Connect with us

ક્રાઇમ

પોરબંદરના જતિને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ તથા જેટીના ફોટા-વીડિયો પાકિસ્તાન મોકલ્યા હતા

Published

on


દુશ્મન દેશના જાસૂસ ભારતીય સૈન્યના જવાન કે નાગરિકોને હનીટ્રેપમાં ફસાવીને તેમની પાસેથી ઘણી માહિતી મેળવતા હોય છે. આવી જ રીતે પોરબંદરનો માછીમાર યુવક ફેસબુક પર અદવીકા પ્રિન્સ નામની રૂૂપકડી યુવતીના સંપર્કમાં આવીને દુશ્મન દેશ માટે જાસૂસી કરતો થઇ ગયો હતો. રાષ્ટ્રીય સુરક્ષાની અતિ મહત્ત્વની માહિતી જેટી અને જહાજના ફોટા અને વીડિયો દુશ્મનો સુધી પહોંચાડતો થઇ ગયો હતો.


આ યુવકને એટીએસની ટીમે ઝડપી લીધો હતો. જેની પૂછપરછ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ ભરૂૂચમાંથી પાકિસ્તાન માટે જાસૂસી કરતો યુવક ઝડપાયો હતો. જ્યારે ભારતની નાગરિકતા મેળવનાર મુળ પાકિસ્તાનનો એક વેપારી પણ આવી જ રીતે ઝડપાયો હતો.


ગુજરાત એટીએસના શંકર ચૌધરીની ટીમના ઇન્સ્પેક્ટર પી. બી. દેસાઇને બાતમી મળી હતી કે પોરબંદરનો એક માછીમાર યુવક જતીન જીતેન્દ્રભાઇ ચારણીયા (21. રહે. સુભાષનગર પોરબંદર) છેલ્લા ચારેક મહિનાથી અદવીકા પ્રિન્સ નામની યુવતીનું નામ ધારણ કરનાર કોઇ પાકિસ્તાની જાસૂસના સંપર્કમાં છે. તે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને જેટીના ફોટા તથા તેના વહાણોના ફોટા અને વીડિયો મોકલી આપે છે. ફેસબુક પરથી જાસૂસના સંપર્કમાં આવેલો જતીન વોટસએપ અને ઇનસ્ટાગ્રામ દ્વારા પણ ચેટ કરીને રાષ્ટ્રની સુરક્ષા માટેની વિગતો આપી રહ્યો છે. જેના બદલામાં તેણે પૈસા પણ મેળવ્યા હોવાની વિગતો મળી રહી છે.


આ બાતમીના આધારે જતીનને પૂછપરછ માટે એટીએસ ખાતે લાવવામાં આવ્યો છે. જેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, તે જાન્યુઆરી 2024થી અદવીકા પ્રિન્સ નામની ફેસબુક પ્રોફાઈલ સાથે સંપર્કમાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં વાતો કરનાર પોતે એક મહિલા હોવાનું જણાવ્યું હતું. અદવીકા પ્રિન્સ ફેસબુક પ્રોફાઈલ ધરાવતી યુવતીએ જતીન ચારણીયા પાસેથી તે પોરબંદર ગુજરાતનો છે અને માછીમારી કરે છે તે માહિતી મેળવી, અવાર નવાર ચેટ કરી, મિત્રતા કરી લીધી હતી.


જતીન ચારણીયાને વાતોમાં ફસાવી લીધો હતો. અદવીકાના કહેવાથી જતીનને તેને મેસેજ કરીને પોરબંદર ખાતે જેટી તથા શીપ અંગેની કેટલીક વિગતો મોકલી આપી હતી. ત્યારબાદ દરિયાનો અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના જેટી તથા જેટી ઉપર ઊભેલા શીપનો વીડિયો બનાવી અદવીકાને મોકલી આપ્યો હતો. જે બદલ અદવીકાએ જતીન ચારણીયાને ટુકડે ટુકડે 6 હજાર રૂૂપિયા પણ મોકલ્યા હતા. ત્યારબાદ અદવીકાની સૂચના મુજબ જતીને અદવીકાએ આપેલા તેના ટેલિગ્રામ એકાઉન્ટ પર ચેટ કરવાનું શરૂ કરી દીધું હતું. આ અંગે એટીએસની ટીમે તપાસ કરતા જાણવા મળ્યું કે, અદવીકા અને જતીન ચારણીયા વચ્ચે ફેસબુક મેસેન્જર અને ટેલિગ્રામ એકાઉન્ટ ઉપર થયેલી ઘણી ચેટ પ્રાઈવસી સેટિંગ્સ મુજબ 24 કલાકમાં ઓટો-ડિલિટ થઈ ગઇ હતી.
જતીનને અદવીકા પ્રિન્સે એક સીમકાર્ડ એક્ટિવ કરવાનું કહ્યું હતું અને તેના આધારે તેણે પાકિસ્તાનમાં વોટ્સએપ ચેટ શરૂૂ કરી હતી. વોટ્સએપનું ઓટીપી જતીને બીજા નંબરથી એદવિકાને આપ્યો હતો . ગુજરાત એટીએસને ખબર પડી કે વોટ્સએપનું આઈપી પાકિસ્તાનમાં હતું એટલે આ સમગ્ર દેશ વિરોધી કૃતિઓની ઘટના સામે આવી છે. હવે જાસૂસી પ્રકરણમાં વધુ વિગત મેળવવા માટે આરોપીને પૂછપરછ શરૂૂ કરવામાં આવી છે.

ક્રાઇમ

‘તું ભણેલી છો, નોકરી કરે છે એટલે ઘરકામ કરતી નથી’, કહી શિક્ષિકાને સાસરિયાનો ત્રાસ

Published

on

By

કોઠારીયા રોડ નિલકંઠ પાર્કમાં રહેતી શિક્ષિકા ચાંદનીબેન વિશાલભાઇ ધામેલીયા (ઉ.વ.37)એ તેમના પતિ વિશાલ, સસરા કિશોર મનજીભાઇ, સાસુ માયાબેન કિશોરભાઇ, જેઠ રાજનભાઇ અને જેઠાણી પરિતાબેન (રહે.બ્લોક નં.4 ડોકટર સોસાયટી, સાધુ વાસવાણી રોડ) વિરૂધ્ધ ત્રાસ અંગેની ફરીયાદ નોંધાવી હતી.
ચાંદનીબેને ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેમના લગ્ન 10 વર્ષ પહેલા થયા હતા તેમને સંતાનમાં આઠ વર્ષનો પુત્ર છે અને છેલ્લા સાતેક મહીનાથી તેણી માવતરે રહે છે. લગ્નના અમુક વર્ષ બાદ પતિ ત્રાસ આપતો અને ચારિત્ર્ય પર શંકા કરતો હતો તેમજ બદનામ કરવાની ધમકી આપી પોતે શિક્ષિકાની નોકરી કરતી હોય તેમનો પગાર પતિ લઇ લેતો હતો.તેમજ નોકરીના સ્થળે ધજાગરા કરવાની અને પગારથી મકાનના હપ્તા ભરાવતો હતો. તેમજ આપઘાત કરવી પડે તેવી પરિસ્થિતિ ઉભી કરી દઇશ તેવી ધમકી આપતો હતો. સાસુ અને જેઠાણી કહેતા કે તું ભણેલી છો, નોકરી કરે છે એટલે ઘરકામ કેમ કરતી નથી? તેઓ પતિને ચડામણી કરે તો પતિ મારકુટ કરતો હતો.


લગ્ન બાદ પિતા અને કૌટુંબીક પિતરાઇ ભાઇ ઘરે આવે ત્યારે સાસરીયાઓને ગમુત નહીં અને અપમાન કરતા હતા. જુલાઇ-2020માં ચાંદનીબેનના ખાતામાંથી રૂા.10 લાખની હોમલોન લેવડાવી પતિએ મકાનની ખરીદી કરાવી અને મકાનના દસ્તાવેજમાં દાદાગીરીથી નામ જોઇન્ટ કરાવ્યું હતું અને મકાનનું ફર્નીચર રૂા.7 લાખનું પણ ચાંદનીબેને કરાવ્યું હતું. ત્યારબાદ ચાંદનીબેને લીધેલી બલેનો કાર પણ પતિએ પડાવી લીધી હતી. પિતરાઇ ભાઇ હિમાંશુના લગ્ન હોય સાસરીયા પાસેથી દાગીના પહેરવા માંગ્યા તો તેઓએ આપ્યા નહી. ત્યારબાદ પતિએ મકાનના દસ્તાવેજમાંથી નામ રદ કરાવી નાખવાની અને દાગીના અને કપડા લઇ જવાની વાત કરતા ચાંદનીબેને છુટાછેડા કરવાની ના પાડી હતી તેમજ સાસરીયાઓએ ચાંદનીબેનને કાઢી મુકતા તેમજ સાસરીયાઓ સમાધાન કરવા માંગતા નહોય અંતે પોલીસમાં ત્રાસ અંગે ફરીયાદ નોંધાવી હતી.

Continue Reading

ક્રાઇમ

રાજકોટ જેલમાંથી કોર્ટ મુદતે ગયેલા હત્યાનો આરોપી અને સિપાહી દારૂ પીધેલા પકડાયા

Published

on

By

કચ્છ બાદ રાજકોટમાં કેદીઓને જેલ સ્ટાફ દ્વારા અપાતી સુવિધાનો ભાંડો ફૂટયો, બન્ને સામે ગુનો નોંધાયો

કચ્છની ગળપાદર જેલમાં કેદીઓને સુવિધા અપાતી હોવાનો ભાંડો ફુટયા બાદ કચ્છની જેલમાં બંધ કુખ્યાત આરોપી યુવરાજસિંહ જાડેજા સહિતના કેદીઓની જેલ બદલી કરવામાં આવી છે ત્યારે રાજકોટની જેલમાં બંધ હત્યાના આરોપીને જેલના સ્ટાફ દ્વારા સુવિધા અપાતી હોવાનો ભાંડો ફુટયો છે. રાજકોટ જેલમાંથી કોર્ટ મુદતે ગયેલા હત્યાના આરોપી અને જેલનો સિપાઈ દારૂ પીધેલી હાલતમાં પકડાયા છે. જેમાં બન્ને વિરૂધ્ધ જેલરે ફરિયાદ કરતાં ગુનો નોંધી પ્ર.નગર પોલીસે બન્નેની ધરપકડ કરી છે.


રાજકોટ મધ્યસ્થ જેલનાં ઈન્ચાર્જ જેલર ગ્રુપ-2 વી.કે.પારઘીએ નોંધાવેલી ફરિયાદમાં રાજકોટ જેલમાં હત્યાના ગુનામાં રહેલા કાચા કામના કેદી રાજકોટનાં થોરાળા વિસ્તારમાં સરસ્વતી શીશુ મંદિર પાસે રહેતા અવેશ અયુબ ઓડીયા (ઉ.27) અને રાજકોટ જેલમાં સિપાઈ તરીકે ફરજ બજાવતાં પોલીસ હેડ કવાર્ટર ખાતે રહેતા પરેશ મનસુખ વાઘેલા સામે ગુનો નોંધાતા બન્નેની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે પ્રાથમિક તપાસમાં અને પુછપરછમાં જાણવા મળતી માહિતી મુજબ, હત્યાના ગુનામાં જેલમાં રહેલો આરોપી અવેશ અયુબ ઓડીયાને રાજકોટના છઠ્ઠા એડીશનલ સેસન્સ કોર્ટમાં મુદત હોય તેને જેલના સિપાઈ પરેશ વાઘેલાના જાપ્તામાં કોર્ટ મુદતે લઈ જવામાં આવ્યો હતો અને સાંજે 4.45 કલાકે પરત આવતાં આરોપી અવેશ ઓડીયા અને પરેશ વાઘેલા બન્ને દારૂ પીધેલા મળી આવ્યા હતાં. જેથી આ બન્ને સામે ઈન્ચાર્જ જેલર વી.કે.પારઘીએ ફરિયાદ નોંધાવી છે. બન્નેની પ્ર.નગર પોલીસે ધરપકડ કરી છે.


અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે કોર્ટ મુદતે ગયેલા આરોપીએ કયાં દારૂ પીધો ? તેમજ પરેશ વાઘેલાએ પણ તેની સાથે મહેફીલ માણી હોય જેલમાંથી કોર્ટ મુદતે કે સારવારમાં હોસ્પિટલે લઈ જવાતા કેદીઓને જેલ સ્ટાફ દ્વારા અપાતી આ સુવિધાનો ભાંડો ફુટયો છે. તાજેતરમાં જ કચ્છની ગળપાદર જિલ્લા જેલમાં પોલીસ ચેકીંગમાં છ કેદીઓ દારૂ પીધેલા મળી આવ્યા હતાં અને તેની સાથે મોબાઈલ અને રોકડ પણ મળી આવી હોય ત્યારબાદ આ કેદીઓને અલગ અલગ જેલમાં બદલી કરવામાં આવી હોય રાજકોટ જેલના સ્ટાફ દ્વારા કેદીઓને અને આરોપીઓને અપાતી સુવિધાનો ભાંડો ફુટયો છે ત્યારે તપાસમાં અનેક જેલ સિપાઈઓ સુધી રેલો આવે તેવી શકયતા છે.

Continue Reading

ક્રાઇમ

જસદણના ખડવાવડી ગામે દારૂનું કટિંગ ચાલુ હતુ ત્યારે પોલીસ ત્રાટકી : બે શખ્સો ઝડપાયા

Published

on

By


રાજકોટ જિલ્લામાં દારૂના ધંધાર્થીઓએ ફરી માથુ ઉચક્યું છે. શ્રાવણમાસના તહેવારો નજીક આવી રહ્યા છે.
ત્યારે બહારના રાજ્યમાંથી મોટાપાયે દારૂનો જથ્થો મગાવવામાં આવી રહ્યો છે ત્યારે ગઈકાલે રાત્રે જસદણના ખડવાવડી ગામની સીમમાં સરકારી ખરાબામાં વિેદેશી દારૂનું કટીંગ ચાલતુ હોવાની બાતમી પરથી ભાડલા પોલીસે દરોડો પાડી 1 લાખની કિંમતનો વિદેશી દારૂ, બીયર અને કાર મળી કુલ 1.69 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે એક શખ્સ અંધારાનો લાભ લઈ નાશી ગયો હતો.


જસદણના ખડવાવડી ગામે સરકારી ખરાબામાં ચાલતા દારૂના કટીંગ પર મોડીરાત્રે પોલીસે દરોડો પાડી જુદી જુદી બ્રાન્ડની 1,00,800ની કિંમતની 846 બોટલ વિદેશી દારૂ, 4,800ની કિંમતની 48 બિયર અને મારૂતિકાર અને ત્રણ મોબાઈલફોન મળી 1.69.600ના મુદ્દામાલ સાથે ખડવાવડી ગામના પ્રકાશ વાઘજી મકવાણા, સંદીપ રવજી મકવાણાની પોલીસે ધરપકડ કરી હતી.


જ્યારે કિરણ કલાભાઈ મકવાણા અંધારાનો લાભ લઈ નાશી છુટ્યો હતો.
જેતપુરના રૂપાવટી રોડ ઉપર આવેલ ત્રાકુડિયાપરા વિસ્તારમાં પોલીસે ચોક્કસ બાતમીના આધારે મકાનમાં છાપો મારી રૂા. 41,840ની કિંમતની 69 બોટલ વિદેશી દારૂ અને મોબાઈલફોન સહિત હાર્દિક જયંતિભાઈ ગોહિલની એલસીબીએ ધરપકડ કરી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો તે મુદ્દે પુછપરછ હાથ ધરી છે.

Continue Reading

Trending