Connect with us

ક્રાઇમ

પોરબંદરમાંથી 30 વર્ષથી ધતિંગ કરતો મુંજાવર ઝડપાયો

Published

on


પોરબંદરમાં નાનો નાગરવાડામાં છેલ્લા 30 વર્ષથી દોરા-ધાગા, ભભુતી આપી રોગ મટાડવાનો દાવો કરનાર હિન્દુ મુંજાવર રાજેશ ફકીરા ચામડીયાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કિર્તીમંદિર પોલીસ સ્ટેશનની મદદથી 1253 મો સફળ પર્દાફાશ કર્યો હતો. કબુલાતનામું આપી કાયમી કપટલીલા બંધની જાહેરાત કરી દીધી હતી.


બનાવની વિગત પ્રમાણે વિજ્ઞાન જાથાના કાર્યાલયે હિન્દુ મુંજાવરના ધતિંગ સંબંધી 10 થી વધુ લોકોએ માહિતી આપી તેમાં રાજેશ ફકીરા બાપુ છેલ્લા 30 વર્ષથી ઘરમાં દેવી-દેવતા, હજરત મીરા દાતાર બાપુના ફોટાનું ધાર્મિક સ્થાનક બનાવી દર ગુરૂૂવાર, શુક્રવાર અને સામન્ય દિવસોમાં રાત્રિના 9 થી 12 સુધી દોરા-ધાગા, ભભુતી, પીરનું પાણી આપી જોવાનું કામ કરે છે. આખો પરિવાર આ દોરા-ધાગાની દુકાનમાં જોડાયેલો રહેલો છે. લોકોને બાધા-ટેક રખાવી અમુક વાર ભરવાનું કહી બોલાવે છે. શ્રધ્ધાના નામે ખુલ્લી છેતરપિંડી કરે છે. બિમાર દર્દીઓની જીંદગી સાથે ખિલવાડ કરે છે. માનસિક બિમારી ભોગવતા દર્દીઓને અમાનુધી ત્રાસ આપે છે. પીડિતોને દવાખાને જતા બાધારૂૂપ કામ કરે છે.


પડોશીના કહેવા મુજબ બાપુ રાજેશ કોઈપણ પ્રકારનો કામ-ધંધો કરતા નથી. મીરા દાતાર બાપુ ધ્યાન રાખે છે. ઉર્ષની ઉજવણી કરી લોકોમાં ભ્રામકતા ફેલાવે છે. વર્ષોથી જુની દિવાદાંડીની પાછળના વિસ્તારમાં ધાર્મિક સ્થાનમાં દોરા-ધાગાનો ધંધો કરે છે. રૂપિયા દસ હજારથી એક લાખની ટેક રખાવી આર્થિક પાયમાલી તરફ દોરી જાય છે. પીર બાપુ આવે ત્યરે શરીર ઉપર સાંકળ મારી લોકોને પ્રભાવિત કરે છે. પીડિતોને સારુ ન થાય તો ધા-નસીબનું કારણ બતાવે છે. પરિવાર અને અમુક માથાભારે શખ્સોને કારણે છેતરાયેલા લોકો ફરિયાદ કરવાનું ટાળે છે. આ બાપુના કારણે મોડી સારવારના કારણે દર્દીઓ યાતનાઓ ભોગવે છે. રાજેશ ફકીરાના ધતિંગ બંધ કરાવવા માહિતીનો સ્તોત્ર આપ્યો હતો.


જાથાના જયંત પંડયાએ માહિતીના આધારે ખરાઈ કરવા માટે બે વાર ડમી માણસોને મોકલતા તેમને પગનો દુ:ખાવો, કોર્ટ કેસ, બેરોજગારીનું કારણમાં ભભુતીની ત્રણ પડીકી, પાણી, મોરપીંછ શરીર પર ઉતાર કર્યો હતો. અમુક દિવસો ભરવા અને કેસનો નિકાલ છ માસમાં થઈ જશે તેવું પીરના નામે બોલ્યા હતા. વાસ્તવમાં જાથાના ડમી માણસોને એકપણ પ્રકારની મુશ્કેલી ન હતી. તેથી બાપુની બોગસ વાત સાબિત થઈ હતી. પુરાવાના કારણે રાજેશ ફકીરાનું પર્દાફાશ કર્યો હતો.

ક્રાઇમ

માંગરોળના શીલમાં યુવકને ઝાડ સાથે બાંધી મોતને ઘાટ ઉતાર્યો

Published

on

By

જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં છેડતીના મામલે એક રખડતુ ભટકતું જીવન જીવતાં યુવકની ઝાડ સાથે બાંધી તાલીબાની સજા આપી મોતને ઘાટ ઉતારવામાં આવ્યાની ઘટના બહાર આવતાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. આ ઘટના અંગે પોલીસે મહિલા સહિત પાંચ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે.


