Sports
ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ભારતીય ટીમ WTCની ફાઈનલમાં પહોંચી શકશે
હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી સિરીઝ બરાબરી પર છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં જંગી અંતરથી જીત મેળવી હતી, તો બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ વાપસી કરીને મેચ જીતી લીધી હતી. એટલે કે શ્રેણી બરાબરી પર છે. હવે ત્રીજી મેચ ચાલી રહી છે. ત્યાર બાદ ચાર દિવસ વીતી ગયા. જો અત્યાર સુધીની સ્થિતિની વાત કરીએ તો એવું લાગે છે કે મેચ ડ્રો થશે. વાસ્તવમાં આ મેચમાં વરસાદને કારણે ઘણી ખલેલ પડી હતી, આથી આ મેચ છેલ્લા દિવસ સુધી ચાલે છે અને પરિણામ આવે તેવી શક્યતા બહુ ઓછી છે. બંન્ને ટીમોએ હજુ પોતાની પ્રથમ ઇનિંગ પુરી કરી નથી.
દરમિયાન, જો મેચ ડ્રો થશે તો ટીમ ઈન્ડિયા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે કેવા સમીકરણો સર્જાશે, તે ઘણું રસપ્રદ છે. જો ટીમ ઈન્ડિયા છેલ્લી બે મેચ એટલે કે ચોથી અને પાંચમી મેચ જીતવામાં સફળ રહે છે તો ટીમ ઈન્ડિયા ચોક્કસપણે સેમીફાઈનલમાં પહોંચી જશે, તેને કોઈ અન્ય ટીમ પર નિર્ભર રહેવાની જરૂૂર નહીં પડે. પરંતુ જો બાકીની બે મેચમાંથી ભારતીય ટીમ એક મેચ જીતે છે અને બીજી હારી જાય છે. મતલબ કે જો સિરીઝ 2-2થી બરાબરી પર સમાપ્ત થાય છે તો ટીમ ઈન્ડિયા માટે એક સંભાવના છે, પરંતુ તેણે બીજી ટીમ પર નિર્ભર રહેવું પડશે.
જો શ્રેણી ડ્રોમાં સમાપ્ત થાય છે, તો આશા રાખવી જોઈએ કે જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ શ્રીલંકા જશે ત્યારે તેને બે ટેસ્ટ મેચની શ્રેણીમાં હારનો સામનો કરવો પડશે. જો આમ થશે તો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં જઈ શકે છે. મતલબ કે ઘણું બધું ગણિત છે. ટીમ ઈન્ડિયા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આ છેલ્લી સિરીઝ છે. એટલે કે વધુ બે મેચ રમીને ભારતની સફર ખતમ થઈ જશે, પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમ બે ટેસ્ટ મેચ માટે શ્રીલંકાનો પ્રવાસ કરશે. આશા રાખવી જોઈએ કે ટીમ ઈન્ડિયા આ બે મેચ જીતીને ઠઝઈ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે.
Sports
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ ડ્રો: સિરીઝ હવે બરાબર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે. જેની પહેલી મેચ ભારતે જીતી અને બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ વાપસી કરતા જીતી લેતા સિરીઝ 1-1ની બરાબર પર કરી. ત્રીજી ટેસ્ટ મેચ રોમાંચક બની અને આજે પાંચમા દિવસે ભારતે જીતવા માટે 275 રન કરવાના હતા. પરંતુ વરસાદ વિલન બન્યો અને ભારતના વિના વિકેટે 8 રનનો સ્કોર હતો ત્યારે જ રમત અટકાવી દેવાઈ અને ત્યારબાદ ડ્રોમાં પરિણમી. આમ ત્રણ ટેસ્ટ મેચ બાદ હવે સિરીઝ 1-1ની બરાબરી પર છે.
ભારતનો બીજો દાવ ચાલુ હતો ત્યારે મેચ પહેલા વરસાદના કારણે રોકવામાં આવી. ત્યારબાદ આ મેચને બંને કેપ્ટનોની મંજૂરી મળ્યા બાદ ડ્રો કરવાનો નિર્ણય લેવાયો. જ્યારે મેચ રોકવામાં આવી ત્યારે જયસ્વાલ 4 રન અને રાહુલ 4 રન સાથે રમતમાં હતા. ભારતીય ટીમે વિકેટ ગુમાવ્યા વગર 8 રન કર્યા હતા.
આ અગાઉ ઓસ્ટ્રેલિયાએ પોતાની બીજી ઈનિંગ 7 વિકેટ ગુમાવીને 89 રન કરી દાવ ડિક્લેર કર્યો. આમ અગાઉની લીડ સાથે ભારતને 275 રનનો ટાર્ગેટ જીતવા માટે મળ્યો હતો. જે તેણે 54 ઓવર્સ (મિનિમમ)માં પૂરો કરવાનો હતો. ભારતીય ટીમ પહેલી ઈનિંગમાં 260 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પોતાની પહેલી ઈનિંગમાં 445 રન કર્યા હતા.
Sports
ભારતના સ્ટાર ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
ભારતના ઓફ સ્પિનર આર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. ગાબા ટેસ્ટ પૂરી થતાં જ અશ્વિને નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. રવિચંદ્રન અશ્વિન ભારતીય ટેસ્ટ ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી સફળ બોલરોમાંથી એક રહ્યો છે. આ પ્રવાસમાં તેને અત્યાર સુધી માત્ર એક જ મેચ રમવાની તક મળી છે. એડિલેડ બાદ તે ગાબા ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો. ગાબા ટેસ્ટ દરમિયાન અશ્વિન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ગળે લગાવતો જોવા મળ્યો હતો. તેણે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને ગળે લગાવ્યા. અશ્વિને હેડ કોચ ગંભીર સાથે પણ લાંબા સમય સુધી વાત કરી અને પછી પ્રેસ કોન્ફરન્સમાં આવીને નિવૃત્તિની જાહેરાત કરી. રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી કે અશ્વિન હવે ઓસ્ટ્રેલિયામાં નહીં રહે. તે ગુરુવારે ભારત પરત ફરશે.
આર અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 106 મેચમાં 537 વિકેટ લીધી હતી. તેના નામે 37 પાંચ વિકેટ છે અને તેણે 8 વખત મેચમાં 10 વિકેટ લીધી છે. અશ્વિને 156 ODI વિકેટ પણ લીધી હતી. અશ્વિને T20માં 72 વિકેટ લીધી હતી. તેણે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 765 વિકેટ ઝડપી હતી. અશ્વિને બેટ્સમેન તરીકે પણ પોતાની છાપ છોડી હતી. ટેસ્ટ ક્રિકેટમાં તેના 3503 રન છે અને તેણે કુલ 6 ટેસ્ટ સદી ફટકારી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેની કુલ 8 સદી હતી.
38 વર્ષીય અશ્વિન ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેના નામે કુલ 537 ટેસ્ટ વિકેટ છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણે ભારત માટે 37 વખત એક ઇનિંગમાં સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. તે જ સમયે, તેણે સૌથી વધુ સંખ્યામાં પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ્સ (11 વખત) જીત્યા છે, જે મુરલીધરનની બરાબર છે. સ્પિનર તરીકે, તેનો બોલિંગ સ્ટ્રાઈક રેટ 50.7 (200+ વિકેટ) છે જે સૌથી વધુ છે. ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિનનો બોલિંગ રેકોર્ડ ઘણો શાનદાર રહ્યો હતો. તમિલનાડુના આ સ્પિનરે નવેમ્બર 2011માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ દિલ્હીમાં ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારથી તે સતત ટેસ્ટ ટીમમાં રહ્યો છે. અશ્વિને 106 ટેસ્ટ મેચમાં 24.00ની એવરેજથી 537 વિકેટ લીધી છે. આ દરમિયાન અશ્વિને 37 ઇનિંગ્સમાં પાંચ વિકેટ ઝડપી હતી. તેણે મેચમાં 8 વખત 10 વિકેટ લીધી હતી. ઇનિંગ્સમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 7/59નું છે. જ્યારે ટેસ્ટ મેચમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 13/140 રહ્યું છે.
Sports
પૃથ્વી શો-અજિંક્ય રહાણે મુંબઇની ટીમમાંથી બહાર, શ્રેયસ કેપ્ટન પદે
વિજય હજારે ટ્રોફી માટે મુંબઈની ટીમની જાહેરાત કરવામાં આવી છે. મોટા સમાચાર એ છે કે પૃથ્વી શો આ ટીમનો ભાગ નથી. મુંબઈએ પ્રથમ ત્રણ મેચ માટે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરની પસંદગી કરવામાં આવી છે.પસંદગીકારોએ પ્રથમ ત્રણ મેચ માટે 17 ખેલાડીઓની ટીમ પસંદ કરી છે. ઓપનર પૃથ્વી શો આ ટીમ સાથે જોડાયો નથી. શો સૈયદ મુશ્તાક T20 ટૂર્નામેન્ટમાં ખરાબ રીતે નિષ્ફળ ગયો હતો, શક્ય છે કે તે જોયા બાદ તેને ટીમની બહાર રાખવામાં આવ્યો હોય. અજિંક્ય રહાણે પણ પ્રથમ ત્રણ મેચ માટે મુંબઈની ટીમમાં સામેલ નથી. સૈયદ મુશ્તાક ટ્રોફીમાં અજિંક્ય રહાણે પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો. શ્રેયસ અય્યર વિજય હજારે ટ્રોફીમાં પણ મુંબઈનો કેપ્ટન રહેશે. વિજય હજારે ટ્રોફી 21 ડિસેમ્બરથી શરૂૂ થશે, મુંબઈ તેની પ્રથમ મેચ કર્ણાટક સામે રમશે.
પૃથ્વી શોની ફિટનેસ અને પ્રદર્શન સતત બગડી રહ્યું છે. શોએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં એક પણ અડધી સદી ફટકારી ન હતી. આ ખેલાડીએ 21.88ની એવરેજથી માત્ર 197 રન બનાવ્યા. આ સિવાય તેની ફિટનેસ પણ ઘણી ખરાબ છે જેના કારણે તેને રણજી ટ્રોફીની વચ્ચે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. બીજી તરફ રહાણે શા માટે ટીમની બહાર છે તે બહાર આવ્યું નથી પરંતુ શક્ય છે કે તેને આરામ આપવામાં આવ્યો હોય.
મુંબઈની ટીમ
શ્રેયસ અય્યર (કેપ્ટન), આયુષ મ્હાત્રે, અંગક્રિશ રઘુવંશી, જય બિસ્તા, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, સિદ્ધેશ લાડ, હાર્દિક તામોર, પ્રસાદ પવાર, અથર્વ અંકોલેકર, તનુષ કોટિયન, શાર્દુલ ઠાકુર, જુનૈદ ખાન, રોયસ્ટન ડાયસ, જુનેદ ખાન, હર્ષ તન્ના, વિનાયક ભોઈર.
-
આંતરરાષ્ટ્રીય1 day ago
આવતીકાલે USના વ્યાજદરની ચિંતાએ સેન્સેક્સમાં 1100થી વધુ અંકનો કડાકો
-
આંતરરાષ્ટ્રીય2 days ago
જયોર્જિયાના ભારતીય રેસ્ટોરાંમાંથી 12 લોકો મૃત હાલતમાં મળતા હડકંપ
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન, વન ઇલેક્શન’ બિલ લોકસભામાં પાસ, તરફેણમાં 269 અને વિરોધમાં 198 મત પડ્યા
-
ગુજરાત2 days ago
દસ્તાવેજ કૌભાંડની તપાસ SDMને સોંપતા કલેકટર
-
ગુજરાત2 days ago
એક સપ્તાહ બાદ ડેન્ગ્યુનો ફરી ફૂંફાડો, નવા 7 કેસ
-
ક્રાઇમ23 hours ago
ભગવતીપરામાં યુવાન ઉપર બે નશેડીનો છરી વડે હુમલો
-
ગુજરાત23 hours ago
જમીનોના બોગસ દસ્તાવેજોમાં તંત્રની સંડોવણીની આશંકા
-
ગુજરાત23 hours ago
પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી સબબ વધુ 61 વેપારીઓ દંડાયા