Connect with us

ગુજરાત

સુરેન્દ્રનગર લોકસભા બેઠકની 24 રાઉન્ડમાં થશે મતગણતરી

Published

on

એમ.પી શાહ કોલેજ ખાતે વઢવાણ, ધંધુકા, દસાડા, ધ્રાંગધ્રા અને વિરમગામ વિધાનસભાના રાઉન્ડની ગણતરી હાથ ધરાશે

સુરેન્દ્રનગર લોકસભા બેઠકની ચૂંટણીમાં ગત તા. 7મી મેના રોજ મતદાન થયા બાદ હાલ ઈવીએમ સ્ટ્રોંગરૂૂમમાં સીલ છે. ત્યારે આગામી તા. 4થી જુનના રોજ સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટેની મત ગણતરી શહેરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં યોજાનાર છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે 14 ઉમેદવારો મેદાને છે. તા. 7 મેના રોજ લોકસભા વિસ્તારમાં મતદાન યોજાતા હાલ આ ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ થઈને મત ગણતરી કેન્દ્ર સુરેન્દ્રનગરની એમ. પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના સ્ટ્રોંગરૂૂમમાં છે. ત્યારે મતદાન બાદ મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.સી. સંપત, નાયબ જિલ્લા ચૂંટણી અધીકારી અર્જુન ચાવડા સહીતનાઓ દ્વારા વિધાનસભા વાઈઝ કમર્ચારીઓના મત ગણતરીમાં ફરજના ઓર્ડરો કરી દેવાયા છે. જેમાં દરેક ટેબલ પર માઈક્રો ઓબ્ઝર્વર, સુપરવાઈઝર અને કાઉન્ટીંગ આસીસ્ટન્ટ તૈનાત રહેશે. દરેક વિધાનસભામાં 14 ટેબલ ઈવીએમની મતગણતરી માટે અને 3 ટેબલ પોસ્ટલ બેલેટ માટે મુકાશે. દરેક ટેબલ મુજબ રાઉન્ડ જોઈએ તો વઢવાણ, ધંધુકા અને દસાડા વિધાનસભામાં સૌથી ઓછા રાઉન્ડ 21 રાઉન્ડમાં ગણતરી પુરી થશે. જ્યારે ધ્રાંગધ્રા અને વિરમગામમાં મતગણતરી કરવામાં 24 રાઉન્ડ કરવા પડશે. થશે. બીજી તરફ મત ગણતરી કેન્દ્રમાં ફરજ બજાવનાર કર્મચારીઓ માટે અલગ-અલગ તાલીમનું આયોજન કરાયુ હતુ. જેમાં પોસ્ટલ બેલેટમાં ફરજ બજાવનાર કર્મીઓ માટે સાતેય વિધાનસભાની સંયુકત તાલીમ સુરેન્દ્રનગરમાં તા. 23ના રોજ યોજાઈ હતી. જયારે ઈવીએમની ગણતરીમાં આ તાલીમનું આયોજન તા. 24ને શુક્રવારે વિધાનસભા વાઈઝ કરવામાં આવ્યુ હતુ. એકંદરે સુરેન્દ્રનગર લોકસભા બેઠકની મત ગણતરીમાં 1500થી વધુ કર્મીઓ ફરજમાં જોડાનાર છે. હવે, તા.4 જુનના રોજ સવારે સ્ટ્રોંગરૂૂમના સીલ ખુલશે અને મત ગણતરી હાથ ધરાશે. ઢળતી બપોરે બેઠકના પરીણામો આવી જવાની પણ શક્યતા સેવાઈ રહી છે.


સુરેન્દ્રનગર લોકસભા બેઠકની મત ગણતરીમાં ઈવીએમમાં મતોની ગણતરી માટે વિધાનસભા વાઈઝ 14 ટેબલો બનાવાયા છે. જેમાં ફરજ બજાવનાર સ્ટાફની તાલીમ તા. 24 મેના રોજ સાતેય વિધાનસભા વાઈઝ અલગ-અલગ રાખવામાં આવી હતી. જયારે પોસ્ટલ બેલેટના વિધાનસભા વાઈઝ 3 ટેબલ હશે. પોસ્ટલ બેલેટની ગણતરીમાં ફરજ બજાવનાર કર્મીઓની તાલીમ તા. 23ના રોજ સી.યુ.શાહ મેડીકલ કોલેજ ખાતે યોજાઈ હતી.

માત્ર અધિકૃત વ્યક્તિઓને જ પ્રવેશ મળશે
સુરેન્દ્રનગર લોકસભા બેઠકની મત ગણતરી શહેરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં થનાર છે. ત્યારે હાલ આ કોલેજની ઈમારતને પોલીસ અને એસ.આર.પીના બંદોબસ્ત વચ્ચે છાવણીમાં ફેરવી દેવાયુ છે. મત ગણતરીના દિવસે અધીકૃત વ્યકતીઓ સીવાયનાને કેન્દ્રમાં પ્રવેશ ઉપર પ્રતીબંધ લગાવાયો છે. અધીકૃત વ્યકતીઓ પાસે ફરજીયાત ફોટા સાથેનુ આઈકાર્ડ હોવુ જરૂૂરી છે. અને આ આઈકાર્ડ તેઓએ પોતાના ગળામાં ધારણ કરેલુ હોવુ જોઈએ.

મત ગણતરી માટે કર્મીઓનું ત્રણ વાર રેન્ડમાઈઝેશન
સુરેન્દ્રનગર લોકસભા બેઠકના મત ગણતરી સ્થળે 7 વિધાનસભા વાઈઝ ફરજ બજાવનાર કાઉન્ટીંગ સુપરવાઈઝર, માઈક્રો ઓબ્ઝર્વર અને કાઉન્ટીંગ આસીસ્ટન્ટના ઓર્ડરો સૌ પ્રથમ થયા હતા. જેઓના નામ મત ગણતરીની ફરજમાં આવ્યા તે કર્મીઓને મત ગણતરી શરૂૂ થયાના 48 કલાક પહેલા જ તેઓને કઈ વિધાનસભામાં ફરજ બજાવવાની છે તેના ઓર્ડરો થશે. જયારે વિધાનસભામાં પણ કયા ટેબલ પર ફરજ બજાવવાની છે તેના ઓર્ડર મતગણતરીના દિવસે તા. 4 જુનના રોજ વહેલી સવારે મત ગણતરીના સ્થળે કરવામાં આવશે. આથી મત ગણતરીમાં કઈ વિધાનસભામાં કયા ટેબલ પર કોણ ફરજ બજાવશે તે અંતીમ ક્ષણ સુધી ગુપ્ત રાખવામાં આવ્યુ છે.

ગુજરાત

મહાપાલિકાની 8 પોસ્ટ માટે 2135 ઉમેદવારોએ પરીક્ષા આપી

Published

on

By

1424 ઉમેદવારો પરીક્ષામાં ગેરહાજર રહ્યા


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા સંવર્ગોની ખાલી જગ્યાઓ ભરવા માટે અગાઉ વર્તમાનપત્રમાં જાહેરાત આપી અરજીઓ ઓનલાઈન માધ્યમથી મંગાવવામાં આવેલ જેમાં (1) ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ,(2) આસીસ્ટન્ટ એકાઉન્ટન્ટ, (3)સીસ્ટમ એનાલીસ્ટ, (4) ગાર્ડન સુપરવાઈઝર, (5)વેટરનરી ઓફિસર, (6) ગાર્ડન આસીસ્ટન્ટ, (7) ટેકનીકલ આસીસ્ટન્ટ(લાઈબ્રેરી) અને (8) આસીસ્ટન્ટ લાઈબ્રેરીયનની જાહેરાત આપવામાં આવેલ હતી આ જગ્યાઓ માટે અરજી કરેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા આગામી તા.23/06/2024 ના રોજ રાજકોટ શહેરનાં જુદા-જુદા કુલ-04(ચાર) પરીક્ષા કેન્દ્રો ખાતે આયોજન કરવામાં આવેલ, જેમાં એકંદરે કુલ 3559 ઉમેદવારો નોંધાયેલ હતા જે પૈકી કુલ-2135 ઉમેદવારો દ્વારા લેખિત પરીક્ષા આપવામાં આવેલ અને 1424 ઉમેદવારો લેખિત પરીક્ષામાં ગેરહાજર રહેલ.


ઉમેદવારોને પરીક્ષા સમયના 01(એક) કલાક પહેલા પરીક્ષા ખંડમાં સંપુર્ણ વિડીયોગ્રાફી કરીને એન્ટ્રી આપવામાં આવેલ તેમજ પરીક્ષા ખંડમાં મોબાઈલ, ઈલેક્ટ્રોનીક્સ ગેઝેટ, કેલ્ક્યુલેટર, અને સ્માર્ટ વોચ, સાથે લઈ જવા પર મનાઈ કરવામાં આવેલ.


આમ, રાજકોટ મહાનગરપાલિકાની તા.23/06/2024 નાં રોજ લેવાયેલ (1) ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ,(2) આસીસ્ટન્ટ એકાઉન્ટન્ટ, (3)સીસ્ટમ એનાલીસ્ટ, (4) ગાર્ડન સુપરવાઈઝર, (5)વેટરનરી ઓફિસર, (6) ગાર્ડન આસીસ્ટન્ટ, (7) ટેકનીકલ આસીસ્ટન્ટ(લાઈબ્રેરી) અને (8) આસીસ્ટન્ટ લાઈબ્રેરીયનની લેખિત પરીક્ષા સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલ છે. સદરહું પરીક્ષાઓની પ્રોવિઝનલ આન્સર કી મહાનગરપાલિકાની વેબસાઈટ પર આગામી સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવનાર છે. જેની સબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જાણ કરવામાં આવે છે.

Continue Reading

ગુજરાત

નીટ પરીક્ષાની તપાસ માટે CBIની ટીમ ગોધરામાં

Published

on

By

સરકિટ હાઉસ ખાતે જવાબદારોની પૂછપરછ શરૂ


પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલી જય જલારામ શાળા ખાતે નીટ પરીક્ષામાં પાસ કરાવવાના મામલાના પડઘા દેશભરમાં પડ્યા હતા. ત્યારે ગોધરા ખાતે આ મામલે તાલુકા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી. તેમજ આ મામલે કેટલાક પાંચ જેટલા આરોપીઓને પકડી પાડવામા આવ્યા હતા. જોકે આ મામલે હવે રાજ્ય સરકાર સમગ્ર મામલાની તપાસ ઈઇઈંને સોંપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આજરોજ ગોધરા શહેરના સર્કીટ હાઉસ ખાતે ઈઇઈંની આવી પહોંચી હતી અને સમગ્ર મામલે પૂછપરછ શરૂૂ કરી છે. આ સાથે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી પણ ગોધરા સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતાં.


સમગ્ર ભારત દેશમા ચકચાર જગાવનાર ગઊઊઝ ઞૠ -2024ની તારીખ 5 મે, 2024ના રોજ લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિઓ અંગે ડાયરેક્ટર, ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન ભારત સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવેલી છે. આ અંગેની તપાસ સી.બી.આઇ. દ્વારા કરવામાં આવી રહી છે. આ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગેની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકમાં તારીખ 8 મે, 2024ના રોજ નોંધવામાં આવી છે.
આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે તે માટે ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી ઋઈંછની તપાસ પણ રાજ્ય સરકારે સી.બી.આઇ.ને સોંપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આજરોજ ગોધરા શહેરના સર્કિટ હાઉસ ખાતે ઈઇઈંની ટીમ આવી પહોંચી હતી. સાથે સાથે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી પણ ગોધરા સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતાં. આ તપાસમાં મોટા ખુલાસો થવાની શક્યતા છે.