મળતી માહિતી મુજબ, માંગરોળ તાલુકાના શીલ પાસેના ચંદવાણા ગામે રહેતા સંગીતાબેન કારાભાઈ ઘોસીયા ગામની નફરી વાડી તરીકે ઓળખાતી સીમમાં નારણભાઈ ઘોસીયાના ખેતરમાં આવેલ મામાદેવના થાનકની જગ્યામાં દીવાબતી કરતા હતા. અને ચંદવાણા ગામના વરજાંગભાઈ વીરાભાઇ વાજા નામનો યુવાન મહિલા જ્યારે દિવાબતી કરવા જાય ત્યારે ત્યાં દર્શન કરવા જતો હતો. પરંતુ વરજાંગ મહિલાની પાછળ ફરે છે એવી શંકા રાખી તેમની પાછળ છેલ્લા ત્રણ દિવસથી હરેશ કારાભાઈ ઘોસીયા, તેનો ભાઈ જયેશ, પિતા કારા અરજણ તથા તેની પત્ની સંગીતા અને કંકણા ગામના સામત રાજા મજેઠીયા વરજાંગનો પીછો કરતા હતા.


દરમિયાન મોડી રાત્રે વરજાંગ મામાદેવના થાનકે દર્શન કરવા જતા આ શખ્સો તેને પકડી લઈ દોરડા વડે આંબાના ઝાડ સાથે બાંધી લાકડીઓ અને ધોકા વડે આડેધડ માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. અંગેની જાણ મૃતકના ભાઈ દિનેશ વીરાભાઇને થતા તેમને તેમના ભાઈનો મૃતદેહ જ હાથ આવ્યો હતો. આ અંગે શીલ પોલીસે મહિલા સહિત પાંચ શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી વધુ તપાસ પીએસઆઇ એચ. વી. ચુડાસમા ચલાવી રહ્યા છે.

Continue Reading

ક્રાઇમ

લખતરના લીલાપુર ગામે પરિવારને ઊંઘતો રાખી 15 તોલા સોનું અને રોકડની ચોરી

Published

on

By

બફારાને કારણે પરિવાર ધાબા પર સુવા ગયો હતો, ફરિયાદને આધારે તપાસનો ધમધમાટ શરૂ

દસાડા પંથકના કચોલીયા અને દસાડામાં ચોરીની ઘટનાનું પગેરું હજી સુધી મળ્યું નથી ત્યાં લખતર તાલુકાના લીલાપુર ગામે પરિવાર બહાર અને ધાબા પર સૂતો હતો ત્યારે તસ્કરો ઘરમાં પ્રવેશ કરી કબાટમાંથી 15 તોલા સોનુ, દોઢ તોલા ચાંદી અને રૂૂ. 40 હજાર રોકડા સહિતનો મુદામાલ ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. ત્યારે આ ચોરીની ઘટનાની જાણ થતાં લખતર પોલીસ બનાવના સ્થળે દોડી ગઈ હતી, જ્યારે પરિવારજનો ચોરીની ફરિયાદ કરવા લખતર પોલીસ મથકે પહોંચ્યા હતા.


પાટડી તાલુકાના કચોલીયા ગામે પરિવાર ધાબા પર સુવા ગયો અને તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ. 90,700ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ ઘટનાની બીજી જ રાત્રે દસાડાનો એક રબારી પરિવાર ઘરની બહાર ફળિયામાં સૂતો હતો અને તસ્કરોએ મકાનના પાછળના ભાગે હવા ઉજાસની બારી તોડી ઘરમાં પ્રવેશ કરી લાકડાના કબાટમાંથી સોના ચાંદીના દાગીના અને રૂ.1,10,000 રોકડા મળી કુલ રૂ. 1,95,000ની ચોરી કર્યાની ફરિયાદ નોંધાયાની ઘટના હજી તાજી છે ત્યાં લખતર તાલુકાના લીલાપુર ગામે પણ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે.


પ્રાપ્ત વિગતાનુસાર લખતર તાલુકાના લીલાપુર ગામે રહેતા રાજુભાઈ જેસીંગભાઇનો પરિવાર ઘરની બહાર સૂતો હતો અને બાળકો ધાબા પર સૂતો હતો, ત્યારે તસ્કરોએ એમના મકાનમાં પ્રવેશ કરી તિજોરીના તાળા તોડી અંદાજે 15 તોલા સોનુ, દોઢ તોલા ચાંદી અને રૂૂ. 40 હજાર રોકડા સહિતનો મુદામાલ ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. ત્યારે આ ચોરીની ઘટનાની જાણ થતાં લખતર પોલીસ બનાવના સ્થળે દોડી ગઈ હતી, જ્યારે લીલાપુર ગામના રાજુભાઈ જેસીંગભાઇ સહિતના પરિવારજનો ચોરીની ફરિયાદને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

Continue Reading

ક્રાઇમ

અમદાવાદમાંથી નબીરાઓએ મંગાવેલો 3.50 કરોડનો ગાંજો ઝડપાયો

Published

on

By

અમેરિકા, લંડન, કેનેડા સહિતના દેશોમાંથી ગિફ્ટ આર્ટીકલની આડમાં આવેલા 58 પાર્સલોમાંથી 11.601 કિલો ગાંજો અને 60 બોટલ મળી આવી

