એઇમ્સ પાસે ‘સોનાની લગડી’ જેવી જમીન ‘ટોળકી’એ બારોબાર વેચી મારી !

સબ રજિસ્ટ્રાર કચેરીના બોગસ દસ્તાવેજ કૌભાંડમાં વધુ એક કારસ્તાન 17 દસ્તાવેજ કૌભાંડમાં વધુ બે અરજદારોએ પોલીસનો સંપર્ક કર્યો રાજયમા સૌથી વધુ જમીન કૌભાંડ રાજકોટ શહેરમા…

સબ રજિસ્ટ્રાર કચેરીના બોગસ દસ્તાવેજ કૌભાંડમાં વધુ એક કારસ્તાન

17 દસ્તાવેજ કૌભાંડમાં વધુ બે અરજદારોએ પોલીસનો સંપર્ક કર્યો

રાજયમા સૌથી વધુ જમીન કૌભાંડ રાજકોટ શહેરમા થતુ હોય તેવુ લાગી રહયુ છે. તાજેતરમા સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન 1 ના કોમ્પ્યુટર સુપર વાઇઝર તેમજ કોન્ટ્રાકટ બેઝના કર્મચારી અને એક એડવોકેટ દ્વારા મઘરવાડા, રામપર, મવડી, રૈયા સહીતના પાંચ દાયકા જુની જમીનના બોગસ દસ્તાવેજ બનાવી કરોડો રૂપિયાની જમીન પડાવી લેવાનુ કાવત્રુ ઘડવામા આવ્યુ હતુ. આ કાવત્રામા પ્રનગર પોલીસ મથકના સ્ટાફ દ્વારા પર્દાફાશ કરવામા આવ્યો હતો. આ કૌભાંડમા ઝડપાયેલા કોમ્પ્યુટર સુપર વાઇઝરને સાથે રાખી બિલખા પ્લાઝા બિલ્ડીંગના નવમા માળે ભાડે રહેતા આરોપી હર્ષ સોનીના ફલેટમા તપાસ કરતા ત્યાથી બોગસ દસ્તાવેજો, સ્ટેમ્પ તેમજ સ્ટેમ્પના સીકકા મળી આવ્યા હતા. આ સમગ્ર મુદામાલ કબજે લઇ પોલીસે એડવોકેટ કિશન ચાવડા અને હર્ષ સોનીની શોધખોળ કરવામા આવી રહી છે. આ સમગ્ર ઘટનામા આ ટોળકીએ એઇમ્સ પાસે આવેલી કરોડોની જમીન બારોબાર વેંચી નાંખી હોવાનુ તપાસમા ખુલ્યુ હતું. તેમજ 17 દસ્તાવેજો પૈકી અત્યાર સુધી 4 લોકોએ પોલીસનો સંપર્ક કર્યો હોવાનુ જાણવા મળી રહયુ છે.


આ બોગસ કૌભાંડમા સબ રજીસ્ટ્રાર ઝોન 1 કચેરીના સબ રજીસ્ટ્રાર અતુલ મધુભાઇ દેસાઇ એ ફરીયાદી બની કોમ્પ્યુટર સુપર વાઇઝર જયદીપ ઝાલા, હર્ષ સોની અને એડવોકેટ કિશન ચાવડા વિરૂધ્ધ કાવત્રુ ઘડી સાચા ડોકયુમેન્ટમા ચેડા કરી અને પુરાવાનો નાશ કરવા સહીતની કલમ હેઠળ ફરીયાદ નોંધાવવામા આવી હતી. આ ઘટનામા જયદીપની ધરપકડ કરવામા આવી હતી. તેમજ તેમની પુછપરછમા મઘરવાડા, રામપર, મવડી અને રૈયાની કરોડોની જમીનોના બોગસ દસ્તાવેજ બનાવી નાખવામા આવ્યા હોવાનુ પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યુ હતુ.


આ ઘટનામા સબ રજીસ્ટ્રાર ઝોન 1 કચેરીમા નોંધાયેલા 17 દસ્તાવેજોમા કૌભાંડ બહાર આવતા જ કલેકટર પ્રભવ જોશી એકશનમા આવ્યા હતા અને એસડીએમ ચાંદની પરમારને સબ રજીસ્ટ્રાર કચેરીના અન્ય ઝોનમા નોંધાયેલા પ0 દાયકા જુના દસ્તાવેજોની ચકાસણી કરવા આદેશ આપ્યો હતો. કલેકટરના આદેશ બાદ કલેકટરની અલગ અલગ ટીમો દ્વારા સબ રજીસ્ટ્રાર કચેરીઓમા દસ્તાવેજોની ચકાસણી કરી રહી હોવાનુ હાલ જાણવા મળી રહયુ છે. ત્યારે આ ટોળકી દ્વારા એઇમ્સ પાસે આવેલી કરોડોની જમીનના બોગસ દસ્તાવેજ બનાવી વેંચી નાંખ્યાની તપાસ દરમિયાન બહાર આવ્યુ છે.

ત્યારે જયદીપ ઝાલા સહીતની ટોળકી દ્વારા એઇમ્સ પાસે આવેલી કરોડોની જમીનના દસ્તાવેજોમા ચેડા કરી વકીલ મારફતે ન્યુઝ પેપરમા જાહેરાત અપાવી અને જમીન વેંચી નાંખી આ જમીનના મુખ્ય માલીક કલકતા રહેતા હોય તેઓને રાજકોટના જમીન કૌભાંડની જાણ થતા તેઓએ રાજકોટ શહેરના પ્રનગર પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. આ સમગ્ર કૌભાંડના એઇમ્સ પાસેની જમીન પડાવી લેનાર વ્યકિતની પણ પુછપરછ કરવામા આવશે. તેવુ પોલીસ સુત્રોમાથી જાણવા મળી રહયુ છે.

લંડન રહેતી પાર્ટીના આધારકાર્ડમાં સરનામું બદલી દસ્તાવેજમા ચેડા કર્યા
સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન 1 મા કોન્ટ્રાકટ બેઝ પર નોકરી કરતી ટોળકી દ્વારા 17 જેટલા દસ્તાવેજોમા ચેડા કરી બોગસ દસ્તાવેજો ઉભા કરી વેચી નાખવાના કૌભાંડનો પર્દાફાશ પોલીસે કર્યો હતો. આ ઘટનામા પોલીસ તપાસમા જાણવા મળ્યુ છે કે આ બોગસ દસ્તાવેજ કૌભાંડની તપાસ છેલ્લા દોઢેક મહીનાથી થઇ રહી છે. ત્યારે આ 17 દસ્તાવેજોમાથી એક દસ્તાવેજ લંડનમા રહેતી પાર્ટીનો હોય તેના દસ્તાવેજમા જોડાયેલા આધારકાર્ડમા ચેડા કર્યાનુ માલુમ પડતા પોલીસે આ પાર્ટીનો સંપર્ક સાધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *