શેરબજાર સળંગ ત્રીજા સેશનમાં ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. જેની પાછળનું કારણ વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના પગલે વિદેશી રોકાણકારોની વેચવાલી છે. રોકાણકારો અમેરિકાની ફેડ રિઝર્વનું આગામી પગલું તેમજ ઈકોનોમિક આઉટલૂક પર નજર રાખી રહ્યા છે. સેન્સેક્સ આજે ઘટાડા તરફી ખૂલ્યા બાદ 634 પોઈન્ટ તૂટી 80050 થયો હતો. વિદેશી રોકાણકારોએ ગઈકાલે 6409.86 કરોડનું રોકાણ પાછું ખેંચ્યું હતું. નીફટી 187 પોઇન્ટના ઘટાડા સાથે 24,149 સુધી ટ્રેડ થઇ હતી. શેરબજારમાં પાવર અને કેપિટલ ગુડ્સ શેર્સમાં ભારે વેચવાલી જોવા મળી છે. હેલ્થકેર, આઈટી અને ટેલિકોમ્યુનિકેશન્સ ઈન્ડેક્સ ઘટાડે ખૂલ્યા બાદ 10.40 વાગ્યે ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. બીએસઈ ખાતે 250 શેર્સમાં અપર સર્કિટ અને 170 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. જ્યારે 197 શેર્સ વર્ષની ટોચે અને 23 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા. માર્કેટ કેપ 452.83 લાખ કરોડ નોંધાયું છે.
શેરબજારમાં સતત ત્રીજા દિવસે કડાકો, સેન્સેક્સ 634-નીફ્ટી 187 અંક તૂટયો
શેરબજાર સળંગ ત્રીજા સેશનમાં ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. જેની પાછળનું કારણ વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના પગલે વિદેશી રોકાણકારોની વેચવાલી છે. રોકાણકારો અમેરિકાની ફેડ રિઝર્વનું…
