Connect with us

ગુજરાત

શબ્દોના સથવારે સેલેબ્રલ પાલ્સી સામે સકારાત્મક જીવન

Published

on

સુરતના ક્રિઝા મોણપરાએ હિમ્મત અને જુસ્સાથી 75% સેલેબ્રલ પાલ્સી સામે મેળવી છે જીત

ત્રણ પુસ્તકો, અગણિત કવિતાઓ લખી કલમના સથવારે ક્રિઝા મોણપરાએ બનાવી છે પોતાની આગવી ઓળખ

સુરતના મોણપરા પરિવારમાં છ મહિનાની ફૂલ જેવી દીકરીને તાવ આવ્યો અને અચાનક આંચકી શરૂ થઈ. દાદીમા જુએ છે, માતા-પિતાને જાણ કરે, ડોક્ટરને દેખાડે ત્યાં સુધીમાં તો આંચકીએ તે દીકરીનું જીવનભરનું સુખ જાણે આંચકી લીધું.ડોકટરને દેખાડ્યું તો સેરેબ્રલ પાલ્સી નામની બીમારીએ કબજો જમાવ્યો હોવાનું જાણવા મળ્યું.સારવાર કરાવી,ઓપરેશન કરાવ્યું, હસતી, ખેલતી દીકરીના બંને પગ તેમજ હાથમાં પ્લાસ્ટર રાખવામાં આવ્યું પણ કોઈ કારી ફાવી નહીં.બંને પગ તેમજ એક હાથ કામ કરતો બંધ થયો.આ પરિસ્થિતિમાં જ દીકરીએ જીવન પસાર કરવું પડશે એ જાણી માતા-પિતાની સ્થિતિ કેવી થઈ હશે તે કલ્પના કરવી જ મુશ્કેલ છે,પરંતુ એ સમયે પરિવારજનોને ક્યાં ખબર હતી કે આ દીકરી ઓશિયાળુ જીવન જીવવાના બદલે અન્યને મદદરૂૂપ થવાના ઇરાદા સાથે હકારાત્મક વલણથી જીવવાની છે.આ દીકરી એટલે સુરતના ક્રિઝા મોણપરા.શારીરિક ખામીને અવગણીને કલમના સથવારે આજે તેમણે પોતાની આગવી ઓળખ બનાવી છે.


જન્મ અને ઉછેર સુરતમાં જ થયો.75 ટકા સેલેબ્રલ પલ્સીના કારણે નાનપણમાં માતા પિતાએ 3 ધોરણ સુધી સુતા સુતા પરીક્ષા અપાવી.આગળના વર્ગોમાં રાઇટરની મદદથી પરીક્ષા આપી.શારીરિક તકલીફના કારણે ઘરમાં રહેવાનું વધારે બનતું જેથી તેઓએ પોતાની લાગણીઓ શબ્દોમાં ઢાળવાનું શરૂૂ કર્યું.કવિતાઓ લખવાનું શરૂૂ કર્યું.પોતાની જાતે ઊભા ન થઈ શકાય,બેસી ન શકાય, કોઈના સથવારા વગર બહાર જઈ ન શકાય અને મોટા ભાગનો સમય વ્હીલચેરમાં પસાર કરવાનો હોય ત્યારે વ્યક્તિની પરિસ્થિતિ કેવી હોય? માણસ જરૂૂર નાસીપાસ થઈ જાય,પણ ક્રિઝાએ પોતાની ખામીને અવગણીને હિંમત અને જુસ્સા વડે સામાન્ય વ્યક્તિ જેવું જીવન જીવવાનો પ્રયત્ન કર્યો છે.આ માટે તેઓને માતા,પિતા,બંને ભાઈનો ખૂબ સહકાર મળ્યો છે.તે હંમેશા ડીસેબલ લોકોને મોટિવેટ કરે છે.તેના મિત્ર વર્તુળમાં પણ નોર્મલ લોકો જ છે જેથી પોતાને ક્યારેય ખામીનો અહેસાસ થયો નથી. ક્રિઝા જણાવે છે કે મારા પર ભગવાનના ઘણા આશીર્વાદ છે કે મને સારા મિત્રોનો સાથ મળ્યો છે.મારા બધા મિત્રો મને નોર્મલ ગણીને જ સાથ આપે છે.ક્યાંય પણ બહાર જવું હોય કે કોઈ મદદની જરૂૂર હોય તો અડધી રાત્રે પણ મિત્રો હાજર થાય છે.તેઓ ફ્રી લાન્સ લખે છે 3 પુસ્તકો પ્રકાશિત થયાં છે. મનનો મેળાપ,સામર્થ્યવાન જેમાં દિવ્યંગોના જીવનની વાતો છે.સ્નેહની કલમે પુસ્તક અન્ય દિવ્યાંગ સખી સ્નેહલ પંડ્યા સાથે મળીને લખ્યું છે.પોતાની આંગળીઓથી ટાઈપિંગ ન કરી શકનાર કે આંગળીઓથી લખવા સક્ષમ ન હોવાથી ગૂગલ વોઇસથી ટાઈપિંગ કરી, પ્રૂફ રીડિંગ કરી પ્રિન્ટ કરાવે છે.અગણિત કવિતાઓ લખનાર અને શબ્દો સાથે મૈત્રી કરનાર ક્રિઝાને પોતાની યુ ટ્યુબ ચેનલ શરૂૂ કરવી છે અને પોતાના જેવા લોકોને મદદ કરવી છે. ચોથી બુક પણ ટૂંક સમયમાં પબ્લિશ થનાર છે ત્યારે ક્રિઝા મોણપરાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ….

સોશિયલ મીડિયા થકી મળ્યા અનેક મિત્રો
આજે લોકો સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરે છે ત્યારે ક્રિઝા માટે સોશિયલ મીડિયા આશીર્વાદરૂપ બન્યું છે.પોતાના જેવી મર્યાદા ધરાવતા અને પોતાના જેવા રસ ધરાવતા અન્ય લોકોને મળવાનું બન્યું.તેણી જણાવે છે કે સોશિયલ મીડિયા પર મળેલા આવા જ મિત્ર નિખિલ ભાવસારે એક પ્લેટફોર્મ આપ્યું જેના કારણે હું લખતી થઈ. માનસી પટેલ, કૃપા લોઢિયા, સ્નેહલ પરમાર,પાર્થ રાઠોડ, દિવ્યા, ચાંદની સહિતના અનેક મિત્રો સોશિયલ મીડિયા થકી મળ્યા. આજે સાહિત્યના અનેક ગ્રુપોમાં તેઓ મેમ્બર છે.

ચમત્કાર બુકના સેશનના કારણે આવ્યો અદ્ભુત બદલાવ
રોન્ડા બર્ન લિખિત ધ મેજિક બુકનું ગુજરાતી અનુવાદ એટલે કે ચમત્કાર બુકના નિયમિત સેશન ચાલે છે.બુક વાંચ્યા બાદ અને નિયમિત સેશન કર્યા પછી જીવનમાં બહુ મોટો બદલાવ આવ્યો છે.તેઓ જણાવે છે કે,હું પહેલે થી મેડિટેશન વગેરે કરતી હતી પણ ચમત્કાર બુકના સેશન એટેન્ડ કર્યા બાદ હું ખૂબ પોઝિટિવ બની છું.અનેક સપનાઓ પૂરા થયા છે.મે મારા માટે જીવવાનું શરૂૂ કર્યું છે. અન્ય ડિસેબિલિટી ધરાવતા લોકોને એટલું જ કહેવાનું કે મનમાંથી કાઢી નાખો કે તમારામાં ખામી છે. સામાન્ય માણસની જેમ જીવન અને જોશ અને ઉમંગથી જીવો.

written by: Bhavna Doshi

ગુજરાત

પડધરીમાં રિક્ષાચાલક યુવાનનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

Published

on

By

પડધરીમાં રીક્ષા ચાલક યુવાન ભાડુ કરવા ગયો ત્યારે કોઈએ ફોનમાં ધમકી આપતાં લાગી આવવાથી તેણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિલટમાં ખસેડવામાં આવ્યો છે આ અંગે પોલીસે યુવાનનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.


જાણવા મળતી વિગત મુજબ પડધરીમાં ગીતાનગર વિસ્તારમાં રહેતો અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતો મયુર સોમાભાઈ રાઠોડ (ઉ.21) નામના યુવાને આજે સવારે પોતાના ઘરે ઝેરી દવા પી જતાં તેને સારવાર માટે પ્રથમ પડધરી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઈ એક બહેનમાં નાનો અને બે મહિના પહેલા જ તેના લગ્ન થયા હતાં તે રિક્ષા ચલાવતો હોય આજે સવારે રીક્ષા લઈ એસ.ટી.બસ સ્ટેશન પાસે ભાડુ કરવા ગયો હતો ત્યારે કોઈએ ફોનમાં ધમકી આપતાં લાગી આવવાથી ઘરે આવી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ અંગે પડધરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

ગોલ્ડન ટેમ્પલમાં શીર્ષાસન કરનાર વડોદરાની ફેશન ડિઝાઇનર સામે ફરિયાદ

Published

on

By

માફી માગવા છતાંય ઘમકી મળતા પોલીસ રક્ષણ અપાયું


સમગ્ર દેશમાં 21 જૂનના રોજ આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહીં હતી. તેવામાં વડોદરાની ફેશન ડીઝાઇનરે ગોલ્ડન ટેમ્પલ ખાતે યોગને પ્રોત્સાહન આપવાના હેતુંથી ગોલ્ડન ટેમ્પલ ખાતે યોગા કર્યા હતા. જેમાં શિર્ષાસન કરતી એક તસ્વીર તેને પોતાના સોશીયલ મીડિયા હેન્ડલ પર શેર કરતા ભારે વિવાદ સર્જાયો અને તેની સામે અમૃતસરમાં શિરોમણી ગુરૂૂદ્વારા પ્રબંધક કમિટીએ પોલીસ ફરીયાદ નોંધાવી છે.વડોદરા શહેરની ફેશન ડીઝાઇનર અર્ચના મકવાણા ગત તા. 19ના રોજ દિલ્હી ખાતે આયોજીત એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચી હતી. ત્યારબાદ તે અમૃતસર સ્થિત ગોલ્ડન ટેમ્પલ ખાતે દર્શન કરવા માટે પહોંચી હતી. જ્યાં તેને યોગને પ્રોત્સાહન આપવા માટે યોગ કર્યા હતા. આ દરમિયાન તેને શિર્ષાસન કરતી એક તસ્વીર તેના સોશીયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. જેને લઇને ભારે વિવાદ સર્જાયો અને અમૃતસર શિરોમણી ગુરૂૂદ્વારા પ્રબંધક કમિટીએ આ પોસ્ટને લઇ ગંભીર ટીકા કરી તેની સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.
આ ઘટના બાદ અર્ચના દ્વારા તેને કરેલા યોગ અંગે કમિટીની માફી માગતો એક વીડિયો પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે અને તે બે હાથ જોડીને કહે છે કે, યોગને પ્રોત્સાહન આપવા માટે મેં આ કર્યું હતુ, કોઇ પણ ધર્મની કે વ્યક્તિની લાગણી દુભાઇ તેવો મારો કોઇ આશ્ય ન્હોતો અને જો તેમ છતાં કોઇની લાગણી દુભાઇ હોય તો હું માફી માંગુ છું. આ સાથે તેને પોસ્ટ કરેલી તસ્વીર પર હટાવી દીધી હતી. જોકે અર્ચનાની આ પોસ્ટ અને વિવાદ બાદ તેને ફોન પર ધમકી મળી રહીં હોવાનુ તેનું કહેવું છે. તે વિડિયોમાં જણાવે છે કે, મેં માફી માગી લીધી છતાં મને ફોન પર ધમકી મળી રહીં, મને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહીં છે. આ બાબતની જાણ વડોદરા શહેર પોલીસને થતાં તેને પોલીસ રક્ષણ આપવમાં આવ્યું હોવાનુ પણ તે વીડિયોમાં જણાવી રહીં છે.

Continue Reading

ગુજરાત

હાર્ટફેઇલ: વધુ ત્રણ જિંદગી ધબકારા ચૂકી ગઇ

Published

on

By

રાજકોટમાં યુવક અને વૃદ્ધ તેમજ ટંકારાના વાછકપરમાં પરિણીતાનું હૃદયરોગના હુમલાથી મોત


રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટએટેકના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રાજકોટમાં યુવાન અને વૃદ્ધ તેમજ ટંકારાના વાછકપરમાં પરિણીતાનું શ્વાસ થંભી જતાં મોત નિપજ્યું હતું. યુવક, વૃદ્ધ અને પરિણીતાના મોતથી બંને પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ સોમનાથ વેરાવળના વતની અને હાલ રાજકોટમાં થરાદ નગરમાં રહેતા વિજય મોહનભાઈ પરમાર નામનું 38 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે વહેલી સવારના છએક વાગ્યાના અરસામાં અચાનક બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જયા યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું તબીબોએ જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક વિજયભાઈ પરમારને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે અને વિજયભાઈ પરમાર કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે
બીજા બનાવમાં રેલનગર વિસ્તારમાં આવેલી મહર્ષિ અરવિંદ ટાઉનશિપમાં રહેતા અને જવાહર રોડ ઉપર રાણી સીંગતેલના ડેપોમાં નોકરી કરતા હરેશભાઈ જગજીવનદાસ સેજપાલ નામના 65 વર્ષના વૃદ્ધ આજે રાણી સીંગતેલના ડેપોમાં નોકરી ઉપર હતા ત્યારે સવારના સાડા નવેક વાગ્યાના અરસામાં હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક હરેશભાઈ સેજપાલ બે ભાઈ પાંચ બહેનમાં મોટા હતા અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય ત્રીજી ઘટનામાં ટંકારા તાલુકાના વાછકપર ગામે રહેતી કંચનબેન અશોકભાઈ અગ્રાવત નામની 46 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે વહેલી સવારે સાડા પાંચેક વાગ્યાના અરસામાં હદયરોગનો હુમલો આવતા બેભાન થઈ જતાં તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક કંચનબેનને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

Trending