નીટ પેપર લીક કેસમાં દેશભરમાં ભભૂકેલા આક્રોશ પછી કેન્દ્ર સરકારે કાર્યવાહી કરવાનું શરૂૂ કર્યું છે. આ કેસમાં શિક્ષણ મંત્રાલયની ફરિયાદ પછી સીબીઆઈની એન્ટ્રી થઈ ગઈ છે, જેણે પહેલી એફઆઈઆર નોંધીને તપાસ શરૂૂ કરી છે. આ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગેની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકમાં તારીખ 8 મે, 2024ના રોજ નોંધવામાં આવી છે. આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે તેવા હેતુથી ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી ઋઈંછની તપાસ પણ રાજ્ય સરકારે સી.બી.આઇ.ને સોંપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે આ સંદર્ભમાં નોટિફિકેશન પણ જારી કર્યું છે. આમ રાજ્ય સરકારે લાંબા સમય બાદ સીબીઆઈને કોઈ કેસની તપાસ સોંપી હોય એવું બન્યું છે. આ તપાસને લઈ હવે સીબીઈની ટીમ ગુજરાત દોડી આવી છે.

Continue Reading

ગુજરાત

ચોમાસામાં રસ્તાનું ખોદકામ કરવું ભારે પડયું, બંધ કરાવવા અધિકારીઓને દોડાવતા ચેરમેન

Published

on

By

ચોમાસાની શરૂઆત વચ્ચે શરૂ થયેલા કામો તાત્કાલિક બંધ કરાવાયા


મનાપા દ્વારા આચારસંહિતાના કારણે અનેક કામો પેન્ડિંગ રાખ્યા હતા જે તાજેતરમાં શરુ કરયા બાદ ખાસ કરીને પાઇપલાઇનો નાખવા માટે ખોલ કામ ચાલુ કરેલ જેના ઉપર વરસાદ વરસ્તા શહેરભારમાં કીચડનું સામ્રાજય સર્જાતા ફરિયાદોના પગલે સ્ટે. ચેરમેન જયમીન ઠાકરે તાત્કાલીક અધિકારીઓ સાથે મિંટીગ યોજી વરસાદ બંધ થયે આ પ્રકારના કામો ચાલુ કરવાના આદેશ આપ્યા હતા


રાજકોટ મહાનગરપાલિકાના જુદા-જુદા વિસ્તારોમાં હાલ ડી.આઇ. પાઇપલાઇન નાંખવાની કામગીરી તથા ડ્રેનેજ લાઇન નાંખવાની કામગીરી ઉપરાંત પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે. જુદા-જુદા વિસ્તારોમાંથી આવેલ લોકફરીયાદો મુજબ ચાલુ વરસાદમાં રાહદારીઓને પસાર થવામાં અગવડતા પડી રહી છે, તેમજ રસ્તા પર પાઇપલાઇન નાંખવા માટે કરવામાં આવેલ ખોદકામ થી રાહદારીઓને જોખમ ઉપસ્થિત ન થાય તે માટે અગમચેતીના પગલાં બાબતે ચર્ચા માટે આજરોજ તા.24/06/2024 રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાના ત્રણેય ઝોનના સીટી એન્જીનીયરઓ સાથે બેઠક યોજવામાં આવેલ. જેમાં વર્ષાઋતુને અનુલક્ષીને રસ્તા પરથી


પસાર થતા રાહદારીઓને જોખમ ઉભુ ન થાય અને કોઇપણ જાનહાની નિવારી શકાય તે માટે હાલ ડી.આઇ. પાઇપલાઇન તથા ડ્રેનેજ લાઇન નાંખવા માટે ખોદકામ તાત્કાલિક અસરથી બંધ કરવા જયમીનભાઇ ઠાકર દ્વારા સુચના પાયેલ હતી. વિશેષમાં, ચાલુ વરસાદમાં વાતવરણમાં રહેલ ભેજના કારણે ડામરનું બોન્ડીંગ કપચી સાથે યોગ્ય રીતે થઇ શકે તેમ ન હોઇ તેમજ હાલ ડામર કામ-પેચવર્ક બંધ રાખવા તેમજ ઓછામાં ઓછા આઠથી દસ દિવસ વરસાદ બંધ રહે ત્યારબાદ પેચવર્કના કામ શરૂૂ કરવા સૂચના આપવામાં આવેલ. આ બેઠકમાં ત્રણેય ઝોનના સીટી એન્જીનીયરઓ પરેશ અઢીયા, અતુલ રાવલ તથા કુંતેષ મહેતા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Continue Reading

Trending