Sports
ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ભારતીય ટીમ WTCની ફાઈનલમાં પહોંચી શકશે
હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી સિરીઝ બરાબરી પર છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં જંગી અંતરથી જીત મેળવી હતી, તો બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ વાપસી કરીને મેચ જીતી લીધી હતી. એટલે કે શ્રેણી બરાબરી પર છે. હવે ત્રીજી મેચ ચાલી રહી છે. ત્યાર બાદ ચાર દિવસ વીતી ગયા. જો અત્યાર સુધીની સ્થિતિની વાત કરીએ તો એવું લાગે છે કે મેચ ડ્રો થશે. વાસ્તવમાં આ મેચમાં વરસાદને કારણે ઘણી ખલેલ પડી હતી, આથી આ મેચ છેલ્લા દિવસ સુધી ચાલે છે અને પરિણામ આવે તેવી શક્યતા બહુ ઓછી છે. બંન્ને ટીમોએ હજુ પોતાની પ્રથમ ઇનિંગ પુરી કરી નથી.
દરમિયાન, જો મેચ ડ્રો થશે તો ટીમ ઈન્ડિયા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે કેવા સમીકરણો સર્જાશે, તે ઘણું રસપ્રદ છે. જો ટીમ ઈન્ડિયા છેલ્લી બે મેચ એટલે કે ચોથી અને પાંચમી મેચ જીતવામાં સફળ રહે છે તો ટીમ ઈન્ડિયા ચોક્કસપણે સેમીફાઈનલમાં પહોંચી જશે, તેને કોઈ અન્ય ટીમ પર નિર્ભર રહેવાની જરૂૂર નહીં પડે. પરંતુ જો બાકીની બે મેચમાંથી ભારતીય ટીમ એક મેચ જીતે છે અને બીજી હારી જાય છે. મતલબ કે જો સિરીઝ 2-2થી બરાબરી પર સમાપ્ત થાય છે તો ટીમ ઈન્ડિયા માટે એક સંભાવના છે, પરંતુ તેણે બીજી ટીમ પર નિર્ભર રહેવું પડશે.
જો શ્રેણી ડ્રોમાં સમાપ્ત થાય છે, તો આશા રાખવી જોઈએ કે જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ શ્રીલંકા જશે ત્યારે તેને બે ટેસ્ટ મેચની શ્રેણીમાં હારનો સામનો કરવો પડશે. જો આમ થશે તો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં જઈ શકે છે. મતલબ કે ઘણું બધું ગણિત છે. ટીમ ઈન્ડિયા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આ છેલ્લી સિરીઝ છે. એટલે કે વધુ બે મેચ રમીને ભારતની સફર ખતમ થઈ જશે, પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમ બે ટેસ્ટ મેચ માટે શ્રીલંકાનો પ્રવાસ કરશે. આશા રાખવી જોઈએ કે ટીમ ઈન્ડિયા આ બે મેચ જીતીને ઠઝઈ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે.