવ્યા છે. જેના કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલ રામ ભરોસે હોય તેવો ઘાટ સર્જાયો છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી આ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્ર અને કચ્છથી દરરોજ 1200થી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે અને આ દર્દીઓની તપાસ માટે હાલ માત્ર 16 ડોકટર જ ફરજ પર હોય જેના કારણે દર્દીઓની લાંબી કતારો દરરોજ સિવિલ હોસ્પિટલમાં લાગે છે. ગણતરી કરીએ તો દરરોજના આશરે 1200 દર્દીઓ માટે જો 16 ડોકટર ફરજ પર હોય તો એક ડોકટરને દરરોજના 75 થી વધુ દર્દીઓને તપાસવાના અને સારવાર કરવાની રહે છે.


સિવિલ હોસ્પિટલના તબીબોને ત્રણ સિફટમાં નોકરીની ફરજો બજાવવાની રહે છે ત્યારે ઓપીડીમાં આવતા દર્દીૈઓને તપાસવા ઉપરાંત ઈન્ડોર દર્દીઓ કે જેઓ વોર્ડમાં દાખલ હોય છે આવા સર્જીકલ વોર્ડ તેમજ ઓર્થોપેડીક વોર્ડમાં દર્દીઓને તપાસવાની જવાદારી આ તબીબો ઉપર હોય જેના કારણે કામનું ભારણ પણ વધી જાય છે. આથી ડોકટરો પણ દર્દીઓને યોગ્ય રીતે તપાસવા અને સારવાર કરવાના બદલે ધકેલ પંચા દોઢસો જેવી સ્થિતિ સિવિલ હોસ્પિટલમાં નિર્માણ પામી છે. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે જે 8 મેડીકલ ઓફિસરો કે જે સીનીયર ડોકટરો છે તેમના વહીવટી કામગીરીની જવાબદારી સોંપવામાં આવી છે.


આ વહીવટી કામગીરી એટલે કે તેમની મુળભુત ફરજો ઉપરાંત ઓક્સિજન વિભાગ, એકાઉન્ટ વિભાગ, ફાયર વિભાગ અને અન્ય જવાબદારીઓ કે જે કોઈપણ મેડીકલનો અભ્યાસ કર્યો ન હોય તેવા વ્યકિતઓ પણ કરી શકે છે તો પછી અનુભવી સિનિયર તબીબો (મેડીકલ ઓફિસર)ને આ કામગીરીમાં જોતરાવા પાછળનું કારણ શું ?
ગુજરાતની અન્ય સરકારી હોસ્પિટલોમાં આવી કામગીરી માટે અન્ય આઉટ સોર્સ કે પછી કરાર આધારિત વ્યક્તિને મુકવામાં આવે છે કે જે આ વહીવટી કામગીરી કરી શકે ત્યારે રાજકોટની જ એક સિવિલ હોસ્પિટલમાં આવા કોઈપણ કારણ વગર સિનિયર ડોકટરો (મેડીકલ ઓફિસરો)ને શા માટે ફરજ સોંપવામાં આવી છે ? જો આ આઠ તબીબો ઓપીડી અને ઈન્ડોર દર્દીઓને તપાસવા અને સારવારમાં મુકવામાં આવે તો સિવિલ હોસ્પિટલમાં દરરોજ જે દર્દીઓની લાંબી કતારો લાગે છે તે લાંબી કતારો ઓછી થઈ શકે.

ખાલી જગ્યા ભરવા માટે અનેક વખત સરકારને રજૂઆત કરી છે : તબીબી અધિક્ષક
આ બાબતે સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રાધેશ્યામ ત્રિવેદીનો સંપર્ક કરતાં તેમણે ‘ગુજરાત મિરર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વહીવટી કામગીરીમાં જે તબીબો રોકાયેલા છે તેમણે પોતાની મુળભુત ફરજો (દર્દીઓને તપાસવા અને સારવાર) ઉપરાંતની આ કામગીરી કરવાની હોય છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વહીવટી કામગીરી માટે વધારાના મહેકમ માટે સરકારમાં અનેક વખત રજૂઆતો કરી છે અને સમયાંતરે આરોગ્ય વિભાગમાં આ બાબતે પત્ર લખી વધારાનું મહેકમ મંજુર કરવા માંગણી કરવામાં આવી છે પરંતુ આજ દીન સુધી આ બાબતે સરકારે કોઈ નિર્ણય હજુ સુધી લીધો નથી. જેના કારણે તબીબોને વહીવટી કામગીરી માટે મુકવામાં આવ્યા છે.
વહીવટી અને અન્ય કામગીરીમાં રોકાયેલા તબીબોની યાદી
ડો.નથવાણી સ્ટોર વિભાગ
ડો.મહેન્દ્ર ચાવડા પી.એમ.જે.વાય./એકાઉન્ટ
ડો.ઓમદેવસિંહ વહીવટી
ડો.ટાંક વહીવટી
ડો.રોય વહીવટી
ડો.ભટ્ટાચાર્ય વહીવટી
ડો.હર્ષાબેન પી.એમ.જે.વાય.
ડો.અલ્પા જેઠવા પી.એમ.જે.વાય.
ડો.દુસરા ઈન્ચાર્જ આર.એમ.ઓ.
ડો.રામાણી જેલ વિભાગ
ડો.નિમાવત જેલ વિભાગ

ગુજરાત

ઉનાળુ વેકેશન 22 જૂન સુધી લંબાવવા શાળા સંચાલક મંડળની સીએમને રજૂઆત

Published

on

By

ગુજરાતમાં કાળઝાળ ગરમીને કારણે લોકો હેરાન થઈ ગયાં છે. રાજ્યમાં ગરમીનો પારો 44 ડિગ્રી વટાવી ચૂક્યો છે. આ વર્ષે રાજ્યમાં રેકોર્ડ બ્રેક ગરમી પહોંચી છે. એટલું જ નહિ હજુ પણ ગરમી અને હીટવેવની આગાહી છે. ત્યારે આગામી 13મી જૂનથી શરૂૂ થઈ રહેલા શૈક્ષણિક સત્રને લંબાવવા માટે શાળા સંચાલક મંડળે શિક્ષણ વિભાગ અને સરકારને રજૂઆત કરી છે. શાળાઓમાં ચાલી રહેલું ઉનાળું વેકેશન 13 જૂનની જગ્યાએ 22 જૂન સુધી લંબાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.


આ અંગે શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતુ કે, આ વખતે ગરમી અને હીટવેવની અસર વધુ જોવા મળી છે. હજુ પણ ગરમી યથાવત રહેવાની આગાહી છે. ત્યારે 13 જૂનથી શૈક્ષણિક સત્ર શરું થાય છે.તેવા સમયે પણ ગરમી યથાવત રહેવાની હોય તો શાળાઓ એક સપ્તાહ મોડી ખોલવા શિક્ષણ વિભાગ, શિક્ષણ મંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.અત્યારે સ્કૂલ એક સપ્તાહ મોડુ શરૂૂ કરવામાં આવે અને તે સાત દિવસનો કાપ દિવાળી વેકેશનમાં મુકી શકાય. જેથી વેકેશન એક અઠવાડિયું લંબાવવા માગ છે.દિવાળી વેકેશન 21 દિવસનું હોય છે તેની જગ્યાએ તેને 14 દિવસનું કરીને તે રજાના દિવસો આ વખતે ઉનાળું વેકશનમાં વધારી દેવા જોઈએ.


શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે વધુમાં કહ્યું હતું કે, મોટાભાગની ઈઇજઊ શાળાઓ પણ 22 જૂન બાદ કે જુલાઈ માસની શરૂૂઆતથી ખુલી રહી છે. ત્યારે ગુજરાત બોર્ડની શાળાઓમાં પણ ગરમીના કારણે એક અઠવાડિયું વેકેશન લંબાવવાની માગ છે.હાલ પણ રાજકોટના અગ્નિકાંડને પગલે શાળાઓમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થાની કામગીરી કરવામાં આવી રહી છે. જે શાળાઓ પાસે ફાયર એનઓસી નથી કે પછી ફાયર સેફ્ટી નથી ત્યાં એ કામગીરી કરવામાં આવી રહી છે. જો શાળાનું વેકેશન એક અઠવાડિયુ લંબાવવામાં આવે તો શાળાઓને એ કામગીરી કરવાનો પણ સમય મળી શકે છે.

Continue Reading

ગુજરાત

નવા ફાયર NOC આપવાનું બંધ, શહેરભરમાં દેકારો

Published

on

By

સરકાર દ્વારા ફાયરના નવા નિયમો બનાવવાની રાહ, શહેરમાં ફાયર એનઓસી વગરના એકમો કેટલા તેની માહિતી બહાર લાવવા સહિતના કારણો

અગ્નિકાંડ બાદ મહાનગર પાલિકા દ્વારા ફાયર એનઓસી મુદ્દે કડક ઝુંબેશ શરૂ કરી ફાયર એનઓસી ન હોય તેમજ ફાયર એનઓસી રિન્યુ ન થઈ હોય તેવા એકમો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. બે દિવસમાં 200થી વધુ યુનિટો સીલ થતાં ફાયર એનઓસી વગરના એકમોના આસામીઓ દ્વારા ફાયર એનઓસી કઢાવવા માટે કોર્પોરેશન કચેરીએ ડોટ મુકી છે. ત્યારે જ મનપાએ ઓફલાઈન અને ઓનલાઈન નવી ફાયર એનઓસી કાઢવા ઉપર બ્રેકલગાવી દેતા શહેરભરમાં દેકારો બોલી ગયાનું જાણવા મળેલ છે.


મહાનગરપાલિકાના ફાયર વિભાગના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ અગ્નિકાંડ દુર્ઘટના બાદ ફાયર એનઓસી મેળવવા માટે લોકોએ રિતસરની દોડ લગાવી છે. સરકાર દ્વારા ગત તા. 16થી નવી ફાયર એનઓસી પ્રક્રિયા ઓનલાઈન શરૂ કરી છે. જેના કારણે લોકો વેબસાઈડ ઉપર ઓનલાઈન અરજી કરવા લાગ્યા છે. તેમજ અમુક લોકોને ઓનલાઈનની માહીતી ન હોય કોર્પોરેશન ખાતે આવી નવી ફાયર એનઓસી માટે અરજી કરવા આવી રહ્યા છે. પરંતુ નવી ફાયર એનઓસી કાઢવાની કામગીરી અચાનક બંધ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. છેલ્લા બે દિવસથી કોર્પોરેશન દ્વારા ફાયર એનઓસી મુદ્દે કડક ચેકીંગ કામગીરી શરૂ કરાઈ છે અને રોજેરોજ મોટી સંખ્યામાં ફાયર એનઓસી વગરના એકમો સીલ થઈ રહ્યા છે ત્યારે ફાયર એનઓસી વગરના એકમોના સંચાલકો એનઓસી માટે દોડાદોડી કરી રહ્યા છે છતાં અચાનક ઓનલાઈન અને ઓફલાઈન નવી ફાયર એનઓસી કાઢવાનું બંધ થઈ જતાં અરજાદરોમાં દેકારો બોલી ગયો છે. સુત્રોના જણાવ્યા મુજબ અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટીના નિયમોમાં સુધારા વધારા સરકાર દ્વારા કરવામા આવનાર છે.

જેના કારણે હાલ પુરતીફાયર એનઓસી કાઢવાની પ્રક્રિયા અટકાવી દેવામાં આવી છે. જૂના ફોર્મ અપલોડ થયા હોય તેમાં જૂના નિયમો હોવાથી નવો પરિપત્ર હવે ફાયરના નવા નિયમો જાહેર થાય તેની રાહ જોવાઈ રહી છે અને તે મુજબ ફાયર એનઓસી કાઢવામાં આવશે જ્યારે બીજી તરફ અગ્નિકાંડ બાદ તંત્રની બેદરકારીના કારણે શહેરમાં કેટલા એકમોમાં ફાયર એનઓસી નથી તેની વિગત મેળવવા માટે હાલ ચેકીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના કારણે ફાયર એનઓસી વગરના એકમોની માહિતી બહાર લાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું કારણ પણ દર્શાવાઈ રહ્યું છે. જેના કારણે છેલ્લા પાંચ દિવસથી નવી ફાયર એનઓસી માટે ધક્કા ખાઈ રહેલા અરજાદોરને ત્યાં ચેકીંગ હાથ ધરાશે ત્યારે તેમના એકમો સીલ કરવામા આવશે અથવા જો તેમને અરજી કરેલ હશે તો સંભવત નોટીસ આપી સમય આપવામા આવશે તેવું લાગી રહ્યું છે.

રિન્યૂની કામગીરીમાં પણ અસમંજસતા
નવી ફાયર એનઓસી કાઢવાની કામગીરી કોર્પોરેશન દદ્વારા બંધ કરવામાં આવી છે જેનું મુખ્ય કારણ અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટીના નિયમોમાં ધરખમ ફેરફારો કરવામા આવી રહ્યાનું બહાર આવ્યું છે. પરંતુ જૂના નિયમ મુજબ જે લોકોએ ફાયર એનઓસી મેળવી લીધી હોય અને મુદત પૂર્ણ થયે રિન્યુ કરવાની હોય ત્યારે રિન્યુની એફએસઓ દ્વારા થતી કામગીરીમાં પણ હાલ અસમંજસતા જોવા મળી રહી છે. કારણ કે, નવા નિયમોની અમલવારી હવે પછી રિન્યુ થનાર એનઓસીને પણ લાગુ થવાની હોય એફએસઓ દ્વારા હાલ રિન્યુની કામગીરી પણ થોભો અને રાહ જૂઓ તેમજ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

Continue Reading

ગુજરાત

શાળાઓમાં ગેરકાયદે ખડકેલા ડોમ જાતે હટાવવાનું શરૂ

Published

on

By

અમુક શાળાઓ સીલ કરી દેવાઈ હોવાથી ગેરકાયદે બાંધકામો હટાવવામાં અસમંજસ

રાજકોટમાં ગત શનિવારે નાનામવા વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલ આગની દૂર્ઘટનામાં 27 લોકો જીવતા ભુંજાઈ ગયા બાદ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે અને રાજ્ય સરકાર જવાબદારો ઉપર તુટી પડી છે. ગુજરાત ભરમાં ફાયર સેફ્ટી વગરના અને બાંધકામ પરમીશન વગરની મિલ્કતો સીલ કરવાની મોટાપાયે ઝુંબેશ ચાલી રહી છે ત્યારે મહદઅંશે શાળાઓ અને ટ્યુશન ક્લાસીસો ઉપર પ્રમાણમાં વધુ ધોસ બોલી રહી છે.


રાજકોટ શહેરમાં વર્ષોથી સાળાના બિલ્ડીંગો ઉપર ગેરકાયદેસર ડોમ ઉભા કરનાર શાળાઓ ધડાધડ સીલ કરી દેવામાં આવતા અમુક શાળા સંચાલકોએ જાતે જ આવા જોખમી માચડા ઉતારવાનું શરૂ કરી દીધું છે. તો અમુક શાળાઓ સીલ કરી દેવાઈ હોવાથી આવા જોખમી સ્ટ્રક્ચરો કઈ રીતે દૂર કરવા તે અંગે શાળા સંચાલકોમાં અસમંજસ પ્રવતિરહી છે.


મહાનગરપાલિકા દ્વારા ચેકીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે એન જેના પગલે શાળાઓ, ટ્યુશન ક્લાસીસ, હોસ્પિટલો સહિતની 100 જેટલી બિલ્ડીંગોને સીલ મારી દેવામાં આવ્યા છે.

રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી ફાયર સેફ્ટી અને બાંધકામ પરવાનગી વગરના રહેણાક સિવાયના બિલ્ડીંગોમાં બાંધકામો દૂર કરવા નોટીસો ફટકારી દેવામાં આવી છે.પરંતુ આવા બિલ્ડીંગોને સીલ કરવામાં આવ્યા હોવાથી ફાયર સેફ્ટીની સિસ્ટમ કઈ રીતે ફીટ કરવી અને વધારાના ગેરકાયદેસર બાંધકામો કઈ રીતે હટાવવા તે પ્રશ્ર્ન બિલ્ડીંગ ધારકો ઉઠાવી રહ્યા છે. જ્યારે જે બિલ્ડીંગ ધારકોને માત્ર નોટીસો આપવામાં આવી છે એન સીલ કરવામાં આવી નથી તેવા બિલ્ડીંગ ધારકોએ જાતે જ ગેરકાયદેસર દબાણો હટાવવાનું શરૂ કરી દીધું છે. શહેરમાં લાંબા સમયથી અનેક શાળાઓ ઉપર ફેબ્રીકેટેડ ડોમ ઉભા કરી વધારાના માળ ખડકી દેવામાં આવ્યા હતા.ં આવી શાળાઓ કોર્પોરેશન તંત્રની ઝપટે ચડી જતાં હવે જે શાળાઓ સીલ થઈ નથી તેવી શાળાઓના સંચાલકોએ જાતે જ ગેરકાયદેસર માચડા હટાવવાનું શરૂ કરી દીધું છે.


જ્યારે શહેરની ઘણી હોસ્પિટલો ઉપર પણ આવા ગેરકાયદેસર ડોમ ઉભા કરી દેવામાં આવ્યા છે. આવી હોસ્પિટલોનું પણ તંત્ર દ્વારા નોટીસો ફટકારવામાં આવી છે. પરંતુ અમુક જ હોસ્પિટલોએ આવા ગેરકાયદેસર ડોમ હટાવાવનું શરૂ કર્યુ છે. તંત્ર દ્વારા તમામને 15 દિવસની મુદત આપવામાં આવી હોય ગેરકાયદેસર ડોમ ઉભા કરનારા મિલ્કત ધારકોમાં ભારે દોડધામ મચી જવા પામી છે.

Continue Reading

Trending