નશાની લતે ચડેલા ટીનએજર્સનું કાઉન્સેલિંગ કરી પોલીસે જબરા નેટવર્કનો કરેલો પર્દાફાશ, પોસ્ટ ઓફિસમાંથી સ્નીફર ડોગની મદદથી માદક પદાર્થોના પાર્સલો શોધી કાઢ્યા

ગુજરાતમાં નશાખોરો હવે આધુનિક પધ્ધતિથી માદક પદાર્થોનો જથ્થો મંગાવતા હોવાનું રેકેટ બહાર આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અમેરિકા, લંડન અને કેનેડાથી આવેલા 58 જેટલા પાર્સલની સ્નીફર ડોગના મદદથી તપાસ કરાવતા હાઈબ્રીડ ગાંજો અને લીકવીડ ફોર્મમમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 3.48 કરોડ છે. મુંબઈ, દિલ્હી, બેંગ્લોર અને અમદાવાદના પેડલરો મારફતે ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, વડોદરા, વાપી, વલસાડ સહિતના શહેરોમાં નબીરાઓ આ લીકવીડ ફોર્મમાં ગાંજો મંગાવતા હોવાનો મોટો ખુલ્લાસો થયો છે.


અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે પોસ્ટઓફિસમાં વિદેશથી આવેલા પાર્સલમાં તપાસ કરતાં 11 કિલો 601 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 3.48 કરોડ છે તેમજ આ જથ્થા સાથે લીકવીડ ફોર્મમાં ગાંજો મળી આવ્યો હતો. 8 મીલી ગ્રામની એક સીસી એવી 72 હજારની કિંમતની 60 સીસી કે જે ઓપીએમએસ ગોલ્ડ લીક્વીડ ક્રેટોમ નામની આ 8 મીલી ગ્રામની એક સીસીમાં લિક્વીડ ફોમમા ગાંજો હોવાનું બહાર આવ્યું હતું. કુલ રૂા. 3.48.75000ની કિંમતનો જથ્થો ક્રાઈમ બ્રાંચે કબ્જે કર્યો હતો.


નશીલા પાદાર્થો સપ્લાય કરનાર આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓએ નવતર મોડેસોપેન્ડીથી આ જથ્થો મોકલાવ્યો હતો. વિદેશમાં અમેરિકા, યુકે અને કેનેડાથી નાના બાળકોના રમકડા તેમજ બેબી બુટી, બેબી ડાયપર, ફોટોફ્રેમ, ચોકલેટ, જેન્ટ્સ જેકેટ, લેડીઝ ડ્રેસ, લંચબોક્સ, વીટામીન કેન્ડી, સ્પીકર, એન્ટીક બેગ વગેરેમાં છુપાવેલો આ ગાંજાનો જથ્થો ગુજરાતના અમદાવાદમાં મોકલાવમાં આવ્યો હતો.


અમદાવાદ ક્રાઈમ બ્રાંચના એસીપી પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. કે, આ જથ્થો અલગ અલગ 58 જેટલા પાર્સળોમાં મળ્યો હોય જે પાર્સલને શોધવા માટે અમદાવાદ શહેર ડોગસ્ક્વોડની સ્નીફર ડોગની મદદ લેવામાં આવી હતી. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, ગુજરાતના અલગ અલગ શહેરોમાં 16થી 17 વર્ષના મોટા પરિવારના નબીરાઓ અમદાવાદના પેડલરની મદદથી આ માદક પદાર્થનો જથ્થો મગાવતા હતાં.


મુંબઈ, દિલ્હી, બેંગ્લોર અને અમદાવાદના ડ્રગ્સ પેડલરો ડાર્કવેબથી અમેરિકા, લંડન અને કેનેડાના ડ્રગ્સ માફિયાઓનો સંપર્ક કરી પાર્સલ મારફતે આ જથ્થો મંગાવી તેને ગીફ્ટ પેકીંગ કરીને પોસ્ટ મારફતે અથવાકુરિયર મારફતે સપ્લાય કરવામાં આવતો હતો.

રાજકોટ-અમદાવાદ અને વડોદરામાં હાઈબ્રિડ ગાંજો સપ્લાયનું નેટર્વક
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડેલા આ ડ્રગ્સ રેકેટની તપાસમાં કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવી છે. ક્રાઈમ બ્રાંચે જે હાઈબ્રીડ ગાંજો અને લીકવીડ ફોર્મમાં જે ગાંજો ઝડપી પાડ્યો છે. તેને રાજકોટ, અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં સપ્લાય કરવાનું હતું. મોટાભાગના શ્રીમંત પરિવારના 16થી 17 વર્ષના નબીરાઓ આ હાઈબ્રીડ ગાંજો મંગાવે છે અને ગુજરાતમાં અમદાવાદથી પેડલરો તેને અલગ અલગ શહેરોમાં રમકડા અને પુસ્તકમાં પાર્સલ કરીને મોકલાવે છે. આ માદકપદાર્થનું નેટવર્ક રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં મોટુ નેટવર્ક છે.

Continue Reading

Trending